8
માલીખ ઈસુઅ સેવા-ચાકરી કોઅનાયાર્ થેઈ
1 થોળોક વોખોત હાતીઅ ઈસુ, સેરહોં-સેરહોં ઓનો ગામહોં-ગામહોં, પોરમીહેર લોકહોંઅ જીવોનહોંમ કેકેવ રાજ કોઈઅ તીંહીંઅ બાબોતોઅ હારી ગોઠ જાહેર કોઅતુ ફીર્યુ. તીયાઅરી બાર ચેલા ગોયા. 2 તેવુજ કોઈન થોળ્યાક થેઈ બી તીયાઅરી ગોયા. તીંયહોં વેઅન્યો ઓમુક થેઅહીંમ રેખ ઈસુ પુત કાડના, ઓનો બીજહ્યોંન જુદો-જુદો રોગહોંમ રેખ હાર્યા કોઅન્યા. તીંયહોંમ મારીયોમ આથી (જે માગદાલા ગામોઅ મારીયોમ આખાઅત્ની). તીયોમ રેખ ઈસુ હાંત પુત કાડના; 3 ઓનો યોહાન્ના આથી; તીયોઅ માટી ખુઝા, હેરોદ રાજાઅ દારબારોમ કારભારી આથુ; ઓનો સુસાન્ના આથી ઓનો બીજયા ધોણ્યા થેઈ બી આથ્યા કા, જે પોતાઅ પોયસાહાં કોઈન ઈસુઅ નો તીયાઅ ચેલહાંઅ સેવા-ચાકરી કોઅત્ન્યા.
વાવનારાઅ બાબોતોઅ દાખલુ
4 સેરહોં-સેરહોંમ રેખ માંહેંઅ ઈસુઅહીં આવ્યાજ કોઅત્ને. લોકહોંઅ એક મોડુ ટોલુ એકઠુ વેયુ તાંહાંઅ, ઈસુ તીયો લોકહોંન આય દાખલુ આપ્યુ:
5 “એક ખેળુક પોતાઅ ખેતોમ બીયારુ વાવુ ગોયુ. તો વાવત્નું તાંહાંઅ, બીયારાઅ થોળાક દાણા વાટ જાત્ની તેંહડયો ટીપાઅન્યો જોમીનોપોઅ પોળ્યા, ઓનો તે દાણા લોકહોંઅ પાગહોંઅ થુળ સુંદાય ગોયા, ઓનો ચીળે તીંયહાંન ખાય ગોયે. 6 બીયારાઅ બીજા થોળાક દાણા ખોળકાલ્યો જોમીનોમ પોળ્યા. હોડ ઉગ્યા તાંહાંઅ તે ચીંબલાય ગોયા, કેવકા, જોમીનોમ હેદ નોખી. 7 બીયારાઅ બીજા થોળાક દાણા એંહડો જોમીનોમ પોળ્યા કા, જાંહીં કાટા-સેકરાહાંઅ ઝોળે આથે. તે ઝોળે ફુટી નીંગ્યે ઓનો તીંયહાં ઉગનો હોડહોંન વાદતા દાબી ટાક્યા. 8 બીયારાઅ બીજા દાણા હાર્યો જોમીનોમ પોળ્યા. હોડ ઉગીન મોડા વેયા ઓનો એક-એક હોડોઅ એકહો-એકહો દાણા પાકયા.”
દાખલુ પુરુ કોઅતા ઈસુ બોમનીન આખ્યો, “તુમું માંઅ ગોઠી ખોરેખોર ઉનાઆંન ઓનો હોમજાઅન માગતે વેય તા. તે ધીયાન રાખીન ઉનાઆ ઓનો તીંયહોંન તુમાંઅ જીવોનહોંમ ઉતારા!”
દાખલા આપાઅન કારોણ
9 ફાચલાઅ રેખ ઈસુઅ ચેલહાં તીયાન ફુચ્યો, “ઈયો દાખલાઅ કાય ઓર્થુ વેહે?”
10 તાંહાંઅ ઈસુ તીંયહાંન જોવાબ આપ્યુ, “પોરમીહેર લોકહોંઅ જીવોનહોંમ કેકેવ રાજ કોઈઅ તે હાચાય, તીયા પેલ્લાઅ કોય વોખોત બીજહાંઅ આગલાઅ નાંહ જાહેર કોઅયી. તે હાચાય જાંઆંન તીયા તુમહાંન તા તોક આપીહ. પોન બીજહાંન તા, તો તે હાચાય દાખલાહાંઅ રુપોમુજ આખેહ, ઈંહીંઅ ખાતોર કા, જેવ પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારા ઘોણો વોખોત પેલ્લાઅ આગાહી કોઅની તેવ,
“તે માંય જો કોઓંહ તો હેઅયાજ કોએ તેબી,
તીંહીંઅ ઓર્થુ તે નેંય હોમજે,
ઓનો માંય જો આખોંહ તો ઉનાઅયાજ કોએ તેબી,
તીંહીંઅ ઓર્થુ તે નેંય હોમજે.’
વાવનારાઅ બાબોતોઅ દાખલાઅ ખુલાસુ
11 “આય દાખલાઅ ઓર્થુ એવ આહાય: પોરમીહેરોઅ ગોઠ બીયારાઅ ગાંઉં આહાય. 12 વાટીવાલ્યો ટીપાઅન્યો જોમીનોઅ ગાંઉં એંહડે માંહેંઅ આહાય કા, જે પોરમીહેરોઅ ગોઠ ઉનાઅતેહ, પોન તીંયહાંન તીયો ગોઠીપોઅ વીસવાહ કોઈન પોતાઅ પાપહોંઅ સીકસામ રેખ બોચી જાતા ઓટકાવાઅન ખાતોર, સેતાન આવીન તીંયહાંઅ મોનહોંમ રેખ તે ગોઠ કાડી નેઅ જાહે. 13 ખોળકાલ્યો જોમીનોઅ ગાંઉં એંહડે માંહેંઅ આહાય કા, જે પોરમીહેરોઅ ગોઠ ઉનાઅતેહ, ઓનો તે રાજી ખુસી માની બી નેતેહ. પોન તે તીયો ગોઠીન પોતાઅ જીવોનહોંમ ઉંડો નાંહ ઉતારતે. તીંહીંઅ લીદો, તે થોળોક વોખોતુજ પોરમીહેરોપોઅ વીસવાહ કોઅતેહ. પોન તીંયહાંઅ જીવોનહોંમ મુસીબોતી આવત્યાહ તાંહાંઅ, તે વીસવાહુજ સોળી દેતેહ. 14 જીયો જોમીનોમ કાટા સેકરાહાંઅ ઝોળે ડાટાઅને આથે તીયો જોમીનોઅ ગાંઉં એંહડે માંહેંઅ આહાય કા, જે પોરમીહેરોઅ ગોઠ ઉનાઅતેહ, પોન આય દુન્યા વેઅનો જીવોનોઅ બાબોતોઅ ચીંતા, ઓનો માલ-મીલકોત ઓનો જાહુ-જાલાલી તીંયહાંન વીસવાહોમ વાદતા ઓટકાવત્યાહ. તીંહીંઅ લીદો, તે પોતાઅ આત્મીક જીવોનોમ મોડે વેતેજ નાંહ. 15 હાર્યો જોમીનોઅ ગાંઉં એંહડે માંહેંઅ આહાય કા, જે પોરમીહેરોઅ ગોઠ ઉનાયન પોતાઅ હારો નો સોક્કો મોનોમ તે માની નેતેહ, ઓનો ધીરોજ રાખીન આત્મીક જીવોનોમ વાદતે જાતેહ.”
દીવાપોઅ રેખ હીકામોણ
(માર્ક 4:21-25)
16 પોરમીહેરોઅ રાજોઅ બાબોતોઅ ગોઠીન દોબાવી રાખનુંઅ નેંય, પોન તીયોન જાહેર કોઅનુંઅ જોજવે તો દેખાવાઅન ઈસુ તીંયહાંન આખ્યો, “કોય બી માંહુંઅ દીવુ હેલગાવીન બાસના કોઈન બુજી નાંહ થોવતો કા ખાટનાઅ થુળ નાંહ થોવતો. પોન ઉલટો, કોઅમે આવનારહાંન ઉજવોળ આવે ઈંહીંઅ ખાતોર ખોમણ્યોપોઅ થોવેહ.
17 “પોરમીહેર લોકહોંઅ જીવોનહોંમ કેકેવ રાજ કોઈઅ તીંહીંઅ બાબોતોઅ કોન્ની બી ગોઠ, જે આમુ દોબની આહાય તે, ખોરો સોમોયોમ ઉગાળી પોળે એંહડો પોરમીહેર માગેહ, ઓનો તીયાઅ બાબોતોઅ કોન્નું બી ભેદ ખોરો સોમોયોમ જાહેર વેય એંહડી બી તીયાઅ મોરજી આહાય.
18 “તીંહીંઅ લીદો, માંઅ ગોઠી તુમું કેકેવ ઉનાઅતાહ તીંહીંઅ કાલજી રાખજા. કાંહાંનકા, જેબી પોરમીહેરોઅ રાજોઅ બાબોતોઅ ગોઠ ધીયાન આપીન ઉનાઅતેહ ઓનો તીંહીં પોરમાણો ચાનતેહ ઓનો આત્મીક ગીયાન મેલવુઅતેહ, તીંયહાંન પોરમીહેર વાદારુ આત્મીક ગીયાન આપીઅ. પોન જેબી પોરમીહેરોઅ રાજોઅ બાબોતોઅ ગોઠ ઉનાઅયી-નેંય-ઉનાઅયી કોઅતેહ નો તીંહીં પોરમાણો નાંહ ચાનતે, તીંયહાંપોઅ જોબી થોળો-ઘોણો આત્મીક ગીયાન વેય, તો બી પોરમીહેર તીંયહાંપોઅ રેખ નેઅ નેઈ.”
ઈસુઅ ખોરી યાહકી ઓનો ખોરા પાવોહ
19 એક દીહ ઈસુઅ યાહકી ઓનો તીયાઅ પાવોહ તીયાન મીલાઅન આલે, પોન ગીરદયોઅ લીદો તે ઈસુઅહીં લોગોઅ પોચી નેંય સેક્યે. 20 તાંહાંઅ એખહું ઈસુઅહીં જાયન તીયાન ખોબોર આપી , “તોઅ યાહકી ઓનો પાવોહ બારે ઉબે રેયેહ. તે તુંન મીલાઅન માગતેહ.”
21 તાંહાંઅ ઈસુ તીંયહાંન બાદહાંન આખ્યો, “જે માંહેંઅ પોરમીહેરોઅ ગોઠ ઉનાઅતેહ, ઓનો તીંહીં પોરમાણો જીવતેહ, તેજ ખોર્યો રીતો માંઅ યાહકી ઓનો પાવોહ આહાય.”
ઈસુ વાયચુળો બોંદ પાળેહ
22 એક દીહ ઈસુ તીયાઅ ચેલહાંઅરી ઉળ્યોમ બોઠુ ઓનો તીંયહાંન આખ્યો, “ચાલા, આપુ તાલાયોઅ તીયો તોળી જાજી!”તાંહાંઅ તે તાલયોઅ તીયો તોળી જાઆંન નીંગ્યા. 23 ઓનો તાલાયોમ ચેલા ઉળી ચાનવુઅત્ના તાંઉં, ઈસુ હુવી ગોયુ. ઓનો તેંહડામુજ તાલાયોમ મોડો વાયચુળો આલો. તીંહીંઅ લીદો, પાંઈં ઉસલી-ઉસલીન ઉળ્યોમ પોળો ખેટ્યો, ઓનો તે બાદા મોડો જોખોમોમ આવી પોળ્યા. 24 તાંહાંઅ ચેલા ઈસુઅહીં ગોયા ઓનો તીયાન ઉઠવીન આખ્યો, “ઓ માલીખ! ઓ માલીખ! મોઈ ચાલ્યા.” તાંહાંઅ ઈસુ ઉઠ્યુ ઓનો વાયચુળાન ઓનો પાંઅયોંઅ ચુવહાંન બોંદ પોળાઅન હુકોમ કોઅયુ; તાંહાંઅ તે બોંદ પોળી ગોયે, ઓનો તાલાયોમ એકદોમ સાંતી વેઅ ગોયી. 25 હાતીઅ ઈસુ તીયાઅ ચેલહાંન ફુચ્યો, “તુમહાં માંઅપોઅ ભોરુસુ કેવ નેંય રાખ્યુ?” ચેલા તા ભારી બીય ગોયના, ઓનો તીંયહાંન નોવાય બી લાગી. તીંયહાં એક-બીજાન આખ્યો, “આય કોંહડો માંહુંઅ આહાય? તો વાયચુળાન ઓનો પાંઅયોંન તોગાત હુકોમ કોએહ ઓનો તે તીયાઅ આખનો માનતેહ!”
પુત લાગનો એક માંહાંઅન ઈસુ હારો કોએહ
26 હાતીઅ ઈસુ ઓનો તીયાઅ ચેલા ગાલીલ તાલાયોપોઅરો ગેરાસા ગામોઅ પાહીરોઅ વીસ્તારોમ ગોયા. 27 તીયો વીસ્તારો વેઅનો તીયો ગામોમ પુત લાગનો એક માંહુંઅ આથો. ઘોણો વોખોત રેખ તો પોતળે બી નોખો પોવતો. તો પોતાઅ કોઅમે બી નોખો રેતો પોન કોબીરહોંમુજ રેત્નો. 28-29 તો પુત તીયાન ઘોણો વોખોત લાગત્નું. તો બીજહાંન ઘાયોલ નેંય કોએ તીંહીંઅ ખાતોર, બીજે માંહેંઅ તીયો માંહાંઅન બેળ્યા ટાકત્ને. ઓનો હાકલીહીં કોઈન બાંદત્ને. તેબી, તો હાકલીહીંન તોળી ટાકત્નો ઓનો બેળ્યા બી તોળી ટાકત્નો. ઓનો તો પુત તીયાન ઉજળોમ બી નેઅ જાત્નું.
ઈસુ ઉળ્યોમ રેખ તોળીપોઅ ઉતર્યુ તાંહાંઅ, તીયો પુત લાગનો માંઅહાં તીયાન દેખ્યુ. તાંહાંઅ તો ગુગદીજ ઈસુઅહીં ગોયો, ઓનો તીયાન પાગો પોળ્યો. ઈસુ તીયો પુતોન તીયો માંઅહાંમ રેખ નીંગી જાઆંન હુકોમ કોઅયુ. પોન તીયો પુતો તીયો માંહાંઅન તુરુત નેંય સોળ્યો, ઉલટો તો બોમનીન આખુ ખેટ્યુ : “ઓ ઈસુ, હોરગો વેઅનો પોરમીહેરોઅ ભારી મેરાલો પોયરા, માંઅ નો તોઅ કાંય લાગ-ભાગ નાંહ. એટલે, માંન તું એવુજ રેઆંન દે! તું માંન કાંહાંન તોકલીત આપોહ? માંય તુંન કાલાવાલા કોઓંહ: માંન તું આમુ રીબાવતુ મા!”
30 તાંહાંઅ ઈસુ તીયો પુતોન ફુચ્યો,“તોઅ નામ કાય આહાય ?”
તાંહાંઅ તીયા આખ્યો, “ફોજ!” કાંહાંનકા, તીયો માંહાંઅન ઘોણા પુત લાગના. 31 પુતહોં ઈસુન કાલાવાલા કોઅયા, તો તીંયહાંન તીયો માંઅહાંમ રેખ નીંગીન પાતાળોમ જાઆંન હુકોમ નેંય કોએ.
32 તાંહીં પાહીરોઅ ડોગર્યોપોઅ ડુખરાહાંઅ એક મોડુ ટોલુ ચોરત્નું. પુતહોં ઈસુન કાલાવાલા કોઅયા, તો તીંયહાંન તીયો ડુખરાહાંન લાગાઅન રાજાય આપે. તાંહાંઅ ઈસુ તીંયહાંન તેવ કોઆંન રાજાય આપી. 33 તાંહાંઅ તે પુત તીયો માંહાંઅમ રેખ નીંગીન તીયો ડુખરાહાંન લાગ્યા. તાંહાંઅ ડુખરાહાંઅ તો આખુ ટોલુ કારાઈપોઅ રેખ તાલાયોમ ટુટી પોળ્યુ, ઓનો બાદે ડુખરે બુડી મોઅયે.
34 હોલો ડુખરાહાંન ચારનારે, તે બીના દેખીન નાહી પોળ્યે, ઓનો તે ગોઠ ગામોમ ઓનો પાહીરોઅ ભાગહોંમ તીંયહાં જાહેર કોઅયી. 35 તાંહાંઅ તે ગોઠ ઉનાઅનારે માંહેંઅ તે બીના હેઆંન નીંગી આલે. ઓનો તે ઈસુઅહીં આલે તાંહાંઅ તીંયહાં, જીયો માંહાંઅમ રેખ પુત નીંગી ગોયના તીયો માંહાંઅન, પોતળે પોવીન ઓનો હાનાલો વેયન ઈસુઅ પાગોઅહીં બોઠનો ઓનો તીયાઅ ઉપદેસ ઉનાઅતો દેખ્યો. ઓનો ઈસુ કોતુહ તાકોતોવાલુ આહાય તો દેખીન તીંયહાંન બીખ લાગી. 36 તે બીના બોંણતા જીંયહાં દેખની તીંયહાં, પુત લાગનું તો માંહુંઅ કેકેવ હારો વેયનો તો બીજો લોકહોંન આખી દેખાવ્યો.
37-39 તાંહાંઅ તીયો લોકહોં ઓનો ગેરાસા ગામોઅ પાહીરોઅ તીયો વીસ્તારોઅ બીજો ઘોણો માંહાંહાં, ઈસુન તીંયહાંઅહીં રેખ ચાલ્યુ જાઆંન કાલાવાલા કોઅયા. કાંહાંનકા, તે ભારી બીય ગોયને. તીંહીંઅ લીદો, ઈસુ ઓનો તીયાઅ ચેલા તાંહીં રેખ નીંગી જાઆંન માટો ઉળ્યોમ બોઠા. તાંહાંઅ ઈસુ જીયામ રેખ પુત કાડીન હારો કોઅનો તો માંહુંઅ ઈસુ આરીજ જાઆંન તીયાન કાલાવાલા કોઅયા, “માંન તોઅ આરી આવાઅન દે!”
પોન ઈસુ એવ આખીન તીયાન મોકની દેદુ , “કોઅ ફાચુ જો ઓનો પોરમીહેરો તોઅ માટો જે હારે કામે કોઅયેહ, તો લોકહોંન આખ!”
તાંહાંઅ તો માંહુંઅ, ઈસુ તીયાઅ માટો જે મોડે કામે કોઅને તીંયહાંઅ બાબોતોમ બીજહાંન આખતુ-આખતુ તીયો ગામોમ રેયન ગોયુ.
નોયારો વાલી થેઅ હારી વેહે ઓનો મોઅની પોયરી જીવતી વેહે
40 ઈસુ ગાલીલ તાલાયોઅ દીહ બુડતાઅ વેલ્યો તોળી ફાચુ આલુ તાંહાંઅ, ઘોણો માંહાંહાં તીયાન આવકાર આપ્યુ. કાંહાંનકા, તે બાદે તીયાઅજ વાટ હેઅત્ને. 41 તાંહાંઅ તાંહીં યાયરોસ નામોઅ એક માંહુંઅ આલો. યાયીર યેહુદહ્યોંઅ એક ભોક્તી મોંડોળોઅ કોઓઅ આગેવાન આથુ. તીયા ઈસુઅ પાગો પોળીન તીયાન કાલાવાલા કોઅયા, “મેરબાની કોઈન માંઅ કોઅ આવ!” 42 તીયા એવ કાલાવાલા કોઅયા કાંહાંનકા, તીયાઅ બાર વોરહોઅ પોયરી આથી, તે ભારી માંદી આથી, ઓનો મોઆંન તીયાર્યોમ આથી. ઈસુ યાયરોસોઅ કોઅ જાત્નું તાંહાંઅ, માંહેંઅ તીયાપોઅ પોળા-પોળી કોઅયા કોઅત્ને. 43 તીયો ટોલામ એક થેઅ આથી. તીયોન બાર વોરહો રેખ નોયાર વેત્નો. [[તીયો પોતાઅ બાદી મીલકોત ઓહોળ આપનારહાંઅ ફાચોલ ખોરચી ટાકની તેબી]], કોડો બી તીયોન હારી કોઈ નોખો સેકતો. 44 તે થેઅ તીયો ટોલામ ઈસુઅ ફાચલાઅ આવીન તીયાઅ ઝોબ્બાઅ કોરીન ઓળકી. ઓનો તુરુતુજ તીયોઅ નોયાર બોંદ વેઅ ગોયો. 45 તાંહાંઅ ઈસુ તીયો ટોલા વેઅનો લોકહોંન ફુચ્યો, “માંન કોડો ઓળકયો ?”
બાદહાં ના પાળી તાંહાંઅ પીતોરો આખ્યો, “માલીખ! ઘોણે માંહેંઅ તોઅ ચારુવેલ આહાય, ઓનો તે તુંન ડોઠાટતેજ જાતેહ. ઓનો એવ કોઈન તે બાદે તુંન ઓળકુઅતેહજ”
46 પોન ઈસુ આખ્યો, “માંન એખું ઓળકયો તા ખોરોજ. કાંહાંનકા, માંઅ માજ રેખ તાકોત નીંગી તીંહીંઅ માંન ખોબોર આહાય.” 47 તાંહાંઅ તે થેઅ જાંઈ ગોયી કા તે તેરાય ગોયીહ. એટલે, તે કાપતી-કાપતી ઈસુઅહીં આલી ઓનો તીયાન પાગો પોળી, ઓનો તે તીયાન કાંહાંન ઓળકુઅની ઓનો તે કેકેવ તુરુતુજ હારી વેઅ ગોયની તો, બાદહાંઅ આગલાઅ કોબુલ કોઅયો. 48 તાંહાંઅ ઈસુ તીયોન આખ્યો, “માંઅ બેટા! તુંયોં માંઅપોઅ વીસવાહ કોઅયુહ તીંહીંઅ લીદો, તું હારી વેયીહ. તું સુખ-સાંત્યોમ જો!”
49 ઈસુ તીયો થેઈઅરી ગોઠી કોઅત્નું તાંઉં, તીયો આગેવાનોઅ કોઅ રેખ એક માંહુંઅ આલો, ઓનો તીયા યાયરોસોન આખ્યો, “તોઅ પોયરી મોઈ ગોયી, તીંહીંઅ લીદો આમુ ગુરુજયોન તોકલીત મા આપતુ.”
50 પોન તો ઉનાયન ઈસુ યાયીરોન આખ્યો, “બીતુ મા! માંઅપોઅ વીસવાહ ઓતુહજ રાખ! ઓનો તોઅ પોયરી હારી વેઅ જાઈ!”
51 ઈસુ કોઅમે આલુ તાંહાંઅ તીયા પીતોર, યાકોબ, યોહાન ઓનો પોયર્યોઅ યાહકી-બાહકાન ઓતેહજ કોઅમે આવાઅન રાજાય આપી, બીજો કોડાન બી રાજાય નેંય આપી. 52 તાંહીં આથે તે બાદે રોળા-રેક વાગી રેયને. તીયો પોયર્યોઅ મોત તા નીંદોઅ ગાંઉં થોળોક સોમોયોઅ માટોજ આહાય તો જાંઈંન ઈસુ તીંયહાંન આખ્યો, “રોળતે મા! પોયરી મોઈ નાંહ ગોયી, પોન તે તા હુવેહ!”
53 તે પોયરી મોઈ ગોયીહ તે હોકીકોત ઈસુ નાંહ જાંઅતુ એવ ધારીન, તીંયહાં ઈસુન ઓહી કાડયુ. કાંહાંનકા, પોયરી મોઈ ગોયીહ તીંહીંઅ તીંયહાંન ખોબોર આથી. 54 તાંહાંઅ ઈસુ તીયો પોયર્યોઅ આથ તેઈન જોરપોઅ આખ્યો, “બેટા, ઉઠેઅ!” 55 તાંહાંઅ તીયો પોયર્યોઅ જીવ વોલ્યુ ઓનો તુરુતુજ તે ઉઠી. હાતીઅ ઈસુ તીયોન ખાઆંન આપાઅન તીંયહાંન આખ્યો. 56 તીયોઅ યાહકી-બાહકાન ભારી નોવાય લાગની પોન ઈસુ તીંયહાંન કોળોક રીતો હુકોમ કોઅયુ, “આંહીં જો બોંણ્યોહ તો તુમું કોડાન બી મા આખતે.”