13
પાપ કોઆંન સોળી દેયા!
1 તીયો વોખોત તાંહીં થોળાક લોક હાજોર આથા. તીંયહાં ઈસુન આખ્યો, “ગાલીલ જીલ્લાઅ થોળેક માંહેંઅ પોરમીહેરોન ભોગ ચોળવુઅત્ને તાંહાંઅ, રાજપાલ પીલાતો તીંયહાંન માઈ ટાકાવ્યેહ.”
2 તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “ગાલીલોઅ તીયો માંહાંહાંઅ એંહડો મોત વેયો તીંહીંઅ લીદો, ગાલીલોઅ બીજો બાદો લોકહોં કોઅતા તે વાદારુ ખારાબ પાપી આથે એવ તુમું ધારતાહ કા? 3 માંય તુમહાંન આખોંહ, એવ તા નાંહ. પોન જો તુમું પોતાઅ પાપ સોળીન પોરમીહેરોઅ વેલ નેંય ફીરા તા, તુમું બાદા બી તેવુજ કોઈન કાયોમોઅ માટો આત્મીક રીતો સીકસા ભોગવાહા! 4 ઓનો સીલોવામોઅ ટાવોર ટુટી પોળ્યુ તાંહાંઅ, જે આરાળ માંહેંઅ મોઈ ગોયને, તીંયહાંઅ બાબોતોમ તુમું કાય વીચારતાહ? યેરુસાલેમોમ રેનારો બીજો બાદો માંહાંહાં કોઅતા તે વાદારુ ગુનાલે આથે તીંહીંઅ લીદો તે એંહડો મોતો મોઅને એવ તુમું ધારતાહ કા? 5 માંય તુમહાંન આખોંહ, એવ તા નાંહ. પોન જો તુમું પોતાઅ પાપ સોળીન પોરમીહેરોઅ વેલ નેંય ફીરા તા, તુમું બાદા બી તેવુજ કોઈન કાયોમોઅ માટો આત્મીક રીતો સીકસા ભોગવાહા!”
હાચો જીવોન જીવાઅન બીજી એક તોક
6 હાચો જીવોન જીવાઅન પોરમીહેર તીયાઅ લોકહોંન બીજી બી એક તોક આપેહ તો દેખાવાઅન, ઈસુ હાતીઅ આય દાખલુ તીંયહાંન આખ્યુ: “એક માંહુંઅ આથો. તીયાઅ દારાખોઅ વાળ્યોમ એક ઓંજીરોઅ ચાળ આથો. તો માંહુંઅ તીયો ચાળોપોઅ ઘોણો વોખોત ફોલ હોદો ગોયો. પોન તીયાન ફોલ નેંય જોળ્યો. 7 તાંહાંઅ તીયા દારાખોઅ વાળ્યોઅ હાચવુઅનારાન આખ્યો, “માંય આય ચાળોપોઅ તીન વોરહો રેખ ફોલ હોદતુ આલુહ, પોન તીયાઅ ફોલ નાંહ આવતો. તીંહીંઅ લીદો, તીયાન વાડી ટાક. તો ચાળ કાંહાંન નોકકામોજ જોમીનોઅ કોસ બોગાળનુંઅ જોજ્વે?’ 8 પોન વાળ્યોઅ હાચવુઅનારા આખ્યો, “સાહેબ, તીયાન આવાઅકુ-વોરોહ રેઆંન દે! તાંઉં માંય તીયાઅ ચારુ વેલ ખોદીન ખાતોર ટાકી હેઅહીં. 9 હાતીઅ તીયાઅ ફોલ આવે તા, રેઆંન દેજો. તીયાઅ ફોલ નેંય આવે તા, તીયાન આવતો વોરોહ વાડી ટાકાવજો’.”
એક આરામોઅ દીહ ઈસુ એક થેઈન હારી કોએહ
10 એક આરામોઅ દીહ, ઈસુ યેહુદહ્યોંઅ ભોક્તી મોંડોળોઅ એક કોઅમે ઉપદેસ આપત્નું. 11 તાંહીં એક થેઅ આથી. તીયોન પુત લાગનું. તીંહીંઅ લીદો, આરાળ વોરહો રેઅખી તે નાચાર આથી. તે ટોંગી વોલી ગોયની, ઓનો તીયોન પાદરો નોખો ઉબો રેવાઅતો. 12 ઈસુ તીયોન દેખી તાંહાંઅ, તીયા તીયોન હાદીન આખ્યો, “બાયા, આમુ માંય તુંન તોઅ નાચાર હાલોતોમ રેખ સુટી કોઓંહ.” 13 એવ આખીન ઈસુ તીયોપોઅ પોતાઅ આથ થોવ્યા, ઓનો તુરુતુજ તે પાદરી ઉબી વેઅ ગોયી. ઓનો તીયો પોરમીહેરોઅ ભારી ગુણ ગાયા નો તીયાઅ ખુબ આબાર બી માન્યા.
14 ઈસુ તીયોન આરામોઅ દીહ હારી કોઅની તીંહીંઅ લીદો, ભોક્તી મોંડોળોઅ કોઓઅ આગેવાન ઝાંજવાઅયુ, ઓનો લોકહોંન આખ્યો, “આઠવાળ્યામ સો દીહ આહાય; તીંહમેઅ આપોઅ કામ કોઅનુંઅ જોજવે! તીંહીંઅ લીદો, તીયો સો દીહોહોંમ તુમું આવા ઓનો હારે વેઅ જાયા! પોન આરામોઅ દીહ, હારે વેઆંન આવનુંઅ નેંય!”
15 તાંહાંઅ માલીખો તીયાન જોવાબ આપ્યુ, “ઓ... ઢોંગહ્યોં, તુમહાંમ રેખ કોડાઅ ડોગરો કા ગોદળો ફાઅપ્યો વેય તાંહાંઅ, આરામોઅ દીહ વેય તેબી તુમું તીયાન ગોમાઈમ રેખ સોળીન પાંઈં નાંહ પીવાવતા કા? 16 તાંહાંઅ આય થેઅ તા, આબરાહામોઅ ગાંઉં પોરમીહેરોપોઅ વીસવાહા રાખનારીજ આહાય. પોન તીયોન સેતાનો આરાળ વોરહો રેખ પોતાઅ કાબુમ રાખની. તીયોન આરામોઅ દીહ વેય તેબી તીયોઅ બાંદાણોમ રેખ સોળાવનુંઅ નેંય જોજવે કા?” 17 ઈસુઅ આય જોવાબોઅ લીદો, તીયાઅ વીરુદ કોઅનારા નાજવાય ગોયા. પોન તીયો ટોલા વેઅને બીજે બાદે માંહેંઅ તા, તીયા કોઅનો નોવાય લાગે એંહડો કામહોંઅ લીદો ખુસ વેયે.
રાયોઅ બીયારાઅ દાખલુ
(માથી 13:31-32; માર્ક 4:30-32)
18 હાતીઅ ઈસુ આખ્યો, “પોરમીહેરોન પોતાઅ જીવોનહોંમ રાજ કોઆંન દેનારે માંહેંઅ આત્મીક રીતો કેકેવ વાદતેહ તો, માંય તુમહાંન આખાઅન માગોંહ. 19 તો, એક માંહુંઅ રાયોઅ એક બીયારુ નેયન પોતાઅ ખેતોમ વાવે તાંહાંઅ જો-જો વેહે તીંહીંઅ ગાંઉં આહાય. તો બીયારુ ઉગેહ ઓનો તીયાઅ હોડ મોડુ વેહે ઓનો તો ચાળોઅ ગાંઉં બોંણેહ ઓનો ચીળહાં તીયાઅ ડાલખ્યોહોંપોઅ ખોટેઅ કોઅતેહ.”
ખોમીરોઅ દાખલુ
(માથી 13:33)
20 ફાચો ઈસુ આખ્યો, “પોરમીહેરોન પોતાઅ જીવોનહોંમ રાજ કોઆંન દેનારે માંહેંઅ આત્મીક રીતો કેકેવ વાદતેહ તો માંય તુમહાંન આખાઅન માગોંહ. 21 તે તા, મોગનુઅનો નોટોમ આથુ દાવનારો ખોમીરોઅ ગાંઉં વાદતેહ. એક થેઈ તીન સીબનાઅ નોટ નેયન તીંહમેઅ થોળુકુજ ખોમીર પેલીન મોગન્યો, તેબી આખુ બાદુ નોટ ખોમીરો વાલુ વેઅ ગોયુ.”
પોરમીહેરોઅ રાજ પુરી રીતો આવીઅ તાંહાંઅ તીંહમેઅ ભાગ નેઆંન હેલ્લો નાંહ
(માથી 7:13-14, 21-23)
22 ઈસુ સેરહોં-સેરહોં ઓનો ગામહોં-ગામહોં ઉપદેસ આપતુ-આપતુ તીયાઅ ચેલહાંઅરી યેરુસાલેમોઅ વેલ જાત્નું. 23 તાંહાંઅ એક જાંઆં ઈસુન ફુચ્યો, “સાહેબ, પોરમીહેરોઅ રાજ પુરી રીતો આવીઅ તાંહાંઅ બોચી જાનારે થોળેકુજ વેઈ કા?”
24 તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “હાકળો બાંઅણા પાદરો વીહાઅન જેવ હેલ્લો નાંહ તેવ હોરગોમ જાઆંન બી હેલ્લો નાંહ. તેબી હાકળો બાંઅણામ રેખ વીહાઅન ભારી મોથજા. કાંહાંનકા, માંય તુમહાંન આખોંહ, માજ વીહાઅન ઘોણે માંહેંઅ મોથીઅ, પોન તે વીહી નેંય સેકે.
25 “ માલીખ કોઓઅ ધોણ્યોઅ ગાંઉં આહાય. તો વાઅતુ કોઓઅ બાંઅણો બુજી નેઈ ઓનો તુમું ખારાબ કામે કોઅનારા બારા ઉબા રેયન બાંઅણો ઠોકહા, ઓનો આખહા કા,“ સાહેબ આમાંઅ ખાતોર બી બાંઅણો ઉગાળ!’ પોન તો તુમહાંન જોવાબ આપીઅ , “ નાંહ, માંય તુમહાંન ઓઅખુઅતુ બી નાંહ, ઓનો તુમું કાંહીં રેખ આલેહ તો માંય નાંહ જાંઅતુ.’ 26 તાંહાંઅ તુમું ફાચા આખહા , “તું વીહરાય ગોયુહ કા? આમહાં તોઅ આરી ખાદનો-પીદનો ઓનો તુંયોં આમાંઅ સેરોઅ ગોલહ્યોંમ ઉપદેસ આપના.’ 27 પોન તો ફાચુ આખીઅ,“ તુમું કાંહીં રેખ આલેહ તો માંય નાંહ જાંઅતુ. ઓ ખારાબ કામે કોઅનારહાં તુમું બાદે આંહીં રેખ ચાલ્યે જાયા!’ 28 જાંહીં તો તુમહાંન મોકનીઅ તાંહીં તુમું, તુમાંઅ આગલાઅ ડાયા આબરાહામોન, ઈસાકોન, યાકોબોન ઓનો પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારહાંન પોરમીહેરોઅ રાજોમ દેખીન, ઓનો તુમહાંન પોતાન બારે કાડી થોવને દેખહા તેંહડામ, તુમું રોળહા ઓનો ભારી દુખોઅ ઓનુભોવ કોઅહા. 29 યેહુદી સીવાયોઅ લોક, ચારુ ઓરહીં રેખ આવીન પોરમીહેરોઅ રાજોઅ જેમોણોમ બોહીન ખાઈ. 30 તીયો વોખોત, આમુ જે વાદારામ વાદારુ માનોવાલે આહાય તે, ઓસામ-ઓસો માનોવાલે વેઅ જાઈ, ઓનો આમુ જે ઓસામ-ઓસો માનોવાલે આહાય તે, વાદારામ વાદારુ માનોવાલે વેઅ જાઈ.”
હેરોદોઅ બાબોતોમ ચેતવુણી
31 તેંહડામુજ તાંહીં થોળાક ફોરોસી લોક આલા, ઓનો ઈસુન આખ્યો, “તું આંહીં રેખ બીજો કોય જાગો ચાલ્યુ જો! કાંહાંનકા હેરોદ તુંન માઈ ટાકાઅન માગેહ.” 32 તાંહાંઅ ઈસુ તીંયહાંન જોવાબ આપ્યુ, “તુમું જાયન કોનાઅ ગાંઉં લુચ્ચો તીયો હેરોદોન આખજા કા, આજ ઓનો આવનારો દીહોહોંમ માંય પુતહોંન કાડીન માંદહાંન હારે કોઅહીંજ. 33 પોન વાદારુ દીહ લાગવ્યા વોગોર થોળોકુજ દીહોહોંમ માંય માંઅ કામ પુરો કોઈ દેહીં. તીયો દીહોહોંમ આય કામ પુરો કોઈન માંય યેરુસાલેમોઅ વેલ જાનારુ આહાય. કાંહાંનકા, પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારો કોડો બી યેરુસાલેમોઅ બાર માઈ ટાકાય તો બોરાબોર નાંહ.
યેરુસાલેમ સેરોઅ લોકહોંઅ માટો ઈસુઅ માયા
(માથી 23:37-39)
34 ઓ યેરુસાલેમો વેઅનાહાં, પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારહાંન માઈ ટાકનારહાં, ઓનો પોરમીહેરો તુમાંઅહીં મોકનુઅનો ખોબર્યોહોંન ઢોગળા દેયન માઈ ટાકનારહાં, જેવ કોઈન કુકળી તીયોઅ બોચહાંન પોતાઅ ફાકળ્યોઅ થુળ દોબાવીન બોચાવેહ, તેવ કોઈન તુમહાંન બાદહાંન માંઅહીં એકઠે કોઈન બોચાવાઅન, ઘોણો વોખોત માંય મોથ્યુ. પોન તુમું તા એકઠે વેઆંન માગતેજ નાંહ.35 તીંહીંઅ લીદો પોરમીહેર તુમાંઅ મોંદીરોન સોળી દેઈ. ઓનો માંય તુમહાંન આખોંહ, માંય તુમાંઅ સેરોમ ફાચુ એક વોખોત આવોં હાતીઅ, “ પોરમીહેરોઅ સોત્તા નેયન આવનારુ તું, તીયાઅ બોરખોત મેલવુઅનું આહાય ’ એવ તુમું માંન આખા એંહડુ વોખોત આવીઅ. તાંઉં લોગોઅ તુમું માંન હેઅનારે નાંહ.”