23
રાજપાલ પીલાતોઅ આગલાઅ ઈસુ
(માથી 27:1-2, 11-14; માર્ક 15:1-5; યોહાન 18:28-38)
1 હાતીઅ, તાંહીં એકઠા વેયના બાદા લોક તાંહીં રેખ ઉઠીન ઈસુન રાજપાલ પીલાતોઅ આગલાઅ નેઅ ગોયા. 2 તાંહીં તે ઈસુપોઅ ગુનું થોવા ખેટયા , “આય માંહુંઅ સારકારોઅ વીરુદ હુલ્લોળ કોઆવાઅન માગેહ. ઓનો ઓ આમાંઅ જાતીઅ માંહાંહાંન ખોટો હીકવુઅત્નું , “રોમોઅ બાદસાન વેરુ નેંય પોઅનુંઅ.’ ઓનો તો પોતાન ખ્રીસ્ત આખાવત્નું તાંહાંઅ, આમહાં તીયાન તેઅયુ.”
3 તાંહાંઅ પીલાતો ઈસુન ફુચ્યો, “તું યેહુદહ્યોંઅ રાજા આહાય કા?
તાંહાંઅ ઈસુ તીયાન જોવાબ આપ્યુ, “એવ તું આખોહ.”
4 તાંહાંઅ પીલાતો મોડો પુંજારહાંન ઓનો લોકહોંઅ ટોલાન આખ્યો, “ઈયાઅ કાંય બી ગુનું માંન નાંહ જોળતુ.” 5 પોન તે ઈસુઅ વીરુદ આખતાજ રેત્ના , “આય માંહુંઅ આખો પાલેસ્તીન દેસોમ હીકવુઅતો-હીકવુઅતો લોકહોંન ચોળવેહ. ગાલીલ વીસ્તારોમ તીયા આય ચાલુ કોઅનો ઓનો આમુ આંહીં આલોહ.”
પીલાત ઈસુન હેરોદોઅહીં મોકની આપેહ.
6 તીંયહાંઅ ગોઠ ઉનાયન પીલાતો તીંયહાંન ફુચ્યો, “આય માંહુંઅ ગાલીલ વીસતારોઅ આહાય કા?” 7 ઈસુ ગાલીલો એટલે હેરોદ રાજાઅ વીસ્તારો વેઅનું આહાય એવ ખોબોર પોળી તાંહાંઅ, પીલાતો ઈસુન હેરોદોઅહી નેઅ જાઆંન આખ્યો. તીયો વોખોત હેરોદ યેરુસાલોમોમુજ આથુ. 8 ઈસુન દેખીન હેરોદ ભારી ખુસ વેયુ. કાંહાંનકા, ઈસુઅ બાબોતોમ તીયા ગોઠી ઉનાઅન્યા તીંહીંઅ લીદો ઘોણો વોખોતરુઅ તો તીયાન હેઆંન માગત્નું, ઓનો ઈસુ કાંય ચોમોત્કાર કોઈ દેખાવે એંહડી તો આસા બી રાખત્નું. 9 તીંહીંઅ લીદો, તીયા ઈસુન ઘોણા સોવાલ ફુચ્યા. પોન ઈસુ તીયાન કાંય બી જોવાબ નેંય આપ્યુ. 10 તાંહાંઅ મોડા પુંજારા ઓનો નીયોમ હીકવુઅનારા ઉબા રેયન જોરપોઅ-જોરપોઅ ઈસુપોઅ ગુનું થોવ્યા કોઅત્ના. 11 ઓનો હેરોદો તીયાઅ સોયનીકહોંઅરી મીલીન ઈસુઅ નીંદા કોઅયી, ઓનો મોસકુરી કોઅયી. હાતીઅ તીયા ઈસુન રાજા વેય તેંહડો ચોમકુઅતો પોતળો પોવાવીન ફાચુ પીલાતોઅહીં મોકની દેદુ. 12 પેલ્લાઅ હેરોદ ઓનો પીલાત એક-બીજાઅ દુસ્માન આથા. પોન તો દીહ તે દોસ્તાર બોંણી ગોયા.
ઈસુન મોતોઅ સાજા આપાઅહે
(માથી 27:15-26; માર્ક 15:6-15; યોહાન 18:39-19:16)
13 હાતીઅ પીલાતો મોડો પુંજારહાંન, ઓનો યેહુદી ધોરમોઅ બીજો આગેવાનહોંન ઓનો જાહેર લોકહોંન એકઠા કોઅયા, 14 ઓનો તીંયહાંન આખ્યો, “તુમું “આય માંહુંઅ સારકારોઅ વીરુદ હુલ્લોળ કોઆવાઅન માગેહ. ઓનો ઓ, આમાંઅ જાતીઅ માંહાંહાંન ખોટો હીકવુઅત્નું , “રોમોઅ બાદસાન વેરુ નેંય પોઅનુંઅ.’ એવ આખીન તીયાન માંઅહીં તેઈ દાલાહ. પોન તુમાંઅ ઉરુ-બુરુજ તીયાન માંયોં તાપાસ્યુ તા, તુમું તીયાઅ વીરુદ ફોરીયાદ કોઅતાહ એંહડુ એક બી ગુનું તીયામ માંન નાંહ જોળ્યુ. 15 તેવુજ હેરોદોન બી એક બી ગુનું નાંહ જોળ્યુ. તીંહીંઅ લીદો તીયા તીયાન ફાચુ આપોઅહીં મોકની આપ્યુહ. તીયાન મોતોઅ સાજા આપાય એંહડુ એક બી ગુનું તીયા નાંહ કોઅયુ. 16 તીંહીંઅ લીદો, માંય તીયાન માર દેવાવીન સોળી થોવહીં.” 17 (દોર વોરોહ પાસ્કા તીવારોઅ વોખોત પીલાતોન યેહુદહ્યોંઅ માટો એક કેદયોન સોળી થોવનુંઅ પોળત્નો.)
18 પોન તે બાદા એકકુલાજ બોમની ઉઠયા, “તીયાન માઈ ટાક ઓનો આમાંઅ માટો બારાબાસોન સોળી થોવ!” 19 (બારાબાસો યેરુસાલેમ સેરોમ લોકહોંન સારકારોઅ વીરુદ હુલ્લોળ કોઆવનો, ઓનો ખુન બી કોઅનો. તીંહીંઅ લીદો, તીયાન કુરુસોપોઅ જોળીન માઈ ટાકાઅન માટો જેલીમ પુરનું.)
20 પોન પીલાતોઅ મોરજી તા ઈસુન સોળી થોવાઅન આથી, તીંહીંઅ લીદો તીયા લોકહોંઅરી ફાચી ગોઠ કોઆંન ચાલુ રાખ્યો. 21 પોન તે ફાચા બોમની ઉઠયા, “તીયાન કુરુસોપોઅ જોળીન માઈ ટાક! કુરુસોપોઅ જોળીન માઈ ટાક!”
22 તાંહાંઅ તીજો વોખોત બી પીલાતો લોકહોંન ફુચ્યો, “પોન તીયા કાય ગુનું કોઅયુહ? તીયાન મોતોઅ સાજા આપાય એંહડુ એક બી ગુનું માંયોં નાંહ દેખ્યુ. તીંહીંઅ લીદો, માંય તીયાન માર દેવાવીન સોળી થોવહીં.”
23 પોન તીંયહાં તા ઓટ તેઈન બોમનાઅન ચાલુજ રાખ્યો , “તીયાન કુરુસોપોઅ જોળીન માઈ ટાક!” આખોર, પીલાત તીંયહાંઅ માગણ્યો પોરમાણો કોઆંન તીયાર વેયુ. 24 તીંહીંઅ લીદો, તીંયહાંઅ માગણ્યો પોરમાણો પીલાતો ઈસુન મોતોઅ સાજા આપી. 25 હુલ્લોળોઅ ગુનામ ઓનો ખુનોઅ ગુનામ જેલીમ પુરાઅનું આથુ તીયો બારાબાસોન તીંયહાંઅ માગણ્યો પોરમાણો પીલાતો સોળી થોવ્યુ.
રોમોઅ સોયનીક ઈસુન કુરુસોપોઅ જોળીન માઈ ટાકતાહ
(માથી 27:32-44; માર્ક 15:21-32; યોહાન 19:17-27)
26 ઈસુન કુરુસોપોઅ જોળાઅન માટો સોયનીક તીયાન પીલાતોઅ મેહેલોમ રેખ નેઅ જાત્ના તાંહાંઅ, કુરેન સેરોઅ સીમોન નામોઅ માટી તીંયહાંન વાટો હોંબુ મીલ્યુ. તો હીમોમ રેઅખુ યેરુસાલેમ સેરોમ જાત્નું. સોયનીકહોં તીયાન તેઅયુ ઓનો ઈસુ જો કુરુસ ઉચકુઅત્નું તો તીયાન ઉચકાવીન ઈસુઅ ફાચલાઅ જાઆંન હુકોમ કોઅયુ.
27 ઈસુઅ ફાચલાઅ લોકહોંઅ મોડુ ટોલુ જાત્નું. તીંયહાંમ ઈસુઅ લીદો સાતી કુટીન રોળનાયાર્ ઓનો રોળા-રેક વાગનાયાર્ ઘોણ્યા થેઈ બી આથ્યા. 28 તાંહાંઅ ઈસુ રોળનાયાર્ે થેઅહીંઅ વેલ ફીરીન તીંયહોંન આખ્યો, “યેરુસાલેમોઅ થેઅહીં, તુમું માંઅ લીદો મા રોળત્યા. પોન ઉલટો તુમહાંન ઓનો તુમાંઅ પોયરાહાંન જો વેનારો આહાય તીયાઅ લીદો રોળા. 29 કાંહાંનકા, એંહડા દીહ આવનારા આહાય કા, જેંેંહડામ માંહેંઅ એવ આખીઅ, “જે થેઈ વાંયટયા આહાય નો જીંયહોં કોય દીહ બી પોયરાહાંન જોલમો આપ્યો ઓનો તીંયહાંન બુબનું નાંહ ખાવાવ્યુ, તે થેઈ ભારી નોસીબદાર આહાય!’ 30 ઓનો તેંહડામ માંહેંઅ ડોગહોંન એવ આખીઅ, “આમાંપોઅ પોળા’, નો ડોગર્યોહોંન આખીઅ, “આમહાંન દોબાવા ઈંહીંઅ ખાતોર કા, આમાંઅ દુસમાન આમાંઅ સેરોઅ નાસ કોએ તેંહડામ આમહાંન દુખે વેઠનુંઅ નેંય પોળે.’ 31 કાંહાંનકા, માંય તા વોગોર ગુના આહાય તેબી તીંયહાં માંન મોતોઅ સાજા આપીહ. તાંહાંઅ, તુમું તા ગુનાલે આહાય, તીંહીંઅ લીદો, તે તુમહાંન નોક્કીજ મોડી સાજા આપીઅ.”
32 પીલાતોઅ સોયનીક બીજો ગુનેગારહોંન બી ઈસુઅરી માઈ ટાકાઅન નેઅ જાત્ના. 33 “ખોપરી” નામોઅ જાગો તે આલા ઓનો તાંહીં તીંયહાં ઈસુઅ પોતળે કાડી નેયન તીયાન કુરુસોપોઅ જોળ્યુ. 34 ઈસુ આખ્યો, ઓ, પોરમીહેર બાહકા, આયહાંન માફ કોઅ! કાંહાંનકા, તે કાય કોઅતાહ તીંહીંઅ તીંયહાંન ખોબોર નાંહ.”
સોયનીકહોં ચીઠ્યા ટાકીન ઈસુઅ પોતળે વાઅટી નેદે. 35 આય બાદો હેઅતે માંહેંઅ તાંહીં ઉબે રેયને. પોન યેહુદી ધોરમોઅ આગેવાન ઈસુઅ નીંદા કોઈન આખત્ના, “તો આખાવેહ કા, તીયા બીજહાંન તીંયહાંઅ માંદવાળહીંમ રેખ બોચાવ્યેહ. જો તો ખ્રીસ્ત વેય તા, તો પોતાનુંજ બોચાવે!”
36 સોયનીકહોં બી તીયાઅ મોસકુરી કોઅયી. તીંયહાં ઈસુઅહીં આવીન તીયાન દારખાઅ રાહી હોરો આપ્યો, 37 ઓનો આખ્યો, “જો તું યેહુદહ્યોંઅ રાજા આહાય તા, પોતાનુંજ બોચાવ!”
38 કુરુસોઅ ચુટકયો, એક પાટયામ તીંયહાં લેખ્યો , “આય યેહુદહ્યોંઅ રાજા આહાય.”
39 તાંહીં કુરુસોપોઅ જોળાઅનો ગુનેગારહોંમ રેખ એકા ઈસુઅ નીંદા કોઈન આખ્યો, “તું તા ખ્રીસ્ત આહાય કને? તાંહાંઅ તુંુ પોતાન નો આમહાંન બી બોચાવત્રા!”
40 પોન બીજો ગુનેગારો તીયો ગુનેગારોન ખીજવાયન આખ્યો, “તું પોરમીહેરોન નાંહ બીતુ કા? ઓ જે સાજા ભોગવેહ તેજ સાજા તું બી ભોગવોહ. 41 આપહોં તા ખોરેખોર ગુનું કોઅયુહ, તીંહીંઅ લીદો, આપુ સાજા ભોગવુઅતાહ. પોન આય માંઅહાં તા, કાંય બી ગુનું નાંહ કોઅયુ.” 42 હાતીઅ તીયા ઈસુન આખ્યો, “ઓ ઈસુ તું રાજા બોંણીન આવો તાંહાંઅ, મેરબાની કોઈન માંઅ ભોલો કોઅજો.”
43 તાંહાંઅ ઈસુ તીયાન આખ્યો, “માંય તુંન નોકકીજ આખોંહ, આજુજ તું માંઅરી પારાદેસોમ રેહો.”
ઈસુઅ મોત
(માથી 27:45-56; માર્ક 15:33-41; યોહાન 19:28-30)
44 માજનો લોગ-ભોગ બારેક વાગ્યો, દીહ ઉજવોળ આપતુ બોંદ વેઅ ગોયુ. એટલે તીન વાગ્યો લોગોઅ આખો દેસોમ આંદારો ફેલાય ગોયો. 45 તીયોજ ઘેળી, યેરુસાલેમો વેઅનો મોંદીરોઅ એકદોમ પોવીતોર ભાગોન બુજી રાખત્નું તો, જાડો પોતળાઅ બોંણાવનું નો પાઈ પોળદુ, ઉપોઅ રેખ એઠા લોગોઅ ચીરાયન બેન કુટકા વેઅ ગોયુ. આમુ બાદે માંહેંઅ પોરમીહેરોઅ હાજર્યોમ જાય સેક્તેહ તીંહીંઅ નીસાણ્યો તોરીકો એંહડો વેયો. 46 તાંહાંઅ ઈસુ જોરપોઅ બોમનીન આખ્યો, “ઓ પોરમીહેર બાહકા, માંય માંઅ આત્માન તોઅ આથોમ હોપી દેહોં.” એવ આખીન ઈસુ જીવ સોળ્યુ.
47 જો બોંણ્યો તો દેખીન રોમોઅ સુબેદાર, જો ઈસુન કુરુસોપોઅ જોળનારો સોયનીકહોંઅ ઉપરી આથુ તીયા, પોરમીહેરોઅ ગુણ ગાયીન આખ્યો, “હુદાઅજ આય માંહુંઅ હાચો આથો!”
48 તે બીના હેઆંન એકઠે વેયને તે માંહેંઅ, જો બોંણ્યો તો દેખીન સાતી કુટતે-કુટતે પોત-પોતાઅ કોઅ ગોયે. 49 પોન ગાલીલોમ રેખ ઈસુઅ ચેલ્યા બોંેણીન તીયાઅરી આલન્યા તે થેઈ, ઓનો ઈસુન ઓઅખુઅનારે બીજે બાદે માંહેંઅ, સેટો ઉબે રેયન આય બાદો હેઅયા કોઅત્ને.
ઈસુઅ લાસ કોબીરોમ હોજાઅહે
(માથી 27:57-61; માર્ક 15:42-47; યોહાન 19:38-42)
50-51 યેહુદીયા જીલ્લાઅ આરીમાથેયા સેરોમ યોસેફ નામોઅ એક માંહુંઅ આથો. તીયાન બાદેજ માંહેંઅ માન આપત્ને. ઓનો તો હાચો માંહુંઅ આથો. તો ખ્રીસ્તોન હેઆંન વાટ હેઅત્નો. યેહુદી ધોરમોઅ પોંચોઅ માંહાંહાં ઈસુઅ વીરુદ જો વીચારનો ઓનો કોઅનો, તીંહમેઅ તો ભાગીદાર નોખો. 52 તીયા પીલાતોઅહીં જાયન ઈસુઅ લાસીઅ માગણી કોઅયી. 53 પીલાતોપોઅ પારવાનગી મેલવીન હાતીઅ તીયા ઓનો બીજહાં, ઈસુઅ લાસીન કુરુસોપોઅ રેખ ઉતારીન તીયોન રેસમી પોતળામ ચુંડલાવી, ઓનો ખોળકામ કોતરીન બોંણાવન્યો કોબીરોમ તે લાસ હોજી દેદી. તીયો કોબીરોમ કોડાઅ બી લાસ કોય બી દીહ નોખી હોજી. 54 તો દીહ સુકરોવાર આથુ, ઓનો આરામોઅ દીહ ચાલુ વેઆંન તીયાર્યોમ આથુ. આરામોઅ દીહ તે કાંય બી કામ નેંય કોઈ સેકે તીંહીંઅ લીદો, તીંયહાં તો કામ આરામોઅ દીહ ચાલુ વેતા પેલ્લાઅ ઉતવાલ્યો-ઉતવાલ્યો પુરો કોઅયો.
55 ગાલીલોમ રેખ ઈસુઅ આરી આલન્યો તીયો થેઅહીં બી યોસેફોઅ ફાચલાઅ આવીન કોબીરોન, ઓનો તીંહમેઅ ઈસુઅ લાસ કેકેવ હોજાઅયી તો દેખ્યો. 56 હાતીઅ તે કોઅ ગોયા, ઓનો લાસીન ચોપળાઅન ઓંતોર ઓનો હાર્યો ગોંદી વાલ્યા ચીજી તીયાર કોઅયા.
પોન યેહુદી નીયોમો પોરમાણો આરામોઅ દીહ તીંયહોં આરામ કોઅયુ.