માર્કો લેખની હારી ગોઠ
આય ચોપળ્યોઅ બાબોતોમ બેન ગોઠી
માર્કો આય ચોપળ્યોમ માલીખ ઈસુ ખ્રીસ્તોઅ સેવાઅ બાબોતોમ લેખ્યોહ. ખ્રીસ્ત માંહુંઅ બોંણીન આય દુન્યામ આલનું તેંહડામ, તીયા જે જે કામે કોઅને, તીંહીંઅ બાબોતોમ માર્કો લેખ્યોહ. તીયા લોકહોંન આપનો ઉપદેસો કોઅતા, તીયા કોઅનો ચોમોત્કારહોંઅ બાબોતોમ માર્ક વાદારુ લેખેહ.
ઈસુ પોતાઅ ઉપદેસહોં કોઈન ઓનો કામહોં કોઈન દેખાવ્યો કા તીયાન માંદવાળહીંપોઅ, પુતહોંપોઅ, કુદરોતોપોઅ, ઓનો મોતોપોઅ સોત્તા આહાય, ઓનો લોકહોંઅ પાપ માફ કોઆંન બી તીયાન પુરુ હોક આહાય. તો પોતાન ઓઅખાવાઅન એવ આખેહ કા, તો માંહાંઅ પોયોર આહાય કા જો આય દુન્યાઅ લોકહોંન પાપોઅ ગુલામ્યોમ રેખ સોળવુ આલુહ.
આય ચોપળ્યોઅ રુપરેખા
હાર્યો ગોઠીઅ સોરુવાત ૧:૧-૧૩
ગાલીલ જીલ્લામ જાહેર સેવા ૧:૧૪-૯:૫૦
ગાલીલોમ રેખ યેરુસાલેમોમ ૧૦:૧-૫૨
યેરુસાલેમોમ ઓનો પાહીરોઅ ગામહોંમ ૧૧:૧-૧૩:૩૭
સેન્નો આઠવાળ્યો ૧૪:૧-૧૫:૪૭
ઈસુ જીવતુ ઉઠેહ ૧૬:૧-૮
ઈસુ દોરસોન આપેહ ૧૬:૯-૧૪
ઈસુ હોરગોમ નેઅ નેવાઅહે ૧૬:૧૫-૨૦