માર્કો લેખની હારી ગોઠ
1
બાપતીસ્મા કોઅનારુ યોહાન પોરમીહેરોઅ ગોઠ જાહેર કોએહ
(માથી ૩:૧-૧૨; લુક ૩:૧-૧૮; યોહાન ૧:૧૯-૨૮)
1 પોરમીહેરોઅ પોયોર ઈસુ ખ્રીસ્તોઅ બાબોતોઅ હાર્યો ગોઠ્યોઅ સોરુવાત, 2 પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારો યેસાયા લેખન્યો ચોપળ્યોમ પોરમીહેરો પોતાઅ પોયોરોન જો આખનો તીંહીં પોરમાણોજ વેયી કા,
“ઉનાઅ! માંય તોઅ આગલાઅ માંઅ ખોબર્યોન મોકનોંહ.
તો તોઅ માટો મારોગ તીયાર કોઈઅ.
3 તો ઉજળોમ બોમનીન આખીઅ,
‘માલીખોઅ માટો મારોગ તીયાર કોઆ! વાકળ્યા વાટી સીદયા કોઅતેહ,
તીયાઅ માટો વાકળ્યા વાટી સીદયા કોઆ!’”
4 બાપતીસ્મા કોઅનારુ યોહાનુજ તો ખોબરી આથુ. તો ઉજળોમ લોકહોંન એવ જાહેર કોઈન તીંયહાંઅ બાપતીસ્મા કોઅત્નું , “પોરમીહેર તુમાંઅ પાપહોંઅ માફી આપે તીંહીંઅ ખાતોર, તુમું પોતાઅ પાપહોંઅ લીદો દુખી વેયન તે સોળી દેયા!” 5 યેરુસાલેમોમ રેખ ઓનો યેહુદીયા જીલ્લાઅ બીજો જાગહાંમ રેખ પુસકોળ લોક યોહાનોઅહીં ગોયા. ઓનો તીંયહાં પોતાઅ પાપ કોબુલ કોઅયા ઓનો યોહાનો યોરદાન ખાડયોમ તીંયહાંઅ બાપતીસ્મા કોઅયો.
6 યોહાન ઉટળાઅ રુંહગાહાં કોઈન બોંણાવને પોતળે પોવત્નું, ઓનો પોતાઅ કોંબરોઅરી ચાંબળાઅ પોટટુ બાંદત્નું, ઓનો ટીડે નો જોંગલી મોદ ખાત્નું. 7 તો લોકહોંન એવ જાહેર કોઅત્નું , “માંઅ કોઅતા વાદારુ તાકોતોવાલુ એક જાંઅ હોવારુજ આવનારુ આહાય. માંય તા એઠા નોમીન તીયાઅ સેંડોલહોંઅ વાદર્યા સોળાઅન બી લાયોક નાંહ. 8 માંયોં પાંઅયોં કોઈન તુમાંઅ બાપતીસ્મા કોઅયોહ. પોન તો પોવીતોર આત્માઅ મારફોતો તુમાંઅ બાપતીસ્મા કોઈઅ.”
પોવીતોર આત્મા ઈસુપોઅ ઉતરેહ
(માથી ૩:૧૩-૪:૧૧; લુક ૩:૨૧-૨૨; ૪:૧-૧૩)
9 તીયો દીહોહોંમ એંહડો વેયો કા, ઈસુ ગાલીલ જીલ્લા વેઅનો નાઝારેથ ગામોમ રેખ યોહાનોઅહીં આલુ, ઓનો યોહાનો યોરદાન ખાડયોમ તીયાઅ બાપતીસ્મા કોઅયો. 10 ઈસુ પાંઅયોંમ રેખ બારુ નીંગ્યુ કા તુરુતુજ, તીયા જુગ ઉગળુઅતા ઓનો પોવીતોર આત્માન કોબુતોરોઅ રુપોમ પોતાપોઅ ઉતરુઅતા દેખ્યુ. 11 ઓનો જુગીમ રેખ પોરમીહેર બોન્યુ a કા,“તું માંઅ મેરાલુ પોયોર આહાય. માંય તોઅપોઅ ભારી રાજી આહાય.” 12 હાતીઅ તુરુતુજ પોવીતોર આત્મા ઈસુન ઉજળોમ મોકન્યુ. 13 ઓનો ઉજળોમ ઈસુ ચાલીહ દીહ લોગોઅ રેયનું. તીયો વોખોત સેતાનો તીયાઅ પારખો કોઅયો. તાંહીં જોંગલી જોનાવોરે બી આથે. ઓનો હોરગોઅ દુતહોં આવીન ઈસુઅ સેવા કોઅયી.
ઈસુ હારી ગોઠ જાહેર કોએહ
(માથી ૪:૧૨-૧૭; લુક ૪:૧૪-૧૫)
14 યોહાન જેલીમ પુરાઅયુ તીંહીંઅ હાતીઅ ઈસુ ગાલીલ જીલ્લામ ગોયુ, ઓનો પોરમીહેરોઅ બાબોતોઅ હારી ગોઠ જાહેર કોઅતા તીયા આખ્યો, 15 “પોરમીહેર રાજ કોઆંન વોખોત આવીજ ગોયુહ. b તીયાઅ લીદો, તુમાંઅ પાપહોંઅ માટો દુખી વેયન તે સોળી દેયા, ઓનો હાર્યો ગોઠીપોઅ વીસવાહ રાખા!”
ઈસુઅ ચાર ચેલા
(માથી ૪:૧૮-૨૨; લુક ૫:૧-૧૧)
16 ઈસુ ગાલીલ તાલાયોઅ તોળીપોઅ રેખ જાત્નું તાંહાંઅ, તીયા સીમોનોન ઓનો તીયાઅ પાવોહ આંદરીયાન તાલાયોમ જાલ ટાકતા દેખ્યા. તે બેનું ભોંયટા આથા. 17 ઈસુ તીંયહાંન આખ્યો, “માંઅ આરી આવા.c માંય તુમહાંન લોકહોંન માંઅ ચેલા બોંણાવાઅન હીકવીહીં.”d 18 તુરુતુજ તે પોતાઅ જાલી સોળીન ઈસુઅ આરી ગોયા.
19 તાંહીં રેખ જારાક આગોલ જાયન ઈસુ ઝેબ્દયોઅ પોયોર યાકોબ ઓનો તીયાઅ પાવોહ યોહાનોન ઉળ્યોમ પોતાઅ જાલી હાંદતા દેખ્યા. 20 તુરુતુજ ઈસુ તીંયહાંન હાદયા. તાંહાંઅ તે પોતાઅ બાહકા ઝેબ્દયોન મોજુરહોંઅરી ઉળ્યોમ સોળીન ઈસુઅ આરી ગોયા.
ઈસુ પુતોન કાડેહ
(લુક ૪:૩૧-૩૭)
21 હાતીઅ ઈસુ નો તીયાઅ ચેલા કાપેરનાહુમ ગામોમ પોચ્યા. બીજો આરામોઅ દીહો, ઈસુ યેહુદહ્યોંઅ ભોક્તી કોઆંન કોઅમે ગોયુ ઓનો તાંહીં એકઠો વેયનો લોકહોંન ઉપદેસ આપુ ખેટ્યુ . 22 ઉપદેસ આપાઅન તીયાઅ રીત દેખીન તે લોક ઈહવાય રેયા. કાંહાંનકા, તો નીયોમ હીકવુઅનારહાંઅ ગાંઉં નેંય, પોન પોતાઅજ સોત્તા કોઈન ઉપદેસ આપત્નું.
23 તો ઉપદેસ આપત્નું તેંહડામ, ઓચીંતોજ, પુત લાગનો એક માંહુંઅ તીંયહાંઅ ભોક્તી કોઆંન કોઅમે દેખાઅયો, ઓનો તો બોમન્યો કા, 24 “ઓ નાઝારેથ ગામોઅ ઈસુ, તોઅ નો આમાંઅ કાંય લાગ-ભાગ નાંહ. તીંહીંઅ લીદો, આમહાંન પુતહોંન આમુ એવુજ રેઆંન દે! આમુ તાંઉં આમાંઅ નાસ મા કોઅતુ! તું કોડુ આહાય તો માંય જાંઓંહ. તું પોરમીહેરોઅહીં રેખ આલનો પોવીતોર માંહુંઅ આહાય.” 25 ઈસુ તીયો પુતોન ઠોપકુ આપીન આખ્યો, “ચુપ રે! ઓનો ઈયો માંહાંઅમ રેખ નીંગી જો!” 26 તાંહાંઅ તીયો પુતો તીયો માંહાંઅન ભારી મોઅળ્યો; ઓનો જોરપોઅ બોમનીન હાતીઅ, તો તીયો માંહાંઅમ રેખ નીંગી ગોયુ. 27 તાંહાંઅ તાંહીં આથે તે બાદે માંહેંઅ ઈહવાય રેયે. તીંહીંઅ પોરીણામો, તીંયહાં એક-બીજાન આખ્યો, “આય તા નોવાયો વાલી બાબોત આહાય! તો નોવ્યો રીતો ઓનો સોત્તા કોઈન ઉપદેસ આપેહ ઓતોહજ નેંય, પોન તો પુતહોંન બી હુકોમ કોએહ, ઓનો તે તીયાઅ આખનો માનતાહ!” 28 ઓનો તુરુતુજ તીયો માંહાંહાં, ઈસુ જો કોઅનો તીંહીંઅ બાબોતોમ, આખો ગાલીલ જીલ્લા વેઅનો બીજો ઘોણહાંન આખ્યો.
ઈસુ ઘોણો માંદો માંહાંહાંન હારે કોએહ
29 તીયો ભોક્તી કોઆંન કોઅમે રેખ નીંગીન હાતીઅ ઈસુ, સીમોન, ઓનો આંદરીયા, યાકોબ ઓનો યોહાનોઅરી પાદરા સીમોન ઓનો આંદરીયાઅ કોઅ ગોયા. 30 સીમોનોઅ હાહુળ્યોન બોરુ ચોળનું તીંહીંઅ લીદો તે તાંહીં ફાતાર્યોમ નોટી રેયની. ઈસુ તાંહીં આલુ કા તુરુતુજ એખું કોડા તીયાન આખ્યો, “તે માંદી આહાય.” 31 તાંહાંઅ ઈસુ તીયોઅહીં ગોયુ ઓનો તીયોન આથ તેઈન ઉઠવી. તાંહાંઅ તુરુતુજ તીયોઅ બોરુ ઉતરી ગોયુ. હાતીઅ તે ઉઠી ઓનો ઈસુ ઓનો તીયાઅ ચેલહાંન ખાઆંન આપ્યો.
32 વાઅતુરોહ, દીહ બુડયુ હાતીઅ, થોળેક માંહેંઅ ઘોણો માંદો માંહાંહાંન ઓનો પુત લાગનો બીજો માંહાંહાંન ઈસુઅહીં દાલે. 33 તીયો સેરોમ રેનારો દોરેક માંહુંઅ સીમોનોઅ તીયો કોઓઅ આગલાઅ એકઠો વેઅ ગોયો વેય એંહડો લાગ્યો. 34 જુદો-જુદો જાતીઅ માંદવાળહીં કોઈન જે માંદે આથે તીયો ઘોણો માંહાંહાંન ઈસુ હારે કોઅયે. ઓનો પુત લાગનો ઘોણો માંહાંહાંમ રેખ તીયા ઘોણા પુત બી કાડયા. ઈસુ તીયો પુતહોંન તીયાઅ બાબોતોમ બોનાઅન નેંય દેદા, કેવકા, તે પુત જાંઅત્ના કા, ઈસુ પોરમીહેરોઅહીં રેખ આલુહ.
ઈસુ ગાલીલ જીલ્લામ લોકહોંન ઉપદેસ આપેહ
(લુક 4:42-44)
35 બીજો દીહ વેગીઅ, ભોલ-ભાકો વેત્યોઅ વોખોત ઈસુ ઉઠ્યુ, ઓનો કોઅ રેખ નીંગીન હુનો જાગો ગોયુ. ઓનો તાંહીં તીયા પોરમીહેરોન ઓરોજ કોઅયી. 36 તાંહાંઅ સીમોન ઓનો તીયાઅ આયાર્અ ઈસુન હોદતા-હોદતા તીયાઅ ફાચલાઅ ગોયા. તે તીયાન મીલ્યા તાંહાંઅ, તો બીજો લોકહોંઅ મોદોદ કોઆંન માટો ફાચુ સેરોમ જાય એંહડી મોરજી રાખીન, તીંયહાં તીયાન આખ્યો, 37 “કાપેરનાહુમોઅ ઘોણે માંહેંઅ તુંન હોદતેહ!”
38 પોન ઈસુ તીંયહાંન આખ્યો, “નાંહ, આપુ પાહીરોઅ બીજો ગામહોંમ જાજી, ઈંહીંઅ ખાતોર કા, માંય તાંહીં બી લોકહોંન બોદ આપોં. કાંહાંનકા, ઘોણો લોકહોંન બોદ આપાઅન માટોજ માંય દુન્યામ આલુહ.” 39 એવ ઈસુ ઓનો તીયાઅ ચેલા આખો ગાલીલ જીલ્લામ ફીર્યા ઓનો ઈસુ દોરેક આરામોઅ દીહ યેહુદહ્યોંઅ ભોક્તી મોંડોળોઅ કોઅહોંમ જાયન લોકહોંન બોદ આપત્નું. ઓનો પુત લાગનો માંહાંહાંમ રેખ તો પુતહોંન બી કાડત્નું.
મોડો દુખોવાલો એક માંહાંઅન ઈસુ હારો કોએહ
40 એક દીહ મોડો દુખોવાલો એક માંહુંઅ ઈસુઅહીં આલો. તો ઈસુઅ આગલાઅ ગુઠણો પોળ્યુ ઓનો હાતીઅ તીયા તીયાન એવ આખીન કાલાવાલા કોઅયા, “માંન હારુ કોઆંન તોઅ મોરજી વેય તા, મેરબાની કોઈન તેવ કોઅ! કેવકા, માંન ખોબોર આહાય કા તું માંન હારુ કોઈ સેકોહ.” 41 તાંહાંઅ ઈસુન તીયાપોઅ દાયા આલી. તીંહીંઅ લીદો, મોડો દુખો વાલહાંઅ પાહો જાઆંન બાબોતોમ યેહુદી ધોરમોઅ જે નીયોમ આહાય તીંયહાંઅ તીયા પારવાઅ નેંય કોઅયી ઓનો તો પોતાઅ આથ લાંબુ કોઈન મોડો દુખો વાલાન ઓળકયુ. હાતીઅ તીયા તીયાન આખ્યો, “તુંન હારુ કોઆંન માંઅ મોરજી આહાય તીંહીંઅ લીદો, આમુ માંય તુંન હારુ કોઓંહ!” 42 તાંહાંઅ તુરુતુજ તો માંહુંઅ હારો વેઅ ગોયો! તીયાઅ મોડો દુખ મોટીજ ગોયો! 43 તીયાન મોકની દેતા પેલ્લાઅ, ઈસુ તીયાઅરી કોળોક રીતો આખ્યો, ઈંહીઅ ખાતોર કા, લોક તીયાઅરી ફાચા સોંબોંદ રાખે તીંહીંઅ માટો જીયો બાબોતહીંઅ જુરુલ આહાય તે તો કોએ. 44 ઈસુ તીયાન જો આખ્યો તો એવ આહાય , “તું હારુ વેયુહ ઈંહીંઅ બાબોતોમ બીજહાંન તું નેંય આખો તીંહીંઅ કાલજી રાખજો! યેરુસાલેમોઅ મોંદીરોઅ પુંજારાઅહીં જાજો, ઓનો તીયાન તોઅ સોરીદ દેખાવજો, ઈંહીંઅ ખાતોર કા, તો તીયાન તાપાસે ઓનો તું હારુ વેયુહ તીંહીંઅ ખાતરી કોએ. મોડો દુખોવાલે માંહેંઅ હારે વેય તાંહાંઅ જો ચોળવાઅન મોસે તીંયહાંન હુકોમ કોઅયુહ, તો તું તીયો પુંજારાઅહીં નેઅ જાજો, ઈંહીંઅ ખાતોર કા, તો ભોગો તોરીકો પોરમીહેરોન ચોળે. હાતીઅ, પુંજારુ તાંહીંરોઅ લોકહોંન આખે તાંહાંઅ તે જાંઈં કા તું હારુ વેયુહ.”
45 પોન તો માંહુંઅ ગોયો ઓનો ઈસુ તીયાન કેકેવ હારો કોઅનો તીંહીંઅ બાબોતોમ બીજો લોકહોંન આખો ખેટ્યો. તીંહીંઅ પોરીણામો, ઈસુ જાહેર રીતો કોય બી સોરોમ જાય નેંય સેક્યુ, પોન સેરહોંઅ બારુ ઉજોળ જાગહાંમ રેત્નું. તેબી તીયો આખો વીસતારોમ રેઅખે માંહેંઅ તીયાઅહીં આવાઅન ચાલુજ રેત્ને.