2
એક લોખવાવાલો માંહાંઅન ઈસુ હારો કોએહ
(માથી ૯:૧-૮; લુક ૫:૧૭-૨૬)
1 ઈસુ કાપેરનાહુમ સેર ફાચુ વોલ્યુ. થોળાક દીહ હાતીઅ લોકહોંન ખોબોર પોળી કા, ઈસુ કોઅમે આહાય. 2 તીંહીંઅ લીદો, ઘોણા લોક તાંહીં એકઠા વેયા. તીંહીંઅ પોરીણામો, કોઅમે કા બારો બાંઅણાઅહીં ઉબા રેઆંન જાગુ નોખુ. ઈસુ તીયો લોકહોંન પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅત્નું. 3 તાંહાંઅ થોળાક લોક એક લોખવાવાલો માંહાંઅન ઈસુઅહીં નેઅ આલા. ચાર માટહ્યોં તીયાન ઉચક્યો. 4 તે તીયો માંહાંઅન ઈસુઅહીં લોગોઅ દાવી નેંય સેક્યા. કાંહાંનકા, તાંહીં ગીરદી આથી. તીંહીંઅ લીદો તીંયહાં, ઈસુ આથુ તીયો જાગાઅ ઉપોઅ પાહાળોમ સીંડો પાળ્યો, ઓનો લોખવાવાલો માંઅહાંન નોટાવનો તીયો ફાતાર્યોન સીંડા પાદરી ઈસુઅ આગલાઅ ઉતારી. 5 તાંહાંઅ તીયો માટહ્યોંઅ વીસવાહ દેખીન ઈસુ લોખવાવાલો માંહાંઅન આખ્યો, “દોસ્ત,a માંય તોઅ પાપ માફ કોઓંહ!” b
6 નીયોમ હીકવુઅનારા થોળાક માટી તાંહીં બોઠના. તે પોતાઅ મોનહોંમ એવ વીચારત્ના કા, 7 “આય માંહુંઅ એવ કાંહાંન બોનેહ? તો પોરમીહેરોઅ નીંદા કોએહ. પોરમીહેરો સીવાય કોડો પાપ માફ કોઈ સેકેહ?”
8 તીંયહાંઅ મોનહોંઅ એંહડા વીચાર ઈસુ તુરુતુજ જાંઈ ગોયુ; તીંહીંઅ લીદો, તીયા તીંયહાંન ફુચ્યો, “એંહડુ સોવાલ તુમું પોતાઅ મોનહોંમ કાંહાંન ઉબુ કોઅતાહ? 9 લોખવાવાલો માંહાંઅન ‘તોઅ પાપ માફ વેયાહ’ એવ આખનુંઅ વાદારુ હેલ્લો આહાય કા, ‘ઉઠ, તોઅ ફાતારી નેયન ચાલ્યુ જો!’ એવ આખનુંઅ? 10 પોન માંય તુમહાંન દેખાવહીં કા, માંહાંઅ પોયોરોન તોરત્યોપોઅ પાપ માફ કોઆંન સોત્તા આહાય.” હાતીઅ તીયા લોખવાવાલો માંહાંઅન આખ્યો, 11 “માંય તુંન આખોંહ, ઉઠ, તોઅ ફાતારી નેયન કોઅ જો!”
12 તાંહાંઅ બાદો લોકહોંઅ દેખતાજ તો માંહુંઅ તુરુતુજ ઉઠયો ઓનો પોતાઅ ફાતારી નેયન ચાલ્યો ગોયો. તાંહાંઅ તે લોક બાદા ઈહવાય રેયા ઓનો “આમહાં એંહડો કોય દીહ બી નાંહ દેખ્યો!” એવ આખીન તીંયહાં પોરમીહેરોઅ ગુણ ગાયા.
ઈસુ લેવ્યોન પોતાઅ ચેલુ બોંણાંઅન હાદેહ
(માથી ૯:૯-૧૩; લુક ૫:૨૭-૩૨)
13 ઈસુ ફાચુ ગાલીલ તાલાયોઅ તોળી-તોળી ચાન્યુ. માંહાંહાંઅ મોડુ ટોલુ તીયાઅહીં આલુ. તાંહાંઅ તીયા તીંયહાંન ઉપદેસ આપ્યુ. 14 આજી આગોલ જાતા તીયા આલફ્યોઅ પોયોર લેવ્યોન વેરુ ઉગરાવતાહ તીયો ઓફીસોમ બોઠનું દેખ્યુ. ઈસુ તીયાન આખ્યો, “માંઅરી આવ!”c તાંહાંઅ તો ઉઠ્યુ ઓનો ઈસુઅરીd ગોયુ.
15 ફાચલા રેખ, ઈસુ લેવ્યોઅ કોઅમે માંડુ ખાત્નું. વેરુ ઉગરાવનારા ઘોણા લોક ઓનો બીજા પાપી લોક ઈસુઅ ચેલા બોંણના. ઓનો તે બી ઈસુઅરી નો તીયાઅ ચેલહાંઅરી ખાંઅ બોઠના. 16 નીયોમ હીકવુઅનારા જે ફોરોસી પોંથોઅ આથા તીંયહાં હેઅયો કા, ઈસુ વેરુ ઉગરાવનારહાંઅરી ઓનો બીજો પાપી લોકહોંઅરી ખાહે. તાંહાંઅ તીંયહાં તીયાઅ ચેલહાંન ફુચ્યો, “તો કેવ વેરુ ઉગરાવનારહાંઅરી ઓનો બીજો પાપી લોકહોંઅરી ખાહે?”
17 તો ઉનાઅયો તાંહાંઅ ઈસુ નીયોમ હીકવુઅનારહાંન આખ્યો, “પોતાન નેરગુ માનનારહાંન દાકતોરોઅ જુરુલ નાંહ, પોન માંદહાંનુંજ તીયાઅ જુરુલ આહાય. માંય પોતાન હાચા માનનારહાંન નેંય, પોન પાપી માનનારહાંનુંજ હાદાઅન આલુહ.”e
ઉપાહોઅ બાબોતોમ સોવાલ
(માથી ૯:૧૪-૧૭; લુક ૫:૩૩-૩૯)
18 બાપતીસ્મા કોઅનારો યોહાનોઅ ચેલા ઓનો ફોરોસી ઉપાહ રાખત્ના. એક દીહ, થોળાક લોકહોં ઈસુઅહીં આવીન તીયાન ફુચ્યો, “બાપતીસ્મા કોઅનારો યોહાનોઅ ચેલા ઓનો ફોરોસી ઉપાહ રાખતાહ. પોન તોઅ ચેલા કાંહાંન ઉપાહ નાંહ રાખતા?”
19 ઈસુ જોવાબ આપ્યુ, “જાંઉં વોર જાની વાલહાંઅરી વેય તાંઉં તે ઉપાહ રાખીઅ કા? નાંહ, જાંઉં તો તીંયહાંઅરી વેય તાંઉં તે ઉપાહ નેંયજ રાખે. 20 પોન વોર તીંયહાંઅહીં રેખ નેઅ નેવાઈઅ એંહડુ દીહ આવીઅ, તેંહડામ તે ઉપાહ રાખીઅ.
21 “કોડો બી નોવો પોતળાઅ કુટકા કોઈન જુનો ડોગનાપોઅ થીગલો નાંહ મારતો. જો મારે તા, નોવો પોતળાઅ કુટકુ ચોળી જાઈ ઓનો તો જુનો ડોગનાન વાદારુ ચીરી ટાકીઅ. ઓનો તીયો ડોગનામ પેલ્લા કોઅતા વાદારુ મોડો કાણો પોળીઅ. 22 તેવુજ કોઈન, કોડો બી નોવુ દારખાઅ રોહ ચાંબળાઅ જુન્યો ખોતલ્યોહોંમ નાંહ પોઅતો. જો પોએ તા, તીયો રોહોઅ ફેદરે વોલે હાતીઅ તે તીયો ખોતલ્યોહોંન ફાળી ટાકીઅ. ઓનો દારખાઅ રોહ નો ચાંબળાઅ ખોતલ્યા બેનું નોકકામે વેઅ જાઈ. તીંહીંઅ લીદો, નોવો દારખાઅ રોહોન ચાંબળાઅ નોવ્યો ખોતલ્યોહોંમુજ પોઅનુંઅ જોજવે.”
આરામોઅ દીહોઅ બાબોતોમ ઉપદેસ
(માથી ૧૨:૧-૮; લુક ૬:૧-૫)
23 આરામોઅ એક દીહ ઈસુ પોતાઅ ચેલહાંઅરી ઓનાજોઅ થોળોક ખેતહોંમ રાખીન જાત્નું. ચાનતા-ચાનતા તીયાઅ ચેલા કોનઠયા પાગાઅન ખેટ્યા. 24 તાંહાંઅ ફોરોસહ્યોં ઈસુન ફુચ્યો, “હેઅજો! આરામોઅ દીહ જો કામ નેંય કોઆંન જોજવે તો કામ તોઅ ચેલા કાંહાંન કોઅતાહ?”
25 ઈસુ તીંયહાંન જોવાબ આપ્યુ, “દાવીદ રાજા ઓનો તીયાઅરી જે માટી આથા તે ફુકા વેયના ઓનો તીંયહાંન ખાઆંન જોજવુઅત્નો તેંહડામ દાવીદો કાય કામ કોઅનો તીંહીંઅ બાબોતોમ તુમહાં નાંહ વાચ્યો કા? 26 આબીયાથાર મોડુ પુંજારુ આથુ તીયો વોખોત દાવીદ પોરમીહેરોઅ કોઅમે વીઠનું ઓનો પોરમીહેરોલ ચોળવુઅના માંડા ખાદના. આપોઅ નીયોમો પોરમાણો, તે માંડા એખના પુંજારાજ ખાય સેક્તાહ. પોન દાવીદો તે માંડા ખાદના ઓનો તીયાઅ આર્યોઅ માટહ્યોંન બી આપના.”