3
ચીવાઅનો આથોવાલો એક માંહાંઅન ઈસુ હારો કોએહ
(માથી ૧૨:૯-૧૪; લુક ૬:૬-૧૧)
1 ફાચુ એક વોખોત ઈસુ ભોક્તી મોંડોળોઅ કોઅ ગોયુ. તાંહીં એક માંહુંઅ આથો. તીયાઅ આથ ચીવાય ગોયનું. 2 ઈસુ તીયાન આરામોઅ દીહ હારો કોએહ કા નાંહ તો હેઆંન માટો ફોરોસી લોક ઈસુપોઅ બોરાબોર નોજોર રાખત્ના. આરામોઅ દીહ ઈસુ તીયાન હારો કોએ તા તીયાપેઅ ગુનું થોવી સેકે તીંહીંઅ માટો તે એવ કોઅત્ના. 3 તાંહાંઅ ઈસુ ચીવાઅનો આથોવાલો માંહાંઅન આખ્યો, “બાદહાંઅ આગલાઅ ઉબુ રે!” 4 હાતીઅ ઈસુ ફોરોસહ્યોંન ફુચ્યો, “આપોઅ નીયોમો પોરમાણો આરામોઅ દીહ ભોલો કોઆંન સુટ આહાય કા ખોટો કોઆંન? કોડાન બોચાવાઅન કા માઈ ટાકાઅન?”
પોન તીંયહાં કાંય બી જોવાબ નેંય આપ્યુ.
5 તાંહાંઅ ઈસુ તીંયહાંપોઅ ઝાંજો પોઅરી નોજોર ટાકી. તે તીયો માંહાંઅ મોદોદ કોઆંન નોખે માગતે તો દેખીન તો ભારી દુખી વેયુ. તીંહીંઅ લીદો તીયા તીયો માંહાંઅન આખ્યો, “તોઅ આથ લાંબુ કોઅ!” તાંહાંઅ તીયો માંઅહાં પોતાઅ આથ લાંબુ કોઅયુ ઓનો તો આથ ફાચુ હારુ વેઅ ગોયુ! 6 તાંહાંઅ ફોરોસી લોક ભોક્તી મોંડોળોઅ કોઅમે રેખ નીંગીન હેરોદ રાજાન ટેકુ આપનારો યેહુદી લોકહોંન તુરુતુજ મીલ્યા. તીંયહાં બાદહાં મીલીન ઈસુન માઈ ટાકાઅન કાવોતરો કોઅયો.
લોકહોંઅ મોડુ ટોલુ ઈસુઅ ફાચલાઅ જાહે
7 ઈસુ ઓનો તીયાઅ ચેલા સેરોમ રેખ નીંગીન ગાલીલ તાલાયોઅ તોળી આજી આગલાઅ ગોયા. તાંહાંઅ લોકહોંઅ મોડુ ટોલુ તીયાઅ ફાચલાઅ ગોયુ. તે લોક ગાલીલ જીલ્લામ રેખ, 8 યેરુસાલેમોમ રેખ , યેહુદીયા જીલ્લાઅ બીજો સેરહોંમ રેખ, ઈદુમેયા જીલ્લામ રેખ, યોરદાન ખાડયોઅ દીહ ઉગતાઅ વેલોઅ વીસ્તારોમ રેખ, ઓનો તુર ઓનો સીદોન સેરહોંઅ ચારુ વેલોઅ વીસ્તારોમ રેખ આલના. ઈસુ જે કામે કોઅત્નું તીંહીંઅ બાબોતોમ ઉનાઅનો તીંહીંઅ લીદો, લોકહોંઅ ઓ મોડુ ટોલુ તીયાઅહીં આલનું. 9 લોકહોંઅ ટોલુ તીયાન ચીપની નેંય ટાકે તીંહીંઅ ખાતોર ઈસુ તીયાઅ ચેલહાંન તીયાઅ માટો એક ઉળી તીયાર કોઆંન આખ્યો. 10 કાંહાંનકા, તીયા ઘોણો માંદહાંન હારે કોઅને તીંહીંઅ લીદો, જે જુદો-જુદો રોગહોં કોઈન માંદે આથે તે તીયાન ઓળકાઅન તીયાપોઅ પોળા-પોળી કોઅત્ને. 11 જેંહડામ-જેંહડામ પુતહોં ઈસુન હેઅયુ, તેંહડામ-તેંહડામ તે જીંયહાંન લાગના તીયો માંહાંહાંન ઈસુઅ પાગો પોળાવીન બોમની ઉઠયા, “તું પોરમીહેરોઅ પોયોર આહાય!”
12 પોન પોતો કોડુ આહાય તે ગોઠ જાહેર નેંય કોઆંન ઈસુ પુતહોંન કોળોક રીતો હુકોમ કોઅયુ.
ઈસુ બાર ખાસ ખોબર્યોહોંન નીમેહ
(માથી ૧૦:૧-૪; લુક ૬:૧૨-૧૬)
13 હાતીઅ ઈસુ એક ડોગોપોઅ ચોળ્યુ ઓનો તીયા પોતાન પોસોંદ પોળનો લોકહોંન હાદયા. તાંહાંઅ તે તીયાઅહીં આલા. 14 હાતીઅ તીયા તીંયહાંમ રેખ બાર માટહ્યોંન ખાતોર નીમ્યા ઓનો તીંયહાંઅ નામ “ખાસ ખોબરી” એંહડો પાળ્યો. તીયા એંહડી મોરજી રાખી કા તે તીયાઅરી રેય, હારી ગોઠ જાહેર કોઆંન તો તીંયહાંન મોકને, 15 ઓનો તીંયહાંપોઅ પુત કાડાઅન સોત્તા રેય.
16 તીયા નીમના બાર માટહ્યોંઅ નામે ઈયો પોરમાણો આહાય: સીમોન (ઈસુ તીયાઅ નામ તીયા “પીતોર” પાળનો), 17 ઝેબ્દયોઅ પોયોર યાકોબ, યાકોબોઅ પાવોહ યોહાન (ઈસુ તીંયહાંઅ નામ “બોનેરગેસ”પાળનો; ઈંહીંઅ ઓર્થુ “ગાજોઅ પોયોર”), 18 આંદરીયા, ફીલીપ, બારથોલોમી, માથી, થોમા, આલફયોઅ પોયોર યાકોબ, થાદેયુ, રોમ સારકારોઅ વીરુદ કોઅનાર્યો ટુકળ્યો વેઅનું આથુ તો સીમોન, 19 ઓનો કેરીયોત ગામોઅ યેહુદા જીયા ઈસુન તેઆવી દેદનું તો.
ઈસુ ઓનો પુતહોંઅ રાજા બેએલઝેબુલ
(માથી ૧૨:૨૨-૩૨; લુક ૧૧:૧૪-૨૩; ૧૨:૧૦)
20 હાતીઅ ઈસુ કોઅ ગોયુ. તાંહાંઅ તાંહીં ફાચુ લોકહોંઅ ટોલુ એકઠુ વેઅ ગોયુ. તીંહીંઅ લીદો, ઈસુન ઓનો તીયાઅ ચેલહાંન ખાઆંન બી સોમોય નેંય મીલ્યુ. 21 ઈંહીંઅ બાબોતોમ તીયાઅ હોગાવાલહાં ઉનાઅયો તાંહાંઅ તે તીયાન તેઈ દાવાઅન ખાતોર નીંગ્યે. કાંહાંનકા, માંહેંઅ આખત્ને, “તો ગાંડુ વેઅ ગોયુહ.”
22 તેંહડામુજ નીયોમ હીકવુઅનારા થોળાક લોક જે યેરુસાલેમોમ રેખ આલના, તે ઈસુઅ બાબોતોમ આખત્ના, “ઈયો માંહાંઅમ પુતહોંઅ રાજા બેએલઝેબુલ આહાય! તીયાઅ મોદોદો કોઈનુંજ ઈં પુતહોંન કાડેહ”
23 તાંહાંઅ ઈસુ તીયો લોકહોંન પોતાઅહીં હાદીન તીંયહાંઅરી દાખલાહાં કોઈન ગોઠી કોઅયા, “સેતાન પોતાનુંજ કેકેવ કાડી સેકે? 24 જો એક દેસોઅ લોક એક-બીજાઅરી લોળે તા, તો દેસ ટોકીજ નેંય સેકે. 25 ઓનો જો એક કુટુમોઅ લોક એક-બીજાઅરી વીઅગે તા, તો કુટુમ ટીકીજ નેંય સેકે. 26 તેવુજ કોઈન, જો સેતાન ઓનો તીયાઅ ખારાબ આત્મા એક-બીજાઅરી લોળે તા, તો ટોકીજ નેંય સેકે, પોન તીયાઅ ઓંતુજ આવી જાઈ.
27 “તાકોતોવાલો માંહાંઅન પેલ્લાઅ બાંદયા વોગોર કોડો બી તીયાઅ કોઅમે વીહીન તીયાઅ માલ-મીલકોત લુટી સેક્તો નાંહ. તીયાન બાંદયા હાતીઅ તો તીયાઅ કોઅ લુટી સેકેહ.
28 “માંય તુમહાંન નોકકીજ આખોંહ, માંહાંહાંન તીંયહાંઅ બાદો પાપહોંઅ ઓનો તે ખોટો બોને તીંહીંઅ માફી મીલી સેકેહ. 29 પોન પોવીતોર આત્માઅ વીરુદ જો કોડો બી ખોટ્યા ગોઠી કોએ તા, તીયાન પોરમીહેર કોય દીહ બી માફ નેંય કોએ. તીયાઅ એંહડુ ગુનું તીયાપોઅ કાયોમ રેઈ.”
30 તે લોક આખત્ના, “તીયાન ખારાબ આત્મા લાગ્યુહ.” તીંહીંઅ લીદો, ઈસુ એંહડો આખનો.
ઈસુઅ યાહકી ઓનો તીયાઅ પાવોહ
(માથી ૧૨:૪૬-૫૦; લુક ૮:૧૯-૨૧)
31 હાતીઅ ઈસુઅ યાહકી ઓનો તીયાઅ પાવોહ તાંહીં આલા. કોઓઅ બારે ઉબે રેયન તીંયહાં તીયાન બારુ હાદાઅન એક માંહાંઅન કોઅમે મોકન્યો. 32 ઈસુઅ ચારુ વેલ લોક ટોલુ વોલીન બોઠના. તીંયહાં તીયાન આખ્યો, “ઉનાઅ! તોઅ યાહકી, તોઅ પાવોહ, ઓનો તોઅ બોંઅયાંહ બારે તોઅ વાટ હેઅતેહ.”