4
વાવનારાઅ બાબોતોમ દાખલુ
(માથી ૧૩:૧-૯; લુક ૮:૪-૮)
1 ઈસુ ફાચુ ગાલીલ તાલાયોઅ તોળી ઉપદેસ આપુ ખેટ્યુ . લોકહોંઅ ભારી મોડુ ટોલુ તીયાઅ ચારુ વેલ એકઠુ વેયુ. તીંહીંઅ લીદો, તો તાલાયો વેઅન્યો એક ઉળ્યોમ ચોળીન બોઠુ. તાંહાંઅ લોકહોંઅ ટોલુ તાલાયોઅ પાહો તોળીપોઅ આથુ. 2 તીયા તીંયહાંન દાખલાહાં કોઈન ઘોણ્યા બાબોતી હીકવ્યા. તીંયહાંન હીકવુઅતા તીયા એંહડો આખ્યો,
3 “ઉનાઆ! એક ખેળુક બીયારુ વાવાઅન ગોયુ. 4 તો વાવત્નું તાંહાંઅ, બીયારાઅ થોળાક દાણા વાટીવાલ્યો જોમીનોમ પોળ્યા ઓનો ચીળે આવીન તીયો દાણહાંન ખાય ગોયે. 5 બીયારાઅ બીજા થોળાક દાણા ખોળકાવાલ્યો જોમીનોમ પોળ્યા; તાંહીં વાદારુ કાદુઅ નોખુ. બીયારુ ઉતવાલ્યુજ હુકરી ગોયુ. કાંહાંનકા, તાંહીં કાદુઅ ઓસુ આથુ. 6 પોન દીહ વાદારુ ઉપોઅ ચોળ્યુ તાંહાંઅ, તોપો કોઈન તે હોડ ચીંબલાય ગોયા. હાતીઅ તે હોવારાજ હુકાય ગોયા. કાંહાંનકા, તીંયહાંઅ મુલે ઉંડો નોખે ગોયે. 7 બીયારાઅ બીજા થોળાક દાણા કાટહાંઅ-સેકરાહાંવાલ્યો જોમીનોમ પોળ્યા. તે કાટહાંઅ સેકરાહાં મોડે વેયન, ઉગનો હોડહોંન દાબી ટાક્યા. તીંહીંઅ લીદો, તીયો હોડહોંઅ પાક નેંય આલુ. 8 બીયારાઅ બીજા દાણા હાર્યો જોમીનોમ પોળ્યા. તીંયહાંઅ હોડ ઉગ્યા, તે હાર્યો રીતો મોડા વેયા, ઓનો તીંયહાંઅ ભારી પાક આલુ: થોળોક હોડહોંઅ તીસ દાણા, થોળોક હોડહોંઅ સાંયઠ દાણા, ઓનો થોળોક હોડહોંઅ એકહો દાણા આલા.”
9 હાતીઅ ઈસુ આખ્યો, “તુમું ઈં હોમજાઅન માગતે વેય તા, માંયોં આમુ જો આખ્યોહ તીયાઅ તુમું કાલજી રાખીન વીચાર કોઆ!”a
દાખલા આપાઅન ઈરાદુ
(માથી ૧૩:૧૦-૧૭; લુક ૮:૯-૧૦)
10 ફાચલાઅ રેખ, જેંહડામ એખના બાર ચેલા ઓનો બીજા થોળાક લોક ઈસુઅરી આથા, તેંહડામ તીંયહાં દાખલાહાંઅ બાબોતોમ તીયાન ફુચ્યો. 11 તાંહાંઅ તીયા તીંયહાંન આખ્યો, “પોરમીહેર લોકહોંઅ જીવોનહોંમ કેકેવ રાજ કોઆંન માગેહ તીયો બાબોતોઅ ગોઠ પેલ્લાઅ લોકહોં નેંય હોમજી. તુમહાંનુંજ તે ગોઠ માંય જાહેર કોઓંહ. પોન જીંયહાં પોરમીહેરોન આજી પોતાઅ જીવોનહોંમ રાજ કોઆંન નાંહ દેદુ, તીંયહાંન તા ઈંહીંઅ બાબોતોમ માંય દાખલાહાં કોઈનુંજ આખોંહ. 12 તીંહીંઅ પોરીણામો,
“તે હેઅયાજ કોએ,
તેબી તીંયહાંન હુજેજ નેંય;
તે ઉનાઅયાજ કોએ,
તેબી તે હોમજીજ નેંય સેકે;
જો હોમજે તા, કોદાચ તે પોતાઅ પાપ સોળી દેતા,
ઓનો પોરમીહેર બી તીંયહાંન માફ કોઅતુ.’”
વાવનારાઅ બાબોતોઅ દાખલાઅ ખુલાસુ
(માથી ૧૩:૧૮-૨૩; લુક ૮:૧૧-૧૫)
13 ઈસુ તીંયહાંન ઈં બી આખ્યો, “તુમું આય ધાખલુ નાંહ હોમજુઅતા કા? તાંહાંઅ તુમું બીજા દાખલા કેકેવ હોમજાહા? 14 પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારો માંહુંઅ બીયારુ વાવનારાઅ ગાંઉં આહાય. 15 થોળાક લોક, બીયારાઅ થોળાક દાણા પોળ્યા તીયો વાટીવાલ્યો જોમીનોઅ ગાંઉં આહાય. જેંહડામ તે તે ગોઠ ઉનાઅતાહ, તેંહડામ તુરુતુજ સેતાન આવેહ ઓનો તીંયહાં જો ઉનાઅયોહ તો વીહરાવી દેહે. 16 થોળાક લોક ખોળકાલ્યો જોમીનોઅ ગાંઉં આહાય. જેંહડામ તે પોરમીહેરોઅ ગોઠ ઉનાઅતાહ, તેંહડામ તે તીયોન તુરુતુજ રાજી-ખુસી માની તા નેતાહ. 17 પોન તે તીયો ગોઠીન પોતાઅ મોનહોંમ ઉંડો નાંહ ઉતારતા તીંહીંઅ લીદો, તે થોળોક વોખોત લોગોઅજ તીયો ગોઠીપોઅ વીસવાહ રાખતાહ. તીયો ગોઠીપોઅ તીંયહાં રાખનો વીસવાહોઅ લીદો બીજા લોક તીંયહાંન દુખે પાળે કા તીંયહાંઅ સોતામણી કોએ તાંહાંઅ, તુરુતુજ તે તીયો ગોઠીપોઅ વીસવાહ રાખાઅન સોળી દેતાહ. 18 થોળાક લોક કાટહાંઅ-સેકરાહાંવાલ્યો જોમીનોઅ ગાંઉં આહાય. તે પોરમીહેરોઅ ગોઠ ઉનાઅતાહ તેબી, 19 તે માલદાર બોંણાઅન ઓનો બીજ્યા ઘોણ્યા ચીજી મેલવાઅન મોરજી રાખતાહ તીંહીંઅ લીદો, તે આય દુન્યાઅરી લાગત્યો-વીઅગુઅત્યો ચીજહીંઅ બાબોતોમુજ ચીંતા કોઅતાહ. ઈંહીંઅ પોરીણામ ઈં આવેહ કા, તે પોરમીહેરોઅ ગોઠીન વીહરાય જાતાહ ઓનો તે પોરમીહેરોન ગોમનારે કામે નાંહ કોઅતા. 20 પોન, થોળાક લોક હાર્યો જોમીનોઅ ગાંઉં આહાય. તે પોરમીહેરોઅ ગોઠ ઉનાઅતાહ, તીયોન માની નેતાહ, ઓનો તીંહીંપોઅ વીસવાહ રાખતાહ. તીંહીંઅ લીદો, તે પોરમીહેરોન ગોમનારે કામે કોઅતાહ. તે તીસ, સાંયઠ, કા એકહો દાણા પાકવુઅનારો હારો હોડહોંઅ ગાંઉં આહાય.”
આદાનાઅ થુળ થોવની ચીમની
(લુક ૮:૧૬-૧૮)
21 હાતીઅ ઈસુ તીંયહાંન આખ્યો, “માંહેંઅ ચીમની હેલગાવીન તીયોન આદાનાઅ થુળ કા ખાટનાઅ થુળ થોવાઅન ખાતોર કોઅમે દાવતેહ કા? નાંહ, ખોમણ્યોપોઅ થોવાઅન ખાતોરુજ તીયોન હેલગાવીન કોઅમે દાવતેહ. 22 તેવુજ કોઈન, પોરમીહેરોઅ ગોઠીઅ થોળાક ભાગ એંહડા આહાય કા જે માંહેંઅ નાંહ જાંઅતે. પોન પોરમીહેર એંહડી મોરજી રાખેહ કા, માંહાંહાંન આમી જે નાંહ બાબોતી હોમજાઅત્યાહ, તે બાદયા બાબોતી તે હોમજે. 23 આય તુમું હોજાઅન માગતે વેય તા, તુમહાં આમુ જો ઉનાઅયોહ તીંહીંઅ તુમાંઅ કાલજી રાખીન વીચાર કોઆ!.”
24 હાતીઅ તીયા તીંયહાંન આખ્યો, “માંઅ ગોઠ જે તુમું ઉનાઅતેહ, તીંહીંઅ કાલજી રાખીન વીચાર કોઅજા! કાંહાંનકા, માંઅ ગોઠીઅ જોતુહ તુમું વીચાર કોઅતેહ, ઓતુહજ હોમજાઅન પોરમીહેર તુમહાંન મોદોદ કોઈઅ. તીંહીં કોઅતા વાદારુ હોમજાઅન બી તો તુમહાંન મોદોદ કોઈઅ. 25 જે માંઅ ગોઠીઅ વીચાર કોઈન તીયોન હોમજુઅતેહ, તીંયહાંન પોરમીહેર વાદારુ હોમજાઅન મોદોદ કોઈઅ. પોન, જે માંઅ ગોઠીઅ વીચાર નાંહ કોઅતે, તે પેલ્લાઅ રેખ જો જાંઅતે વેય, તો બી તે વીહરાય જાઈ.”b
બીયારા ઉગીન હોડ વાદતાહ તીંહીંઅ દાખલુ
26 ઈસુ ઈં બી આખ્યો, “પોરમીહેરોઅ રાજ જોમીનોમ બીયારુ વાવતુ વેય એંહડો માટ્યોઅ ગાંઉં આહાય. 27 તો માટી દોરેક રાતી હુવે નો વેગીઅ ઉઠે; તીયો સોમોયોમ બીયારા ઉગી નીંગતાહ ઓનો હાતીઅ હોડ વાદતાહ; પોન તો કેકેવ બોંણેહ તો તો માટી નાંહ જાંઅતુ. 28 તે જોમીનુજ હોડ વાદે નો ઓનાજ પાકે એંહડો કોએહ: પેલ્લાઅ હુકા નીંગતાહ, હાતીઅ કોંહેંઅ નીંગતેહ, ઓનો હાતીઅ કોંહોહોંમ દાણા પોરાઅતાહ. 29 દાણા પાકી જાતાહ કા તુરુતુજ તો માટી તીંયહાંન દાહલા કોઈન વાડુ ખેટેહ. કાંહાંનકા, વાડણ્યોઅ વોખોત આલુહ.”
રાયોઅ બીયારાઅ દાખલુ
(માથી ૧૩:૩૧-૩૨,૩૪; લુક ૧૩:૧૮-૧૯)
30 હાતીઅ ઈસુ આખ્યો, “પોરમીહેરોઅ રાજોન આપુ કાંહડાઅરી હારકાવજી? તો હોમજાવાઅન આપુ કોન્નુ દાખલુ વાપરુઅજી? 31 તીંહીંઅ હોરકામણી રાયોઅ બીયારાઅરી કોઈ સેકાય: રાયોઅ બીયારુ બીયારહાંમ હાન્નામ હાન્નું આહાય. 32 પોન કોડો તીયાન વાવે તાંહાંઅ તો ઉગીન વાદેહ ઓનો વાળ્યોઅ બીજો હોડહોં કોઅતા તીયાઅ હોડ મોડુ વેહે ઓનો તીયાઅ ડાલખ્યા ઓત્યા મોડયા વેત્યાહ કા, તીંહીંઅ સાંયોં ચીળે આવીન ખોટેઅ કોઈ સેક્તેહ.”
33 લોકહોંન પોરમીહેરોઅ બાબોતોઅ ગોઠ હીકવાઅન માટો ઈસુ એંહડા ઘોણા દાખલા વાપર્યા. તે હોમજી સેકે તોતોઅ તીયા તીંયહાંન હીકવ્યો. 34 તીંયહાંઅરી તો દાખલાહાં કોઈનુંજ બોન્યુ. પોન પોતાઅ ચેલહાંઅરી તો એખનું પોળત્નું તાંહાંઅ, તો તીંયહાંન બાદો દાખલાહાંઅ ખુલાસુ આપત્નું.
ઈસુ વાયચુળો બોંદ પાળેહ
(માથી ૮:૨૩-૨૭; લુક ૮:૨૨-૨૫)
35 તો દીહજ, દીહ બુડતાઅરી ઈસુ તીયાઅ ચેલહાંન આખ્યો, “ચાલા, આપુ તાલાયોઅ તીયો તોળી જાજી!” 36 તાંહાંઅ ચેલહાં લોકહોંઅ ટોલાન સોળ્યુ ઓનો ઈસુ પેલ્લાઅજ બોઠનું તીયો ઉળ્યોમ ચોળીન તે નીંગ્યા. બીજા લોક બીજ્યો ઉળ્યોહોંમ તીંયહાંઅરી ગોયા. 37 તાલાયોમ મોડો વાયચુળો આલો ઓનો ઉળ્યોમ ચુવે પોળે ખેટયે! ઓનો તુરુતુજ ઉળી પાંઅયોં કોઈન લોગભોગ પોરાયજ ગોયી! 38 ઈસુ તા ઉળ્યોઅ ફાચલારોઅ ભાગોમ તોકયાપોઅ મુનકો થોવીન હુવત્નું. તાંહાંઅ ચેલહાં તીયાન ઉઠવીન આખ્યો, “ગુરુજી! આપુ મોઈ જાનારા આહાય તીંહીંઅ તુંન કાંય ચીંતા નાંહ કા?” 39 તાંહાંઅ ઈસુ ઉઠીન વાયચુળાન ઠોપકુ આપ્યુ ઓનો તાલાયોન આખ્યો, “ચુપરે! સાંત વે!” તાંહાંઅ વાયચુળો બોંદ પોળી ગોયો ઓનો બાદો સાંત વેઅ ગોયો. 40 હાતીઅ ઈસુ ચેલહાંન આખ્યો, “તુમું કાંહાંન કાબરાઅયાહ? તુમહાંન આજી બી વીસ્વાહ નાંહ કા?” 41 પોન તે તા ભારી કાબરાય ગોયના ઓનો એક-બીજાન આખા ખેટ્યા, “આય કોંહડુ માટી આહા? વારુ ઓનો ચુવે બી તીયાઅ આખનો માનતેહ!”