લુકો લેખની હારી ગોઠ
આય ચોપળ્યોઅ બાબોતોમ બેન ગોઠી
લુક આય ચોપળ્યોમ ઈસુન, ઈસરાયેલ લોકહોંન ઓનો બીજો બાદો લોકહોંન તીંયહાંઅ પાપહોંઅ સીકસામ રેખ બોચાવનારા તોરીકો, ઓઅખાવેહ. તો એવ નોંદેહ કા, માલીખોઅ આત્મા ઈસુન, “ગોરીબ લોકહોંઅહીં હારી ગોઠ નેઅ આવાઅન” હાદનું. બાદયો જાતીઅ હાકળ્યોમ રેનારો લોકહોંપોઅ લાગણી દેખાવતા આય ચોપળી લેખાઅયીહ. ઈયો ચોપળ્યોઅ ઘોણો ભાગહોંમ ખુસ્યોઅ નોંદ નોંદની આહાય. ખાસ કોઈન ઈસુઅ આવાઅન બાબોતોમ જાહેર કોઅનારો સોરુવાતોઅ આદયાયહોંમ ઓનો ચોપળ્યોઅ સેન્નો ભાગોમ એ નોંદ નોંદની આહાય.
ઈસુઅ જોલમોઅ વોખોત હોરગોઅ દુતહોંઅ ગીત, ભારવાળહોંઅ મુલાકાત, હાન્નું પોયોર ઈસુ મોંદીરોમ જાહે તો, સામરી વીસ્તારોઅ દાયાલુ માંહાંઅ દાખલુ, ઓનો કોઅ સોળીન ચાલ્યો ગોયનો પોયોરોઅ દાખલુ, ખાલી આયોજ ચોપળ્યોમ લેખનું આહાય. પોરમીહેરોન ઓરોજ, પોવીતોર આત્મા, ઈસુઅ સેવામ થેઅહીંઅ ભાગ, ઓનો પોરમીહેર પાપહોંઅ માફી આપેહ તો, આય બાદયો બાબોતહીંપોઅ આખ્યો ચોપળ્યોમ ખાસ ભાર આપ્યુહ.
આય ચોપળ્યોઅ રુપરેખા
આગલીઅ ગોઠ ૧:૧-૪
બાપતીસ્મા કોઅનારો યોહાનોઅ ઓનો ઈસુઅ જોલમો ઓનો તીંયહાંઅ હાન્નાપોઅર્યા ગોઠી ૧:૫-૨:૫૨
બાપતીસ્મા કોઅનારો યોહાનોઅ સેવા ૩:૧-૨૦
ઈસુઅ બાપતીસ્મા ઓનો સેતાન તીયાન પાપ કોઆવાઅન મોથેહ તે ગોઠ ૩:૨૧-૪:૧૩
ગાલીલ જીલ્લામ ઈસુઅ જાહેર સેવા ૪:૧૪-૯:૫૦
ગાલીલ જીલ્લામ રેખ યેરુસાલેમોઅ વેલ ૯:૫૧-૧૯:૨૭
યેરુસાલેમોમ ઓનો તીંહીંઅ પાહીરોઅ ભાગહોંમ સેન્નો આઠવાળ્યો ૧૯:૨૮-૨૩:૫૬
માલીખોઅ ફાચા જીવતા ઉઠનુંઅ, તીયાઅ દોરસોન આપનુંઅ, ઓનો હોરગોમ ચોળી જાનુંઅ ૨૪:૧-૫૩