લુકો લેખની હારી ગોઠ
1
થીયોફીલોન ઓરપોણ
1 ઈસુ આપોઅ વીચમે જો કોઅયોહ તીંહીંઅ બાબોતોમ લેખાઆંન ઘોણો લોકહોં પોતાન બોંણે તોતીહ મેનોત કોઅયીહ. 2 ઈસુ તીયાઅ સેવા ચાલુ કોઅની તીયો વોખોત રેખ પોતાઅ ડોંઓં નોજરો હેઅનારહાં આપહોંન તીંહીંઅ બાબોતોમ જેવ આખનો, તીંહીં પોરમાણો તીયો લોકહોં લેખ્યોહ. 3 તીંહીંઅ લીદો, ભારી માનોવાલા થીયોફીલ, ઈસુ જોલમ્યુ તીયો વોખોત રેખ તીયો બાદયો બાબોતહીંઅ બોરાબોર હોદણી કોઈન તીંયહોંન તોઅ માટો વીગોતવાર લેખાઅન માંન હારો લાગ્યો. 4 માંય આય બાબોતી ઈંહીંઅ ખાતોર લેખોંહ કા, તુંન મીલ્યુહ તો ઉપદેસ ખોરેખોર હાચુજ આહાય તો તું જાંઓ.
બાપતીસ્મા કોઅનારો યોહાનોઅ જોલ્મોઅ બાબોતોમ આગાહી
5 યેહુદીયા વીસ્તારોઅ રાજા હેરોદોઅ વોખોતોમ ઝાખારીયા નામોઅ એક પુંજારુ આથુ. તો આબીયા નામોઅ પુંજારોઅ ટુકળ્યો વેઅનું આથુ. ઝાખારીયાઅ નાડી એલીસાબેત આરોનોઅ વોસુલા વેઅની આથી. 6 ઝાખારીયા ઓનો એલીસાબેત બેનું માલીખોઅ બાદો હુકોમહોં ઓનો કાયદા પોરમાણો હારી રીતો ચાલીન પોરમીહેરોઅ નોજરોમ હાચે આથે. 7 પોન તીંયહાંઅ પોયરે નોખે. કાંહાંનકા, એલીસાબેત વાંયટી આથી ઓનો તે બેનું ભારી ડાયે વેઅ ગોયને.
8 એક દીહ, ઝાખારીયાઅ ટુકળી યેરુસાલેમોઅ મોંદીરોમ પોતાઅ કામ કોઅત્ની ઓનો તો તાંહીં પોરમીહેરોઅ હાજર્યોમ પુંજારા તોરીકો સેવા કોઅત્નું. 9 તાંહાંઅ બીજો પુંજારહાં પોતાઅ રીવાજો પોરમાણો માલીખોઅ મોંદીરોમ જાયન ધુપ કોઆંન માટો ચીઠ્યા ટાકીન ઝાખાર્યાન પોસોંદ કોઅયુ.
10 તો માજ જાયન ધુપ કોઅત્નું તાંહાંઅ બારા યેહુદી લોક બાદા પોરમીહેરોન ઓરોજ કોઅત્ના. 11 તાંહાંઅ એક્કાઅયોજ માલીખોઅ એક દુત ઝાખારીયાન દેખાઅયુ. તો દુત ઝાખારીયા ધુપ કોઅત્નું તીયો વેદયોઅ જોમણ્યો વેલ ઉબુ રેયનું. 12 દેવદુતોન દેખીન ઝાખારીયા ચોમકી ઉઠ્યુ ઓનો કાબરાય ગોયુ. 13 પોન દેવદુતો તીયાન આખ્યો, “બીતુ નોખુ ઝાખારીયા! કાંહાંનકા, પોરમીહેરો તોઅ ઓરોજ ઉનાઅયીહ. તોઅ નાડી એલીસાબેત એક પોયોરોન જોલમો આપીઅ. તું તીયાઅ નામ યોહાન પાળજો! 14 તીયાઅ જોલમોઅ લીદો તું ભારી ખુસ વેહો ઓનો બીજા ખુબ લોક બી ખુસ વેઈ! 15 માલીખોઅ નોજરોમ તો મોડુ માટી બોંણીઅ. દારાખોઅ રોહa કા બીજો કોય બી જાતીઅ રોહb તીયાઅ નેંય પીઆંન જોજવે. તો પોતાઅ જોલમોઅ પેલ્લાઅજ પોવીતોર આત્માઅ પુરો કાબુમ રેઈ! 16 તો ઘોણો ઈસરાયેલ લોકહોંન માલીખ તીંયહાંઅ પોરમીહેરોઅહીં વાલી નેઅ આવીઅ. 17 એલીયાપોઅ જે તાકોત આથી તે તીયાપોઅ રેઈ ઓનો તો ખ્રીસ્તોઅ આગલાઅ લોકહોંઅહીં જાયન તીંયહાંન તીયાર કોઈઅ. તો યાહકી-બાહકાહાંન તીંયહાંઅ પોયરાહાંઅરી મેલ-મીલાપ કોઆવીઅ. ઓનો પોરમીહેરોઅ આખનો નેંય માનનારહાંન તીયાઅ આખનો માનનારા બોંણાવીન તીંયહાંન હાચા લોક જે ગીયાનો વાલ્યા ગોઠી આખતાહ તીયો ગોઠહીં પોરમાણો ચાનનારા બોંણાવીઅ ઓનો એવ કોઈન તો માલીખોઅ માટો લોકહોંન તીયાર કોઈઅ.”
ઝાખારીયાઅ સોંકા
18 તાંહાંઅ ઝાખારીયા દેવદુતોન આખ્યો, “ઈં બોંણીઅ તો માંય કેકેવ જાંઈં સેકોં? માંય ડાયુ વેયુહ ઓનો માંઅ નાડી બી ડાયી વેયીહ.”
19 તાંહાંઅ દેવદુતો જોવાબ આપ્યુ, “માંય પોરમીહેરોઅ હાજર્યોમ ઉબુ રેનારુ ગાબરીયેલ દુત આહાય. તોઅરી ગોઠી કોઆંન ઓનો તોઅ પોયોર જોલ્મીઅ એ હારી ખોબોર તુંન આપાઅન તીયાજ માંન મોકન્યુહ. 20 આમુ ઉનાઅજો! માંયોં આખન્યા ગોઠી પોરમીહેરો નોક્કી કોઅનો સોમોયો હાચ્યા પોળીઅજ. પોન તીયોહોંપોઅ તુંયોં વીસવાહ નાંહ કોઅયુ તીંહીંઅ લીદો, આય ગોઠહીં પોરમાણો વેઈ તો દીહ લોગોઅ તોઅ જીબાન બોંદ વેઅ જાઈ ઓનો તું બોની નેંય સેકો.”
21 તાંઉં મોંદીરોઅ બારે ઉબે રેયના તે લોક ઝાખારીયા મોંદીરોઅ એકદોમ માજરોઅ ભાગોમ રેખ બારુ નીંગે તીંહીંઅ વાટ હેઅત્લા. તાંહીં તો ઓત્તુ બાદુ વોખોત કાંહાંન રેયુ તીંહીંઅ તીંયહાંન નોવાય લાગી. 22 ઝાખારીયા બારુ નીંગ્યુ તાંહાંઅ, તો તીંયહાંઅરી બોની નેંય સેક્યુ. તાંહાંઅ તીંયહાંન એવ લાગ્યો કા તીયાન મોંદીરોઅ માજરોઅ ભાગોમ દોરસોન વેયો વેય. તીયાન બોનાઅતો નોખો તીંહીંઅ લીદો તો તીંયહાંન પોતાઅ આથહોં કોઈન ઈસારા કોઅયા કોઅત્નું.
23 મોંદીરોમ સેવા કોઆંન ઝાખારીયાઅ સોમોય પુરુ વેયુ હાતીઅ, તો પોતાઅ કોઅ ગોયુ. 24 થોળોક વોખોત હાતીઅ તીયાઅ નાડી એલીસાબેત પાઈ-જીવોઅ વેયી, ઓનો તે પાંચ મોયના લોગોઅ બીજો લોકહોંઅ નોજરો નેંય પોળી. 25 તે આખત્ની, “માંઅ લોકહોંઅ આગલાઅ માંઅ વાંયટયોઅ જો મેણો આથો તો પાગાઅન ખાતોર પોરમીહેરો માંઅપોઅ એવી રીતોઅ દાયા કોઅયીહ.”
ઈસુઅ જોલમોઅ બાબોતોમ આગાહી
26 એલીસાબેત પાઈ-જીવોઅ વેયી તીંહીંઅ સોઠ્ઠો મોયનો, પોરમીહેરો ગાબરીયેલ દુતોન ગાલીલ જીલ્લાઅ નાઝારેથ ગામોઅ એક કુમારી પોયર્યોઅહીં મોકન્યુ. 27 તીયો પોયર્યોઅ નામ મારીયોમ આથો. તીયોઅ હોગાય દાવીદ રાજાઅ વોસુલા વેઅનો યોસેફ નામોઅ માટ્યોઅરી વેયની. 28 દેવદુતો તીયોઅહીં જાયન આખ્યો, “મેરબાની મેલવુઅની પોયરી, સાલામ! માલીખ તોઅ આરી આહાય.”
29 દેવદુતોઅ ગોઠ ઉનાયન મારીયોમ એકદોમ ગુચવોણોમ પોળી ગોયી, ઓનો તીયો સાલામોઅ ઓર્થુ કાય વેય તીંહીંઅ વીચાર કોઈ ખેટી. 30 તાંહાંઅ દુતો તીયોન આખ્યો, “મારીયોમ, કાબરાઅતી મા. કાંહાંનકા, પોરમીહેર તોઅપોઅ મેરબાની કોઅયીહ. 31 તું પાઈ-જીવોઅ વેયન એક પોયોરોન જોલમો આપહો, ઓનો તું તીયાઅ નામ ઈસુ પાળજો. 32 તો મોડુ માટી બોંણીઅ, ઓનો ઉચામ-ઉચો જાગો રેનારો પોરમીહેરોઅ પોયોર આખાઈ. ઓનો માલીખ પોરમીહેર તીયાન તીયાઅ આગલોઅ ડાયા દાવીદોઅ ગાંઉં રાજા બોંણાવીઅ.c 33 ઓનો તો કાયોમોઅ માટો ઈસરાયેલ લોકહોંપોઅ રાજ કોઈઅ, ઓનો તીયાઅ રાજોઅ ઓંત નેંય આવે.”
34 તાંહાંઅ મારીયોમો દેવદુતોન ફુચ્યો, “ઈં કેકેવ વેઅ સેકે? કાંહાંનકા, માંય કુમારીજ આહાય!”
35 તાંહાંઅ દેવદુતો જોવાબ આપ્યુ, “પોવીતોર આત્મા તોઅપોઅ ઉતરીઅ, ઓનો ઉચામ-ઉચો જાગો રેનારો પોરમીહેરોઅ તાકોતો કોઈન તું પાઈ-જીવોઅ વેહો. તીંહીંઅ લીદો, જો પોવીતોર પોયોર જોલમીઅ તો ‘પોરમીહેરોઅ પોયોર’ આખાઈ!” 36 ઓનો આજી ઉનાઅ! તોઅ હોગી લાગેહ તે એલીસાબેત ડાયો ઉંમોરોમ બી પાઈ-જીવોઅ વેયીહ. જે વાંયટી આખાઅત્ની તીયોઅ આમુ સોઠઠુ મોયનું ચાનેહ. 37 કાંહાંનકા, પોરમીહેરોન નેંય બોંણે એંહડી એક બી બાબોત નાંહ.”
38 તાંહાંઅ મારીયોમો આખ્યો, “માંય માલીખોઅ સેવીકા આહાય. તું આખોહ તેવ માંન વેય.” હાતીઅ દેવદુત તીયોઅહીં રેખ ગોયુ.
મારીયોમ એલીસાબેતોઅ મુલાકાત નેહે
39 થોળાક દીહ હાતીઅ, મારીયોમ યેહુદીયા જીલ્લાઅ ડોગોઅવાલો વીસ્તારો વેઅનો એક ગામોમ ઉત્વાલી-ઉત્વાલી ગોયી, 40 ઓનો તીયો ઝાખારીયાઅ કોઅમે જાયન તીયાઅ નાડી એલીસાબેતોન સાલામ કોઅયી. 41 એલીસાબેતો મારીયોમોઅ સાલામ ઉનાઅયી તાંહાંઅ, તીયોઅ ડેડી વેઅનો પોયરો ફીર્યો. ઓનો એલીસાબેત પોવીતોર આત્માઅ પુરો કાબુમ આવીન 42 મારીયોમોન જોરપોઅ આખી ઉઠી, “થેઅહીંમ તું વાદારુ બોરખોતો વાલી આહાય. ઓનો તોઅ ડેડીઅ જોલમુઅનારો પોયરો બી બોરખોતોવાલો આહાય. 43 તું માંઅ માલીખોઅ યાહકી માંઅ મુલાકાત નેઆંન આલીહ તે કોત્તી મોડી ગોઠ આહાય! 44 કાંહાંનકા, માંયોં જેંહડી તોઅ સાલામોઅ ગોઠ ઉનાઅયી કા તુરુતુજ માંઅ ડેડી વેઅનો પોયરો ખુસ્યોમ આવીન કુદયો. 45 માલીખો તુંન આપનો વોચોન તો પુરો કોઈઅ એંહડુ તુંયોં વીસવાહ કોઅયુહ તીંહીંઅ લીદો, તીયા તુંન આય આસીરવાદ આપ્યુહ.”
મારીયોમ ગીત ગાયેહ
46 તાંહાંઅ મારીયોમો આય ગીત ગાયો: “માંય માંઅ પુરો મોનો કોઈન પોરમીહેરોઅ ગુણ ગાયોંહ.
47 માંઅ જીવ માંન બોચાવનારો પોરમીહેરોઅ લીદો ખુસ્યોમ આહાય.
48 કેવકા, તીયા પોતાઅ ગોરીબળ્યો સેવીકાન ઈયાદ કોઅયીહ. આમુ રેખ પીળા-પીળીઅ બાદે માંહેંઅ આખીઅ કા માંય બોરખોતો વાલી આહાય.
49 કાંહાંનકા, ભારી તાકોતોવાલો પોરમીહેરો માંઅ માટો મોડે કામે કોઅયેહ. તો પોવીતોર આહાય.
50 તીયાઅ બીખ રાખીન જીવનારો પીળા-પીળીઅ લોકહોંપોઅ તો દાયા કોએહ.
51 તો પોતાઅ આથો કોઈન તાકોતોવાલે કામે કોએહ! ઓનો પોતોજ કાંય આહાય એવ પોતાઅ મોનહોંમ વીચારનારો આબીમાનો વાલહાંન તો વીખરી ટાકેહ!
52 ઓનો તો તાકોતોવાલો રાજહાંન રાજ-ગાદહ્યોંપોઅ રેખ ઉઠવી થોવેહ. પોન ગોરીબળો સોબાવો વાલહાંન તો ઉચો હોદદાપોઅ દાવેહ.
53 ફુકો લોકહોંન તો હાર્યો-હાર્યો ચીજહીં કોઈન તારવી દેહે. પોન માલદારહોંન તો ખાલી આથોજ મોકની દેહે.
54-55 આપોઅ આગલોઅ ડાયહાંપોઅ, એટલે કા, આબરાહામ ઓનો તીયાઅ વોસુલા વેઅનાહાંપોઅ કાયોમોઅ માટો દાયા કોઆંન તીયા તીંયહાંન આપનો વોચોન ઈયાદ કોઈન તીંહીં પોરમાણો તીયા તીયાઅ સેવા કોઅનારો ઈસરાયેલ લોકહોંન મોદોદ કોઅયીહ.”
56 મારીયોમ લોગ-ભોગ તીનેક મોયના એલીસાબેતોઅરી રેયી ઓનો હાતીઅ તે ફાચી પોતાઅ કોઅ ગોયી.
બાપતીસ્મા કોઅનારો યોહાનોઅ જોલમો
57 એલીસાબેતોઅ મોયના પુરા વેયા તાંહાંઅ તીયો એક પોયોરોન જોલમો આપ્યો.
58 માલીખો તીયોપોઅ મોડી દાયા કોઅયીહ એવ તીયોઅ ઉંગો-પાહાળહ્યાં ઓનો હોગાવાલહાં ઉનાઅયો તાંહાંઅ તે બી તીયોઅરી ખુસ વેયે.
59 પોયોર આઠ દીહોઅ વેયુ તાંહાંઅ તે તીયાઅ સુન્નોત કોઆવાઅન આલે. તે તીયાઅ બાહકાઅ નામોપોઅ રેખ તીયાઅ નામ ઝાખારીયા પાળાઅન માગત્ને. 60 પોન તીયાઅ યાહક્યો આખ્યો, “નાંહ, તીયાઅ નામ યોહાન પાળનુંઅ જોજ્વે.”
61 તાંહાંઅ તીંયહાં તીયોન આખ્યો, “તોઅ હોગાવાલહાંમ કોડાઅ બી એંહડો નામ નાંહ.” 62 હાતીઅ તીંયહાં ઈસારુ કોઈન પોયોરોઅ બાહકાન ફુચ્યો કા તીયાઅ પોયોરોઅ કાય નામ પાળાઅન તીયાઅ મોરજી આહાય. 63 તાંહાંઅ ઈસારુ કોઈન ઝાખારીયા એક પાટી માગીન તીયોપોઅ લેખ્યો, “તીયાઅ નામ યોહાન આહાય.” તાંહાંઅ તીંયહાંન બાદહાંન નોવાય લાગી. 64 તુરુતુજ ઝાખારીયા ફાચુ બોનતુ વેઅ ગોયુ ઓનો તીયા પોરમીહેરોઅ ગુણગાન કોઅયા. 65 તાંહાંઅ તીંયહાંઅ ઉંગો-પાહાળહ્યાંન બાદહાંન ભારી નોવાય લાગી ઓનો આય બીનાઅ ગોઠ યેહુદીયા વીસ્તારોઅ ડોગોઅવાલો ભાગોમ બાદો જાગો ફેલાય ગોયી. 66 ઓનો જીંયહાં-જીંયહાં તે ગોઠ ઉનાઅયી તીંયહાં તીયોઅ બાબોતોમ વીચાર કોઅયુ ઓનો ફુચ્યો, “આય પોયોર મોડુ વેયન પોરમીહેરોઅ માટો કાય કોઈઅ?” કાંહાંનકા, માલીખોઅ તાકોત ખોરેખોર તીયાઅરી આથી.
ઝાખારીયા પોરમીહેરોઅ ગોઠ જાહેર કોએહ
67 તાંહાંઅ યોહાનોઅ બાહકા ઝાખારીયા પોવીતોર આત્માઅ પુર્યો દોરવુણ્યો કોઈન પોરમીહેરોઅ એ ગોઠ જાહેર કોઅયી,
68 “ઈસરાયેલ લોકહોંઅ પોરમીહેર માલીખોઅ ગુણગાન કોઅજી! કેવકા, તો પોતાઅ લોકહોંન સોળવાઅન તીંયહાંઅહીં આલુહ.
69 તો તીયાઅ સેવોક દાવીદોઅ વોસુલામ રેખ આપોઅ ખાતોર તાકોતોવાલુ બોચાવનારુ પુરુ પાળેહ.
70 એવ કોઆંન પોરમીહેર ઘોણો વોખોત પેલ્લાઅ તીયાઅ ગોઠ જાહેર કોઅનારહાંઅ મારફોતો બોન્યુ.
71 તો આપહોંન આપોઅ દુસ્માનહોંઅ આથહોંમ રેખ સોળવીઅ ઓનો આપહોંન નોફરોત કોઅનારો બાદહાંઅ આથહોંમ રેખ આપહોંન બોચાવીઅ.
72 આપોઅ આગલોઅ ડાયહાંન તીયા આપનો વોચોનો પોરમાણો તીયા તીંયહાંપોઅ દાયા કોઅયીહ ઓનો તીંયહાંઅરી તીયા કોઅનો પોવીતોર કારાર તીયા ઈયાદ કોઅયુહ.
73 પોરમીહેરો આપોઅ આગલોઅ ડાયા આબરાહામોઅ આગલાઅ હોમ ખાદુ કા,
74 તો આપહોંન આપોઅ દુસમોનહોંઅ આથહોંમ રેખ બોચાવીઅ ઓનો બીખો વોગોર તીયાઅ સેવા કોઆંન આપહોંન મોદોદ કોઈઅ,
75 ઓનો આખી જીનગી તીયાન પુર્યો રીતો ઓરપોણ વેયન તીયાઅ આગલાઅ હાચે રેઆંન આપહોંન મોદોદ કોઈઅ.
76 “ઓ માંઅ હાન્નો પોયરા! તું ઉચામ-ઉચો જાગો રેનારો પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારુ આખાઅહો! કેવકા, માલીખ આવે તીંહીંઅ પેલ્લાઅ તું પોતાઅ સેવા ચાલુ કોઅહો ઓનો તીયાઅ આવાઅન માટો લોકહોંન તીયાર કોઅહો.
77 ઓનો પોરમીહેર પોતાઅ લોકહોંઅ પાપ કેકેવ માફ કોઈઅ ઓનો તીંયહાંઅ પાપહોંઅ સીક્સામ રેખ તો તીંયહાંન કેકેવ બોચાવીઅ તો તું તીંયહાંન આખહો.
78 આપોઅ પોરમીહેર ભારી દાયા વાલુ આહાય. જેવ દીહ ઉગતાઅરી નોવુ દીહ ચાલુ વેહે તેવ ખ્રીસ્ત હોરગોમ રેખ આપોઅહીં આવીઅ,
79 ઈંહીંઅ ખાતોર કા, આત્મીક રીતો આંદારામ રેનારો ઓનો મોતોઅ બીખ રાખનારો લોકહોંન જીવોનો રુપી ઉજવોળ મીલે, ઓનો તો ઉજવોળ આપહોંન સાંત્યોઅ વાટો દોરી જાય.”
80 હાન્નું પોયોર યોહાન મોડુ વેતુ ગોયુ, ઓનો આત્મામ બી ગોત્યો વાલુ બોંણતુ ગોયુ. હાતીઅ તો ઈસરાયેલ લોકહોંમ પોતાઅ જાહેર સેવા ચાલુ કોઆંન દીહ લોગોઅ ઉજળોમ રેત્નું.