28
ઈસુ ફાચુ જીવતુ ઉઠેહ
(માર્ક ૧૬:૧-૧૦; લુક ૨૪:૧-૧૨; યોહાન ૨૦:૧-૧૦)
1 આરામોઅ દીહ પુરુ વેયુ. ઓનો આઠવાળ્યાઅ પોયનો દીહ, એટલે, રોવીવારોઅ દીહ વેગીઅ, માગદાલા ગામોઅ મારીયોમ ઓનો બીજી મારીયોમ કોબીરોન હેઆંન ગોયા. 2 તાંહાંઅ એક્કાઅયોજ મોડુ તોરતીકાપ વેયુ. ઓનો માલીખોઅ એક દુત જુગીમ રેખ ઉતરી આલુ, ઓનો કોબીરોઅ મુવાલાપોઅ રેખ ઢોગળુ લુંડવીન તીયાપોઅ બોઠુ. 3 તીયો દુતોઅ દેખાવ વીજોઅ ગાંઉં ચોમકુઅતુ આથુ, ઓનો તીયાઅ પોતળે ઈમોઅ ગાંઉં પાંઅડે આથે. 4 બીખોઅ લીદો ચોકીદાર કાપી ઉઠયા ઓનો મોઅના મીલતા વેઅ ગોયા.
5 દુતો તીયો થેઅહીંન આખ્યો, “તુમું બીત્યા મા! માંન ખોબોર આહાય કા તુમું કુરુસોપોઅ જોળાઅનો ઈસુન હોદત્યાહ. 6 તો આંહીં નાંહ. તીયા આખનો તીંહીં પોરમાણો તો જીવતુ ઉઠ્યુહ. આવા ઓનો તીયાઅ લાસીન હોજની તો જાગુ હેઆ! 7 ઓનો હાતીઅ તુરુતુજ જાયન તીયાઅ ચેલહાંન આખજા, ‘તો મોઅનામ રેખ જીવતુ ઉઠ્યુહ. આમુ તો તુમાંઅ આગલાઅ ગાલીલોમ જાહે. તાંહીં તુમું તીયાન હેઅહા.’ માંયોં તુમહાંન જો આખ્યોહ તીંહીંપોઅ ધીયાન આપા.”
8 તાંહાંઅ તે થેઈ ઉત્વાલ્યા-ઉત્વાલ્યા કોબીરોઅહીં રેખ નીંગ્યા. તે બી ગોયન્યા, પોન તે ખુસ્યોમ બી આથ્યા. તે ચેલહાંન ખોબોર આપાઅન ગુગદયા. 9 ઓચીંતુજ ઈસુ તીંયહોંન મીલીન આખ્યો, “તુમહાંન સાંતી વેય!” તાંહાંઅ તીંયહોં તીયાઅહીં જાયન તીયાઅ પાગ તેઅયા ઓનો તીયાઅ ભોક્તી કોઅયી. 10 તાંહાંઅ ઈસુ તીંયહોંન આખ્યો, “બીત્યા મા! જાયન માંઅ ચેલહાંન ગાલીલોમ જાઆંન આખજા. તાંહીં તે માંન હેઈઅ.”
ચોકીદારહોંઅ જુબાની
11 તે થેઈ જાત્ન્યા તાંહાંઅ, કોબીરોઅ ચોકી કોઅત્ના તીયો ચોકીદારહોંમ રેખ થોળાકહાં યેરુસાલેમ સેરોમ ફાચા જાયન, કોબીરોમ જે-જેબી ના બોંણન્યા તે બાદયા મોડો પુંજારહાંન આખી દેખાવ્યા. 12 તાંહાંઅ મોડો પુંજારહાં ઓનો વોળીલહોં મીલીન યોજ્ના કોઅયી ઓનો તીંહીં પોરમાણો તીંયહાં સોયનીકહોંન રુસવોતો તોરીકો પુસકોળ પોયસા આપ્યા, 13 ઓનો તીંયહાંન આખ્યો, “તુમું બાદહાંન એવ આખજા, ‘આમું હુવત્ના તાંહાંઅ રાતી તીયાઅ ચેલા આવીન તીયાઅ લાસીન ચોઈ ગોયા.’ 14 જો રાજપાલોન તીંહીંઅ ખોબોર પોળીઅ તા, તો તુમહાંન કાંય નેંય કોએ એંહડો આમું તીયાન હોમજાવી દેહું.” 15 તાંહાંઅ ચોકીદારહોં પોયસા નેદા ઓનો તીંયહાંન હીકવ્યા પોરમાણો તીંયહાં કોઅયો. ઓનો એ ગોઠ યેહુદી લોકહોંમ આજ લોગોઅ ચાનતી આલીહ.
ઈસુ આમહાંન ઈગ્યાર ચેલહાંન દોરસોન આપેહ
(માર્ક ૧૬:૧૪-૧૮; લુક ૨૪:૩૬-૪૯; યોહાન ૨૦:૧૯-૨૩; ખાસ ચેલાંઅ કામેં ૧:૬-૮)
16 ઈગ્યાર ચેલા તીંયહાંન ઈસુ ગાલીલોમ જાઆંન આખનો તીયો ડોગોઅ ગોયા. 17 તાંહીં તીયાન દેખીન તીંયહાં તીયાઅ ભોક્તી કોઅયી. પોન તીંયહાં વેઅનો થોળાકહાંન સોંકા આલી. 18 તાંહાંઅ તીંયહાંઅ પાહો આવીન ઈસુ આમહાંન આખ્યો, “જુગ ઓનો તોરત્યોપોઅ માંન બાદી સોત્તા આપાઅયીહ. 19 તીંહીંઅ લીદો, તુમું જાયન બાદયો જાતીઅ લોકહોંન માંઅ ચેલા બોંણાવા. તીંયહાંન બાહકાઅ, પોયોરોઅ ઓનો પોવીતોર આત્માઅ નામો બાપતીસ્મા આપતા જાયા. 20 માંયોં તુમહાંન જેબી હુકોમ આપ્યાહ તે બાદા પાલાઅન તીંયહાંન હીકવા. ઓનો હેઆ! જોમાનાઅ ઓંતો લોગોઅ માંય કાયોમ તુમાંઅ આરી આહાય.” \e