27
રાજપાલ પીલાતોઅ આગલાઅ ઈસુ
(માર્ક ૧૫:૧; લુક ૨૩:૧-૨; યોહાન ૧૮:૨૮-૩૨)
1 બીજો દીહ ઉજાલો વેતા બાદો મોડો પુંજારહાં ઓનો લોકહોંઅ વોળીલહોં ઈસુન કેકેવ માઈ ટાકનુંઅ તો નોક્કી કોઅયો . 2 હાતીઅ તીંયહાં તીયાન બાંદયો ઓનો તીયાન નેઅ જાયન રાજપાલ પીલાતોન હોપી દેદુ.
યેહુદા આપઘાત કોએહ
(ખાસ ખોબર્યોહોંઅ કામે ૧:૧૮-૧૯)
3 ઈસુન તેઆવી દેનારો યેહુદાન ખોબોર પોળી કા, તીયાહાં ઈસુન માઈ ટાકાંઅ નોક્કી કોઅયોહ. તાંહાંઅ તીયા જો કોઅયોહતીંહીંઅ લીદો તો ભારી દુખી વેયુ. ઓનો મોડો પુંજારહાં નો વોળીલહોં તીયાન આપના ચાંદયોઅ તીસ સીક્કા તીંયહાંન ફાચા આપતા 4 તીયા આખ્યો, “ગુના વોગોરોઅ માંઅહાંન તેઆવી દેયન માંયોં પાપ કોઅયુહ.” તાંહાંઅ તીંયહાં તીયાન આખ્યો, “તીંહમેઅ આમાંઅ કાય? તોઅ કામ તું જાંઓ.” 5 તાંહાંઅ યેહુદા મોંદીરોમ જાયન તાંહીં તે ચાંદયોઅ સીક્કા ટાકી દેદા ઓનો તાંહીં રેખ જાયન તો ટાંગાય મોઅયુ.
6 તાંહાંઅ મોડો પુંજારહાં તે પોયસા વીસી નેદા ઓનો એક-બીજાન આખ્યો, “આય તા એક માંહાંઅન માઈ ટાકાઅન બોદલામ મીલના પોયસા આહાય. તીંહીંઅ લીદો આપુ આય સીક્કાહાંન મોંદીરોઅ તીજોર્યોમ થોવી નાંહ સેક્તા.” 7 તીંહીંઅ લીદો, તીયો પોયસાહાંઅ બાબોતોમ તીંયહાં ઠોરાવ કોઅયુ ઓનો તીંયહાં કોઈન ઓજાણ્યે માંહેંઅ જે મોઈ જાય તીંયહાંન ડાટાઅન માટો કુંબારોઅ ખેત વેચાઅતો નેદો. 8 આયો કારોણોઅ લીદો, આમુ લોગોઅ તો ખેત “રોગોતોઅ ખેત” આખાઅહે.
9 પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારો યેરેમીયા જો આખનો તો પુરો વેયો કા,
“ઈસરાયેલ લોકહોં તીયાઅ કીંમોતોઅ માટો જે ચાંદયોઅ તીસ સીક્કા નોક્કી કોઅના,
ઓનો માલીખો માંન હુકોમ કોઅયુ તીંહીં પોરમાણો,
તીયો સીક્કાહાં કોઈન તીંયહાં કુંબારોઅ ખેત વેચાઅતો નેદો.”
પીલાત ઈસુન સાવાલ કોએહ
(માર્ક ૧૫:૨-૫; લુક ૨૩:૩-૫; યોહાન ૧૮:૩૩-૩૮)
11 ઈસુ રાજપાલોઅ આગલાઅ ઉબુ રેયુ. તાંહાંઅ રાજપાલો તીયાન ફુચયો , “તું યેહુદહ્યોંઅ રાજા આહાય કા?” તાંહાંઅ ઈસુ જોવાબ આપ્યુ, “તું પોતોજ આખોહ.”
12 મોડા પુંજારહાં ઓનો વોલીલહોં ઈસુપોઅ ગુના થોવ્યા તેબી તીયા કાંય બી જોવાબ નેંય આપ્યુ. 13 તાંહાંઅ પીલાતો તીયાન આખ્યો, “તે તોઅપોઅ કોંહડા-કોંહડા ગુના થોવતાહ, તે તું નાંહ ઉનાઅતુ કા?” 14 પોન ઈસુ તા એક સોબ્દાઅ બી જોવાબ નાંહ આપ્યુ. તીંહીંઅ લીદો, રાજપાલોન ભારી નોવાય લાગી.
ઈસુન મોતોઅ સાજા
(માર્ક ૧૫:૬-૧૫; લુક ૨૩:૧૩-૨૫; યોહાન ૧૮:૩૯-૧૯:૧૬)
15 દોર વોરોહ પાસ્કાઅ તીવારોઅ વોખોત, જીયો બી કેદયોન સોળી થોવાઅન લોક માગણી કોએ, તીયાન સોળી થોવે એંહડુ રાજપાલોઅ રીવાજ આથુ. 16 તીયો વોખોત બારાબાસ નામોઅ એક નામાઅતુ કેદી આથુ. 17 તીંહીંઅ લીદો, તાંહીં ટોલવાઅનો લોકહોંન પીલાતો ફુચ્યો, “માંય તુમાંઅ માટો કોડાન સોળી થોવોં? બારાબાસોન કા ખ્રીસ્ત આખાઅનારો ઈસુન? તુમાંઅ કાય મોરજી આહાય?” 18 કાહાંનકા, તો જાંઅત્નું કા, મોડો પુંજારહાં ખાલી આદરાયોઅ લીદોજ ઈસુન તીયાઅ આથોમ હોપ્યુહ.
19 પીલાત જોજોઅ ખુળસ્યોપોઅ બોઠનું તાંહાંઅ તીયાઅ નાડયો તીયાન ખોબોર મોકની , “આય હાચો માંહાંઅન તું કાંય બી સાજા નોખુ કોઅતુ. કાંહાંનકા, આજ રાતી ઈયાઅ લીદો માંન ભારી ખારાબ હીઅમું પોળ્યુહ. 20 પોન મોડો પુંજારહાં ઓનો વોળીલહોં ટોલા વેઅનો લોકહોંન ચોળવ્યા કા, તે બારાબાસોન સોળી દેઆંન ઓનો ઈસુન માઈ ટાકાઅન પીલાતોપોઅ માગણી કોએ. 21 તીયાઅ લીદો, “આય બેનહુંમ રેખ કોડાન માંય તુમાંઅ માટો સોળી થોવોં? તુમાંઅ કાય મોરજી આહાય?” એવ રાજપાલો લોકહોંન ફુચ્યો તાંહાંઅ તીંયહાં જોવાબ આપ્યુ, “બારાબાસોન”. 22 તાંહાંઅ પીલાતો તીંયહાંન ફુચ્યો, “તાંહાંઅ ખ્રીસ્ત આખાઅનારો ઈસુન માંય કાય કોઓં?” તાંહાંઅ તીંયહાં બાદહાં જોવાબ આપ્યુ, “તીયાન કુરુસોપોઅ જોળ.” 23 તાંહાંઅ પીલાતો ફુચ્યો, “કેવ રા? તીયા કાય ગુનું કોઅયુહ?” પોન તે પેલ્લા કોઅતા વાદારુ જોરપોઅ બોમની ઉઠયા, “તીયાન કુરુસોપોઅ જોળ.”
24 પીલાતો હેઅયો કા તીયાઅ કાંયજ ચાલતો નાંહ, પોન ઉલટો લોક ધામાલ કોઅતાહ. તાંહાંઅ તીયા પાંઈં નેદો નો લોકહોંઅ આગલાંઅ પોતાઅ આથ તુવીન આખ્યો, “આય માંહાંઅ મોતોઅ બાબોતોમ માંય નીરદુસ આહાય. તો ગુનું તુમાંઅ માથો.” 25 તાંહાંઅ બાદો લોકહોં આખ્યો, “તીયાઅ મોતોઅ ગુનું આમાંઅ માથો નો આમાંઅ પોયરાહાંઅ માથો.” 26 હાતીઅ તીયા તીંયહાંઅ માટો બારાબાસોન સોળી થોવ્યુ. પોન ઈસુન તા તીયા તીયાન ચાપકાહાંઅ માર દેયન કુરુસોપોઅ જોળાઅન માટો સોયનીકહોંન હોપી દેદુ.
સોયનીક ઈસુઅ મોસ્કુરી કોઅતાહ
(માર્ક ૧૫:૧૬-૨૦; યોહાન ૧૯:૨-૩)
27 હાતીઅ રાજપાલોઅ સોયનીક ઈસુન રાજપાલોઅ મેહેલોમ નેઅ ગોયા ઓનો બાદા સોયનીક તીયાઅ ચારુવેલ એકઠા વેયા. 28 તીંયહાં તીયાઅ ડોગનો કાડીન તીયાન જાંબુળ્યો રોંગોઅ ઝોબ્બુ પોવાવ્યુ. 29 હાતીઅ તીંયહાં કાટહાંઅ મુંગોટ બોંણાવીન તીયાઅ મુનકાપોઅ થોવ્યુ, ઓનો તીયાઅ જોમણો આથોમ એક હોટી તેઆવી ઓનો તીયાઅ આગલાઅ ગુઠણો પોળીન તીયાઅ મોસ્કુરી કોઅતા આખ્યો, “ઓ યેહુદહ્યોંઅ રાજા, સાલામ!” 30 હાતીઅ તે તીયાપોઅ થુપ્યા ઓનો હોટી નેયન તીયાઅ મુનકામ દેત્ના. 31 તીયાઅ મોસ્કુરી કોઈ રેયા હાતીઅ તીંયહાં ઝોબ્બુ કાડીન તીયાઅ પોતાઅજ ડોગનો પોવાવ્યો, ઓનો કુરુસોપોઅ જોળાઅન ખાતોર તે તીયાન નેઅ ગોયા.
સોયનીક ઈસુન કુરુસોપોઅ જોળી દેતાહ
(માર્ક ૧૫:૨૧-૩૨; લુક ૨૩:૨૬-૪૩; યોહાન ૧૯:૧૭-૨૭)
32 સોયનીક સેરોઅ બારા નીંગત્ના તાંહાંઅ તીંયહાંન કુરેને ગામોઅ સીમોન નામોઅ એક માંહુંઅ મીલ્યો. તાંહાંઅ તીંયહાં તીયાન ઈસુઅ કુરુસ જોબોર-જોસ્તી ઉચકાવ્યુ. 33 તે ‘ગોલગોથા’ નામોઅ જાગો આવી પોચ્યા. ‘ગોલગોથા’ એટલે ‘ખોપર્યોઅ જાગુ’. 34 તાંહાંઅ સોયનીકહોં ઈસુન કોળવી દોવા પેલનું દારખાઅ રોહ પીઆંન આપ્યુ. પોન સાકી હેઈન તીયા તો નેંય પીદુ.
35 તીંયહાં તીયાઅ પોતળે કાડી નેદે ઓનો હાતીઅ તીયાન કુરુસોપોઅ જોળી દેદુ. હાતીઅ તીંયહાં ચીઠ્યા ટાકીન તીયાઅ પોતળે માજાઅ-માજ વાઅટી નેદે. 36 હાતીઅ તીંયહાં તાંહીં બોહીન તીયાઅ ચોકી કોઅયી. 37 તીંયહાં તીયાઅ ગુનું દેખાવતો પાટયામ લેખાવ્યો , “યેહુદહ્યોંઅ રાજા ઈસુ ઓજ આહાય.” હાતીઅ તીંયહાં તો પાટયો કુરુસોપોઅ ઈસુઅ મુનકાઅ ઉપરોઅ ભાગોમ લાગવ્યો. 38 હાતીઅ તીંયહાં ઈસુઅરી બેન લુટારહાંન કુરુસહોંપોઅ જોળ્યા. એકાન તીયાઅ જોમણ્યો વેલ ઓનો બીજાન ડાબ્યો વેલ.
39 કુરુસોઅહીં રેયન જાનારા લોક પોતાઅ મુનકે ડોનવી-ડોનવીન ઈસુઅ ઓપમાન કોઅત્ના કા, 40 “મોંદીરોન તોળી ટાકનારા ઓનો તીયાન તીનુંજ દીહોહોંમ ફાચો બાંદનારા, તું પોતાનુંજ બોચાવ; જો તું પોરમીહેરોઅ પોયોર વેય તા, કુરુસોપોઅ રેખ એઠા ઉતરી આવ!”
41 એવુજ કોઈન, મોડો પુંજારહાં, નીયોમ હીકવુઅનારહાં, ઓનો વોળીલહોં બી ઈસુઅ મોસકુરી કોઅતા આખ્યો, 42 “ઈયા બીજહાંન બોચાવ્યા, પોન તો પોતાન બોચાવી નાંહ સેક્તુ. ઓ તા ઈસરાયેલોઅ રાજા આહાય; તીયાઅ આમુ કુરુસોપોઅ રેખ એઠા ઉતરી આવનુંઅ જોજ્વે. તાંહાંઅ આમું તીયાપોઅ વીસવાહ કોઅહું. 43 તો પોરમીહેરોપોઅ ભોરુસુ રાખેહ; જો પોરમીહેર તીયાપોઅ રાજી વેય તા, તો ઈયાન આમુ બોચાવે. કેવકા, તીયા આખનો, ‘માંય પોરમીહેરોઅ પોયોર આહાય.’”
44 ઓનો ઈસુઅરી કુરુસહોંપોઅ જોળાઅનો લુટારહોં બી ઈયોજ પોરમાણો તીયાઅ મોસ્કુરી કોઅયી.
ઈસુઅ મોત
(માર્ક ૧૫:૩૩-૪૧; લુક ૨૩:૪૪-૪૯; યોહાન ૧૯:૨૮-૩૦)
45 બોપરો બારેક બાગ્યો રેખ તીનેક વાગ્યો લોગોઅ આખો દેસોમ આંદારો ફેલાય ગોયો. 46 લોગ-ભોગ તીનેક વાગ્યો ઈસુ જોરપોઅ બોમની ઉઠ્યુ, “એલી, એલી, લેમા સાબાકથાની?” ઈંહીંઅ ઓર્થુ ઓ આહાય, “ઓ માંઅ પોરમીહેર, માંઅ પોરમીહેર, તુંયોં માંન કેવ સોળી દેદુહ?” 47 કુરુસોઅ પાહો ઉબો રેયનો લોકહોંમ રેખ થોળાકહાં આય ઉનાયન આખ્યો, “તો એલીયાન હાદેહ.” 48 તાંહાંઅ તીંયહાં વેઅનો એક માંહુંઅ તુરુતુજ ગુગદી જાયન પોચુ લોબ્બોળ નેઅ આલો, ઓનો તીયાન રાહી દારખાઅ રોહોમ પીગવ્યુ, ઓનો નાકળીઅરી બાંદીન તો ઈસુ ચુહે તીંહીંઅ ખાતોર તીયાન આપ્યુ. 49 પોન બીજહાં આખ્યો, “ઉબુ રે! એલીયા ઈયાન બોચાવુ આવેહ કા નાંહ તો આપુ હેઅજી!” 50 હાતીઅ ફાચુ જોરપોઅ બોમનીન ઈસુ પોતાઅ જીવ સોળ્યુ. 51 તીયોજ ઘેળી મોંદીરોઅ પોળદુ ઉપોઅ રેખ એઠા લોગોઅ ચીરાયન બેન કુટકા વેઅ ગોયુ. ઓનો તોરતી કાપી ઓનો ખોળકે ફાટી ગોયે. 52 ઓનો કોબીર ઉગળી ગોયા ઓનો મોઈ ગોયને પોવીતોર માંહેંઅ ફાચે જીવતે ઉઠ્યે. 53 ઈસુ ફાચુ જીવતુ ઉઠ્યુ હાતીઅ તે માંહેંઅ કોબીરહોંમ રેખ નીંગ્યે ઓનો પોવીતોર સેર યેરુસાલેમોમ ગોયે ઓનો ઘોણો લોકહોંન દેખાઅયે. \cat HK00193C.TIF \cap સોયનીકહોંઅ ઉપરી ઓમોલદાર
54 તોરતીકાપ ઓનો તીયાઅરી જેબી બીના બોંણન્યા તે દેખીન, એકહો સોયનીકહોંઅ ઉપરી ઓમોલદાર ઓનો ઈસુઅ ચોકી કોઆંન તીયાઅરી જે સોયનીક આથા તે બાદા ભારી બી ગોયા ઓનો તીંયહાં આખ્યો, “ઓ ખોરેખોર પોરમીહેરોઅ પોયોર આથુ!”
55 સેટો ઉબ્યા રેયન આય બીના હેઅનાયાર્ ઘોણ્યા થેઈ બી આથ્યા. તે ઈસુ ગાલીલ જીલ્લામ આથુ તાંહાંઅ તીયાઅ ચેલ્યા બોંણન્યા ઓનો આરી રેયન તીયાઅ સેવા કોઅત્ન્યા. 56 તીંયહોંમ માગદાલા ગામોઅ મારીયોમ, યાકોબ ઓનો યોસેફોઅ યાહકી મારીયોમ, ઓનો ઝેબ્દયોઅ પોયોર યાકોબ ઓનો યોહાનોઅ યાહકી આથ્યા.
ઈસુઅ લાસ કોબીરોમ હોજાઅહે
(માર્ક ૧૫:૪૨-૪૭; લુક ૨૩:૫૦-૫૬; યોહાન ૧૯:૩૮-૪૨)
57 વાઅતો પોળ્યો તાંહાંઅ, આરીમાથેયા ગામો વેઅનો યોસેફ નામોઅ એક માલદાર માંહુંઅ તાંહીં આલો. તો પોતો બી ઈસુઅ ચેલુ આથુ. 58 તીયા પીલાતોઅહીં જાયન ઈસુઅ લાસ માગી. તાંહાંઅ પીલાતો તે તીયાન હોપાઅન હુકોમ કોઅયુ. 59 હાતીઅ યોસેફો લાસ નેયન તીયોન નોવો રેસમી પોતળામ ચુંડલાવી, 60 ઓનો ખોળકામ ખોતરીન બોંણાવનો પોતાઅ નોવ્યો કોબીરોમ તે હોજી, ઓનો કોબીરોઅ મુવાલાપોઅ એક મોડુ ઢોગળુ લુંડવીન તો ચાલ્યુ ગોયુ. 61 માગદાલા ગામોઅ મારીયોમ ઓનો બીજી મારીયોમ કોબીરોઅ આગલાઅ બોહી રેયન્યા.
કોબીરોઅહીં સોયનીક ચોકી કોઅતાહ
62 બીજો દીહ, એટલે, સોનીવારોઅ દીહ, મોડો પુંજારહાં ઓનો ફોરોસહ્યોં પીલાતોઅહીં જાયન, 63 તીયાન આખ્યો, “સાહેબ, આમહાંન ઈયાદ આહાય કા, તો ઠોગ જીવતુ આથુ તાંહાંઅ તીયા આખનો, ‘તીન દીહ હાતીઅ માંય ફાચુ જીવતુ ઉઠહીં.’ 64 તીંહીંઅ લીદો, ચોકીદાર તીન દીહ લોગોઅ કોબીરોઅ બોરાબોર ચોકી કોએ એંહડુ તું હુકોમ કોઅ! નેતા, તીયાઅ ચેલા આવીન તે લાસ ચોઈ જાઈ ઓનો હાતીઅ લોકહોંન આખીઅ, ‘તો ફાચુ જીવતુ ઉઠ્યુહ.’ તે ઝુટાય તીયા પેલ્લાઅ આખની તીયો ઝુટાયો કોઅતા વાદારુ ખારાબ વેઈ.”