15
આત્મીક રીતો પુનવાય ગોયનો લોકહોંપોઅ પોરમીહેરોઅ લાગણી
(1) ટાકાય ગોયનો ઘેટો
(માથી 18:12-14)
1 યેહુદી ધોરમોઅ આગેવાન જીંયહાંન પાપી ગોંણત્ને તે વેરુ ઉગરાવનારા ઘોણા, ઓનો બીજે ઘોણે પાપી માંહેંઅ, કાયોમ ઈસુઅહીં તીયાઅ ઉપદેસ ઉનાઆંન આવત્ને. 2 તાંહાંઅ ફોરોસહ્યોં ઓનો યેહુદી ધોરમોઅ નીયોમ હીકવુઅનારહાં બોળ-બોળાટ કોઈન ઈસુઅ બાબોતોમ આખ્યો, “આય માંહુંઅ પાપહ્યોંન આવકારેહ, ઓનો તીંયહાંઅરી બોહીન ખાહે બી, ઓનો એવ કોઈન તો પોતાન વોટલાવેહ.” 3 તાંહાંઅ ઈસુ તીંયહાંન આય દાખલુ આપ્યુ:
4 “ધારા કા, તુમહાંમ રેખ એકાપોઅ એકહો ઘેટે આહાય, ઓનો તીંહમેઅ રેખ એક ઘેટો ટાકાય જાહે તા, તો માંહુંઅ કાય કોઈઅ? તો બીજો નોવ્વાણું ઘેટહાંન, તે ચોરતેહ તીયોજ જાગો થોવીન, ટાકાઅનો ઘેટાન, તો જોળે તાંઉં લોગોઅ, હોદો જાઈ. 5 ઓનો તો ઘેટો જોળીઅ તાંહાંઅ, તીયાન તો ખુસ વેયન પોતાઅ ખાંદોપોઅ થોવીન 6 કોઅ ફાચો દાવીઅ. હાતીઅ તીયાઅ દોસ્તારહોંન ઓનો ઉંગો-પાહાળહ્યાંન હાદીન આખીઅ, “ટાકાઅનો માંઅ ઘેટો માંન ફાચો જોળ્યોહ. તીંહીંઅ લીદો, ચાલા, આપુ આરી મીલીન આનાન કોઅજી!’ 7 માંય તુમહાંન આખોંહ, તેવુજ કોઈન, “આમું તા હાચે આહાય, ઓનો તીંહીંઅ લીદો આમાંઅ પાપહોંઅ માટો દુખી વેયન તે સોળાઅન સોવાલુજ પેદા નાંહ વેતુ’ એવ ધારનારો નોવ્વાણું માંહાંહાંઅ લીદો પોરમીહેરોન જો આનાન વેઈ, તીંહીં કોઅતા, એક પાપી માંહુંઅ, જો પોતાઅ પાપહોંઅ માટો દુખી વેયન તે સોળી દેહે, તીયાઅ લીદો તીયાન વાદારુ આનાન વેઈ.”
(2) ટાકાય ગોયનું ચાંદયોઅ સીક્કુ
8 આયજ હોકીકોત હોમજાવાઅન ઈસુ તીંયહાંન બીજુ એક દાખલુ આખ્યુ:
“ધારા કા, એક થેઈપોઅ ચાંદયોઅ દોહ સીક્કા આહાય, ઓનો તીંહમે રેઅખુ એક સીક્કુ ટાકાય જાહે. તાંહાંઅ તે કાય કોઈઅ? તે દીવુ હેલગાવીન કોઅ બાઈઅ, ઓનો તો ફાચુ જોળે નેંય તાંઉં, તે કાલજી રાખીન હોદીઅ. 9 ઓનો તો જોળે તાંહાંઅ, તે તીયોઅ બેનપોણહ્યોંન ઓનો ઉંગો-પાહાળહ્યાંન હાદીન આખીઅ, “ટાકાય ગોયનું માંઅ ચાંદયોઅ સીક્કુ માંન ફાચુ જોળ્યુહ. તીંહીંઅ લીદો, ચાલા, આપુ આરી મીલીન આનાન કોઅજી!’ 10 માંય તુમહાંન નોકકીજ આખોંહ, તેવુજ કોઈન, એક પાપી માંહુંઅ પોતાઅ પાપહોંઅ માટો દુખી વેયન તે સોળી દેહે તાંહાંઅ, પોરમીહેરોઅ દુત બી આનાન કોઅતાહ.”
(3) સેટો ચાલ્યુ ગોયનું પોયોર
11 ફાચો ઈસુ આખ્યો,
“એક માંહાંઅ બેન પોયોર આથા. 12 તીંહમે વેઅનો હાન્નો પોયોરો તીયાઅ બાહકાન આખ્યો, “બા, તું મોઓ તાંઉં લોગોઅ માંય વાટ હેઓં તીયા કોઅતા, આમુન-આમુજ મીલકોતોઅ માંઅ ભાગ માંન આપી દે!’ તીંહીંઅ લીદો, બાહકા બેનું પોયોરહોંન પોતાઅ મીલકોત વાઅટી આપી. 13 થોળાક દીહ વેયા, નો હાન્નો પોયોરો પોતાઅ બાદદી મીલકોત વેચી ટાકી, ઓનો તો તીંહીંઅ બાદદા પોયસા નેયન, કોઅ સોળીન, સેટો બીજો દેસોમ ચાલ્યુ ગોયુ, ઓનો તાંહીં મોજ-સોકોમ બાદદા પોયસા ઉડવી ટાક્યા. 14 તીયા બાદદા પોયસા ખોરચી ટાક્યા તાંહાંઅ, તીયો દેસોમ મોડુ કાલ પોળ્યુ, ઓનો જીવાઅન માટો તીયાપોઅ કાંય બી નોખો રેયો. 15 તીંહીંઅ લીદો, તો તીયો દેસોઅ એક માંહાંઅહીં ગોયુ, ઓનો તીયાપોઅ કાંય કામ માગ્યો. તીયો માંઅહાં તા તીયાન ખેતોમ ડુખરે ચારાઅન મોકન્યુ. 16 ઓનો ડુખરે જે સોતરે ખાત્ને, તે ખાઆંન તીયાઅ મોન વેયો. પોન કોડો બી તીયાન કાંય બી ખાઆંન નોખો આપતો. 17 તાંહાંઅ તીયાન ઓકોલ આલી! તાંહાંઅ તીયા પોતા-પોતાઅ આખ્યો, “માંઅ બાહકાઅ બાદો મોજુરહોંપોઅ, તે તારાય તીંહીં કોઅતા બી વાદારુ ખાઆંન આહાય. પોન માંય તા આંહીં ફુકો મોઅયા કોઓંહ. 18 એટલે માંય ઉઠીન માંઅ બાહકાઅહીં જાહીં, ઓનો તીયાન આખહીં કા,“બા! માંયોં પોરમીહેરોઅ ઓનો તોઅ વીરુદ પાપ કોઅયુહ. 19 ઓનો માંય તોઅ પોયોર આખાઆંન લાયોક નાંહ રેયુ. માંન તોઅ મોજુરહોંમ રેખ એકાઅ ગાંઉં ગોંેણ!’ 20 એવ વીચાર કોઈન તો તીયાઅ બાહકાઅહીં ફાચુ જાઆંન નીંગ્યુ. તો આજી કોઓ રેઅખુ ઘોણો સેટો આથુ તાંઉંજ, તીયાઅ બાહકા તીયાન દેખી પાળ્યુ. તાંહાંઅ તીયાઅ બાહકાઅ મોન એકદોમ પીગલી ગોયો. તો ગુગદીજ ગોયુ ઓનો તીયો પોયોરોન ભેટી પોળ્યુ, ઓનો તીયાન ચુહબી નેદુ. 21 પોયોરો બાહકાન આખ્યો, “બા! માંયોં પોરમીહેરોઅ ઓનો તોઅ વીરુદ પાપ કોઅયુહ. ઓનો આમુ રેખ માંય તોઅ પોયોર આખાઆંન લાયોક નાંહ રેયુ.’ 22 પોન બાહકા તીયાઅ ચાકોરહોંન હાદીન આખ્યો, “હોવારા-હોવારા હારામ-હારો પોતળો દાવીન તીયાન પોવાવા! આકળ્યોમ મુંદી પોવાવા! ઓનો પાગહોંમ સેંડોલે પોવાવા! એવ કોઈન ઈં દેખાવા કા, માંય તીયાન માંઅ પોયોરો તોરીકો માન આપોંહ. ઓનો માંય તીયાઅરી ચાકોરોઅ ગાંઉં નાંહ વોરતુઅતુ. 23 હાતીઅ હારામ-હારો જેમોણ તીયાર કોઆ! આજ આપુ જેમોણ કોઈન આનાન કોઅજી! 24 કાંહાંનકા, આય માંઅ પોયોર જાણેકા મોઈ ગોયુ વેય એંહડુ બોંણી ગોયનું, પોન આમુ ફાચુ જીવતુ વેયુહ. તો જાણેકા પુનવાય ગોયુ વેય એંહડુ બોંણી ગોયનું, પોન આમુ ફાચુ જોળ્યુહ.’ હાતીઅ તે બાદે ખાય-પીયન આનાન કોએ ખેટયે.
25 “તીયો વોખોત મોડુ પોયોર ખેત આથુ, ઓનો તાંહીં રેખ તો કોઓઅ પાહો આલુ તાંહાંઅ, તીયા વાજહાંઅ ઓનો નાચોઅ ઓવાજ ઉનાઅયુ. 26 તાંહાંઅ તીયા એક ચાકોરોન હાદીન તીયાન ફુચ્યો, “આય બાદો કાય ચાની રેયોહ?’ 27 તાંહાંઅ ચાકોરો તીયાન આખ્યો, “તોઅ પાવોહ ફાચુ કોઅ આલુહ. ઓનો તો હારુ-હુજુ નો હારી રીતો કોઅ આવી પોચ્યુહ, તીંહીંઅ લીદો તોઅ બાહકા હારામ-હારો મોડો જેમોણ રાખ્યોહ.’ 28 તાંહાંઅ તે ગોઠ ઉનાયન તો મોડુ પોયોર ભારી ઝાંજવાય ગોયુ. ઓનો કોઅમે બી જાઆંન નોખુ માગતુ. તીંહીંઅ લીદો, તીયાઅ બાહકુ બારુ આલુ, ઓનો તીયાન કોઅમે આવાઅન કાલાવાલા કોઅયા. 29 પોન તીયો પોયોરો બાહકાન જોવાબ આપ્યુ, “હેઅ! ઓતેહ વોરહે માંયોં ગુલામોઅ ગાંઉં તોઅ ચાકરી કોઅયીહ. ઓનો તોઅ બાદાજ હુકોમ માંયોં માન્યાહ, તેબી, તુંયોં એખું દીહ બી માંન માંઅ દોસ્તારહોંઅરી જેમોણ કોઆંન માટો બોકળાઅ એક હાન્નો લોવારો બી નાંહ આપ્યો. 30 પોન આય તોઅ હાન્નું પોયોર વેસ્યાહાંઅ ફાચલાઅ તોઅ બાદી મીલકોત ઉડવી ટાકીન આમુ ફાચુ કોઅ આલુહ. તાંહાંઅ તુંયોં તીયાઅ માટો મોડો જેમોણ રાખીન ઉજવુણી કોઓહ! એંહડો કા ચાનતો વેય કા?’ 31 તાંહાંઅ તીયાઅ બાહકા તીયાન જોવાબ આપ્યુ, “પોયરા, તું તા કાયોમ માંઅ આરીજ આહાય, ઓનો જોબી માંઅપોઅ આહાય તો બાદો તોઅજ આહાય. કેવકા. તોઅ પાવોહો વારસાયોઅ પોતાઅ ભાગ એખું વારોઅ નેઅ નેદુહ. 32 પોન તોઅ પાવોહ તા મોઈ ગોયનું, પોન આમુ ફાચુ જીવતુ વેયુહ. ઓનો તો ટાકાય ગોયનુંુ, પોન આમુ ફાચુ જોળ્યુહ. તીંહીંઅ લીદો, આપોઅ ખુસ વેનુંઅ જોજવે ઓનો આનાન કોઅનુંઅ જોજવે.”’