16
ઉસયાર કારભારી
1 હાતીઅ ઈસુ તીયાઅ ચેલહાંન આખ્યો, “એક માલદાર માંહુંઅ આથો. તીયાઅ એક કારભારી આથુ. તીયો કારભાયાર્ેઅ બાબોતોમ માલદારોઅહીં ફોરીયાદ આલી , “તોઅ કારભારી તોઅ મીલકોત ફાવે તેવ ઉડવી ટાકેહ.’ 2 તીંહીંઅ લીદો, માલદારો તીયો કારભાયાર્ેન હાદીન આખ્યો, “માંઅ મીલકોતોઅ તું ખોટ્યો રીતો કારભાર કોઓહ એવ, તોઅ બાબોતોમ માંય જો ઉનાઅહોં, તો કાય આહાય? આમુ માંય તુંન કાડી થોવનારુ આહાય. તીંહીંઅ લીદો તોઅ કારભારોઅ બાદુ ઈસાબ માંન આપી દે!’ 3 તાંહાંઅ તીયો કારભાયાર્ે પોતાઅ મોનોમ વીચાર કોઅયુ, “આમુ માંય કાય કોઓં? માંઅ સેટ તા, માંન કારભારોમ રેખ કાડી થોવાઅન આહાય. ખાડા ખોદીન મોજરી કોઆંન માંઅપોઅ પુરતી ગોતી નાંહ, ઓનો પોયસાઅ માટો ભીક માગતા બી માંય નાજવાઅહોં.’ 4 ઓચીંતુજ તીયાઅ મોનોમ વીચાર આલુ. માંઅ સેટ માંન કારભારોમ રેખ કાડી થોવે તાંહાંઅ, લોક માંન પોતાઅહીં આસરુ આપે તીંહીંઅ માટો, માંઅ કાય કોઅનુંઅ જોજવે તો આમુ માંન હુજયોહ.’
5 એવ વીચાર કોઈન હાતીઅ, તીયા પોતાઅ સેટોઅ દેવા વાલહાંન બાદહાંન હાદયા, ઓનો તીંયહાં વેઅનો પોયનોઅ દેવા વાલાન તીયા ફુચ્યો કા “માંઅ સેટોઅ તુંયોં કોતોહ દેવો કોઅયોહ?’ 6 તાંહાંઅ તીયો માંઅહાં આખ્યો, “એકહો પીપળે ઝ્ડ્ડ 2 ઝ્ડ્ડદ્ 16:6 પીપળો: એક પીપળામ લોગભોગ 35 લીટોર તેન હોમાઅત્નો. ઝ્ડ્ડ। જેતુનોઅ તેન.’ તાંહાંઅ કારભાયાર્ે તીયાન આખ્યો, “તોઅ ખાતાઅ ચોપળી ને ઓનો બોહીન હોવારુ-હોવારુ પોચાહ પીપળે લેખી દે!’
7 હાતીઅ તીયા બીજાન ફુચ્યો, “તોઅ કોતોહ દેવો આહાય?’ તાંહાંઅ તીયો માંઅહાં આખ્યો, “પાંચ હો ખોતલ્યા ઘોંવ.’ તાંહાંઅ કારભાયાર્ે તીયાન આખ્યો, “બોહીન તોઅ ખાતાઅ ચોપળ્યોમ હોવારુ-હોવારુ એંસી ખોતલ્યા લેખી દે. બીજો બાદો દેવા વાલહાંઅરી બી તીયા એવુજ કોઅયો.
8 “તો કારભારી ઓનુત્યો વાલુ આથુ તેબી, તીયો સેટો તીયાન સાબાસી આપી. કાંહાંનકા, તીયા ઉસ્યારી વાપરીન પોતાઅ જુરુલી પુર્યા પાળન્યા. માંઅ એવ આખાઅન આય કારોણ આહાય કા, પોરમીહેરોપોઅ હાચ્યો રીતો વીસવાહ નેંય કોઅનારે માંહેંઅ, આય દુન્યાઅ ચીજહીંઅરી સોબોત રાખાઅન બાબોતોમ, પોરમીહેરોઅ દેખાવન્યો રીતો ચાનનારો માંહાંહાં કોઅતા વાદારુ ઉસ્યાર આહાય.”
9 હાતીઅ ઈસુ આખ્યો, “તીંહીંઅ લીદો, માંય તુમહાંન આખોંહ, આય દુન્યાઅ મીલકોતો કોઈન તુમું દોસ્તાર બોંણાવી નેયા. તાંહાંઅ તુમાંઅ તે મીલકોત પુરી વેઈ તાંહાંઅ, હોરગોમ તીંયહાંન કોઅ આપીઅ તાંહીં તુમાંઅ તે દોસદાર તુમહાંન આવકાર કોઈઅ.
માલ-મીલકોતી ઓનો પોરમીહેર
10 “જોબી માંહુંઅ હાન્યો બાબોતહીંઅ કારભાર બી ઈમાનદાર્યો કોઈન ચાનવેહ, તો મોડયો બાબોતહીંઅ કારભાર બી ઈમાનદાર્યો કોઈનુંજ ચાનવીઅ. જોબી માંહુંઅ હાન્યો બાબોતહીંઅ કારભાર બી ઈમાનદાર્યો કોઈન નાંહ ચાનવુઅતો, તો મોડયો બાબોતહીંઅ કારભાર બી ઈમાનદાર્યો કોઈન નેંય ચાનવે. 11 તીંહીંઅ લીદો, જો તુમહાં, પોરમીહેરો આપન્યો આય દુન્યા વેઅન્યો મીલકોતહીંઅ કારભાર ઈમાનદાર્યો કોઈન નેંય ચાનવ્યુ વેય તા, નોક્કીજ પોરમીહેર, હોરગો વેઅન્યો ભારી મોડયો મીલકોતહીંઅ કારભાર તુમહાંન નેંય હોપે.
12 “ઓનો જો તુમું આય તોરત્યોપોઅ તુમહાંન હોપનો બીજો લોકહોંઅ પોયસાહાંઅ કારભાર ઈમાનદાર્યો કોઈન નેંય ચાનવ્યો વેય તા, હોરગો વેઅન્યો હાચ્યો મીલકોતહીંન પોરમીહેર તુમહાંન તુમાંઅ પોતાઅ મીલકોતહીં તોરીકો નેંય આપે.
13 “કોન્નો બી ચાકોરોન એકુજ ટેમોમ બેન સેટહોંઅ ચાકરી નેંય કોઆય. જો તીયાન બેન સેટહોંઅ ચાકરી કોઆય તા, તો પોયનો સેટોન નોફરોત કોઈઅ ઓનો બીજો સેટોપોઅ માયા રાખીઅ, નેતા પોયનો સેટોપોઅ માયા રાખીઅ ઓનો બીજો સેટોન નોફરોત કોઈઅ. તેવુજ કોઈન, તુમું એકુજ ટેમોમ પોરમીહેરોઅ કામોઅ માટો ઓનો પુસ્કોળ પોયસા એકઠા કોઆંન કામોઅ માટો પોતાન હોપી નાંહ સેક્તે.”
ઈસુઅ થોળ્યાક બીજ્યા ગોઠી
14 તે ગોઠી ઉનાયન ફોરોસહ્યોં ઈસુઅ મોસકુરી કોઅયી. કેવકા તે બાદા પોયસાહાંપોઅ માયા રાખત્ના. 15 તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “તુમું પોતાન બીજો માંહાંહાંઅ આગલાઅ હાચા દેખાવતાહ. પોન પોરમીહેર જાંએહ કા, તુમું તીયાપોઅ જે માયા રાખતાહ તીંહીં કોઅતા ખોરેખોર પોયસાપોઅ વાદારુ માયા રાખતાહ. માંય હોકીકોતોમ તુમહાંન આખોંહ, જીયો ચીજહીંન માંહેંઅ ભારી કીંમોતો વાલ્યા ગોંણતેહ, તીંહમે વેઅન્યો ઘોણ્યો ચીજહીંન પોરમીહેર એકદોમ નોફરોત કોએહ.
16 “મોસેઅ નીયોમ ઓનો પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારહાંઅ લેખન્યા ગોઠી, બાપતીસ્મા કોઅનારો યોહાનોઅ વોખોતો લોગોઅ ઓમોલોમ આથ્યા. તેંહડામ રેખ પોરમીહેરોઅ રાજોઅ બાબોતોઅ હારી ગોઠ માંય જાહેર કોઅતુ આલુહ; ઓનો તીયો ગોઠીપોઅ વીસવાહ રાખનારો દોરેક માંહુંઅ તીયો રાજોમ જાઆંન તીયાન બોંણી સેકે તોતોહ મોથેહ. તીંહીંઅ ઓર્થુ ઓ નાંહ કા પોરમીહેરો આપના નીયોમ રોદ વેઅ ગોયાહ. 17 જુગ ઓનો તોરત્યોઅ નાસ વેઈ, પોન પોરમીહેરો આપનો નીયોમહોંમ રેખ હાન્નામ-હાન્ની બાબોત બી રોદ બાતોલ નેંય વેઈ.
18 “દાખલા તોરીકો વોરાળ, માટી કા થેઈમ રેખ ગોમે તો એક મોએ તાંઉં લોગોઅ, તે બેનું એક-બીજાઅરી જોળાઅને રેય એવ પોરમીહેરો વોરાળ ગોઠવ્યોહ. તીંહીંઅ લીદો, જોબી માટી પોતાઅ થેઈન સોળી થોવીન બીજ્યો થેઈઅરી વોરાળ કોએહ, તો સીનાલો કોએહ એવ માનનુંઅ. ઓનો તીયા સોળી થોવન્યો થેઈન જો માટી રાખેહ, તો બી, સીનાલો કોએહ એવ માનનુંઅ.
એક માલદાર માંહુંઅ ઓનો લાઝરોસ નામોઅ એક ગોરીબ માંહુંઅ
19 ઈસુ બોદ આપાઅન ચાલુ રાખ્યો ઓનો આય ગાંઈં આખી: “એક માલદાર માંહુંઅ આથો. તો કાયોમ ભારી મોગે રેસમી નો દુદલે-રુવ પોતળે પોવત્નો, ઓનો રોદદીહ હારો-હારો ખાય-પીન મોજ-મોજામ રેત્નો. 20 તાંહીં લાઝરોસ નામોઅ એક ગોરીબ માંહુંઅ બી આથો. તો ભીક માગાઅન માટો તીયો માલદાર માંહાંઅ કોઓઅ બાંઅણાઅહીં રોદદીહ પોળી રેત્નો. લાઝરોસોઅ આખો ડીનો ચાંદે વેઅ ઉઠને. 21 ઓનો તો માલદારોઅ ટેબોલોપોઅ રેખ માંડાઅ વાદના કુટકા પોળત્ના તે ખાઆંન મોરજી રાખત્નો, પોન તીયાન તો ખાઆંન નોખો મીલતો. ઓનો ઉપોઅ રેખ, હુંણે બી આવીન તીયાઅ ચાંદે ચાટયા કોઅત્ને.
22 આખોર તો ગોરીબ માંહુંઅ મોઈ ગોયો ઓનો દેવદુત આવીન, તીયાન હોરગોમ આપોઅ આગલોઅ ડાયા આબરાહામોઅ પાહો દીલાસાવાલો નો માનોવાલો જાગો નેઅ ગોયા. હાતીઅ તો માલદાર બી મોઈ ગોયુ ઓનો ડાટાઅયુ. 23 ઓનો મોઅનાહાંઅ કોલીમ ભારી દુખ ભોગવુઅતા-ભોગવુઅતા તીયા ઉચો હેઅયો, ઓનો સેટો રેખ આબરાહામોન ઓનો તીયાઅ બાજુમ લાઝરોસોન બોઠનું દેખ્યુ. 24 તાંહાંઅ તીયો માલદારો બોમનીન આખ્યો, “ઓ માંઅ ડોહનો બાહકા આબરાહામ, માંઅપોઅ દાયા કોઈન લાઝરોસોન આખેઅ કા, તો પોતાઅ આકળ્યોઅ બેટકો પાંઅયોંમ પીગવીન આંહીં આવે નો માંઅ જીબીન હેલવે. કાંહાંનકા, આંહીં આયો આગીમ માંય ભારી દુખ ભોગવ્યા કોઓંહ.’
25 “તાંહાંઅ આબરાહામો તીયાન આખ્યો, “બેટા, તોઅ જીનગ્યોઅ વોખોતોમ તુંન ભારી સુખ મીલનો, પોન તેંહડામ લાઝરોસોન તા ભારી મુસકુલ્યોહોંઅ ઓનુભોવ વેયનું, તો તું ઈયાદ કોઅ. આમુ તીયાન આંહીં દીલાસુ મીલેહ, પોન તુંન ભારી દુખ મીલેહ. તો તા બોરાબોરુજ આહાય. 26 ઓનો ઉપોઅ રેખ, તું આહાય ઈયો જાગાઅ નો આમું આહાય ઈયો જાગાઅ વીચમે, ઉનકી નેંય સેકાય એંહડુ દારાળુ આહાય. તીંહીંઅ લીદો, આંહીં રેખ જોબી તુમાંઅહીં આવાઅન માગે તો તાંહીં આવી નેંય સેકે, ઓનો તુમાંઅહીં રેખ કોડો આમાંઅહીં બી આવી નેંય સેકે.’ 27 તાંહાંઅ તીયો માલદારો આખ્યો, “તાંહાંઅ માંઅ ડોહનો બાહકા! માંય તુંન કાલાવાલા કોઓંહ કા, લાઝરોસોન તું માંઅ બાહકાઅ કોઅ મોકનેઅ. 28 તાંહીં માંઅ પાંચ પાવોહ આહાય. તીંયહાંન તો જાયન આયો ભારી દુખોવાલો જાગાઅ બાબોતોમ ચેતવુણી આપે, ઈંહીંઅ ખાતોર કા, તે પોતાઅ પાપહોંઅ માટો દુખી વેયન તે સોળી દેય, ઓનો તે મોએ તેંહડામ તીંયહાંન આંહીં આવાઅન નેંય પોળે.’ 29 તાંહાંઅ આબરાહામો આખ્યો, “નાંહ! તીંયહાંન ચેતવાઅન તા, મોસેઅ નીયોમ ઓનો પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારહાં લેખન્યા ચોપળ્યા આહાય. તે કોડો બી તીંયહાંન વાચી દેખાવે તાંહાંઅ, તોઅ પાવોહ તે ઉનાએ નો તીંહીં પોરમાણો જીવે.’ 30 તાંહાંઅ તીયો માલદારો આખ્યો, “એવ નાંહ, ડોહનો બાહકા આબરાહામ. પોન જો મોઅનો કોડો બી જીવતો ઉઠીન તીંયહાંઅહીં જાયન તીંયહાંન ચેતવે તા, તે કોદાચ પોતાઅ પાપહોંઅ માટો દુખી વેયન તે સોળીઅ નો પોરમીહેરોઅ વાટો વોલી આવીઅ.’ 31 તાંહાંઅ આબરાહામો આખ્યો, “નાંહ, જો મોસે ઓનો પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારહાં બીજહાં જો આખ્યોહ, તો નેંય ઉનાએ ઓનો માને તા, મોઅનામ રેઅખો કોડો જીવતો ઉઠીન જાય ઓનો તીંયહાંન ચેતવે તેબી, તે નેંયજ માને.”’