5
ઈસુઅ પેલ્લામ-પેલ્લાઅ ચેલા
(માથી ૪:૧૮-૨૨; માર્ક ૧:૧૬-૨૦)
1 એક દીહ ઈસુ ગેન્નેસારેત તાલાય જે ગાલીલ તાલાય બી આખાઅહે, તીયો તાલાયોઅ તોળીપોઅ ઉબુ રેયન બોદ આપત્નું, તેંહડામ ઘોણા લોક પોરમીહેરોઅ ગોઠ ઉનાઆંન ઈસુપોઅ પોળા-પોળી કોઅત્ના. 2 તાંહાંઅ તીયા તાલાયોઅ તોળીઅ પાહીરોઅ પાંઅયોંમ બેન ઉળ્યા દેખ્યા. ભોંયટા તીયો ઉળહ્યોંમ રેખ ઉતરીન પોતાઅ જાલી તુવત્ના. 3 તીયો ઉળહ્યોં વેઅની એક ઉળી સીમોનોઅ આથી. લોક ઈસુપોઅ પોળા-પોળી નેંય કોએ ઓનો તો બાદો લોકહોંઅરી બોની સેકે તીંહીંઅ ખાતોર ઈસુ તીયો ઉળ્યોમ ચોળ્યુ ઓનો થોળોક લોગોઅ તાલાયોમ ઉળ્યોન નેઅ જાઆંન સીમોનોન આખ્યો. હાતીઅ તીંહમેઅ બોહીન ઈસુ લોકહોંન ઉપદેસ આપ્યુ.
4 ઉપદેસ આપી પારવાયન ઈસુ સીમોનોન આખ્યો, “ઉળ્યોન ઉંડો પાંઅયોંમ નેઅ જો ઓનો માસે તેઆંન માટો તું ઓનો તોઅ આર્યાઅ જાલી પાંઅયોંમ ફાઅતા!.”
5 તાંહાંઅ સીમોનો ઈસુન જોવાબ આપ્યુ, “માલીખ, આખુ રાત આમહાં ભારી મેનોત કોઅયી પોન કાંય બી નાંહ તેરાઅયો. તેબી તું આખોહ તીંહીંઅ લીદો આમું જાલી ફાઅતુઅતાહ.” 6 હાતીઅ તીંયહાં જાલી ફાઅત્યા ઓનો તે જાલી ટુટી જાય ઓત્તે બાદે માસે તેઅયે. 7 તીંહીંઅ લીદો, તીંયહાંઅ ભાગ્યા જે બીજો ઉળ્યોમ આથા, તીંયહાંન તીંયહાંઅ મોદોદો આવાઅન તીંયહાં ઈસારુ કોઅયુ. તે આલા નો જાલી કાડયા તા, બેનું ઉળ્યા માસહાં કોઈન એંહડ્યા પોરાય ગોયન્યા કા, તે આમુ બુડે-આમુ બુડે એંહડ્યા વેઅ ગોયન્યા.
8 તો દેખીન, સીમોન પીતોરો ઈસુન પાગો પોળીન આખ્યો, “ઓ માલીખ, માંઅહીં રેખ સેટો જો! કાંહાંનકા, માંય પાપી માંહુંઅ આહાય.” 9 તીયા એવ ઈંહીંઅ લીદો આખ્યો કા, સીમોન ઓનો તીયાઅ આર્યાઅ ઓત્તે બાદે માસે દેખીન ઈહવાય રેયા. 10 ઝેબ્દયોઅ પોયોર યાકોબ ઓનો યોહાન, સીમોનોઅ ભાગ્યા આથા, તીંયહાંન બી ભારી નોવાય લાગની.
તાંહાંઅ ઈસુ સીમોનોન જોવાબ આપ્યુ, “કાબરાઅતુ મા! આમુ રેખ તું માંહાંહાંન માંઅહીં નેઅ આવહો.”a 11 તાંહાંઅ તે ઉળહ્યોંન તોળીપોઅ દાલા ઓનો માસે તેઆંન ધોંદુ સોળી દેયન ઈસુઅરીb ગોયા.
મોડો દુખો વાલુ માટી હારુ વેહે
(માથી ૮:૧-૪; માર્ક ૧:૪૦-૪૫)
12 એક વોખોત ઈસુ એક સેરોમ આથુ. તાંહીં એક એંહડુ માટી આથુ કા જીયાઅ આખો સોરીદોમ મોડો દુખ ફેલાય ગોયનો. તો માટી ઈસુન હેઈન તીયાન પાગો પોળ્યુ ઓનો તીયાન કાલાવાલા કોઅયા, “માલીખ, તોઅ મોરજી વેય તા, તું માંન હારુ કોઈ સેકોહ.”
13 તાંહાંઅ ઈસુ પોતાઅ આથ લાંબુ કોઈન તીયો માટ્યોન ઓળક્યુ ઓનો આખ્યો, “માંઅ તા મોરજી આહાય. તું હારુ વેઅ જો!” તાંહાંઅ તુરુતુજ તીયાઅ મોડો દુખ મોટી ગોયો. 14 હાતીઅ ઈસુ તીયાન હુકોમ કોઅયુ, “તું હારુ વેયુહ તીંહીંઅ બાબોતોમ કોડાન બી આખતુ નોખુ. પોન યેરુસાલેમોઅ મોંદીરોઅ પુંજારાઅહીં જાયન તીયાન તોઅ સોરીદ દેખાવ, ઈંહીંઅ ખાતોર કા તો તુંન તાપાસે, ઓનો લોકહોંન જાહેર કોએ કા તું હારુ વેયુહ. હાતીઅ મોસે આપનો હુકોમો પોરમાણો ભોગ ચોળવુજો!” 15 “કોડાન બી આખતુ નોખુ” એવ ઈસુ તીયાન હુકોમ કોઅયુ તેબી ઈસુઅ બાબોતોઅ ગોઠ ઉતવાલી-ઉતવાલી ફેલાય ગોયી. તીંહીંઅ લીદો ઘોણે માંહેંઅ તીયાઅ ઉપદેસ ઉનાઆંન ઓનો તીંયહાંઅ માંદવાળહીંમ રેખ હારે વેઆંન તીયાઅહીં આવત્ને. 16 પોન ઈસુ તા એખનુંજ હુનો જાગહાંમ જાયન પોરમીહેરોન ઓરોજ કોઅત્નું.
લોખવાવાલુ માટી હારુ વેહે
(માથી ૯:૧-૮; માર્ક ૨:૧-૧૨)
17 એક દીહ, ઈસુ લોકહોંન ઉપદેસ આપત્નું. તાંહીં થોળાક ફોરોસી ઓનો નીયોમ હીકવુઅનારા લોક બોઠના. તે ગાલીલ જીલ્લામ રેખ, યેરુસાલેમ રેખ ઓનો યેહુદીયા જીલ્લાઅ બીજો ગામહોંમ રેખ આલના. માંદહાંન હારે કોઆંન માટો માલીખોઅ તાકોત ઈસુપોઅ આથી. 18 તાંહાંઅ થોળાક માટી એક લોખવાવાલો માટ્યોન ફાતાર્યોમ નોટાવનુંજ ઉચકી દાલા. જીયો કોઅમે ઈસુ આથુ તીયો કોઅમે તીયો માટ્યોન નેઅ જાયન તીયાન ઈસુઅ આગલાઅ થોવાઅન તે મોથત્ના. 19 પોન ગીરદયોઅ લીદો તે તીયાન કોઅમે નેઅ જાય સેક્યા નેંય. તીંહીંઅ લીદો તીંયહાં ધાબાપોઅ ચોળીન થોળેક નાઅલ્યે કાડયે ઓનો તીયો માટ્યોન તીયાઅ ફાતાર્યોમ નોટાવનુંજ સીંડા પાદરો લોકહોંઅ વીચમેઅ ઈસુઅ આગલાઅ ઉતાર્યુ. 20 તીંયહાંઅ કોત્તુ બાદુ વીસવાહ આહાય તો દેખીન ઈસુ તીયો લોખવા વાલાન આખ્યો, “માંઅ દોસ્ત, તોઅ પાપ માંય માફ કોઓંહ.”
21 તાંહાંઅ યેહુદી નીયોમ હીકવુઅનારહાં ઓનો બીજો ફોરોસહ્યોં તીંયહાં-તીંયહાં આખ્યો, “આય માંહુંઅ પોતાઅ બાબોતોમ કાય વીચારેહ? તો પોરમીહેરોઅ નીંદા કોએહ! પોરમીહેરો સીવાય કોડો પાપહોંઅ માફી આપી સેકેહ?”
22 તીંયહાંઅ વીચાર ઈસુ જાંઈં ગોયુ ઓનો તીંયહાંન આખ્યો, “તુમું કાંહાંન એવ વીચારતાહ? 23 ઈયો લોખવા વાલાન ‘માંય તોઅ પાપ માફ કોઓંહ’ એવ આખનુંઅ વાદારુ હેલ્લો આહાય કા ‘ઉઠીન ચાનેઅ!’ એવ આખનુંઅ? 24 પોન માંય તુમહાંન સાબીત કોઈ દેખાવહીં કા માંહાંઅ પોયોરોન એટલે માંન તોરત્યોપોઅ પાપ માફ કોઆંન સોત્તા આહાય.” એવ આખીન હાતીઅ ઈસુ લોખવા વાલાન આખ્યો, “માંય તુંન આખોંહ, ઉબુ ઉઠ ઓનો તોઅ ફાતારી નેયન કોઅ ચાલ્યુ જો!”
25 તાંહાંઅ તુરુતુજ તો માંહુંઅ બાદહાંઅ દેખતાજ ઉબો ઉઠયો, પોતાઅ ફાતારી નેદી, ઓનો પોરમીહેરોઅ ગુણ ગાયતો-ગાયતો કોઅ ચાલ્યો ગોયો. 26 બાદો લોકહોંન નોવાય લાગી ઓનો તીંયહાં પોરમીહેરોઅ ગુણ ગાયા. ઓનો “માન્યામ નેંય આવે એંહડ્યા બાબોતી આજ આપહોં દેખ્યાહ” એવ આખીન તે ભારી બોગલાય ગોયા.
ઈસુઅ ચેલુ બોંણનારુ લેવી
(માથી ૯:૯-૧૩; માર્ક ૨:૧૩-૧૭)
27 હાતીઅ ઈસુ તીયો ગામોમ રેખ નીંગ્યુ ઓનો તીયા લેવી નામોઅ એક વેરુ ઉગરાવનારાન તીયાઅ ઓફીસોમ બોઠનું દેખ્યુ. ઈસુ તીયાન આખ્યો, “માંઅરી આવ!” 28 તાંહાંઅ લેવી ઉઠ્યુ ઓનો તીયાપોઅ જોબી આથો તો બાદો સોળીન ઈસુઅરી ગોયુ.
29 હાતીઅ લેવ્યો ઈસુઅ માટો પોતાઅ કોઅ મોડો જેમોણ રાખ્યો. વેરુ ઉગરાવનારા ઓનો બીજા ઘોણા લોક તાંહીં ઈસુ ઓનો તીયાઅ ચેલહાંઅ આરી ખાઆંન બોઠના. 30 તાંહાંઅ ફોરોસહ્યોં ઓનો નીયોમ હીકવુઅનારો થોળાકહાં ઈસુઅ ચેલહાંન ફોરીયાદ કોઈન આખ્યો, “તુમું કાંહાંન વેરુ ઉગરાવનારા ઓનો બીજો પાપહ્યોંઅ આરી ખાતાહ-પીતાહ?”
31 તાંહાંઅ ઈસુ તીંયહાંન જોવાબ આપ્યુ, “હારો માંહાંહાંન દાકતોરોઅ જુરુલ નાંહ પોળતી, પોન માંદો માંહાંહાંનુંજ પોળેહ. 32 પોતાન હાચા ગોંણનારહાંન નેંય, પોન પોતે પાપી આહાય એવ આખનારા લોક પાપ સોળે તીંહીંઅ ખાતોર તીંયહાંનુંજ હાદાઅન માંય આલુહ.”
ઉપાહોઅ બાબોતોમ
(માથી ૯:૧૪-૧૭; માર્ક ૨:૧૮-૨૨)
33 થોળોક લોકહોં ઈસુન આખ્યો, “યોહાનોઅ ચેલા ઘોણો વોખોત ઉપાહ રાખીન પોરમીહેરોન ઓરોજ કોઅતાહ ઓનો ફોરોસહ્યોંઅ ચેલા બી તેવુજ કોઅતાહ, પોન તોઅ ચેલા તા ખાતાહ-પીતાહ!”
34 તાંહાંઅ ઈસુ તીંયહાંન જોવાબ આપ્યુ, “જાનીઅરી વોર વેય તાંહાંઅ જાની વાલહાંન તુમું ઉપાહ કોઆવી સેકહા કા? 35 પોન એખું દીહ વોર તીંયહાંઅહીં રેખ નેઅ નેવાઈ, તેંહડામ તે ઉપાહ રાખીઅ.”
36 હાતીઅ ઉપાહ રાખાઅન જેંહડયો જુનો રીત-રીવાજહોંઅરી તીયાઅ ઉપદેસહોંઅ મેળ નેંય બોહે તો દેખાવાઅન, ઈસુ તીંયહાંન આય દાખલા બી આપ્યા: “કોય બી માંહુંઅ નોવો ડોગનામ રેખ પોતળાઅ કુટકુ ચીરીન તીયાન જુનો ડોગનાપોઅ થીગલો મારાઅન નાંહ વાપરુઅતો. જો વાપરે તા, નોવો ડોગનો ચીરાય જાઈ, ઓનો તીયો નોવો ડોગનાઅ કુટકાઅ જુનો પોતળાઅરી મેળ નેંય બોહે. 37 તેવુજ કોઈન, કોડો બી નોવુ દારખાઅ રોહ ચાંબળાઅ જુન્યો ખોતલ્યોહોંમ નાંહ પોઅતો. જો પોએ તા, તીયો રોહોઅ ફેદરે વોલીઅ, ઓનો તે તીયો ખોતોલ્યોહોંન ફાળી ટાકીઅ ઓનો તો રોહ બી વેરાય જાઈ ઓનો તે ચાંબળાઅ ખોતલ્યા બી નોક્કામ્યા વેઅ જાઈ. 38 તીંહીંઅ લીદો, નોવુ દારખાઅ રોહ ચાંબળાઅ નોવ્યો ખોતલ્યોહોંમ પોઅનુંઅ જોજવે. 39 ઓનો એખનું જુનું દારખાઅ રોહુજ પીનારો કોડાન બી, નોવુ દારખાઅ રોહ પીઆંન મોન નેંય વેય. તો તા એવુજ આખનારો આહાય , “જુનુંજ વાદારુ હારુ આહાય.’ એવુજ કોઈન, જે લોક એખનો જુનો ધારમીક રીતી-રીવાજહોંનુંજ જાંઅતાહ, તીંયહાંન, માંય જીવોનોઅ જે નોવી વાટ હીકવોંહ તીયો વાટીમ આવાઅન મોન નાંહ.”