6
આરામોઅ દીહોઅ બાબોતોમ ઉપદેસ
(માથી ૧૨:૧-૮; માર્ક ૨:૨૩-૨૮)
1 એક આરામોઅ દીહ, ઈસુ તીયાઅ ચેલહાંઅરી ઓનાજહોંઅ પોઅર્યો ખેતહોંમ રેખ જાત્નું. તાંહાંઅ તીયાઅ ચેલા કોંહેંઅ તોળીન તીંયહાંન પોતાઅ આથહોંમ ચોલી-ચોલીન ખાત્ના. 2 તાંહાંઅ ફોરોસહ્યોં વેઅનો થોળાકહાં તીંયહાંન ફુચ્યો, “આપોઅ નીયોમો પોરમાણો આરામોઅ દીહ જો કામ આપોઅ નેંય કોઅનું જોજ્વે, તો કામ તુમું કેવ કોઅતાહ?”
3 તાંહાંઅ ઈસુ તીંયહાંન જોવાબ આપ્યુ, “દાવીદ રાજા ઓનો તીયાઅ આર્યાઅ ફુકા વેયના તાંહાંઅ, દાવીદો કોન્નો કામ કોઅનો તીંહીંઅ બાબોતોમ લેખાઅની ગોઠ તુમું વીહરાય ગોયાહ કા? 4 પોરમીહેરોઅ ભોક્તી કોઆંન તોંબામ તો ગોયનું તાંહાંઅ, મોડો પુંજારા તીયાન, પુંજારા પોરમીહેરોન ચોળવુઅનો માંડાઅ કુટકા આપના! મોસે આપનો નીયોમો પોરમાણો તે માંડા ખાઆંન સુટ તા ખાલી પુંજારહાંનુંજ આહાય. પોન દાવીદો તીંહમેઅ રેખ થોળુક માંડુ ખાદનું, ઓનો તીયાઅ આર્યોઅ લોકહોંન બી થોળુક માંડુ આપનું. પોરમીહેરો તીંહીંન ખોટો નોખો ગોંણ્યો.” 5 હાતીઅ ઈસુ તીંયહાંન આખ્યો, “માંહાંઅ પોયોરોન, એટલે માંન, આરામોઅ દીહ માંઅ ચેલે કોન્નો-કોન્નો કામ કોઈ સેકે તો નોક્કી કોઆંન બી, પુરુ હોક આહાય.”
લોખવુ લાગનો આથોવાલો એક માંહાંઅન ઈસુ હારો કોએહ.
6 બીજો એક આરામોઅ દીહ, ઈસુ યેહુદહ્યોંઅ એક ભોક્તી મોંડોળોઅ કોઅમે જાયન તાંહીં ઉપદેસ આપત્નું. તાંહીં એક એંહડો માંહુંઅ આથો કા, જીયાઅ જોમણો આથો લોખવુ વેઅ ગોયનું. 7 નીયોમ હીકવુઅનારા થોળાક લોક ઓનો બીજા ફોરોસી લોક તાંહીં આથા તે, ઈસુપોઅ ગુનું થોવાઅન કાંય બી બાનો હોદી રેયના. તીંહીંઅ લીદો, તે તીયાપોઅ નોજોર રાખત્ના કા, આરામોઅ દીહ તો તીયો માંહાંઅન હારો કોએહ કા નાંહ. જો તો તીયાન હારો કોએ તા આરામોઅ દીહ નેંય પાલાઅન બાબોતોમ તે તીયાપોઅ ગુનું થોવી સેકે. 8 પોન તે જો વીચાર કોઅત્ના તો ઈસુ જાંઈ ગોયુ. એટલે, તીયા તીયો લોખવાવાલો માંહાંઅન આખ્યો, “આંહીં આવ ઓનો બાદે હેઈ સેકે એંહડો જાગો ઉબુ રે!” એટલે, તીયો માંઅહાં તેવ કોઅયો. 9 હાતીઅ ઈસુ તીયો ધારમીક આગેવાનહોંન ફુચ્યો, “માંય તુમહાંન એક સોવાલ ફુચોંહ. આરામોઅ દીહ કોડાઅ ભોલો કોઆંન આપોઅ નીયોમો પોરમાણો બોરાબોર આહાય કા નુકસાન કોઆંન? તો દીહ કોડાઅ જીવ બોચાવનુંઅ તો બોરાબોર આહાય, કા તીયાન હારો કોઆંન ના પાળીન તીયાન મોઆંન દેયન, તીયાઅ જીવોઅ નાસ કોઅનુંઅ તો?” 10 હાતીઅ ઈસુ તીયાઅ ચારુવેલ બોઠનો લોકહોંપોઅ નોજોર ટાકીન તીયો લોખવાવાલો માંહાંઅન આખ્યો, “તોઅ આથ લાંબુ કોઅ!” તાંહાંઅ તીયો માંઅહાં પોતાઅ આથ લાંબુ કોઅયુ, ઓનો તો આથ ફાચુ હારુ વેઅ ગોયુ. 11 પોન હોલા ધારમીક આગેવાન તા ભારી ઝાંજવાય ગોયા, ઓનો તીંયહાં એક બીજાઅરી ચારચા કોઅયી , “ઈસુન પોતાવી ટાકાઅન આપુ કાય કોઅજી?”
ઈસુ બાર ખાસ ખોબર્યોહોંન નીમેહ
12 તીયો દીહોહોંમ એક વોખોત, પોરમીહેરોન ઓરોજ કોઆંન ખાતોર ઈસુ એક ડોગર્યોપોઅ ગોયુ. તાંહીં તીયા પોરમીહેરોન ઓરોજ કોઅતા-કોઅતા એક આખુ રાત કાડી. 13 દીહ ઉગ્યુ તાંહાંઅ, તીયા પોતાઅ ચેલહાંન હાદયા, ઓનો તીંયહાંમ રેખ બાર માટહ્યોંન પોસોંદ કોઅયા, ઓનો તીંયહાંઅ “ખાસ ખોબરી”નામ પાળ્યો. તીંયહાંઅ નામે આય આહાય: 14 સીમોન જીયાઅ નામ ઈસુ “પીતોર“ પાળનો તો, સીમોનોઅ પાવોહ આંદરીયા, યાકોબ, યોહાન, ફીલીપ, બારથોલોમી, 15 માથી, થોમા, આલફયોઅ પોયોર યાકોબ, સીમોન જો રોમ સારકારોઅ વીરુદ કોઅનાર્યો ટુકળ્યો વેઅનું આથુ તો, 16 યાકોબોઅ પોયોર યેહુદા, ઓનો કેરીયોત ગામોઅ યેહુદા જીયા ઈસુન તેઆવી દેદનું તો.
ઈસુ ઉપદેસ આપેહ ઓનો માંદહાંન હારે કોએહ.
(માથી 4:23-25)
17 બાર ખાસ ખોબર્યોહોંઅરી ઈસુ ડોગર્યોપોઅ રેખ ઉતર્યુ , ઓનો તીયાઅ બીજો ઘોણો ચેલહાંઅરી એક હારકો જાગો ઉબુ રેયુ. તાંહીં બીજેબી ભારી માંહેંઅ આથે. તે યેરુસાલેમ રેખ, ઓનો યેહુદીયા જીલ્લાઅ બીજો બાદો જાગહાંમ રેખ, ઓનો દોરીયાઅ તોળીપોઅરો તુર ઓનો સીદોન સેરહોંમ રેખ આલને. 18 તે ઈસુઅ ઉપદેસ ઉનાઆંન ઓનો તીંયહાંઅ માંદવાળહીંમ રેખ હારે વેઆંન આલને. ઓનો પુત લાગના તીંહીંઅ લીદો જે દુખી આથે તીંયહાંમ રેખ ઈસુ પુતહોંન બી કાડયા.
19 ઓનો હારે વેઆંન માટો બાદેજ માંહેંઅ તીયાન ઓળકાઅન મોથત્ને. કાંહાંનકા, તીયામ રેખ તાકોત નીંગત્ની ઓનો તીંહીં કોઈન તો તીંયહાંન બાદહાંન હારે કોઅત્નું.
આત્મીક સુખ ઓનો આત્મીક નાસ
(માથી 5:1-12)
20 ઈસુ તીયાઅ ચેલહાંઅ વેલ હેઈન આખ્યો, “ઓ પોતાઅ જીવોનહોંમ આત્મીક બાબોતહીંઅ જુરુલ આહાય તો જાંઅનારહાં, પોરમીહેરોઅ નોજરોમ તુમું ભારી સુખી આહાય! પોરમીહેર તુમાંઅ જીવોનહોંમ રાજ કોઈન તુમહાંન આસીરવાદ આપીઅ. 21 પોરમીહેરોપોઅ રેખ ચીજી મેલવાઅન જુરુલ આહાય તો જાંઅનારહાં, તુમું ભારી સુખી આહાય! પોરમીહેર તુમહાંન તો જોતોહ જોજવે, તોતોહ આપીઅ. ઓ આમુ પાપોઅ લીદો રોળનારહાં, પોરમીહેરોઅ નોજરોમ તુમું ભારી સુખી આહાય! કાંહાંનકા, ફાચલાઅ રેખ તુમું ઓહાહા. 22 તુમું માંહાંઅ પોયોરોઅ, એટલે માંઅ ચેલે આહાય તીંહીંઅ લીદો, બીજે માંહેંઅ જેંહડામ તુમહાંન નોફરોત કોએ, ઓનો તીંયહાંઅ મોંડોળહોંમ રેખ તુમહાંન કાડી થોવે, ઓનો તુમાંઅ નીંદા કોએ ઓનો તુમું ખારાબ આહાય એવ આખે, તાંહાંઅ પોરમીહેરોઅ નોજરોમ તુમું ભારી સુખી આહાય!
23 “તેંહડો બોંણે તેંહડામ, તુમું આનાન કોઆ! ઓં, ખુસાલ્યોમ આવીન નાચા! કાંહાંનકા, તીયો ઓનુભોવોઅ લીદો પોરમીહેર તુમહાંન હોરગોમ મોડુ બોદલુ આપીઅ. જેંહડામ તે તુમાંઅરી એવ કોઈન વોરતે તાંહાંઅ, ઈં સાબીત વેહે કા, તુમું પોરમીહેરોઅ સેવોક આહાય. કાંહાંનકા, તીયો લોકહોંઅ આગલેઅ ડાયે બી પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારો જુનો જોમાનાઅ લોકહોંઅરી એવુજ કોઈન વોરતુઅને. કેવકા, તે સેવોક ઈમાનદાર રીતો પોરમીહેરોઅ સેવા કોઅત્ના.
24 “પોન ઓ માલદારહોં, તુમહાંન હાય-હાય! તુમહાંન જો સુખ મીલ્યોહ તોજ તુમાંઅ બોદલુ આહાય.
25 “તારાયન ડેરકાઅ ખાનારહાં, તુમહાંન હાય-હાય! તુમહાંન આત્મીક બાબોતહીંઅ ખોટ પોળીઅ.
આમુ ઓહનારહાં, તુમહાંન હાય-હાય! તુમાંઅ રોળાઅન વારી આવીઅ.
26 “જેંહડામ બાદે માંહેંઅ તુમાંઅ ગુણ ગાયે તાંહાંઅ, હોમજી જાયા કા તુમું હોકીકોતોમ પોરમીહેરોઅ સેવોક નાંહ, ઓનો તુમું નોરકોમ ભારી દુખ ભોગવાહા! કાંહાંનકા, તીંયહાંઅ નો તુમાંઅ આગલોઅ ડાયહાં બી, પોતાન પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારા આહાય એવ ઝુટ્યો રીતો આખાવનારહાંઅ ગુણ એવુજ કોઈન ગાયના.
દુસમાનહોંપોઅ બી માયા રાખા!
27 “પોન માંઅ ગોઠી ઉનાઅનારો તુમહાંન માંય આખોંહ, તુમું તુમાંઅ દુસમાનહોંપોઅ બી માયા રાખા, ઓનો તુમહાંન નોફરોત કોઅનારહાંઅ બી ભોલો કોઆ! 28 તુમહાંન હારાપ આપનારહાંઅ સુખ-સાંત્યોઅ માટો પોરમીહેરોન ઓરોજ કોઆ! ઓનો તુમાંઅરી ખારાબ રીતો વોરતુઅનારહાંઅ ભોલાયોઅ માટો બી પોરમીહેરોન ઓરોજ કોઆ. 29 જો કોડો તોઅ એક ગાનાળાપોઅ થાપોળ દેયન તોઅ ઓપમાન કોએ તા, તીયાન તોઅ બીજો ગાનાળાપોઅ બી થાપોળ દેઆંન દે! ઓનો જો કોડો ઓનુત્યો રીતો તોઅ ઉપરુઅ કોટ બુઅચી નેય તા, તીયાન તોઅ ડોગનો બી નેઅ નેઆંન દે! 30 તોઅપોઅ જો આહાય તો તોઅપોઅ માગનારો કોડાન બી તો તું આપ; ઓનો કોડો બી તોઅપોઅ રેખ તોઅ ચીજી નેઅ નેય તાંહાંઅ, તું તે ફાચુ નોખુ માગતુ! 31 બીજે માંહેંઅ તુમાંઅરી જેવી રીતો વોરતે એવ તુમું મોરજી રાખતે વેય, તેવીજ રીતો તુમું બી તીંયહાંઅરી વોરતા!
32 “તુમાંપોઅ માયા રાખનારહાંપોઅ ઓતીહજ તુમું માયા રાખા તા, તીંહીંઅ માટો તુમહાંન પોરમીહેર કાંહાંન આસીરવાદ આપે? એવ તા પાપી માંહેંઅ બી, તીંયહાંપોઅ માયા રાખનારહાંપોઅ માયા રાખતેહજ. 33 ઓનો તુમાંઅ ભોલો કોઅનારહાંઅ ઓતોહજ તુમું ભાલો કોઆ તા, તીંહીંઅ માટો તુમહાંન પોરમીહેર કાંહાંન આસીરવાદ આપે? એવ તા પાપી માંહેંઅ બી, તીંયહાંઅ ભોલો કોઅનારહાંઅ ભોલો કોઅતેહજ. 34 ઓનો ઉસનો નેદનો ફાચો આપી સેક્તેહ એંહડો માંહાંહાંન ઓતોહજ તુમું ઉસનો આપા તા, તીંહીંઅ માટો પોરમીહેર તુમહાંન કાંહાંન આસીરવાદ આપે ? એવ તા પાપી માંહેંઅ બી, આપનો ઉસનો ફાચો મેલવાઅન માટો બીજો પાપહ્યોંન ઉસનો આપતેહજ. 35 પોન તીંહીંઅ બોદલો તુમું તુમાંઅ દુસમાનહોંપોઅ બી માયા રાખા ઓનો તીંયહાંઅ બી ભોલો કોઆ! ઓનો ઉસનો આપનો ફાચો મેલવાઅન આસા રાખ્યા વોગોર ઉસનો આપા! તાંહાંઅજ પોરમીહેર તુમહાંન મોડો ઈનામ આપીઅ. ઓનો ઈંહીં કોઈન ઈં દેખાય આવીઅ કા, તુમું ખોરેખોર હોરગોમ રેનારો પોરમીહેરોઅ પોયરે આહાય. ઈયાદ રાખા કા, તો તા તીયાઅ આબાર નેંય માનનારો ઓનો ખારાબ માંહાંહાંપોઅ બી દાયા કોએહ. 36 તીંહીંઅ લીદો, જેવ તુમાંઅ પોરમીહેર બાહકુ લોકહોંપોઅ દાયા કોએહ, તેવુજ તુમું બી તીંયહાંપોઅ દાયા કોઆ!
બીજહાંઅ નીયાય કોઆંન બાબોતોમ
(માથી 7:1-5)
37 “તુમું ઓનુત્યો રીતો બીજહાંઅ કામહોંઅ નીયાય કોઈન તે કામે ખોટે આહાય એવ આખહા મા! તાંહાંઅ પોરમીહેર બી ઓનુત્યો રીતો તુમાંઅ કામહોંઅ નીયાય કોઈન તે ખોટે આહાય એવ નેંય આખે. તુમું બીજહાંન માફી આપા, ઓનો તાંહાંઅ પોરમીહેર બી તુમહાંન માફી આપીઅ. 38 બીજહાંન જો જુરલ આહાય તો સુટો આથો તીંયહાંન આપા! તીંહીંઅ પોરીણામો, પોરમીહેર બી, તુમહાંન જો જુરલ આહાય તો સુટો આથો તુમહાંન આપીઅ. સુટો આથો બીજહાંન આપતા તુમહાંન દેખીન પોરમીહેર બી તુમહાંન પુરો માપો, દાબી-દાબીન ઓનો હીગાટીન તુમાંઅ ફાઅતુઅનો પોતળામ ઠાનવી આપીઅ. જીયો માપો માપીન તુમું બીજહાંન આપતેહ તીયો માપો માપીન પોરમીહેર બી તુમહાંન આપીઅ.
39 હાતીઅ, તીંયહાંઅ તા યેહુદી ધોરમોઅ આગેવાનહોંઅ ગાંઉં નેંય, પોન તીયાઅ ગાંઉં બોંણનુંઅ જોજ્વે તો દેખાવાઅન ઈસુ તીંયહાંન એક દાખલુ આપ્યુ: “એક આંદલો માંહુંઅ બીજો આંદલાન દોરી નાંહ સેકતો. જો તો દોરી જાય તા, બેનું ખાડામ પોળીઅ. કેવકા, વાટીમ કાય આહાય તીંહીંઅ તીંયહાંન બેનહુંન ખોબોર નાંહ. 40 ચેલુ તીયાઅ ગુરુ કોઅતા મોડુ નાંહ. પોન પોતાઅ તાલીમ પુરી કોઈઅ તાંહાંઅ, તો તીયાઅ ગુરુઅ ગાંઉં બોંણીઅ. તીંહીંઅ લીદો, માંય જેવ બીજહાંઅ નીયાય કોઓંહ તીંહીં સીવાય બીજો રીતો તુમાંઅ બીજહાંઅ નીયાય નેંય કોઅનુંઅ જોજવે.
41 જેંહડામ આપહોંન આપોઅ પોતાઅ ભુલહીંઅ ભાન નાંહ, તેંહડામ આપોઅ બીજહાંઅ ભુલ નેંય કાડનુંઅ જોજવે તો દેખાવાઅન, ઈસુ તીંયહાંન આખ્યો, “તોઅ પાવહોઅ ડોંઆં વેઅનો ચીંણો કુટારો બી તુંન દેખાઅહે, પોન તોઅ ડોંઆં વેઅની મોડી પાટળી તુંન કાંહાંન નાંહ દેખાઅતી? 42 તોઅ પોતાઅ જીવોનોમુજ ભારી મોડી ભુલ આહાય તે તું નાંહ હેઅતુ તાંહાંઅ, “દાદા, તોઅ જીવોનો વેઅની એકદોમ હાન્ની ભુલ માંય સુદારી આપોં’ એવ તોઅ પાવહોન આખાઅન તુંન કાય હોક આહાય? ઓ ઢોંગી! પેલ્લાઅ તું પોતાઅ જીવોનો વેઅની ભારી મોડી ભુલ સુદારીન હાતીઅ, તોઅ પાવહોઅ જીવોનો વેઅની એકદોમ હાન્ની ભુલ સુદારાઅન મોથેઅ! તાંહાંઅ બીજહાંઅ જીવોનો વેઅન્યો ભુલીઅ રુપ તું હારી રીતો હોમજી જાહો.
જેંહડો ચાળ તેંહડો ફોલ
43 “માંહેંઅ તા ચાળહોંઅ ગાંઉં આહાય. કોન્નો બી મીઠો ચાળોઅ માણો ફોલ નાંહ આવતો, ઓનો કોન્નો બી માણો ચાળોઅ મીઠો ફોલ નાંહ આવતો. 44 દોરેક ચાળ હારો આહાય કા માણો આહાય તો, તીયાઅ ફોલોપોઅ રેખ ઓઅખાઅહે. તેવુજ કોઈન, માંહુંઅ હારો આહાય કા ખારાબ તો, તુમું તીયાઅ જીવોન હેઈન પારખી સેક્તેહ. કાટાલો સેકરાહાંપોઅ રેખ તુમહાંન ઓંજીર નાંહ મીલતા, ઓનો થેવરાહાંઅ સેકરાહાંપોઅ રેખ દારાખ નાંહ મીલતી. 45 તેવુજ કોઈન, હારો માંહુંઅ હાર્યા બાબોતી બોનેહ ઓનો હારે કામે કોએહ. પોન ખારાબ માંહુંઅ ખારાબ બાબોતી બોનેહ ઓનો ખારાબ કામે કોએહ. કાંહાંનકા, માંહાંઅ મોનોમ જેંહડા વીચાર પોઅના આહાય તીંહીં પોરમાણોજ તો માંહુંઅ હાર્યા બાબોતી કા ખારાબ બાબોતી બોનેહ.
કોઅ બાંદનારે બેન માંહેંઅ
(માથી 7:24-27)
46 “ચાકોરહોંઅ તા તીંયહાંઅ માલીખ જો કોઆંન આખે તોજ કોઅનુંઅ જોજ્વે! તાંહાંઅ માંન તુમું “માલીખ-માલીખ’ આખતેહ, પોન માંય જો કોઆંન આખોંહ તો તુમું કાંહાંન નાંહ કોઅતે? 47 જો માંહુંઅ માંઅહીં આવીન માંઅ ગોઠી ઉનાઅહે ઓનો તીંહીં પોરમાણો ચાનેહ, તો કોડાઅ ગાંઉં આહાય તો માંય તુમહાંન આય દાખલા કોઈન હોમજાવોંહ, 48 તો એંહડો માંહાંઅ ગાંઉં આહાય કા, જીયા ઉંડુ પાયુ ખોદીન ખોળકાપોઅ પાયુ ટાકીન કોઅ બાંદયો. રેન આલી તાંહાંઅ પાંઈં તીયો કોઓઅરી આથળાઅયો, પોન તો તીયો કોઓન આનવી બી નેંય સેક્યો; કાંહાંનકા તો ઉંડો પાયાપોઅ હારી રીતો બાંદાઅનો આથો. 49 પોન જો માંહુંઅ માંઅ ગોઠી ઉનાયન તીંહીં પોરમાણો નાંહ ચાનતો, તો એંહડો માંહાંઅ ગાંઉં આહાય કા, જીયા પાયુ ટાક્યા વોગોરુજ પુંયોંપોઅ કોઅ બાંદયો. રેનીઅ પાંઈં તીયો કોઓઅરી આથળાઅયો તાંહાંઅ, તો કોઅ તુરુતુજ પોળી ગોયો, ઓનો આખો બાદો ખાલાસ વેઅ ગોયો.