17
બીજહાંન પાપ કોઆવાઅન બાબોતોમ
(માથી 18:6-7, 21-22; માર્ક 9:42)
1 એક દીહ, ઈસુ તીયાઅ ચેલહાંન આખ્યો, “બીજો લોકહોંન પાપ કોઆવે એંહડ્યા બાબોતી તા નોક્કીજ રેનાયાર્જ આહાય. પોન જોબી માંહુંઅ બીજહાંન પાપ કોઆવેહ, તીયો માંહાંઅ નાસ વેઈ. 2 માંઅપોઅ વીસવાહ રાખનારો આયહાં વેઅનો કોડાન બી તો પાપ કોઆવીઅ તા, પોરમીહેરોપોઅ રેખ તીયાન જે ભારી આકરી સીકસા મીલીઅ, તે તો ભોગવે તીંહીં કોઅતા, માંહેંઅ તીયાઅ ગોલામ મોડયો કોઅટ્યોઅ પુળ બાંદીન તીયાન દોરીયામ ફેટ ટાકે, તો તીયાઅ માટો વાદારુ હારો વેઈ. 3 તીંહીંઅ લીદો, ચેતીન રેજા કા કોડાન બી તુમું પાપ નેંય કોઆવા.
બીજહાંન માફ કોઆંન બાબોતોમ ઉપદેસ
“જો તોઅ આર્યોઅ પાવોહ-બોંઅયોંહોંમ રેખ એક જાંઅ તોઅ વીરુદ પાપ કોએ તા, તીયાન ઠોપકુ આપ, ઓનો જો તો તીયો પાપોઅ લીદો દુખી વેયન માફી માગે તા, તીયાન માફ કોઅ. 4 જો તો એક દીહોમ તોઅ વીરુદ હાંત વોખોત પાપ કોએ ઓનો હાંત વોખોત તોઅહીં આવીન, “માંય માંઅ પાપોઅ લીદો દુખી વેહોં; માંન માફ કોઅજો!’ એવ આખે તા, તોઅ તીયાન માફ કોઅયાજ કોઅનુંઅ જોજવે.”
વીસવાહોઅ બાબોતોમ ઉપદેસ
5 એક દીહ, માલીખ ઈસુઅ ખાસ ખોબર્યોહોં તીયાન આખ્યો, “પોરમીહેરોપોઅ આમું પાકુ વીસવાહ રાખી સેકજી તીંહીંઅ માટો આમહાંન મોદોદ કોઅ!”
6 તાંહાંઅ માલીખો તીંયહાંન આખ્યો, “રાયોઅ બીયારુ ચીણું આહાય તેબી, ઉગીન તો વાદતા-વાદતા મોડો ચાળોઅ ગાંઉં બોંણી જાહે. તેવુજ કોઈન જો તુમું હાચ્યો રીતો પોરમીહેરોઅ તાકોતો પોઅ વાદારુ નો વાદારુ વીસવાહ રાખા તા, તુમું ભારી મોડે કામે કોઈ સેકહા. દાખલા તોરીકો, તુમું આય ઉંબરોઅ ચાળોન હુકોમ કોઈ સેકહા , “આંહીં રેઅખો ઉપટાયન દોરીયામ રુપાય જો!’ ઓનો તો તુમાંઅ ગોઠ માનીન દોરીયામ રુપાય જાઈ.”
એક ચાકોરોઅ ફોરોજ
7 બોદ આપાઅન ચાલુ રાખતા ઈસુ આખ્યો, “ધારા કા, તુમહાંમ રેખ એકાઅ ચાકોર તુમાંઅ ખેત ખેળીન કા ઘેટે ચારીન ખેત રેખ કોઅ આવે તેંહડામ, “તું આમુ આવ ઓનો માંડુ ખાઆંન બોહ!’ એવ તું તીયો ચાકોરોન નોક્કીજ નેંય આખહો. 8 ઉલટો તું તા એવ આખહો , “માંઅ માટો માંડુ બોંણાવ! હાતીઅ માંય ખાય-પી રેમ તાંઉં તોઅ કોંબોર બાંદીન માંઅ વાટુ કોઅ! હાતીઅ તું ખાય સેકો.’ 9 ઓનો તીયો ચાકોરો તોઅ આખનો માન્યો તીંહીંઅ લીદો, તું નોક્કીજ તીયાઅ આબાર નેંય માનો. 10 તેવુજ કોઈન, પોરમીહેરો તુમહાંન જો કોઆંન આખ્યોહ, તો બાદો કોઈન હાતીઅ તુમાંઅ એવ આખનુંઅ જોજવે , “આમું તા ખાલી ચાકોરુજ આહાય, ઓનો કોય બી ખાસ સાબાસ્યોઅ આમું લાયોક નાંહ. પોરમીહેરો આમહાંન જો કોઆંન આખ્યોહ તો એખનોજ આમહાં કોઅયોહ.”’
દોહ મોડો દુખો વાલહાંન ઈસુ હારા કોએહ
11 પોતાઅ ચેલહાંઅરી યેરુસાલેમ સેરોઅ વેલ જાતા, ઈસુ સામારીયા ઓનો ગાલીલ વોસતારહોંઅ વીચમુરોઅ હીમાળાપોઅ રેયન જાત્નું. 12 તો એક ગામોમ વીઠુ તાંહાંઅ, તીયાન દોહ મોડો દુખોવાલે મીલ્યે. મોડો દુખોવાલે માંહેંઅ હારો માંહાંઅ પાહો નેંય આવી સેકે એંહડો નીયોમોઅ લીદો તીંયહાં સેટો ઉબે રેયન, 13 બોમનીન આખ્યો, “ઓ ઈસુ, ઓ ગુરુજી, આમાંપોઅ દાયા કોઈન આમહાંન હારા કોઅ!”
14 તીંયહાંન દેખીન ઈસુ તીંયહાંન આખ્યો, “મોસેઅ નીયોમોમ લેખ્યા પોરમાણો, પુંજારહાંઅહીં જાયા, ઓનો પોતાન તીંયહાંન દેખાવજા, ઈંહીંઅ ખાતોર કા તે તુમું હારા વેયાહ તો નોક્કી કોઈ સેકે, ઓનો તો બીજો લોકહોંન જાહેર કોએ.” વાટો જાતા-જાતા ઈસુ તીંયહાંઅ મોડો દુખ મોટાવી દેદો. 15 તે બાદા જાંઈ ગોયા કા ઈસુ તીંયહાંઅ મોડો દુખ મોટાવી દેદો. પોન એકુજ માંહુંઅ, પોતો હારો વેઅ ગોયોહ તો જાંઈંન, તુરુતુજ ફાચો ફીર્યો નો બોમનીન પોરમીહેરોઅ ગુણ ગાયતો ઈસુઅહીં આલો, 16 ઓનો ઈસુઅ પાગો પોળીન તીયા ઈસુઅ આબાર માન્યુ. તો માંહુંઅ યેહુદી નોખો, પોન સામારીયા વીસતારોઅ આથો. 17 તાંહાંઅ ઈસુ તીયાઅ ગોઠ ઉનાઅનારહાંન આખ્યો, “હારા તા માંયોં દોહ માટહ્યોંન કોઅના, તાંહાંઅ બીજા નોવ માટહ્યોંઅ બી પોરમીહેરોઅ ગુણ ગાયાઅન ફાચા આવાઅન જોજવુઅત્નો. 18 પોન આય કોતીહ નોવાયોઅ ગોઠ આહાય કા, પોરમીહેરોઅ આબાર માનાઅન માટો આય બીજો જાતીઅ માંહુંઅ એખનોજ આલોહ! 19 હાતીઅ ઈસુ તીયો સામારીયા વીસતારોઅ માંહાંઅન આખ્યો, “ઉઠીન પોતાઅ વાટો જો! તુંયોં માંઅપોઅ વીસવાહ રાખ્યુહ, તીંહીંઅ લીદો માંયોં તુંન હારુ કોઅયુહ. ઓનો માંયોં તુંન તોઅ પાપહોંઅ સીકસામ રેખ બી બોચાવી નેદુહ.”
પોરમીહેરોઅ આવનારો રાજ
(માથી 24:23-28, 37-41)
20 એક દીહ થોળોક ફોરોસહ્યોં ઈસુન ફુચ્યો, “ કોંહડામ પોરમીહેર રાજ કોઆંન માટો પોતાઅ નીમનો ખાસ રાજાન મોકનીઅ?” તાંહાંઅ ઈસુ તીંયહાંન જોવાબ આપ્યુ, “પોરમીહેર રાજ કોઈઅ તો, માંહેંઅ હેઈ સેકે એંહડો કાંય બી નેંય રેઈ. 21 ઓનો માંહેંઅ એવ નેંય આખી સેકે , “હેઆ, આંહીં પોરમીહેરો રાજ કોઆંન ચાલુ કોઅયોહ’ , “હોલાઅહીં પોરમીહેરો રાજ કોઆંન ચાલુ કોઅયોહ.’ કાંહાંનકા, પોરમીહેરો તા એખુંવારોઅ લોકહોંઅ મોનહોંમ રાજ કોઆંન ચાલુ કોઈ દેદોહ.”
ઈસુ ફાચુ આવીઅ તીંહીંઅ બાબોતોમ
22 હાતીઅ ઈસુ પોતાઅ ચેલહાંન આખ્યો, “ભારી મુસકુલ્યોઅ સોમોય ભોવીસોમ આવીઅ. તેંહડામ તુમું હોરગોમ રેખ આલનો માંઅરી એટલે માંઅરી એખું તેબી દીહ તેબી રેઆંન ઘોણી મોરજી રાખહા. પોન તીયો વોખોત તુમું માંન હેઈ નેંય સેકહા.23 ઓનો તેંહડામ થોળાક લોક તુમહાંન આખીઅ, “માંહાંઅ પોયોર એટલે માંય ફોલાણો જાગો આહાય’ કા “તો આંહીં આહાય’. તાંહાંઅ તુમું તીંયહાંઅ ગોઠ નોખા માનતા. ઓનો તીંયહાંઅ ચેલા બી નોખા બોંણતા.24 ઈં માંય તુમહાંન ઈંહીંઅ લીદો આખોંહ, હોરગોમ રેખ આલનું માંય જેંહડામ ફાચુ આવહીં તેંહડામ, બાદે માંહેંઅ માંન હેઈઅ. જેવ કોઈન વીજ એક્કુલીજ બાદહાંઅ દેખતા વીજલેહ ઓનો જુગીઅ નો તોરત્યોઅ બાદયો વેલ ઉજવોળ કોઈ દેહે, તેવુજ કોઈન માંય એક્કુલુજ બાદહાંઅ દેખતા પોરગોટ વેહીં.25 પોન આય બાદો વેતા પેલ્લાઅ, માંઅ ભારી દુખે વેઠનુંઅ પોળીઅ, ઓનો માંઅ ચોમોત્કાર હેઈન બી માંઅપોઅ વીસવાહ નેંય કોઅનારે માંહેંઅ, માંન ખ્રીસ્ત તોરીકો નેંય માનીઅ.26 જેવ જુનો જોમાનામ નુહોઅ વોખોત રેન આલની તીંહીંઅ પેલ્લાઅ, માંહેંઅ રેનીઅ વીચાર કોઅયા વોગોર રેત્ને, તેવુજ માંહાંઅ પોયોર એટલે માંય ફાચુ આવહીં તેંહડામ બી, માંહેંઅ માંઅ આવાઅન દીહોઅ વીચાર કોઅયા વોગોર રેઈ.27 નુહ પોતાઅ કોઅરાહાંઅરી ઝાજોમ ચોળી ગોયુ, ઓનો રેનીઅ પાંઅયોં બીજો બાદો લોકહોંન તાંઈં જાયન માઈ ટાક્યા તો દીહ લોગોઅ, તે બાદા રેનીઅ વીચાર કોઅયા વોગોર, કાયોમ જેવ કોઅત્ના તેવ ખાત્ના-પીત્ના ઓનો વોરાળે કોઈ આપત્ના નો વોરાળે કોઈ દાવત્ના.28 જુનો જોમાનામ લોતોઅ વોખોત જેવ સોદોમ સેરોઅ બાદે માંહેંઅ, આવનારો પોતાઅ નાસોઅ વીચાર કોઅયા વોગોર, કાયોમોઅ જેંહડે ખાત્ને-પીત્ને, વેચાઅતો નેત્ને ઓનો આપત્ને, ઓનો ખેતી કોઅત્ને નો કોએ બાંદત્ને, તેવુજ માંય ફાચુ આવહીં તેંહડામ બી, માંહેંઅ માંઅ આવાઅન દીહોઅ વીચાર કોઅયા વોગોર રેઈ.29 પોન જો દીહ લોત પોતાઅ કોઅરાહાંઅરી સોદોમ સેરોમ રેખ નીંગ્યુ, તો દીહ પોરમીહેરો જુગીમ રેખ આગ ઓનો બોલતી ગોંદરોખ પાળીન સોદોમોઅ બીજો બાદો લોકહોંઅ નાસ કોઅયુ.30 તેવુજ માંહાંઅ પોયોર એટલે માંય પોરગોટ વેહીં તો દીહ લોગોઅ, માંહેંઅ પોતાઅ જીવોન કાયોમોઅ જેંહડો ચાનવ્યા કોઈઅ ઓનો તીયો દીહોઅ માટો તીયાર નેંય રેઈ.”
31 ઈસુ પોતાઅ ગોઠ ચાલુ રાખતા આખ્યો, “ભોવીસોમ તીયો વોખોત, જોબી પોતાઅ કોઓઅ બારો વેય ઓનો તીયાઅ સામાન આજી કોઅમેજ વેય, તીયાઅ તે નેઆંન કોઅમે નેંય જાનુંઅ, પોન ઉલટો, યેરુસાલેમોઅ આવનારો નાસોમ રેખ બોચાઅન માટો એક સોલામોતોવાલો જાગો તીયાઅ નાહનુંઅ જોજવે. ઓનો તેવુજ જો પોતાઅ ખેત વેય, તીયાઅ બી કાંય નેઆંન ફાચો કોઅ નેંય આવનુંઅ પોન ઉલટો, પોતાઅ જીવ બોચાવાઅન ખાતોર એક સાલામો તોઅ જાગો નાહી જાનુંઅ જોજવે. 32 લોતોઅ થેઈન કાય વેયનો તો ઈયાદ કોઆ! તીયો આગીમ બોલનારો પોતાઅ માલ-મીલકોતહીંઅ વીચારોમ પોળીન તે પોતો નેંય નાઠી, પોન તે ફાચી ફીરી તીંહીંઅ લીદો, તીયોઅ બી નાસ વેયુ. 33 જે માંહેંઅ આય તોરત્યો વેઅનો પોતાઅ જીવોનોન ભારી વાલો ગોંણતેહ, ઓનો માંઅ ચેલે બોંણાઅન ના પાળતેહ, તે કાયોમોઅ માટો હોરગોમ નેંયજ જીવીઅ. પોન જે માંહેંઅ આય તોરત્યો વેઅનો પોતાઅ જીવોનોન વાલો નાંહ ગોંણતે, પોન માંઅ ચેલે બોંણાઅન માટો મોઆંન બી રાજી-ખુસી તીયાર વેતેહ, તે કાયોમોઅ માટો હોરગોમ જીવીઅજ. 34 માંય તુમહાંન આખોંહ, માંય ફાચુ આવહીં તીયો વોખોત, રાતી બેન માંહેંઅ એકુજ ફાતાર્યોમ હુવતે વેય, ઓનો તીંયહાં વેઅનો એક માંહાંઅન, તો હોરગોમ માંઅ આરી રેય તીંહીંઅ ખાતોર, માંય નેઅ નેહીં, પોન બીજો માંહાંઅન, પોરમીહેર તીયાન સીકસા કોએ તીંહીંઅ ખાતોર, સોળી દેહીં. 35 બેન થેઈ એકુજ કોઅટયો દોઅત્યા વેય, ઓનો તીંયહોં વેઅન્યો એક થેઈન, તે હોરગોમ માંઅરી રેય તીંહીંઅ ખાતોર, માંય નેઅ નેહીં, પોન બીજયો થેઈન, પોરમીહેર તીયોન સીકસા કોએ તીંહીંઅ ખાતોર, સોળી દેહીં. 36 (બેન જાંઆં ખેતોમ આરી કામ કોઅતા વેય, ઓનો તીંયહાં વેઅનો એક જાંઆંન, તો હોરગોમ માંઅરી વેય તીંહીંઅ ખાતોર, માંય નેઅ નેહીં, પોન બીજો જાંઆંન, પોરમીહેર તીયાન સીકસા કોએ તીંહીંઅ ખાતોર, સોળી દેહીં.)” 37 તાંહાંઅ ઈસુન તીયાઅ ચેલહાં ફુચ્યો, “માલીખ, તો બાદો કાંહીં બોંણીઅ?
તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “જાંહીં મોઅને ઢાંડે વેય તાંહીં ગીદળે એકઠે વેનારેજ, ઓનો તીયો ગીદળાહાંન બાદે માંહેંઅ હેઈ સેક્તેહ. તેવુજ કોઈન માંય દુન્યાઅ બાદે માંહેંઅ માંન હેઈ સેકે એવી રીતોજ ફાચુ આવહીં.”