19
ઈસુ ઓનો વેરુ ઉગરાવનારુ ઝાખેયુ
1 ઈસુ ઓનો તીયાઅ ચેલા યેરીખો સેરોમ રેયન જાત્ના. 2 તાંહીં ઝાખેયુ નામોઅ એક માટી આથુ. તો વેરુ ઉગરાવનારહાંઅ ઉપરી આથુ, ઓનો માલદાર બી આથુ. 3 તીયા ઈસુ કોડુ આહાય તો હેઆંન કોસીસ કોઅયી. પોન તો ભારી બેટકુ આથુ, ઓનો તાંહીં ઈસુઅ પાહો લોકહોંઅ ભારી ગીરદી બી આથી. તીંહીંઅ લીદો, તો તીયાન હેઈ નેંય સેક્યુ. 4 તીંહીંઅ લીદો તો, ઈસુ જીયો વાટો જાત્નું તીયો વાટો, આજી થોળોક આગલાઅ ગુગદી ગોયુ, ઓનો ઈસુન હેઆંન ખાતોર એક જોંગલી ઓંજીરોઅ ચાળોપોઅ ચોળી ગોયુ. 5 તીયો ચાળોઅ એઠા આવીન ઈસુ ઉચો હેઅયો ઓનો તીયાન આખ્યો, “ઝાખેયુ, તું હોવારુ એઠા ઉતરી આવ! કાંહાંનકા, માંય તોઅરી તોઅ કોઅ આવોં ઓનો આજ રાતી તાંહીં રેમ એંહડી પોરમીહેરોઅ મોરજી આહાય!” 6 તાંહાંઅ ઝાખેયુ હોવારુ-હોવારુ ઉતરી આલુ, ઓનો ઈસુન પોતાઅ કોઅ હાદી ગોયુ ઓનો ખુસ વેયન તીયાઅ આવકાર કોઅયુ. 7 ઈસુન ઝાખેયુઅ આરી જાતા હેઅનારો માંહાંહાં બોળ-બોળ કોઈન આખ્યો, “તો એક પાપી માંહાંઅ ગોમારુ રેઆંન એક કોઅમે વીઠુહ.” 8 તે ખાત્ના તેંહડામ, ઝાખેયુ ઉબુ ઉઠ્યુ ઓનો માલીખ ઈસુન આખ્યો, “માલીખ, માંઅ ગોઠ ઉનાઅ! માંય માંઅ મીલકોતોઅ ઓરદુ ભાગ ગોરીબ લોકહોંન આપી દેનારુ આહાય. ઓનો માંય જાંઓંહ કા, માંયોં થોળોક લોકહોંન સેતયાર્હ. તીંયહાંપોઅ રેખ તેવ માંયોં જો પાળાવી નેદોહ તો માંય તીંયહાંન ફાચુ ચાર ભાગ વાદારુ આપહીં.” 9 તાંહાંઅ ઈસુ તીયાન આખ્યો, “આજ પોરમીહેરો તુંન ઓનો તોઅ કોઅરાહાંન પાપોઅ સીકસામ રેખ બોચાવ્યેહ. કાંહાંનકા, તુંયોં બી દેખાવ્યોહ કા, તુંયોં આપોઅ આગલુઅ ડાયુ આબરાહામોઅ ગાંઉં પોરમીહેરોપોઅ વીસવાહ રાખ્યુહ. 10 ઈં ઈયાદ રાખ! માંહાંઅ પોયોર એટલે માંય, ટાકાઅનો ઘેટહાંન હોદનારો ભારવાળોઅ ગાંઉં, જે લોક પોરમીહેરો રેખ પુનવાય ગોયાહ તીંયહાંન હોદાઅન ઓનો પાપોઅ સીકસામ રેખ બોચાવાઅન આલુહ.”
હોનાઅ સીક્કાઅ બાબોતોમ દાખલુ
(માથી 25:14-30)
11 ઈસુ ઓનો તીયાઅ ચેલા યેરુસાલોમોઅ પાહો આવત્ના, ઓનો તીયાઅરી જાનારે માંહેંઅ, જીંયહાં તીયાઅ આય ગોઠી ઉનાઅયા, તે ધારત્ને કા, ઈસુ તુરુતુજ તીંયહાંઅ રાજા બોંણી જાઈ. 12 તીંહીંઅ લીદો, ઈસુ તીંયહાંન આય દાખલુ આખ્યુ: “એક ખાનદાન કુટુમોઅ માંહુંઅ, તીયાન બાદસા રાજા બોંણાવે તીંહીંઅ ખાતોર, સેટો એક દેસ જાઆંન તીયાર વેયો. હાતીઅ ફાચો આવાઅન તીયાઅ મોરજી આથી. 13 જાતા પેલ્લાઅ, તીયા પોતાઅ દોહ ચાકોરહોંન હાદીન એક-એકાન, તીન મોયનાઅ પાગારોઅ કીંમોત આવે એંહડુ હોનાઅ એક-એક સીક્કુ આપ્યુ. હાતીઅ તીયા તીંયહાંન આખ્યો, “માંય ફાચુ આવોં તાંઉં, આય સીક્કાહાં કોઈન વેપાર કોઅજા!’ હાતીઅ તો માંહુંઅ ગોયો. 14 પોન તીયાઅ સેરોઅ ઘોણે માંહેંઅ તીયાન નોફરોત કોઅત્ને. તીંહીંઅ લીદો, તીંયહાં તીયાઅ ફાચલાઅ બાદસાઅહીં થોળોક ખોબર્યોહોંન મોકનીન બાદસાન આખાવ્યો , “ઓ માંહુંઅ આમાંઅ રાજા બોંણે ઈં આમહાંન પોસોંદ નાંહ.’
15 તેબી બાદસા તીયાન રાજા બોંણાવ્યુ. હાતીઅ તો નોવુ રાજા ફાચુ આલુ. તાંહાંઅ જીયો ચાકોરહોંન તીયા હોનાઅ સીક્કા આપના, તીંયહાંન તીયા હાદાવ્યા, ઓનો તીયો સીક્કાહાંન વેપારોમ લાગવીન તીંયહાં કોતીહ-કોતીહ કામાણી કોઅયીહ તો ફુચ્યો. 16 તાંહાંઅ પેલ્લોઅ ચાકોરો તીયાઅ આગલાઅ આવીન આખ્યો, “સાહેબ, તુંયોં માંન આપનો હોનાઅ એક સીક્કા કોઈન માંય બીજા દોહ સીક્કા કામાઅયુહ.’ 17 તાંહાંઅ તીયાઅ સેટો તીયાન આખ્યો, “સાબાસ, માંઅ હારા ચાકોર! તું ભારી હાન્યો જોવાબદાર્યોમ ઈમાનદાર રેયુહ તીંહીંઅ લીદો, આમુ માંય તુંન દોહ સેરહોંઅ ઓમોલદાર બોંણાવોંહ.’ 18 બીજો ચાકોરો આવીન આખ્યો, “સાહેબ, તુંયોં માંન આપનો હોનાઅ એક સીક્કા કોઈન માંય બીજા પાંચ સીક્કા કામાઅયુહ.’ 19 તાંહાંઅ તીયાઅ સેટો તીયાન આખ્યો, “આમુ માંય તુંન પાંચ સેરહોંઅ ઓમોલદાર બોંણાવોંહ.’
20 “ઓનો તીજા આવીન આખ્યો, “સાહેબ, આય રેયુ તુંયોં માંન આપનું તો હોનાઅ સીક્કુ. માંયોં તીયાન રુંબાલીમ બાંદીન થોવી દેદનું. 21 કાંહાંનકા, તું કોળોક માંહુંઅ આહાય, ઓનો બીજહાં થોવનો નેઅ નેનારુ ઓનો બીજહાં વાવનો વાડી નેનારુ આહાય એંહડી માંન તોઅ બીખ આથી.’ 22 તાંહાંઅ તીયાઅ સેટો તીયાન આખ્યો, “ઓ ખારાબ ચાકોર! તોઅ આખન્યો ગોઠી કોઈનુંજ માંય તોઅ નીયાય કોઅહીં. માંય કોળોક માંહુંઅ આહાય, ઓનો માંય બીજહાં થોવનો નેનારુ ઓનો બીજહાં વાવનો વાડી નેનારુ આહાય તો તું જાંઅત્નું. 23 તાંહાંઅ માંઅ નાણો એખું સાવકારોઅહીં તોઅ થોવી રાખનુંઅ જોજવુઅત્નો. તાંહાંઅ ફાચુ આવીન હાતીઅ માંય તો વીયાદોઅરી મેલવી નેતુ.’
24 “હાતીઅ તીયો સેટો તાંહીં પાહો ઉબો રેયનો બીજો ચાકોરહોંન આખ્યો, “તીયાપોઅ હોનાઅ જો સીક્કુ આહાય તો નેઅ નેયા, ઓનો તો જીયાપોઅ દોહ સીક્કા આહાય તીયાન આપી દેયા.’ 25 તાંહાંઅ તીંયહાં આખ્યો, “સાહેબ. તીયાપોઅ તા પેલ્લાઅજ દોહ સીક્કા આહાયજ કને!’ 26 તાંહાંઅ તીયો રાજા તીંયહાંન આખ્યો, “માંય તુમહાંન નોકકીજ આખોંહ: જીંયહાં, માંયોં તીંયહાંન પેલ્લાઅ આપની જોવાબદારી હાર્યો રીતો પુરી કોઅયીહ ઓનો જીંહીંઅ પોરીણામો તીંયહાંપોઅ વાદારુ જોવાબદાર્યા આહાય, તીંયહાંન માંય આજી વાદારુ જોવાબદાર્યા આપહીં, પોન જીંયહાં માંયોં તીંયહાંન પેલ્લાઅ આપની જોવાબદારી હાર્યો રીતો નાંહ પુરી કોઅયી, ઓનો જીંહીંઅ પોરીણામો તીંયહાંપોઅ કાંય બી નાંહ, તીંયહાંપોઅ રેખ માંય પેલ્લાઅ આપની જોવાબદારી બી નેઅ નેહીં.’ 27 પોન માંઅ જીયો દુસમાનહોં મોરજી નોખી રાખી કા માંય તીંયહાંઅ રાજા વેમ, તીંયહાંન માંય આકરી સાજા આપહીં. તીંયહાંન આંહીં દાવા ઓનો માંઅ આગ્લાઅ તીંયહાંન માઈ ટાકા.”’
જીત મેલવુઅનો રાજાઅ ગાંઉં ઈસુ યેરુસાલેમોમ આવેહ
28 આય દાખલુ આખીન હાતીઅ, ઈસુ તીયાઅરી જાનારહાંઅ આગલાઅ યેરુસાલેમોઅ વેલ જાઆંન નીંગ્યુ. 29 ઈસુ નો તીયાઅ ચેલા બેથફાગે ઓનો બેથાની ગામહોંઅ પાહો જેતુન ચાળહોંઅ ડોગર્યો નામોઅ ડોગર્યોઅહીં આવી પોચ્યુ તાંહાંઅ, તીયા બેન ચેલહાંન એવ આખીન આગલાઅ મોકન્યા, 30 “તુમું આગલાઅ દેખાઅહે તીયો ગામોમ જાયા! ઓનો તીંહમેઅ વીહતાજ એક ગોદળાઅ બોચો બાંદનો તુમહાંન મીલીઅ. તીયાપોઅ કોય દીહ બી કોડા બી નાંહ બોઠો. તીયાન સોળીન આંહીં નેઅ આવજા! 31 ઓનો જો કોડો બી તુમહાંન ફુચે કા “તુમું ગોદળાન કાંહાંન સોળતાહ?’ તા, તીયાન આખજા , “માલીખોન તીયાઅ જુરુલ આહાય.”’
32 તાંહાંઅ તે બેનું તીયો ગામોમ ગોયા, ઓનો જેવ ઈસુ તીંયહાંન આખનો તેવુજ બાદો બોંણ્યો. 33 તે ગોદળાન સોળત્ના તાંહાંઅ, ગોદળાઅ ધોણયોહોં તીંયહાંન ફુચ્યો, “તુમું ગોદળાન કેવ સોળતાહ?”
34 તાંહાંઅ તીયો ચેલહાં આખ્યો, “માલીખોન તીયાઅ જુરુલ આહાય.” તાંહાંઅ ગોદળાઅ ધોણી માની ગોયા. 35 હાતીઅ તે બેનું ચેલા ગોદળાન ઈસુઅહીં દાલા, ઓનો તીયાપોઅ પોતાઅ પોતળે ટાકીન ઈસુન તીયાપોઅ બોહાવ્યુ. 36 ઓનો ઈસુ ગોદળાપોઅ બોહીન યેરુસાલેમોઅ વેલ જાત્નું તાંહાંઅ, તીયાન માન આપાઅન માટો લોકહોં પોતાઅ પોતળે વાટી પોઅ ફાઅત્યે.
37 ઓનો ઈસુ યેરુસાલેમોઅ પાહો જેતુન ચાળહોંઅ ડોગર્યોઅ ઉતરુઅત્યોઅહીં આવી પોચ્યુ તાંહાંઅ, તીયાઅ ચેલહાંઅ આખુ ટોલુ, તીંયહાં દેખનો ઈસુઅ ચોમોત્કારહોંઅ લીદો, ખુસ વેયન નો બોમનીન પોરમીહેરોઅ ગુણ ગાયુ ખેટ્યુ . તીંયહાં આખ્યો, 38 “માલીખોઅ તોરફયોઅ આવનારો રાજાન પોરમીહેર આસીરવાદ આપે! હોરગોમ સાંતી વેય ઓનો પોરમીહેરોઅ મોડાય વેય!”
39 તાંહાંઅ ટોલામ રેખ થોળોક ફોરોસહ્યોં ઈસુન આખ્યો, “ગુરુજી, તોઅ ચેલા એંહડ્યા ગોઠી આખતાહ તીંહીંઅ લીદો, તીંયહાંન ઠોપકુ આપ!”
40 તાંહાંઅ ઈસુ તીયો ફોરોસહ્યોંન આખ્યો, “માંય તુમહાંન આખોંહ, જો તે માંઅ ગુણ નેંય ગાયે તા, આય ઢોગળા માંઅ ગુણ ગાયાઅન ચાલુ કોઈ દેઈ.”
યેરુસાલેમોઅ ખાતોર ઈસુ રોળેહ
41 ઈસુ યેરુસાલેમોઅ પાહો આલુ તાંહાંઅ, તીયાન દેખીન તીયા રોળતા-રોળતા આખ્યો, 42 “આજ તેબી જો તું, પોરમીહેરોઅરી સાંતી કોઆંન જો જુરુલ આહાય તો જાંઅતો તા, કોંહડો હારો વેતો! પોન આમુ તા, તું તો જાંઈં નાંહ સેકતો. 43 કાંહાંનકા એંહડા દીહ આવીઅ કા તોઅ દુસમાન ચારુ વેલ રેખ પાલ બાંદીન તુંન ચેમદીઅ. 44 ઓનો ખ્રીસ્ત તોઅ મુલાકાત નેઆંન આલુહ તો વોખોત તુંયોં નાંહ પારખ્યુ તીંહીંઅ લીદો, તોઅ દુસમાન તુંન તોળી ટાકીઅ, ઓનો તોઅ માજ રેનારો બાદો લોકહોંન માઈ ટાકીઅ, ઓનો એક ઢોગળાપોઅ બીજુ ઢોગળુ નેંય રેઆંન દેઈ.”
ઈસુ મોંદીરોમ જાહે
45 હાતીઅ ઈસુ યેરુસાલેમોઅ મોંદીરોમ ગોયુ. ઓનો તાંહીં તીયા માલ વેચનારહાંન દેખ્યે ઓનો તીંયહાંન તાંહીં રેખ ઓળી કાડયે. 46 ઓનો તીયા તીંયહાંન આખ્યો, “પોવીતોર લેખાણોમ એવ લેખનો આહાય કા, પોરમીહેર આખેહ કા, “માંઅ મોંદીર એંહડુ જાગુ રેઈ કા જાંહીં માંહેંઅ પોતાઅ જુરુલહીંઅ માટો માંન ઓરોજ કોઈઅ’. પોન તુમહાં તીયાન ચોરહોંઅ દોબાઅન દોરોઅ ગાંઉં બોંણાવી દેદુહ.”