26
રાજા આગરીપ્પાઅ આગલાઅ પાવુલ પોતાઅ બોચાવ કોએહ
1 હાતીઅ રાજા આગરીપ્પા પાવુલોન આખ્યો, “પોતાઅ બોચાવોમ તું જો આખાઅન માગતુ વેય, તો આખ!” તાંહાંઅ પાવુલો પોતાઅ આથ લાંબુ કોઈન, પોતાઅ બોચાવ કોઅતા એવ આખ્યો,
2 “માહરાજ આગરીપ્પા યેહુદી આગેવાનહોં માંઅપોઅ થોવનો આય ગુનહાંઅ માંઅ બોચાવ કોઆંન તોઅ આગલાઅ, જે તોક માંન મીલીહ, તીંહીંઅ લીદો માંય પોતાન નોસીબદાર ગોંણોંહ. 3 કેવકા, માંય જાંઓંહ કા, આમાંઅ યેહુદહ્યોંઅ બાદા રીવાજ, ઓનો આમાંઅ યેહુદહ્યોંઅ-યેહુદહ્યોંઅ વીચમે જો હોમજોણોઅ ફેર આહાય, તીયો બાબોતહીંઅ તુંન ઓનુભોવ આહાય. તીંહીંઅ લીદો, મેરબાની કોઈન તું માંઅ ગોઠ ધીરોજ રાખીન ઉનાઅ!
4 “માંય હાન્નું આથુ તેંહડામ રેખુજ, એટલે કા, સુરુવાતોમ રેખુજ માંઅ પોતાઅ લોકહોંમ ઓનો યેરુસાલેમોમ માંય કેકેવ જીવત્નું તો, બાદા યેહુદી આગેવાન હારી રીતો જાંઅતાહ. 5 તે માંન પેલ્લાઅ રેખુજ હારી રીતો જાંઅતાહ કા, માંય આમાંઅ ધોરમોઅ કોળોકોમ-કોળોક, ફોરોસી પોંથોઅ માંહુંઅ તોરીકો હારો ધોરમી જીવોન જીવતુ આલુહ. તે ધારે તા, આય બાબોતીઅ તે સાક્સી આપી સેકે. 6 ઓનો આજ માંન કોરોટોમ ઈંહીંઅ ખાતોર દાલેહ કા, આમાંઅ આગલોઅ ડાયહાંન પોરમીહેરો જો વોચોન આપ્યોહ, તો, તો પુરો કોઈઅ એવ માંય આસા રાખોંહ. 7 ઈંજ વોચોન પોરમીહેર પુરો કોઈઅ એંહડી આસા રાખીન, માંઅ યેહુદી જાતીઅ બારુ કુળહોંઅ માંહેંઅ રાત-દીહ એક મોનો પોરમીહેરોઅ ભોક્તી કોઅયા કોઅતેહ. ઓનો ઓ માહરાજ! તેજ આસા માંય રાખોંહ તીંહીંઅ લીદો, યેહુદી આગેવાન માંન ગુનેગાર ગોંણતાહ. 8 ઓનો ઓ યેહુદહ્યોં! પોરમીહેર મોઅનાહાંન ફાચુ જીવતુ કોઈ સેકેહ એ ગોઠ તુમહાંન કેવ માન્યામ નાંહ આવતી? 9 પેલ્લાઅ તા માંય બી નાઝારેથોવાલો ઈસુપોઅ વીસવાહ રાખનારહાંઅ વીરુદ કોઆંન માટો, માંન જોતોહ બોંણે તોતોહ બાદો કોઈ સુટાઅનુંજ માંઅ ફોરોજ હોમજુઅત્નું. 10 એટલે, માંયોં યેરુસાલેમોમ બી તેંહડોજ કોઅનો, ઓનો મોડો પુંજારહાં માંન સોત્તા આપની તે વાપરીન, ઈસુઅ પોંથોઅ ઘોણો-ઘોણો લોકહોંન જેલીમ પુરાવના, ઓનો તીંયહાંન મોતોઅ સાજા આપાઅન બાબોતોમ માંય બી હાંજ આથુ. 11 ઘોણો વોખોત માંય યેહુદહ્યોંઅ ભોક્તી મોંડોળોઅ કોઅહોં-કોઅહોં જાયન, ઈસુઅ પોંથોઅ લોકહોંન, ઈસુઅ નાકાર કોઆવાઅન ખાતોર, તીંયહાંન સાજા કોઆવત્નું. માંન તીંયહાંપોઅ ઓત્તી બાદી ઝાંજ ચોળત્ની કા, તીંયહાંન સાજા આપાઅન માટો માંય બીજો દેસહોંઅ સેરહોંમ બી જાત્નું.
પાવુલ તીયાઅ બોદલાણોઅ બાબોતોમ આખેહ
12 “તીયોજ કામો, એક દીહ માંય યેરુસાલેમો વેઅનો મોડો પુંજારહાંપોઅ રેખ સોત્તા ઓનો હુકોમ નેયન દામાસ્કુ જાત્નું. 13 તાંહાંઅ ઓ માહરાજ, વાટો લોગ-ભોગ બોપરો, દીહોઅ ઉજવોળો કોઅતા વાદારુ ઉજવોળ જુગીમ રેખ માંઅ ઓનો માંઅ આરહ્યાંઅ ચારુ વેલ પોળ્યુ. 14 આમું બાદા પુંયોંપોઅ આસાટા પોળના, ઓનો માંયોં હીબરુ ભાસામ એક ઓવાજ એવ આખતા ઉનાઅયુ: “સાવુલ, સાવુલ, તું માંન કાંહાંન સોતાવોહ? માંઅ મોરજ્યોઅ વીરુદ લોળીન તું પોતાનુંજ નુકસાન કોઓહ!’ 15 તાંહાંઅ માંયોં ફુચ્યો, “સાહેબ, તું કોડુ આહાય?’ તાંહાંઅ માલીખો આખ્યો, “માંય ઈસુ આહાય. માંઅપોઅ વીસવાહ કોઅનારહાંન સોતાવીન તું ખોરેખોર માંનુંજ સોતાવોહ! 16 પોન આમુ તું ઉબુ ઉઠ! માંયોં તુંન માંઅ સેવોક ઓનો સાક્સી તોરીકો નીમાઅન ખાતોર તુંન દોરસોન આપ્યોહ. તુંન આમુ માંયોં જો દોરસોન આપ્યોહ, ઓનો આજી જે ઘોણે દોરસોને માંય આપનારુ આહાય, તીંહીંઅ બાબોતોમ તોઅ દુન્યાઅ લોકહોંન આખનુંઅ પોળીઅ. 17 માંય તુંન તોઅ પોતાઅ લોકહોંમ, ઓનો યેહુદી સીવાયોઅ લોકહોંમ મોકનીહીં, ઓનો માંય તુંન તીંયહાંઅ આથોમ રેખ બોચાવહીં. 18 ઓં, માંય તુંન યેહુદી સીવાયોઅ લોકહોંઅહીં મોકનીહીં, ઈંહીંઅ ખાતોર કા, તું જાયન તીંયહાંઅ આત્મીક ડોંઆં ઉગાળો, ઓનો તે માંહેંઅ આત્મીક આંદારામ રેખ આત્મીક ઉજવોળોમ આવે, ઓનો સેતાનોઅ તાકોતોમ રેખ સુટીન પોરમીહેરોઅ તાકોતોઅ ઓનુભોવ કોએ. હાતીઅ માંઅપોઅરો તીંયહાંઅ વીસવાહોઅ લીદો, તીંયહાંન પોતાઅ પાપહોંઅ માફી મીલીઅ, ઓનો પોરમીહેરોઅ પોસોંદ કોઅનો લોકહોંમ તે બી આવી જાઈ.’
પાવુલ પોતાઅ કામોઅ બાબોતોમ આખેહ
19 “તાંહાંઅ ઓ માહરાજ આગરીપ્પા, જુગીમ માંયોં દેખનો તીયો દોરસોનોમ માલીખ ઈસુ માંન જો આખનો, તીંહીં પોરમાણો કોઆંન માંય ચુકયુજ નેંય. 20 માંયોં પેલ્લાઅ દામાસ્કુ સેરો વેઅનો લોકહોંન ઉપદેસ આપ્યુ, હાતીઅ યેરુસાલેમ સેરો વેઅનો યેહુદી લોકહોંન ઉપદેસ આપ્યુ. ઓનો તેવુજ કોઈન યેહુદીયા જીલ્લાઅ યેહુદી લોકહોંન ઓનો યેહુદી સીવાયોઅ લોકહોંન બી ઉપદેસ આપ્યુ. તીંયહાંન માંયોં આખ્યો, “તુમું તુમાંઅ પાપહોંઅ લીદો દુખી વેયન તે સોળી દેયા ઓનો પોરમીહેરોઅ વાટો આવા! ઓનો હારે કામે કોઈન દેખાવા કા, તુમાંઅ જીવોન બોદલાય ગોયોહ.’ 21 માંય એંહડા ઉપદેસ આપત્નું તીંહીંઅ લીદો, થોળોક યેહુદી આગેવાનહોં યેરુસાલેમોઅ મોંદીરોમ માંન તેઅનું, ઓનો તે માંન માઈ ટાકાઅન મોથત્ના. 22 પોન પોરમીહેરો માંન બોચાવનું તીંહીંઅ લીદો, માંય હાન્નો-મોડો ઘોણો લોકહોંઅ આગલાઅ આય હોકીકોતી આખાઅન માટો આજ લોગોઅ જીવતુ આહાય. મોસે ઓનો પોરમીહેરોઅ ગોઠ આખનારો આમાંઅ બીજો બાદહાં, જો કાંય બોંણાઅન આગાહ્યા કોઅન્યા, તીંહીં સીવાય બીજો કાંય બી માંય નાંહ હીકવુઅતુ. 23 તીંયહાં એંહડી આગાહી કોઅની , “ખ્રીસ્ત દુખ વેઠીન મોઈઅ, ઓનો યેહુદહ્યોંન ઓનો જે યેહુદી નાંહ તીંયહાંન, આત્મીક ઉજવોળ મીલનારુ આહાય એંહડો જાહેર કોઆંન માટો તો મોઅનામ રેખ જીવતુ ઉઠીઅ, ઓનો એવ તો મોઅનામ રેખ જીવતો ઉઠનારહાંમ પેલ્લામ-પેલ્લુઅ બોંણીઅ.’ તીયો આગાહ્યો પોરમાણો ઈસુ મોઅયુ નો ફાચુ જીવતુ ઉઠ્યુ, ઓનો તોજ ખ્રીસ્ત આહાય!”
24 પાવુલ પોતાઅ બોચાવોમ એવ આખત્નું તાંઉંજ, ફેસ્તુ બોમનીન આખી ઉઠ્યુ, “પાવુલ, તું ગાંડુ વેઅ ગોયુહ. તું વાદારુ પોંણ્યુહ તીંહીંઅ લીદો, તોઅ મોગોજ ગોયોહ.”
25 તાંહાંઅ પાવુલો આખ્યો, “ભારી માનો વાલા ફેસ્તુ, માંય ગાંડુ નાંહ વેઅ ગોયુ. ઉલ્ટો, માંય તા હાચ્યા ઓનો ઓકલી વાલ્યા ગોઠી કોઓંહ. 26 ઓનો માહરાજ આગરીપ્પા ઈસુઅ બાબોતોમ આય બાદો હારી રીતો જાંએહ. માંય ખુલ્લો દીલોજ આખોંહ. કેવકા, માંન ખાતરી આહાય કા, આય બીનહાંઅ બાબોતોમ તીયાન બાદીજ ખોબોર આહાય. કેવકા, ઈસુન જોબી વેયો, તો બાદો ઓજાણ્યો ખુણામ નાંહ બોંણ્યો. 27 માહરાજ આગરીપ્પા, પોરમીહેરોઅ ગોઠ આખનારો જુનો જોમાનાઅ સેવોકહોંઅ લેખાણહોંન તું માનોહ કા? માંન ખાતરી આહાય કા તું તે નોક્કીજ માનોહ.”
28 તાંહાંઅ આગરીપ્પા પાવુલોન આખ્યો, “આય થોળોકુજ વોખોતોમ, તું માંન ખ્રીસ્તી બોંણાવી સેકોહ એવ તું ધારોહ કા?”
29 તાંહાંઅ પાવુલો જોવાબ આપ્યુ, “થોળોક વોખોતોમ કા વાદારુ વોખોતોમ, તીંહીંઅ કાંય વાંદુ નેંય. માંય તા પોરમીહેરોન એંહડી ઓરોજ કોઓંહ કા, તું ઓતુહજ નેંય, પોન આજ માંઅ ગોઠી ઉનાઅનારે બાદેજ, માંઅ ગાંઉં ખ્રીસ્તી બોંણી જાય. ફોકતો તે માંઅ ગાંઉં જેલીમ ઓતેહ નેંય પુરાઆંન જોજવે.” 30 હાતીઅ રાજા આગરીપ્પા, રાજપાલ ફેસ્તુ, બેરનીકે ઓનો બીજે બાદે ઉબે ઉઠીન નીંગ્યે. 31 દોરબારોમ રેખ નીંગીન તે એક-બીજાન આખત્ને, “આય માંઅહાં મોતોઅ સાજા મેલવાઅન લાયોક કા, જેલીમ પુરાઆંન લાયોક, કાંય બી નાંહ કોઅયો.” 32 આગરીપ્પા ફેસ્તુન આખ્યો, “આય માંહુંઅ બાદસાપોઅ નીકાલ નેંય માગતો તા, ઈયાન આપુ સોળી થોવતા.”