27
પાવુલ ઝાજોમ બોહીન રોમ સેરોઅ વેલ જાહે
1 ઈટાલ્યો જાઆંન આમાંઅ નોક્કી વેયો તાંહાંઅ, આમું ઝાજોમ બોહીન તાંહીં જાઆંન નીંગ્યા. પાવુલોન ઓનો બીજો ઘોણો કેદહ્યોંન “બાદસાઅ સેનાઅ” નામો સોયનીકહોંઅ ટુકળ્યોઅ ઓમોલદારોન હોપી દેદા. તીયો ઓમોલદારોઅ નામ જુલીયુ આથો. 2 આસીયા વીસ્તારો વેઅનો ઝાજહોંઅ ઘોણો ટેસોનહોંપોઅ ઉબો રેતો જાનારો ઝાજોમ આમું બોઠા. તો ઝાજ આસીયા વીસ્તારોઅ આદરામીત્તીયુમ સેરોઅ આથો. આમાંઅરી માકેદોનીયા વીસ્તારોઅ થેસ્સાલોનીકા સેરોઅ આરીસ્તારકુ બી આથુ. 3 બીજો દીહ આમું સીદોન ટેસોનો ઉતર્યા. સોયનીકહોંઅ ઓમોલદાર જુલીયા પાવુલોપોઅ મેરબાની કોઅયી, ઓનો તીયાન તીયાઅ દોસ્તારહોંઅ કોઅ ગોમારુ રેઆંન રાજાય આપી, ઈંહીંઅ ખાતોર કા, પાવુલોઅ જુરુલહીંઅ માટો તે તીયાન કાંય આપે. 4 હાતીઅ તાંહીં રેખ આમું નીંગ્યા. હોંબુ વારુ લાગત્નું તીંહીંઅ લીદો, આમું સીપરુ બેટોઅ ઉત્તોરોઅ વેલ રેખ આગોલ ચાન્યા, ઈંહીંઅ ખાતોર કા, તો વારુ આમહાંન નોળે નેંય. 5 ઓનો કીલીકીયા નો પાંફુલીયા વીસ્તારોઅ પાહીરુઅ દોરીયુ ઉનકાવીન, લુકીયા વીસ્તારોઅ મુરા ટેસોનો આમું આવી પોચ્યા. 6 તાંહીં ઈટાલ્યો જાનારો આલેકસાંદયાર્અ એક ઝાજ દેખીન, સોયનીકહોંઅ ઓમોલદારો આમહાંન તીંહમેઅ બોહાવી દેદા.
7 બાગો-બાગો જાતા, ઘોણા દીહ હાતીઅ, આમું ઘોણ્યા મુસીબોતી વેઠીન, જેવ-તેવ આસીયા વીસ્તારોઅ કીનીદુ પોચ્યા. વારાઅ લીદો આગોલ જાવાય તેંહડો બી નોખો, ઓનો દીહ ઉગતાઅ વેલ બી જાવાય એંહડો નોખો તીંહીંઅ લીદો, આમું સાલમોનેઅ પાહીરોઅ તોળી કીરેત બેટોઅ જાગો રેખ આગોલ ચાન્યા, 8 ઓનો દોકસીણ કાઠો બાગો-બાગો આગોલ જાયન, લાસેયા સેરોઅ ટેસોન જો સુંદોર નામોઅ આખાત્નો તાંહીં જેવ તેવ આવી પોચ્યા.
તોફાનોમ ઝાજ પાગી જાહે
9 તાંહીં ઘોણા દીહ વીતી ગોયા. ઓનો ઝાજોમ બોહીન દોરીયામ જાનુંઅ તો, દીહો-દીહો ખારાબ હોવામાનોઅ લીદો ખોતોરનાક વેતો જાત્નો. 10 તીંહીંઅ લીદો, પાવુલો સાલાહ આપી કા, “પાવહોહોં! માંન લાગેહ કા, આપોઅ માટો આમુ આય મુસાફોરી એકદોમ ખોતોરનાક નીંગીઅ. આપુ ઝાજ ઓનો સામાન તા ગુમાવહુંજ. પોન આરી-આરી આપોઅ જીવ બી ગુમાવાઅન પોળીઅ.” 11 પોન સોયનીકહોંઅ ઓમોલદારો પાવુલો આખની ગોઠ નેંય માની, પોન ઉલટો ઝાજો વાલાઅ ઓનો ઝાજોન ચાનવુઅનારો માંહાંહાંઅ ઉપયાર્ેઅ ગોઠ માની. 12 ઓનો હીયાલામ રેઆંન માટો તો ટેસોન હારો નોખો તીંહીંઅ લીદો, આમાં વેઅનો ધોણો બાદહાંઅ વીચાર બી તાંહીં રેઆંન નોખુ. તીંહીંઅ લીદો, આમું તાંહીં રેખ નીંગીન, બોંણે તા ફેનીકસ જાયન હીયાલામ તાંહીંજ રેઆંન વીચારત્ના. ફેનીકસ કીરેત બેટોઅ ઝાજહોંઅ એક હારો ટેસોન આથો. ઓનો તાંહીં ઉત્તોર દીસાઅ ખુણામ રેખ તીયાઅ બારો દોરીયાઅ બેનું વેલ ખુલ્લો વેહે.
દોરીયામ વાયચુળો
13 દોકસીણો વેલુઅ ધીરુ વારુ ચાનુ ખેટ્યુ તાંહાંઅ, આગોલ જાઆંન કાંય વાંદુ નાંહ એવ વીચારીન, તીંયહાં આગોલ જાઆંન લોંગોર ઉચકી નેદો. ઓનો કીરેત બેટોઅ તોળી-તોળી ચાનવા ખેટયા. 14 પોન જારાક વાઅ લાગી, ઓનો હોવામાન બોદલાય ગોયો. ઓનો ઉત્તોર દીસાઅ જોમણ્યો વેલોઅ બેટોપોઅ રેખ વાયચુળાઅ ગાંઉં વારુ લાગુ ખેટ્યુ . તીયો વારાઅ નામ ઉત્તા આહાય, ઓનો ઝાજ તીંહમેઅ ઘેરાય ગોયો. 15 વારાઅ લીદો ઝાજોન આગલાઅ ચાનવી જાઆંન મેનોત નોકકામી ગોયી. તીંહીંઅ લીદો, આમહાં તીયાન વારાઅરી તાંણાઆંન દેદો. 16 હાતીઅ આમું કાવુદા નામોઅ એક હાન્નો બેટોઅહીં પોચ્યા. તીયો બેટોઅ દોકસીણોઅ વેલ વાદારુ વારુ નોખુ લાગતુ. તાંહીં જે આમાંઅ ઝાજોઅ ફાચલાઅ બાંદીન આમું નેઅ જાત્ના તીયો હાન્યો ઉળ્યોન આમહાં પાંઅયોંમ રેખ ઝાજોપોઅ ઉચકી નેદી. 17 તીયો હાન્યો ઉળ્યોન ઝાજોપોઅ તાંઈં નેદી હાતીઅ, આમહાં આંહીં-તાંહીં રેખ દોઅળે એકઠાવીન, ઝાજ પાગી નેંય જાય તીંહીંઅ ખાતોર ઝાજોઅ આગલા-ફાચલાઅ દોઅળે બાંદી કાડયે. પોન સુરતી, એટલે લીબીયા નામોઅ દોરીયાઅ ફાટામ ઝાજોઅ એઠરુઅ ભાગ ગાળાય જાઈ એવ વીચારીન આમહાં, ઝાજ બાગો જાય તીંહીંઅ ખાતોર પોતળાઅ સોળ ઉતારી નેદા, ઓનો ઝાજોન એવુજ વારાઅરી બાગો-બાગો તાંણાઆંન દેદો. 18 બીજો દીહ બી ભારી તોફાન ચાલુજ આથો, ઓનો તીંહીં કોઈન ઝાજ ભારી ડોનત્નો તીંહીંઅ લીદો, તીંયહાં ઝાજો વેઅનો સામાન દોરીયામ ફેટ ટાક્યો. 19 તીજો દીહ બી તોફાન તેંહડોજ આથો તીંહીંઅ લીદો, તીંયહાં ઝાજોઅ સાદોને બી દોરીયામ ટાકી દેદે. 20 ઘોણા દીહ નીંગી ગોયા તેબી, દીહ નેંય દેખાઅયુ કા તારા બી નેંય દેખાઅયા. તીંહીંઅ લીદો, આમું કાંહીં આહાય નો કોન્યો વેલ જાતાહ, તીંહીંઅ ખોબોરુજ નોખી પોળતી. તોફાન વાદતોજ જાત્નો તેવ-તેવ, આમાંઅ બોચાઅન આસા બી ઓસી વેતી જાત્ની.
21 ઘોણો લાંબો સોમોય લોગોઅ આમહાં વેઅનો કોડા બી નોખો ખાદો. આખોર, પાવુલો બાદહાંઅ આગલાઅ જાયન આખ્યો, “કીરેત રેખ આગોલ નેંય ચાનનુંઅ એવ જેંહડામ માંયોં આખનો તેંહડામ, તુમાંઅ માંઅ આખનો માનનુંઅ જોજવુઅત્નો. જો તુમું માંઅ આખનો માનતા તા, આય ઝાજ ઓનો ઝાજો વેઅનું માલ આપુ નેંય ગુમાવતા. 22 તેબી, હીંમોત રાખજા એવ માંય આખોંહ. કેવકા, તુમાંઅ વેઅનો કોડો બી મોઅનારો નાંહ. પોન ઝાજ ઓતોહ ગુમાવનુંઅ પોળીઅ. 23 માંઅ એવ આખાઅન કારોણ ઈં આહાય કા, જીયો પોરમીહેરોઅ માંય માંહુંઅ આહાય, નો જીયાઅ માંય સેવા કોઓંહ, તીયાઅ દુત ગોયો રાતી માંઅહીં આવીન માંઅ પાહો ઉબુ રેયુ ઓનો માંન આખ્યો, 24 “પાવુલ, બીતુ નોખુ! બાદસાઅ તોઅ તાપાસ વેય તીંહીંઅ માટો તું તીયાઅ આગલાઅ નોકકીજ હાજોર વેહો. ઓનો તોઅ આરી ઝાજોમ જાનારહાંઅ જીવ બી, તોઅ લીદો બોચાવી નેઆંન પોરમીહેરો વોચોન આપ્યોહ.’ 25 તીંહીંઅ લીદો પાવહોહોં, હીંમોત રાખા! માંન પોરમીહેરોપોઅ ભોરુસુ આહાય કા, માંન જેવ દેવદુતો આખ્યોહ તેવુજ બોંણીઅ. 26 પોન વાયચુળો આપહોંન એખું બેટોપોઅ ટાકી દેઈ, ઓનો ઝાજોન બી પાગી ટાકીઅ.”
27 વાયચુળો ચાલુ વેયનો તીંહીંઅ ચોવુદમ્યો રાતી, આમાંઅ ઝાજ વાયચુળામ તાંણાઅતો-તાંણાઅતો આરીયાઅ દોરીયામ આવી પોચ્યો. આમું આંહીં-તાંહીં આથળાઅત્ના તાંહાંઅ પોરા-પોર રાતી ઝાજોઅ ચાનવુઅનારહાંન એંહડો લાગ્યો કા, જોમીન પાહો આવતી જાહે. 28 દોઅળ્યોઅરી વોજોન બાંદીન પાંઈં માપ્યો તા, એક હો નો વીહ ફુટ નીંગ્યો. થોળોક આગોલ જાયન ફાચો માપ્યો તા નેવુ ફુટ નીંગ્યો. 29 આમાંઅ ઝાજ એખું ખોળકાઅરી આથળાય જાઈ એંહડી બીખ લાગતા, તીંયહાં ઝાજોઅ ફાચલોઅ ભાગોમ રેખ ચાર લોંગોરે ઉતાયર્ે, ઓનો જોમીન દેખાય તીંહીંઅ ખાતોર ઉજાલો વેઆંન તે પોરમીહેરોન ઓરોજ કોઆ ખેટયા. 30 ઝાજોઅ ચાનવુઅનારા નાહી જાઆંન લાગ હોદત્ના. ઓનો ઝાજોઅ આગલોઅ ભાગોમ રેખ લોંગોર ઉતારાઅન બાનો તીંયહાં હાન્ની ઉળી દોરીયામ ઉતારની. 31 પોન પાવુલો સોયનીકહોંઅ ઓમોલદારોન ઓનો સોયનીકહોંન આખી દેદો , “આય બાદા નાહી જાઈ તા, આપુ બોચહું નેંય.” 32 તાંહાંઅ સોયનીકહોં હાન્નો ઉળ્યોઅરી બાંદને દોઅળે વાડી ટાક્યે ઓનો તીયોન પાંઅયોંમ તોળી પાળી.
33 ઉજાલો વેઆંન તીયારી આથી તેંહડામ, પાવુલો બાદહાંન ખાઆંન માટો કાલાવાલા કોઅયા ઓનો આખ્યો, “આજ ચોવુદ દીહ વેઅ ગોયા, તુમહાં કાંય બી ખાદો નાંહ. ચીંતામ તુમાંઅ ફુકુજ હેલાય ગોયીહ. 34 એટલે, માંય તુમહાંન કાલાવાલા કોઓંહ કા, થોળો-થોળો તેબી ખાય નેયા. તાંહાંઅજ તુમું જીવતા રેઅ સેકહા. કેવકા, તુમહાંઅ વેઅનો એકાઅ બી બાલ વાકુ નાંહ વેનારુ.” 35 એવ આખીન પાવુલો માંડુ આથોમ નેદુ ઓનો બાદહાંઅ દેખતાજ પોરમીહેરોઅ આબાર માન્યુ, ઓનો પાગીન તો ખાઅનું ખેટ્યુ . 36 તાંહાંઅ આમહાંન બાદહાંન ઉફ મીલ્યુ. 37 ઓનો આમું બાદા બેન હો સોંતેર જાંઆં ખાઅના ખેટયા. 38 બાદહાં તારાયન ખાય નેદો, ઓનો ઝાજોમ ઘોંવ પોઅના તે ઝાજોન ઓલકો કોઆંન માટો, દોરીયામ ટાકી દેદા.
39 ઉજાલો વેયો તાંહાંઅ, ઝાજોઅ ચાનવુઅનારહાંન કોન્નો જાગાપોઅ પોતો આહાય તીંહીંઅ હોમોજ નેંય પોળી. પોન તીંયહાં રેટયોઅ કાઠા વાલુ દોરીયાઅ ફાટુ દેખ્યુ. ઓનો બોંણે તાંઉં ઝાજોન તીયો ફાટામ નેઅ જાઆંન તીંયહાં વીચાર કોઅયુ. 40 તાંહાંઅ તીંયહાં લોંગોર બાંદને તે દોઅળે વાડી ટાક્યે, નો લોંગોરે દોરીયામુજ રેઆંન દેદે, ઓનો ઝાજોઅ ગોવોંડોરોઅ આર્યોઅ દોઅળે ઢીલે કોઅયે, ઓનો આગાળ્યો સોળોઅ પોતળાન ચોળવીન તોળીઅ વેલ ઝાજોન જાવાવા ખેટયા. 41 પોન દોરીયાઅ બેન વોણી એકઠાઅતન્યા તીંહમેઅ ઝાજ પોળ્યો ઓનો આગોલ જાય નેંય સેક્યો, ઓનો ઝાજોઅ ફાચલુઅ ભાગ, ચુહા આથળાઅત્ના તીંહીંઅ લીદો પાગુ ખેટ્યુ . 42 કેદી તોરીન નાહી જાય તા સારકાર તીંયહાંઅ બોદલો સોયનીકહોંન સાજા આપીઅ, એવ વીચારીન કેદહ્યોંન માઈ ટાકાઅન સોયનીકહોં વીચાર કોઅયુ. 43-44 પોન સોયનીકહોંઅ ઓમોલદાર પાવુલોન બોચાવાઅન માગત્નું તીંહીંઅ લીદો, તીંયહાંન તેવ કોઅતા તીયા રોકયા, ઓનો જીંયહાંન તોરતા આવળુઅતો વેય તીંયહાંન પાંઅયોંમ કુદી પોળીન તોરતા-તોરતા તોળી પોચાઅન આખ્યો, ઓનો નેંય તોરતા આવળે તીંયહાંન, પાટહ્યાંપોઅ બોહીન, નેતા ઝાજોઅ પાગનો ગોમે તીયો ભાગોપોઅ બોહીન, તોળીપોઅ પોચી જાઆંન હુકોમ કોઅયુ. એવ કોઈન આમું બાદા હારી-રીતો જોમીનોપોઅ પોચી ગોયા.