28
માલ્ટા બેટોમ પાવુલ
1 ઓળચોણો વોગોર આમું તોળીપોઅ પોચી ગોયા તાંહાંઅ, આમહાંન ખોબોર પોળી કા તો માલ્ટા બેટ આહાય. 2 બેટોઅ રેવાસહ્યોં આમાંપોઅ ભારી માયા દેખાવી. હીયાલો લાગત્નો ઓનો વોરહાત પોળુ ખેટનું તીંહીંઅ લીદો, તીંયહાં આગ બાલી નો તાપાઅન માટો આમહાંન આવકાર આપ્યુ. 3 પાવુલો થોળેક નાકળે ઉંગાટી દાવીન આગીમ ટાક્યે, તાંઉંજ એક ઝેરી હાપળો આગઠામ રેખ નીંગ્યો. તો પુજાઅનો તીંહીંઅ લીદો આકલાય ગોયનો, ઓનો તો પાવુલોઅ આથોઅરી વેટલાય ગોયો, ઓનો તીયાન ચાવી રેયો. 4 પાવુલોઅ આથોઅરી હાપળાન ટાંગલાઅતો દેખીન, બેટોઅ રેવાસી એક-બીજાન આખે ખેટયે, “આય માંહુંઅ નોકકીજ ખુની વેય. દોરીયામ રેખ ઓ બોચી ગોયુ, પોન નીયાય કોઅનારુ દેવ ઈયાન નેંય સોળે.” 5 પોન પાવુલો હાપળાન આગીમ ફોકળી ટાક્યો ઓનો પાવુલોન કાંય બી નેંય વેયો. 6 પોન તે માંહેંઅ તા ધારત્ને કા, આમુ ઈયાન હુજુ ચોળી જાઈ, નેતા ઓ આસાટા પોળીન મોઈ જાઈ. ઘોણી વાઅ લોગોઅ હેઅયો, પોન પાવુલોન કાંય નેંય વેયો. તાંહાંઅ પાવુલોઅ બાબોતોઅ તીંયહાંઅ વીચાર બોદલાય ગોયા. તે આખે ખેટયે , “ઈં માંહુંઅ એખું દેવુજ વેય.”
7 તાંહીં રેખ જાગોજ તીયો બેટોઅ મોડામ-મોડો માંહાંઅ જોમીન આથી. તીયાઅ નામ પુબ્લીયુ આથો. તો આમહાંન તીયાઅહીં હાદી ગોયુ ઓનો તીન દીહ લોગોઅ તીયા ખુસવેયન આમાંઅ ગોમારી ચાકરી કોઅયી. 8 આમું તીયાઅહીં આથા તેંહડામ, પુબ્લીયાઅ બાહકુ માંદુ આથુ. તીયાન બોરુ ચોળત્નું ઓનો મોઅળા વેત્ના. પાવુલો તીયાઅ ફાતાર્યોઅહીં જાયન પોરમીહેરોન ઓરોજ કોઅયી. ઓનો પુબ્લીયાઅ બાહકાપોઅ આથ થોવ્યા તાંહાંઅ તો હારુ વેઅ ગોયુ. 9 તો હારુ વેઅ ગોયુ તો દેખીન બેટો વેઅને બીજે માંદે માંહેંઅ બી તાંહીં આલે, ઓનો પાવુલો તીંયહાંન બી હારે કોઅયે. 10 તીંહીંઅ પોરીણામો, તીંયહાં જુદો-જુદો રીતો આમહાંન ભારી માન-પાન આપ્યો, ઓનો તીંયહાં આમાંઅ મુસાફોયાર્ેેઅ માટો જેબી જુરુલી આથ્યા તે બાદયા ચીજી આમહાંન આપ્યા.
માલ્ટા બેટો રેખ સેરોઅ વેલ
11 હાતીઅ, માલ્ટા બેટોપોઅ હીયાલુ વીતાવાઅન આલેકસાંદયાર્અ એક ઝાજ થોબનો તીંહમેઅ આમું બોઠા. તીયો ઝાજોપોઅ રોમોઅ બેન દેવહોંઅ નીસાણી કોતરુઅની આથી. 12 હાતીઅ આમું સુરાડુસ સેર જાયન તાંહીં તીન દીહ રેયા. 13 આમાંઅ ઝાજ તાંહીં રેખ તોળી-તોળી રેગ્યુમ આવી પોચ્યો. ઓનો એક દીહ હાતીઅ દોકસીણ દીસા વેલુઅ વારુ ચાલુ વેયુ તાંહાંઅ, બીજો દીહ આમું પુત્યોલી પોચ્યા. 14 તાંહીં આમહાંન થોળાક વીસવાસી મીલી ગોયા, ઓનો આમહાંન તીંયહાં હાંત દીહ લોગોઅ તીંયહાંઅરી રેઆંન ઓરોજ કોઅયી. એવ તીંયહાંઅરી હાંત દીહ રેયન હાતીઅ, આમું પાગ વાટો રોમ સેર જાઆંન નીંગ્યા. 15 રોમ સેરો વેઅનો વીસવાસી લોકહોંન આમું આવતાહ તીંહીંઅ ખોબોર પોળની તીંહીંઅ લીદો, તીંયહાં વેઅને થોળેક આમહાંન મીલે “આંપીયાઅ બાજાર’ આલને. ઓનો બીજે “તીન દોરોમસાલા’ નામોઅ જાગો આલને, તીંયહાંન મીલીન પાવુલો પોરમીહેરોઅ આબાર માન્યુ, ઓનો તીંયહાંન મીલીન તીયાન ઉફ મીલ્યુ.
રોમ સેરોમ પાવુલ
16 આમુ રોમ સેરોમ પોચ્યા હાતીઅ, રોમ સારકારો પાવુલોન એક ખાનગી કોઅ રાખાઅન સુટ આપી. તીયાપોઅ નોજોર રાખાઅન ખાલી એક સોયનીક ઓતુહજ તીયાઅરી રાખ્યુ. 17 રોમ પોચીન તીન દીહ હાતીઅ પાવુલો રોમ સેરો વેઅનો યેહુદી આગેવાનહોંન મીલાઅન હાદયા. તે આગેવાન તાંહીં એકઠાઅયા તાંહાંઅ, પાવુલો તીંયહાંન આખ્યો, “માંઅ પાવહોહોં, માંયોં આપોઅ જાતીઅ લોકહોંઅ વીરુદ ઓનો આપોઅ આગલોઅ ડાયહાં આપના રીત રીવાજહોંઅ વીરુદ કાંય બી નોખો કોઅયો. તેબી તાંહીંરોઅ આપોઅ યેહુદી લોકહોં માંન યેરુસાલેમોમ રેખ તેઈન રોમ સારકારોઅ ઓમોલદારહોંઅ આથોમ હોપી દેદનું. 18 રોમ સારકારોઅ ઓમોલદારહોં માંઅ જોવાબ નેદનું, ઓનો મોતોઅ સાજાઅ લાયોકોઅ માંય ગુનેગાર નાંહ તીંહીંઅ તીંયહાંન ખોબોર પોળની તાંહાંઅ, તે માંન સોળી દેઆંન માગત્ના. 19 પોન આપોઅ યેહુદી લોકહોં તીયો બાબોતોમ વાંદુ ઉઠાવ્યુ. તીંહીંઅ લીદો, તીંયહાં માંન નેંય સોળ્યુ, ઓનો ના સુટકો માંઅ બાદસાન ઓરોજ કોઅનુંઅ પોળ્યો. તેબી, આપોઅ જાતીઅ લોકહોંઅ વીરુદ માંઅ કાંય ફોરીયાદ નાંહ. 20 માંયોં તુમહાંન ઈં જાણાવાઅન આંહીં હાદયાહ કા, જીયો ખ્રીસ્તોઅ આવાઅન બીજે યેહુદી માંહેંઅ વાટ હેઅતેહ, તો રાજા આવીજ ગોયુહ એંહડુ માંય વીસવાહ કોઓંહ. તીયોજ કારોણો, માંન કેદી બોંણીન આય બેળ્યા પોવનુંઅ પોળ્યાહ.”
21 તાંહાંઅ તીયો આગેવાનહોં પાવુલોન આખ્યો, “આમહાંન યેહુદીયા જીલ્લા વેઅનો આપોઅ લોકહોંપોઅ રેખ એક બી કાગોલ તોઅ બાબોતોમ નાંહ મીલ્યો, ઓનો તાંહીં રેખ આંહીં આવનારો કોય બી યેહુદી માંહુંઅ તોઅ બાબોતોમ ખારાબ ગોઠ નાંહ દાલો. 22 પોન તું કાય માનોહ તો આમું જાંઆંન માગતાહ. કેવકા, ઈયો ઈસુઅ પોંથોઅ લોકહોંઅ બાબોતોમ, બાદો જાગો માંહેંઅ ખારાબ બોનતેહ, ઓતીહ આમહાંન ખોબોર આહાય.”
23 તીંહીંઅ લીદો, ફાચા મીલાઅન તીંયહાં એક દીહ નોકકી કોઅયુ. નોકકી કોઅનો દીહ, પેલ્લા કોઅતા વાદારુ યેહુદી માંહેંઅ પાવુલ રેત્નું તાંહીં એકઠાઅયે. પાવુલો તીંયહાંન વેગીઅ રેખ વાઅતો લોગોઅ પોરમીહેરોઅ રાજોઅ બાબોતોમ ગોઠી હોમજાવ્યા, ઓનો મોસે આપનો નીયોમહોંઅ ઓનો પોરમીહેરો જાંણાવની ગોઠ જાહેર કોઅનારો જુનો જોમાનાઅ બીજો લોકહોંઅ ગોઠી આખતુ જાયન ઈસુઅ બાબોતોઅ તીંયહાંન ખાતરી કોઆવાઅન તો મોથ્યુ. 24 તીયાઅ ગોઠી ઉનાયન થોળાકહાંન વીસવાહ બોઠુ. પોન બીજહાંન નેંય બોઠુ. 25 તે બાદા એક-બીજાઅરી વાદ-વીવાદ કોઈન તાંહીં રેખ ચાલ્યા જાઆંન તીયાર્યોમ આથા. તાંહાંઅ પાવુલો તીંયહાંન આખ્યો, “પોવીતોર આત્મા, પોરમીહેરો જાંણાવની ગોઠ જાહેર કોઅનારો યેસાયાઅ મારફોતો, જુનો જોમાનામ આપોઅ આગલોઅ ડાયહાંઅ બાબોતોમ જો આખનો, તો તુમાંઅ બાબોતોમ બી હાચોજ આહાય. તીયા આખનો, 26 પોરમીહેરો યેસાયાન આખ્યો,
“તું માંઅ ઈસરાયેલ લોકહોંન જાયન એવ આખેઅ કા,
તુમું માંઅ ગોઠ ઉનાઅયા કોઅહા,
પોન કાંય બી નેંય હોમજાહા.
તુમું નોજરો દેખહા,
કેવકા, તીયો લોકહોંઅ ઓકોલ બેર-મારી ગોયીહ,
ઓનો તીંયહાંઅ કાન ઉંડાય ગોયાહ,
તીંયહાંઅ ડોંેઆં મીચાય ગોયાહ,
ઈંહીંઅ ખાતોર કા, કોદાચ તે ડોંઓં હેએ નેંય,
કાનો ઉનાય નેંય,
ઓનો મોનોમ હોમજી જાયન ફાચે માંઅહીં વોલી આવે,
ઓનો માંય તીંયહાંન આત્મીક રીતો હારે કોઓં.’ 28 તીંહીંઅ લીદો, તુમું બોરાબોર હોમજી નેજા કા, પાપહોંઅ સીકસામ રેખ બોચાઅન બાબોતોમ પોરમીહેરોઅ એ ગોઠ, જે યેહુદી નાંહ તીંયહાંઅહીં બી પોરમીહેરો મોકની આપીહ. ઓનો તુમું તે ગોઠ માના કા નેંય માના, પોન તે લોક એ ગોઠ જુરુલ માનીઅ.” 29 પાવુલોઅ ગોઠ પુરી વેયી તાંહાંઅ, તે લોક ઝાંજોપોઅજ ચારચા કોઅતા-કોઅતા તાંહીં રેખ ચાલ્યા ગોયા.