રોમ સેરો વેઅનો ખ્રીસ્તી લોકહોંન પાવુલોઅ કાગોલ
આય કાગલોઅ બાબોતોમ બેન ગોઠી
રોમ સેરો વેઅનો મોંડોળોઅ મુલાકાત નેઆંન પાવુલો જે ગોઠવુણી કોઅની, તીંહીંઅ તીયાર્યોઅ માટો તીયા આય કાગોલ લેખ્યો. તાંહીંરોઅ ખ્રીસ્ત્યોહોંમ થોળોક વોખોતોઅ માટો કામ કોઈન, તીંયહાંઅ પોયસાઅ ટેકુ નેયન સ્પેયન દેસ જાઆંન તીયાઅ મોરજી આથી. ખ્રીસ્તી વીસવાહોઅ બાબોતોમ તીયાઅ જે હોમજોણ આથી તીંહીંઅ ખુલાસુ આપાઅન માટો, ઓનો તીયો વીસવાહોઅ લીદો ખ્રીસત્યોહોંઅ જીવોને કોંહડે વેનુંઅ જોજવે તો હોમજાવાઅન માટો, તીયા ઈં કાગોલ લેખ્યો. પાવુલો પોતો જાહેર કોઅન્યો હાર્યો ગોઠીઅ બાબોતોમ જો કાંય બી આખનુંઅ આથો, તો બાદો ઈયો ચોપળ્યોમ હોમાઅનો આહાય.
રોમ સેરો વેઅનો મોંડોળોઅ લોકહોંન સાલામ આપીન, તીંયહાંઅ માટો તો પોરમીહેરોન ઓરોજ કોએહ તીંહીંઅ બાબોતોમ તીંયહાંન આખીન હાતીઅ, પાવુલ ઈયો કાગોલોઅ મુદદાઅ ગોઠ આખેહ કા, “પોરમીહેર પાપી લોકહોંન કેકેવ ધોરમી જાહેર કોએહ તીંહીંઅ તો, આય હાર્યો ગોઠીઅ મારફોતો જાણ કોએહ. તે લોક ખ્રીસ્તોપોઅ વીસવાહ રાખતાહ તીંહીંઅ લીદોજ, પોરમીહેર તીંયહાંન નીરદુસ જાહેર કોએહ” (1:17).
હાતીઅ પાવુલ આય મુદદાઅ ગોઠ હોમજાવેહ. બાદો લોકહોંન, એટલે કા, યેહુદહ્યોંન ઓનો યેહુદી સીવાયોઅ લોકહોંન બેનહુંન, પોરમીહેર નીરદુસ જાહેર કોએ તીંહીંઅ જુરુલ આહાય. કેવકા, બાદાજ લોક પાપી સોબાવોઅ બાંદાણોમ આહાય. એંહડો પાપી સોબાવોઅ બાંદાણોમ રેનારો લોકહોંન, ખ્રીસ્તોપોઅ તીંયહાં રાખનો વીસવાહોઅ આદારો, પોરમીહેર નીરદુસ જાહેર કોએહ. હાતીઅ પોરમીહેરોઅ આર્યોઅ તીંયહાંઅ ઈયો નોવો સોબોંદોઅ પોરીણામો, ઓનો ખ્રીસ્તોઅ આર્યોઅ તીંયહાંઅ જોળાણોઅ લીદો જો નોવો જીવોન તીંયહાંન મીલેહ, તીંહીંઅ બાબોતોમ પાવુલ ખુલાસુ આપેહ. તીયો જોળાણોઅ લીદો, પોરમીહેરોઅરી તીયો વીસવાસહ્યોંઅ સામાદાન વેઅ જાહે. ઓનો તે પોરમીહેરોઅ આત્માઅ મારફોતો પાપોઅ ઓનો મોતોઅ તાકોતોમ રેખ સુટી જાતેહ.
5-8 આદયાયહોંમ પાવુલ, નીયોમ આપાઅન ફાચલાઅ પોરમીહેરોઅ કાય ઈરાદુ આથુ તીંહીંઅ બાબોતોમ, ઓનો વીસવાસ્યોઅ જીવોનોમ પોરમીહેરોઅ આત્માઅ તાકોત જો કામ કોએહ તીંહીંઅ બાબોતોમ, ચારચા કોએહ. હાતીઅ માલીખોઅ ખાસ ખોબરી પાવુલ, માંહાંહાંઅ માટો પોરમીહેરો કોઅન્યો યોજ્નામ યેહુદી લોક ઓનો યેહુદી સીવાયોઅ લોક કેકેવ હોમાય જાતાહ, ઈયો સોવાલોઅ જોવાબ મેલવાઅન મોથેહ. તો એવ માનેહ કા, યેહુદી લોકહોં ઈસુજ ખ્રીસ્ત આહાય એવ નાંહ માન્યો, તો બી પોરમીહેરોઅ યોજ્નાઅ એક ભાગુજ આહાય. તે યોજ્ના એ આહાય કા, બાદો જાતીઅ લોક, ઈસુપોઅ તીંયહાં રાખનો વીસવાહો કોઈન પોરમીહેરોઅ મેરબાન્યોઅ ઓનુભોવ કોએ. પાવુલ એવ બી માનેહ કા, ઓમુક વોખોત હાતીઅ યેહુદી લોક માની નેઈ કા, ઈસુજ ખ્રીસ્ત આહાય. સેન્નો, પાવુલ ખ્રીસ્તી જીવોન કેકેવ જીવનુંઅ તીંહીંઅ બાબોતોમ, ખાસ કોઈન, માયા રાખીન એક-બીજાઅરી કેકેવ સોબોંદ રાખનુંઅ તીંહીંઅ બાબોતોમ લેખેહ. ઓનો, પોરમીહેરોઅ સેવા, ઓનો રાજ કોઅનારહાંઅ માટો ઓનો એક-બીજાઅ માટો ખ્રીસ્તી લોકહોંઅ ફોરોજી, ખોરો-ખોટો જાણાવનારુ જીવ, આય બાદો મુદદાહાંપોઅ બી પાવુલ લેખેહ. કાગોલ પુરો કોઅતા, તો ખાનગી ગોઠી લેખેહ ઓનો પોરમીહેરોઅ ગુણ-ગાન ગાયેહ.
આય કાગલો વેઅન્યો બાબોતહીંઅ રુપરેખા
આગલી ગોઠ ઓનો કાગલોઅ મુદદા 1:1-17
પોરમીહેર માંહાંહાંન તીંયહાંઅ પાપહોંઅ સીકસામ રેખ બોચાવેહ તીંહીંઅ જુરુલ 1:18-3:20
પોરમીહેર માંહાંહાંન તીંયહાંઅ પાપહોંઅ સીકસામ રેખ કેકેવ બોચાવેહ 3:21-4:25