કોરીંથ સેરોઅ ખ્રીસ્તી મોંડોળોન પાવુલોઅ પોયનોઅ કાગોલ
આય કાગલોઅ બાબોતોમ બેન ગોઠી
માલીખોઅ ખાસ ખોબરી પાવુલો કોરીંથ સેરોમ ખ્રીસ્તી મોંડોળ ઉબો કોઅનો. આય મોંડોળોમ ખ્રીસ્તી જીવોનોઅ બાબોતોમ ઓનો ખ્રીસ્તી વીસવાહોઅ બાબોતોમ ઓમુક સોવાલ ઉબા વેયના. તીયો સોવાલહોંઅ ઉકેલ દાવાઅન માટો પાવુલો આય પોયનોઅ કાગોલ લેખ્યો. તીયો વોખોત, કોરીંથ સેરોમ જુદો-જુદો જાગરાઅ જાતી-જાતીઅ લોક રેત્ના. ઓનો તો સેર રોમ રાજોઅ આખાયા વીસ્તારોઅ રાજધાન્યોઅ સેર આથો. તીયો સેરોમ ભારી વેપાર ચાનત્નું. ઓનો તાંહીંરાઅ રીત-રીવાજ ઉચા ગોંણાઅત્ના. ઓનો તીયો સેરોઅ માંહેંઅ જુદો-જુદો ધોરોમહોંન માનત્ને.
કોરીંથ મોંડોળોઅ લોકહોંમ ફાટ-ફુટી પોળન્યા. મોંડોળોઅ ઓમુક લોક ઓનુત્યો રીતો જીવત્ના. તાંહીં વોરાળ નો માટી-થેઈઅ સાંવસારોઅ બાબોતોમ સોવાલ ઉબુ વેયનું. ઓનો તીયો મોંડોળોમ જાહેર આરાદના મીટીંગી રીતોસોર નોખ્યા ચાનત્યા. ખોરો-ખોટો જાણાવનારો જીવોઅ બાબોતોમ, ઓનો પોવીતોર આત્મા આપેહ તીયો ખાસ વોરદાનહોંઅ બાબોતોમ, ઓનો મોઅને માંહેંઅ ફાચે જીવતે ઉઠીઅ તીંહીંઅ બાબોતોમ બી મોંડોળોમ સોવાલ ઉબા વેયના. આય બાદો સોવાલહોંઅ ઉકેલ હાર્યો ગોઠીમ આપનાજ આહાય એવ પાવુલ ભારી ઓકોલ વાપરીન આય કાગલોમ ચારચા કોએહ.
પોવીતોર આત્મા આપેહ તો મોડામ-મોડો ખાસ વોરદાન તા માયા આહાય તે ગોઠ, પાવુલ આય કાગલોઅ 13મો આદયાયોમ હોમજાવેહ.
આય કાગલો વેઅન્યો બાબોતહીંઅ રુપરેખા
આગલી ગોઠ 1:1-9
મોંડોળોમ ફાટ-ફુટી 1:10-4:21
ઓનુત્યોવાલુ સાંવસાર ઓનો થેઅ-માટ્યોઅ જીવણો 5:1-7:40