5
પોવીતોર મોંડોળોમ નીત્યો વોગોરોઅ વોરતોન ચાનવી મા નેતે!
1 લોકહોં માંન ખોબોર આપીહ, ઓનો માંય ધારોંહ કા તે હોકીકોતોમ હાચીજ આહાય કા, તુમાંઅ મોંડોળોમ નીત્યો વોગોરોઅ વોરતોન ચાની રેયોહ! એખહું તા પોતાઅ જીજહ્યોનુંજ, એટલે કા, પોતાઅ બાહકા રાખન્યો થેઈનુંજ રાખીહ. એંહડી એકદોમ ખારાબ ખોટાય તા હાચો પોરમીહેરોન નેંય ઓઅખુઅનારો લોકહોંમ બી નેંય વેતી વેય. 2 તુમાંઅ મોંડોળોમ આંહડો ચાનેહ તેબી, તુમું પોતો આત્મીક રીતો મોડે વેયેહ એવ તુમું કેકેવ ઓબીમાન કોઈ સેકા? એ તા ભારી ઓપમાનોઅ ગોઠ આહાય! તુમાંઅ તા દુખી વેનુંઅ જોજવુઅત્નો, ઓનો એંહડો ખોટો કામ કોઅનારાન તુમાંઅ મોંડોળોમ રેખ કાડી થોવનુંઅ જોજવુઅત્નો. 3 માંય સોરીદોઅ રીતો તુમાંઅરી નાંહ તેબી, મોનોઅ રીતો તા તુમાંઅ આરીજ આહાય. તીંહીંઅ લીદો, માંય તાંહીં તુમાંઅ આરીજ હાજોર વેય તેવ, માંયોં એંહડો મેલો કામ કોઅનારાન માંઅ ચુકાદુ આપીજ દેદુહ. 4-5 ઓનો માંયોં એંહડો નોકકી કોઅયોહ કા, માલીખ ઈસુ તુમહાંન આપન્યો સોત્તા કોઈન તુમું એકઠાઅહા તાંહાંઅ, માંય બી મોનોઅ રીતો તુમાંઅ આરીજ વેહીં. ઓનો તાંહાંઅ આપોઅ માલીખ ઈસુઅ તાકોત તુમાંપોઅ વેતા, તીયો માંહાંઅન સેતાનોઅ આથોમ તુમાંઅ હોપી દેનુંઅ, ઈંહીંઅ ખાતોર કા, સેતાન તીયાઅ સોરીદોન રીબાવે, ઓનો તો માંહુંઅ પોતાઅ ખોટો કામોઅ માટો દુખી વેયન તો સોળી દેય હાતીઅ, તીયાઅ આત્મા, માલીખ લોકહોંઅ નીયાય કોઈઅ તો દીહ, બોચી જાય.
6 તીયો માંહાંઅ તુમાંઅ આર્યુઅ વેવાર આજી ચાલુજ રેહે તેબી, ફાચે તુમું આખતેહ , “આમું આત્મીક રીતો પાકે આહાય!’ એંહડો ઓબીમાન રાખનુંઅ તો તુમહાંન નાંહ સોબતો. તુમું તા જાંઅતેહજ કા, મોગનુઅનો નોટોમ થોળુકુજ ખોમીર ટાકજી તા, તો બાદો નોટોમ આથુ ચોળવી દેહે. તેવુજ કોઈન, મોંડોળોમ એકુજ ખારાબ માંહુંઅ વેય તા, તો આખો મોંડોળોન બોગાળી ટાકીઅ. 7 તીંહીંઅ લીદો, મોગનુઅનો નોટોમ આથુ ચોળવુઅનારો ખોમીરોઅ ગાંઉં જો ખારાબ માંહુંઅ આહાય, તીયાન તુમાંઅ મોંડોળોમ રેખ કાડી થોવા, ઈંહીંઅ ખાતોર કા, જેવ તુમું ખોમીરો વોગોરોઅ નોવો મોગનુઅનો નોટોઅ ગાંઉં હારે આહાય તીંહીં પોરમાણો, ખોરેખોર હાર્યો ચાલ-ચોલગોતીવાલે રેઆંન ચાલુજ રાખા. કાંહાંનકા, પાસ્કા તીવારોપોઅ ચોળવાઅનારો ઘેટાઅ બોચાઅ ભોગોઅ ગાંઉં, ખ્રીસ્તો પોતાઅ જીવોઅ ભોગ આપીજ દેદુહ. 8 તીંહીંઅ લીદો, આપુ પોરમીહેરોન પુર્યો રીતો હોપાઅનો લોકહોં તોરીકો જીવજી! જેવ યેહુદી લોક તો તીવાર ખોમણુઅનો નોટોઅ જુનું માંડુ ખાયન નેંય, પોન ખોમીરો વોગોરોઅ નોવુ માંડુ ખાયન ઉજવુઅત્ના, તેવ આપુ પાપ ઓનો ખોટાય સોળી દેયન, સોક્કો મોનો કોઈન જીવજી ઓનો પોરમીહેરોઅ હાચાયો પોરમાણો ચાનજી!
9 માંયોં એક કાગલોમ તુમહાંન એંહડો લેખનો કા, નીત્યો વોગોરોઅ વોરતોન રાખનારો લોકહોંઅરી વેવાર નોખે રાખતે. 10 તાંહાંઅ તો લેખાઅન ઓર્થુ એંહડુ નોખુ કા, નીત્યો વોગોરોઅ વોરતોન રાખનારા, કા લોબ રાખનારા, કા લુટનારા, કા મુતર્ી પુંજા કોઅનારા લોક, જે ખ્રીસ્તોપોઅ વીસવાહ નાંહ રાખતા તીંયહાંઅરી તુમાંઅ વેવાર નેંય રાખનુંઅ. કાંહાંનકા, તેંહડો લોકહોંન ટાલી ટાકાઅન વેય તા, આય દુન્યામ રેખુજ તુમાંઅ નીંગી જાનુંઅ પોળે. 11 પોન તો લેખાઅન ઓર્થુ એંહડુ આથુ કા, જે પોતાન વીસવાસી પાવોહ કા બોંઈંહ આખાવતેહ, પોન જે ઓનુત્યોઅ રીતો વોરતુઅતેહ, કા લોબ રાખતેહ, કા મુરત્યોહોંઅ પુંજા કોઅતેહ, કા બીજહાંઅ નીંદા કોઅતેહ, કા સાકતેહ, કા લુટતેહ, તીંયહાંઅરી કાંય બી વેવાર નોખે રાખતે ઓનો એંહડો માંહાંહાંઅ આરી બોહીન ખાતે બી નોખે. 12-13 મોંડોળોમ નાંહ તેંહડો માંહાંહાંઅ ચુકાદુ આપાઅન કામ માંઅ નાંહ. તીંયહાંઅ ચુકાદુ તા, પોરમીહેરુજ આપીઅ. પોન જે મોંડોળોમ તુમાંઅરી આહાય, તીંયહાંઅ ચુકાદુ તા તુમાંઅજ આપનુંઅ પોળે કને? તીંહીંઅ લીદો, પોવીતોર લેખાણોમ જેવ લેખનો આહાય તેવ કોઆ: “તીયો ખારાબ કામ કોઅનારાન તુમાંઅ મોંડોળોમ રેખ કાડી થોવા!”