કોરીંથ સેરોઅ મોંડોળોન પાવુલોઅ બીજો કાગોલ
આય કાગલોઅ બાબોતોમ બેન ગોઠી
માલીખોઅ ખાસ ખોબરી પાવુલો, કોરીંથ સેરોઅ મોંડોળોઅ લોકહોંન જો પોયનોઅ કાગોલ લેખનો, તીંહીં કોઈન તીયો મોંડોળોમ સાંતી વેઅ ગોયની. ઓનો તાંહીં બાદો બોરાબોર ચાનત્નો. પોન થોળોક વોખોત હાતીઅ, પાવુલોઅ વીરોદી લોકહોં તાંહીં તીયાઅ વીરુદોઅ વાતાવોરોણ ઉબો કોઈ દેદનો. પાવુલોન તીંહીંઅ ખોબોર પોળી તાંહાંઅ, તીયા મોંડોળોઅ લોકહોંપોઅ એક કોળોક કાગોલ લેખ્યો. તીયો કાગલો કોઈન મોંડોળોમ પાવુલો ધારની ઓસોર વેયની. તીંહીંઅ ખોબોર પાવુલોન તીતુ આપની. એટલે, પોતાન વેયની ખુસી જાણાવાઅન પાવુલો આય કાગોલ લેખી મોકનુઅનો.
કાગલોઅ પોયનોઅ ભાગોમ પાવુલ કોરીંથ મોંડોળોઅ આર્યોઅ પોતાઅ સોબોંદોઅ બાબોતોમ આખેહ. મોંડોળોમ તીયાઅ ઓપમાન વેય એંહડો વાતાવોરોણ ઉબો વેયનો ઓનો વીરોદ પેદા વેયનું તીંહીંઅ જોવાબોમ પોતો કાંહાંન કોળોક કાગોલ લેખનો તો પાવુલ હોમજાવેહ. ઓનો તીયો કોળોક કાગોલોઅ કારોણો, મોંડોળોઅ લોકહોંન પોતાઅ ભુલ હોમજાઅની ઓનો બાદા એક હોપ કોઈન રેતા વેઅ ગોયના. તીંહીંઅ માટો પાવુલ પોતાઅ ખુસી દેખાવેહ. હાતીઅ તો, હાકળી વેઠનારો યેહુદીયા વીસતારોઅ ખ્રીસ્તી લોકહોંઅ મોદોદોઅ માટો દાન એકઠો કોઆંન ઉફ આપે એંહડો સોબ્દાહાંમ લેખેહ. સેન્નો આદયાયહોંમ પાવુલ પોતો માલીખોઅ ખાસ ખોબરી આખાવાઅન કાંહાંન લાયોક આહાય તો જાણાવેહ. કેવકા, મોંડોળોમ થોળાક એંહડા લોક પેદા વેયના કા, જે પોતાનુંજ ખોર્યો રીતો માલીખોઅ ખાસ ખોબરી આખાવત્ના, ઓનો પાવુલોન તે નોકલી આખત્ના.
આય કાગલો વેઅન્યો બાબોતહીંઅ રુપરેખા
આગલી ગોઠ 1:1-11
પાવુલ ઓનો કોરીંથ સેરોઅ ખ્રીસ્તી મોંડોળ 1:12-7:16
યેહુદીયા જીલ્લાઅ ગોરીબ ખ્રીસત્યોહોંઅ મોદોદોઅ માટો દાન ઉગરાવાઅન બાબોત 8:1-9:15