4
માલીખોઅ ખાસ ખોબર્યોહોંઅ સેવા
1 એટલે, બાદહાંઅ આમહાંન ખાલી ખ્રીસ્તોઅ સેવા કોઅનારા, ઓનો જે હાચાય પોરમીહેરો આમુ લોકહોંઅ આગલાઅ ખોલીહ, તે જાહેર કોઅનારા જોવાબદાર કારભારી ગોંણનુંઅ જોજવે. 2 ઓનો આમાંઅ જેંહડો કારભારહ્યોંઅ તા, પોતાઅ સેટોન ઈમાનદાર વેનુંઅ તો જુરુલોઅ આહાય. ઓ ગુણ બાદો કારભારહ્યોંમ વેનુંઅ જોજવે એંહડી, બાદો લોકહોંઅ આસા રેહે. 3 એટલે, માંય પોતાઅ કામ ઈમાનદાર રેયન કોઓંહ કા નાંહ, તીંહીંઅ બાબોતોમ તુમું કા માંહાંહાંઅ કોય બી કોરોટ ગોમે તો ચુકાદુ આપે, તીંહીંઅ માંન કાંય પોળની નાંહ, ઓનો તીંહીંઅ માંય પોતો બી ચુકાદુ નાંહ આપતુ. 4 માંયોં કાંય બી ખોટો નાંહ કોઅયો એંહડોજ માંઅ જીવોમ લાગેહ. તેબી માંઅ ઈમાનદાર્યો અ એજ સાબીતી નાંહ. માંઅ નીયાય કોઈન માંય ઈમાનદાર આહાય એંહડુ ચુકાદુ આપનારુ તા, માલીખ પોતોજ આહાય. 5 તીંહીંઅ લીદો, નોકકી કોઅનું સોમોય આવે તીંહીંઅ પેલ્લાઅ, એટલે કા, માલીખ લોકહોંઅ નીયાય કોઆંન માટો ફાચુ આવે તીંહીંઅ પેલ્લાઅ, તુમું કોડાઅ બી બાબોતોમ ચુકાદુ મા આપતે. માલીખ આવીઅ તાંહાંઅ તો, આમું જે આંદારામ દોબન્યા બાબોતી આહાય, તીંયહોંન જાહેરોમ દાવીઅ, ઓનો માંહાંહાંઅ મોનહોંઅ સુપા ઈરાદા બી ઉગાળા પાળીઅ. તાંહાંઅજ પોરમીહેરોઅ દોરેક સેવોકોન જોતીહ સાબાસી મીલનુંઅ જોજવે તોતીહ સાબાસી તીયાન પોરમીહેરોપોઅ રેખ મીલીઅ. 6 પાવોહ-બોંઅયોંહોં, માંય જો આખોંહ તીંહીં કોઈન તુમહાંન લાબ મીલે તીંહીંઅ ખાતોર માંયોં, માંઅ નો આપોલ્લોઅ દાખલુ આપ્યુહ, ઈંહીંઅ ખાતોર , “પોવીતોર લેખાણોમ જો લેખનો આહાય તીંહીંઅ હોદબાર મા જાહા!” એંહડ્યો આખાઅત્યો ગોઠીઅ ઓર્થુ તુમું આમાંઅ જીવોનહોંમ રેખ હીકી નેયા. એવ કોઅહા તાંહાંઅ, તુમું તુમાંઅ આત્મીક આગેવાનહોં વેઅનો એકાઅ તોરોફ તાંઈંન બીજો આત્મીક આગેવાનોન ઉતારી નેંય પાળહા ઓનો ચેકલાય નેંય જાહા. 7 તુમું બીજહાં કોઅતા ચોળ્યાતે આહાય એવ તુમું ધારતેહ કા? પોરમીહેરો તુમહાંન નેંય આપ્યો વેય એંહડો તુમાંપોઅ કાંય બી આહાય કા? તુમાંપોઅ જોબી આહાય તો બાદો તા પોરમીહેરોજ આપ્યો વેય તા, તો બાદો જાણે કા તુમહાં પોતોજ મેલવ્યોહ વેય એંહડો આબીમાન કેવ કોઅતેહ?
8 તુમહાંન આત્મીક રીતો જો જોજવે તો બાદો તુમહાં એખુંવારોઅ મેલવી નેદોહ એવ તુમું ધારતેહ કા? પોવીતોર આત્મા આપેહ તે બાદે વોરદાને તુમહાં એખુંવારોઅ મેલવી નેદેહ એવ તુમું ધારતેહ કા? ઓનો આમહાંન સોળીન તુમું રાજા બોંણી ગોયેહ ઓનો ખ્રીસ્તોઅરી રાજ કોએ ખેટયેહ એવ બી તુમું ધારતેહ કા? તુમું રાજા બોંણી જાયા એજ માંઅ મોરજી આહાય. તાંહાંઅ આમું બી રાજહાં તોરીકો તુમાંઅરી રાજ કોઅહું. 9 ઓમુક વોખોત માંન એંહડો લાગી જાહે કા, પોરમીહેરો આમહાંન માલીખોઅ ખોબર્યોહોંન, લોળાયોમ તેરાઅનો એંહડો કેદહ્યોંઅ ગાંઉં બોંણાવ્યાહ કા, જીંયહાંન લોકહોંઅ આગલાઅ માઈ ટાકાઅન માટો જીતનો માંહાંઅ આરીમ, સેવાળ્યા રાખીન નેઅ જાતેહ. ઓનો માંન એંહડો બી લાગેહ કા, આમું આખ્યો દુન્યા વેઅનો લોકહોંઅ નો હોરગોઅ દુતહોંઅ આગલાઅ તોમાસુજ બોંણી ગોયાહ.
10 આમું ખ્રીસ્તોન ઓરપોણ વેયના આહાય તીંહીંઅ લીદો, આમું મુરોખહોંઅ ગાંઉં લાગતાહ. પોન તુમું તા ધારતેહ કા, તુમું પોતો ગીયાની આહાય ઓનો આમું તા ના જેંહડા આહાય. પોન તુમું ધારતેહ કા, તુમું પોતો તા ભારી તાકોતોવાલે આહાય! આમું કીંમોતો વોગોરોઅ ગોંણાઅતાહ, પોન તુમું તુમાંઅ પોતાઅ નોજરોમ નામાઅતા આહાય! 11 આજ દીહ લોગોઅ ઘોણો વોખોત આમું ફુકા-ફાઅપ્યા રેયાહ. ઓનો આમાંપોઅ પુરતે પોતળે બી નોખે. ઓનો ઘોણો વોખોત આમહાં માર બી ખાદુહ. ઓનો આમાંઅ પોતાઅ કોએ-બાંએ બી નાંહ. 12 આમું આમાંઅ આથહોં મેનોત-મોજરી કોઈન જીવતાહ. ઓનો આમાંઅ નીંદા કોઅનારહાંન આમું આસીરવાદ આપતાહ. આમાંઅ સોતામાણી વેહે તેબી તે આમું વેઠી નેતાહ. 13 જેંહડામ માંહેંઅ આમાંઅ બાબોતોમ ખોટો આખતેહ, તેંહડામ આમું તીંયહાંન બાગો રેખુજ જોવાબ આપતાહ. તેબી લોકહોંઅ નોજરોમ આમું દુન્યાઅ ઉટકુળાઅ ગાંઉં બોંણી ગોયાહ. ઓનો આજ દીહ લોગોઅ તીંયહાંઅ નોજરોમ આમાંઅ ગોંણતી કુટારાઅ ઓતીહજ આહાય.
14 આય બાદયા ગોઠી માંય તુમહાંન નાજવાવાઅન નાંહ લેખતુ, પોન માંઅ મેરાલા આત્મીક પોયરાહાં તોરીકો તુમહાંન ચેતવાઅન લેખોંહ. 15 કેવકા, ખ્રીસ્તોઅ બાબોતોમ તુમહાંન હીકવુઅનારા માસ્તોર દોહ ઓજાર વેય તેબી, તુમાંઅ આત્મીક બાહકુ તા એકુજ, એટલે માંયજ આહાય. કાંહાંનકા, ખ્રીસ્ત ઈસુઅ આર્યોઅ તુમાંઅ જોળાણોઅ લીદો, માંય તુમહાંન હારી ગોઠ જાહેર કોઈન તુમાંઅ આત્મીક બાહકુ બોંણ્યુહ! 16 તીંહીંઅ લીદો, માંય તુમહાંન કાલાવાલા કોઓંહ કા, માંય જેવ જીવોંહ તેવીજ રીતો તુમું બી જીવા!
17 આયોજ કારોણો, માંયોં તીમોથ્યોન તુમાંઅહીં મોકન્યુ. તો, માંય જેવ જીવોંહ તેવીજ રીતો જીવાઅન તુમહાંન મોદોદ કોઈઅ. ખ્રીસ્તી જીવોનોમ તો માંઅ મેરાલુ ઓનો ખાતર્યોઅ આત્મીક પોયોર આહાય. ખ્રીસ્ત ઈસુઅરી જોળાયન જો નોવો જીવોન માંય જીવોંહ તીંહીંઅ બાબોતોમ, ઓનો જીયો બી પોવીતોર મોંડોળોમ માંય જાહોં તાંહીં ખ્રીસ્ત ઈસુઅ બાબોતોમ માંય જો બોદ આપોંહ તીંહીંઅ બાબોતોમ તો તુમહાંન ઈયાદ કોઆવીઅ. 18 માંન ખોબોર આહાય કા, માંય તુમાંઅહીં નેંયજ આવોં, ઓનો તુમાંઅ ઉપદેસોઅ બાબોતોમ તુમહાંન ઠોપકુ નેંયજ આપોં એવ ધારીન, તુમહાં વેઅના થોળાક ઓબીમાની બોંણી ગોયાહ. 19 પોન માલીખોઅ મોરજી વેય તા, માંય તુમાંઅહીં હોવારુજ આવહીં. ઓનો તાંહાંઅ હેઈ નેહીં કા, તે ઓબીમાની લોક ખાલી મોડયા-મોડયા ગોઠી ઓતાહજ કોઅતાહ કા, હુદાઅજ તીંયહાંપોઅ પોરમીહેરોઅ તાકોત આહાય. 20 કેવકા, લોકહોંઅ જીવોનોમ પોરમીહેરોઅ રાજ તા, તે જો આખતાહ તીંહીં કોઈન નેંય, પોન તે પોરમીહેરોઅ તાકોતો કોઈન જો કોઅતાહ, તીંહીં કોઈનુંજ દેખાય આવેહ. 21 જો તુમું માંઅ આખ્યા પોરમાણો નેંય ચાનહા તા, માંય તુમાંઅહીં આવીન તુમહાંન સીકસા કોઅહીં. જો તુમું માંઅ આખ્યા પોરમાણો ચાનહા તા, માંય માયાલુ નો મીઠો સોબાવો તુમાંઅહીં આવહીં. તુમાંઅ કાય મોરજી આહાય?