9
સાવુલ ઈસુપોઅ વીસવાહ કોએહ
(ખાસ ચેલહાંઅ કામે 22:6-16; 26:12-18)
1 સાવુલ માલીખોઅ ચેલહાંન માઈ ટાકાઅન આજી ધોમકી આપ્યાજ કોઅત્નું. તીયા મોડામ-મોડો પુંજારાઅહીં જાયન, 2 દામાસ્કુ સેરો વેઅનો યેહુદી ભોક્તી મોંડોળોઅ કોઅહોંઅ આગેવાનહોંપોઅ કાગલે લેખી માગ્યે, ઈંહીંઅ ખાતોર કા, માલીખ ઈસુઅ પોંથોઅ થેઈ કા માટી, જેબી મીલી જાય તીંયહાંન તેઈન તીંયહાંઅ તાપાસ કોઆંન માટો યેરુસાલેમ નેઅ આવાઅન તે તીયાન સોત્તા આપે. 3 તો મુસાફોરી કોઅતુ-કોઅતુ દામાસ્કુ સેરોઅ પાહો આલુ તાંહાંઅ, એકકાઅયોજ જુગીમ રેખ ઉજવોળોઅ એક ઝોબકારુ સાવુલોઅ ચારુવેલ ઝોબ્કયુ. 4 તાંહાંઅ સાવુલ પુંયોંપોઅ પોળી ગોયુ, ઓનો તીયા એખહુંન એવ આખતો ઉનાઅયો , “ઓ સાવુલ, ઓ સાવુલ, તું માંન કાંહાંન સોતાવોહ?” 5 તાંહાંઅ સાવુલો ફુચ્યો,“ઓ સાહેબ, તું કોડુ આહાય?”
તાંહાંઅ સાવુલોઅરી બોનનારા આખ્યો, “માંય ઈસુ આહાય. માંઅપોઅ વીસવાહ રાખનારહાંન તું સોતાવોહ ઓનો એવ કોઈન તું માંનુંજ સોતાવોહ. 6 પોન આમું તું ઉઠ ઓનો સેરોમ જો, ઓનો તોઅ કાય કોઅનુંઅ તો, તુંન તાંહીં આખાઈ.” 7 સાવુલોઅ આરી જે લોક મુસાફોરી કોઅત્ના, તે તા બોન્યા-ચાન્યા વોગોર ઉબા રેઅ પોળના. તીંયહાં એખું કોડાન બોનતો ઉનાઅનો, પોન કોડાન બી દેખ્યો નોખો. 8 સાવુલો પુંયોંપોઅ રેખ ઉઠીન પોતાઅ ડોંઆં ઉગાળ્યા, પોન તીયાન કાંય બી દેખાઅયો નેંય. તીંહીંઅ લીદો, તે લોક તીયાઅ આથ તેઈન તીયાન દામાસ્કુ સેરોમ હાદી ગોયા. 9 તીન દીહ લોગોઅ તો આંદલુજ રેયુ, ઓનો તીયો દીહોહોંમ તીયા કાંય ખાદો નેંય કા પીદો નેંય. 10 આમુ દામાસ્કુ સેરોમ આનાનીયા નામોઅ એક યેહુદી ખ્રીસ્તી રેત્નું. માલીખો તીયાન દોરસોન આપીન આખ્યો, “ઓ આનાનીયા!”
તાંહાંઅ તીયા જોવાબ આપ્યુ, “ઓય! કાય આખોહ માલીખ?” 11 માલીખો તીયાન આખ્યો, “તું તીયાર વેયન “સીદી ગોલી’ નામોઅ ગોલ્યોમ જો, ઓનો તાંહીં યેહુદાઅ કોઅમે તારસુ સેરોઅ સાવુલ નામોઅ માંહાંઅ તાપાસ કોઅ. તો આમુ માંન ઓરોજ કોએહ, 12 ઓનો માંયોં તીયાન એક દોરસોન દેખાવ્યોહ. તીંહમેઅ માંયોં એંહડો દેખાવ્યોહ કા, આનાનીયા નામોઅ માંહુંઅ આવેહ, ઓનો તીયાન ફાચુ દેખતુ કોઆંન ખાતોર તો માંહુંઅ પોતાઅ આથ તીયાપોઅ થોવેહ.”
13 તાંહાંઅ આનાનીયા વાંદુ ઉઠાવીન માલીખોન જોવાબ આપ્યુ, “માલીખ, તીયો માંહાંઅ બાબોતોમ, ઓનો યેરુસાલેમો વેઅનો તોઅ લોકહોંન તીયા કોત્તી બાદી સોતામણી કોઅયીહ તીંહીંઅ બાબોતોમ, ઘોણો લોકહોં માંન આખ્યોહ. 14 ઓનો આંહીં બી તોઅ ભોક્તી કોઅનારહાંન તેઈન યેરુસાલેમોમ નેઅ જાઆંન ખાતોર, મોડો પુંજારહાંપોઅ રેખ સોત્તા મેલવીન તો આલોહ.”
15 તાંહાંઅ માલીખો આનાનીયાન આખ્યો, “તું જોતા ખોરુ! કાંહાંનકા, માંયોં તીયાન માંઅ સેવા કોઆંન, ઓનો યેહુદી સીવાયોઅ લોકહોંન, ઓનો રાજહાંન, ઓનો ઈસરાયેલ લોકહોંન માંઅ બાબોતોમ હોમજાવાઅન પોસોંદ કોઅયુહ. 16 ઓનો માંઅ બાબોતોમ એંહડો હોમજાવાઅન ખાતોર તીયાઅ કોત્તો બાદો દુખ વેઠનુંઅ પોળીઅ તો, માંય પોતો તીયાન દેખાવહીં.”
17 તાંહાંઅ આનાનીયા ગોયુ, જીયો કોઅમે સાવુલ આથુ તીંહમેઅ વીઠુ, ઓનો સાવુલોન ફાચુ દેખતુ કોઆંન માટો તીયાપોઅ પોતાઅ આથ થોવીન આખ્યો, “સાવુલ માંઅ પાવોહ! માલીખો, એટલે કા, આંહીં તું આવત્નું તેંહડામ જીયા તુંન દોરસોન આપનો તીયો ઈસુ પોતોજ, તું ફાચુ દેખતુ વેવ ઓનો પોવીતોર આત્મા તુંન પોતાઅ પુરો કાબુમ રાખે તીંહીંઅ ખાતોર માંન મોકન્યુહ.” 18 તાંહાંઅ તુરુતુજ સાવુલોઅ ડોંઅહાંમ રેખ માસાઅ પીંગાઅ ગાંઉં એખું કાંય નીંગી પોળ્યો, ઓનો તો ફાચુ દેખતુ વેઅ ગોયુ. હાતીઅ તીયા ઉઠીન બાપતીસ્મા નેદો. 19 ઓનો હાતીઅ તીયા ખાદો તાંહાંઅ, તીયાન ફાચી ગોતી આલી.
દામાસ્કુ સેરોમ સાવુલ હારી ગોઠ જાહેર કોએહ
સાવુલ દામાસ્કુ વેઅનો ચેલહાંઅરી થોળાક દીહ રેયુ. 20 તાંહીં સીદુજ તો યેહુદહ્યોંઅ ભોક્તી મોંડોળોઅ કોઅહોંમ ગોયુ, ઓનો જાહેર કોઉ ખેટ્યુ , “ઈસુ ખોરેખોર પોરમીહેરોઅ પોયોર આહાય!”
21 તીયાઅ ગોઠ ઉનાઅનારે બાદે ઈહવાય રેયે, ઓનો એક-બીજાન ફુચ્યો, “જીયા યેરુસાલેમોમ ઈસુઅ ચેલહાંન ભારી સોતાવને તો માંહુંઅ ઓજ આહાય કને? ઓનો આંહીં બી તો તીંયહાંન તેઈન મોડો પુંજારહાંઅહીં નેઅ જાઆંન માટોજ આલુહ કને?”
22 પોન સાવુલ પોતાઅ ગોઠી કોઈન વાદારુ નો વાદારુ લોકહોંન ઈસુઅ બાબોતોમ ખાત્રી કોઆવત્નું, ઓનો “ઈસુ ખોરેખોર ખ્રીસ્ત આહાય” એવ તો એંહડી સાબીતી આપત્નું કા, દામાસ્કુમ રેનારા યેહુદી લોક તીંહીંઅ વીરુદ કાંય બી વાદ-વીવાદ કોઈ નેંય સેક્યા. 23 ઘોણા દીહ હાતીઅ, યેહુદહ્યોં એકઠે વેયન સાવુલોન માઈ ટાકાઅન નોક્કી કોઅયો. 24 તીયાન માઈ ટાકાઅન માટો તીંયહાં કાલજી રાખીન રાત-દીહ સેરોઅ બાંઅણાઅ ચોકી કોઅયી. પોન તીંયહાંઅ કાવોતરાઅ બાબોતોમ સાવુલોન ખોબોર પોળી ગોયી. \cat LB00333C.TIF \cap પાવુલોન સીબનામ બોહાવીન સેરોઅ બાયાર્ે પાદરુ ઉતારતેહ 25 તીંહીંઅ લીદો, સાવુલોઅ ચેલહાં તીયાન રાતી એક સીબનામ બોહાવીન સેરોઅ કોટોઅ એક બાયાર્ે પાદરુ બાર્યોઅ વેલ ઉતારી થોવ્યુ.
સાવુલ યેરુસાલેમો વેઅનો વીસવાસહ્યોંઅ મુલાકાત નેહે
26 સાવુલ યેરુસાલેમ ગોયુ, ઓનો તાંહીં ઈસુઅ જે ચેલે આથે તીંયહાંઅરી જોળાઆંન મોથ્યુ. પોન તે બાદે તીયાન બીત્ને, કાંહાંનકા, તીંયહાંન વીસવાહ નોખુ બોહતુ કા, તો બી ઈસુઅ ચેલુ બોંણી ગોયુહ. 27 તેબી બારનાબા તીયાન સાથ આપ્યુ, ઓનો તીયાન માલીખોઅ ખાસ ખોબર્યોહોંઅહીં નેઅ ગોયુ, ઓનો સાવુલ દામાસ્કુ સેરોઅ વેલ મુસાફોરી કોઅત્નું તીયો વોખોત દોરસોન આપીન, માલીખો તીયાઅરી કેકેવ ગોઠી કોઅન્યા, તો તીંયહાંન હોમજાવ્યો. ઓનો તાંહીં કોતીહ હીંમોત રાખીન સાવુલો ઈસુઅ બાબોતોમ ઉપદેસ આપનું, ઈં બી બારનાબા તીંયહાંન હોમજાવ્યો. 28 તાંહાંઅ માલીખોઅ ખાસ ખોબર્યોહોં સાવુલોન બી ઈસુઅ ચેલુ માની નેદુ. તીંહીંઅ હાતીઅ, તો તીંયહાંઅરી કાયોમ રેયુ ઓનો આખો યેરુસાલેમોમ ફીરીન હીંમોત રાખીન માલીખોઅ બાબોતોમ ઉપદેસ આપતુ રેયુ. 29 તીયા ગીરીક ભાસા બોનનારો યેહુદી લોકહોંઅરી ગોઠી ઓનો ચાચાર્ બી કોઅયા; પોન તે તીયાન માઈ ટાકાઅન મોથતાજ રેત્ના. 30 તીયાઅ આર્યોઅ વીસવાસહ્યોંન તીંહીંઅ ખોબોર પોળી તાંહાંઅ, તે સાવુલોન કાયસારીયા નેઅ ગોયા, ઓનો તાંહીં રેખ તીયાન વાહાણોમ બોહાવીન તારસુ સેરોમ એટલે કા, તીયાઅ પોતાઅ સેરોમ મોકની આપ્યુ.
31 આખો યેહુદીયા, ગાલીલ, ઓનો સામારીયા જીલ્લાહાંઅ મોંડોળહોંઅ લોક કોય બી જાતીઅ સોતામણ્યો વોગોર સાંત્યોઅ ઓનુભોવ કોઅત્ના, તે આત્મીક રીતો મોજબુત વેતા જાત્ના, માલીખોઅ બીખ રાખીન ચાનત્ના, ઓનો પોવીતોર આત્માઅ ઉફો કોઈન વાદારુ નો વાદારુ લોકહોંન ઈસુપોઅ વીસવાહ બી બોહતુ જાત્નું.
લુદદા ઓનો યોપ્પા સેરહોંમ પીતોર ચોમોત્કાર કોએહ
32 આમું એંહડો બોંણ્યો કા, બાદો જાગો ફીરતુ-ફીરતુ પીતોર, લુદદા સેરોમ રેનારો પોરમીહેરોઅ લોકહોંઅ મુલાકાત નેઆંન ગોયુ. 33 તાંહીં તો એનીયા નામોઅ એક માંહાંઅન મીલ્યુ કા જો લોખવાવાલો આથો, ઓનો આઠ વોરહો રેખ ફાતાર્યોમ રેખ ઉઠી નોખો સેકતો. 34 પીતોરો તીયાન આખ્યો, “એનીયા, ઈસુ ખ્રીસ્ત તુંન હારુ કોએહ! એટલે, આમુ ઉઠીન તોઅ ફાતારી ફેળી ને!.” તાંહાંઅ તુરુતુજ એનીયા હારુ વેયન ઉઠ્યુ. 35 લુદદા ઓનો સારોન સેરહોંમ રેનારો ઘોણો લોકહોં તીયાન દેખ્યુ, ઓનો તે માલીખોપોઅ વીસવાહ કોઅનારા બોંણ્યા.
36 યોપ્પા સેરોમ તાબીથા નામોઅ એક વીસવાસી થેઅ આથી. (તીયોઅ નામ ગીરીક ભાસામ “દોરકા” આહાય, તીંહીંઅ ઓર્થુ બી“ફોકળી” આહાય.) તે બાદો સોમોય બીજહાંઅ ભોલો કોઅત્ની ઓનો ગોરીબહોંઅ મોદોદ કોઅત્ની. 37 પીતોર લુદદા સેરોમ આથુ તેંહડામ એંહડો બોંણ્યો કા, તાબીથા માંદી પોળીન મોઈ ગોયી. તીયોઅ દોસદારહોં તીયોઅ મુરદાન ઉંઅગાવીન મેળાઅ ઉપોઅ એક ઓરવ્યોમ નોટાવી થોવનો. 38 આમુ, લુદદા સેર યોપ્પા સેરોઅ પાહોજ આથો; ઓનો યોપ્પા વેઅનો વીસવાસહ્યોં ઉનાઅયો કા, પીતોર લુદદામ આહાય; તાંહાંઅ તીંયહાં બેન માંહાંહાંન તીયાઅહીં મોકનીન તીયાન કાલાવાલા કોઅયા, “મેરબાની કોઈન, તું યોપ્પા ઉતવાલ્યુ આવ!”
39 તાંહાંઅ પીતોર તીયાર વેયન તીંયહાંઅરી ગોયુ. તાંહીં પોચતાજ તે માંહેંઅ તીયાન ઉપયાર્ેઅ ઓરવ્યોમ નેઅ ગોયે. તાંહીં રોળનાયાર્ રોંડોઅ થેઈ તીયાઅ ચારુ વેલ ફીરી વોલ્યા, ઓનો રોળતા-રોળતા તે, દોરકા જીવતી આથી તેંહડામ તીયો જે ડોગન્યા ઓનો ઝોબ્બા બોંણાવના તે પીતોરોન દેખાવત્યા જાયન રોળત્ન્યા. 40 પોન પીતોરો બાદો માંહાંહાંન બારે કાડી થોવ્યે, ઓનો ગુઠણો પોળીન પોરમીહેરોન ઓરોજ કોઅયી; હાતીઅ મુરદાઅ વેલ ફીરીન આખ્યો, “તાબીથા ઉઠ!” તાંહાંઅ તીયો પોતાઅ ડોંઆં ઉગાળીન પીતોરોન હેઅયુ, ઓનો બોઠી વેઅ ગોયી. 41 પીતોરો તીયોન આથોઅ ટેકુ આપીન ઉબી કોઅયી; ઓનો હાતીઅ તીયા તીયો રોંડોઅ થેઅહીંન, ઓનો બીજો બાદો વીસવાસહ્યોંન હાદીન તીંયહાંઅ આગલાઅ તીયોન જીવતી દેખાવી.
42 ઈંહીંઅ બાબોતોઅ ગોઠ આખો યોપ્પા સેરોમ ફેલાય ગોયી, ઓનો ઘોણા લોક માલીખોપોઅ વીસવાહ કોઅતા વેઅ ગોયા. 43 પીતોર યોપ્પામ સીમોન નામોઅ માંહાંઅ કોઅમે ઘોણા દીહ રેયુ. તો સીમોન ડોગરાઅ ચાંબળે પાકવાઅન કામ કોઅત્નું.