22
પાવુલોઅ પોતાઅ બોચાવ
1 “ઈસરાયેલ વોળીલહોં ઓનો માંઅ બીજો યેહુદી પાવહોહોં! માંઅ બોચાવોમ માંય તુમહાંન જો આખોંહ, તો ઉનાઆ.” 2 પાવુલોન તીંયહાંઅ પોતાઅજ બોન્યોમ બોનતુ ઉનાયન, તે બાદા એકદોમ ચુપ વેઅ ગોયા. પાવુલો આગોલ આખ્યો, 3 “માંય બી યેહુદીજ આહાય. માંય કીલીકીયા જીલ્લાઅ તારસુ સેરોમ જોલ્મુઅનું, ઓનો આય યેરુસાલેમ સેરોમુજ મોડુ વેયુહ, ઓનો આપોઅ આગલોઅ ડાયહાંન મોસે આપના નીયોમ પાલાઅન બી, માંયોં આંહીંજ ગામાલીયેલ નામોઅ ગુરુપોઅ રેખ સીકસોણ નેદોહ. ઓનો પોરમીહેરોપોઅ આજ તુમહાંન જેંહડી ભારી લાગણી આહાય તેંહડીજ લાગણી માંન બી આથી. 4 તીયો કારોણો ઈસુઅ પોંથોઅ નાસ કોઆંન માટો, ઈયો પોંથોઅ પાલનારહાંન માંયોં ભારી દુખે પાળ્યેહ. માંયોં તીંયહાં વેઅનો માટહ્યોંન ઓનો થેઅહીંન હાકલીહીં કોઈન બાંદાવીન જેલીમ પુરાવ્યેહ, ઓનો થોળાકહાંન માઈ બી ટાકાવ્યેહ. 5 આયો ગોઠીઅ મોડામ મોડુ પુંજારુ ઓનો આપોઅ યેહુદી પોંચોઅ બાદે માંહેંઅ બી સાક્સી આહાય. તીંયહાંપોઅ રેખુજ માંયોં દામાસ્કુ સેરો વેઅનો યેહુદી પાવહોહોંપોઅ કાગોલ લેખી માગનો, ઓનો તીયો કાગલોમ તીંયહાં માંન એંહડી સોત્તા આપની કા, માંય તીયો સેરોમ જાયન, તાંહીં જે ઈસુઅ પોંથોઅ માંહેંઅ આથે તીંયહાંન બાંદીન સાજા આપાવાઅન યેરુસાલેમ દાવી સેકોં.
પાવુલોઅ જીવોન-પોલ્ટુ
6 “ઓનો માંય દામાસ્કુ સેરોમ પોચાઅન તીયાર્યોમ આથુ તાંઉંજ, બોપરોઅ સોમોયો ઓચીંતુજ માંઅ ચારુ વેલ આંજવી ટાકે એંહડુ ઉજવોળ પોળ્યુ. 7 ઓનો માંય પુંયોંપોઅ આસાટા પોળ્યુ. ઓનો માંન એક ઓવાજ એવ આખતા ઉનાઅયુ , “સાવુલ! સાવુલ તું માંન કેવ સોતાવોહ?’ 8 તાંહાંઅ માંયોં તીયાન ફુચ્યો, “સાહેબ, તું કોડો આહાય’? તાંહાંઅ તીયા આખ્યો, માંય નાઝારેથો વાલુ ઈસુ આહાય! “માંઅપોઅ વીસવાસ રાખનારહાંન સોતાવીન તું ખોરેખોર માંનુંજ સોતાવોહ’. 9 માંઅ આરી આથા તીંયહાં તો ઉજવોળ તા દેખનું, પોન માંઅરી ગોઠી કોઅનારાઅ ઓવાજ તે ઉનાઅયા તેબી, તો કાય આખેહ તો તે હોમજી નેંય સેક્યા. 10 માંયોં માંઅરી ગોઠી કોઅનારાન ફુચ્યો, “માલીખ માંય કાય કોઓં?’ તાંહાંઅ માલીખો માંન આખ્યો, “ઉઠ ઓનો દામાસ્કુ સેરોમ જો! તોઅ કાય-કાય કોઅનુંઅ, તો બાદો હાતીઅ તુંન જાણાવાઈ! 11 તીયો ઉજવોળોઅ લીદો માંય આંદલુ વેઅ ગોયનું, તીંહીંઅ લીદો, માંઅ આયાર્અ, માંઅ આથ તેઈન માંન દામાસ્કુ સેરોમ દોરી ગોયા. 12 દામાસ્કુ સેરોમ આનાન્યા નામોઅ માંહુંઅ રેત્નો. તો ધોરમોઅ નીયોમ હારી રીતો પાલનારો, ઓનો પોરમીહેરોઅ ભારી ભોક્તી કોઅનારો આથો. ઓનો તાંહીંરેઅ બાદે યેહુદી માંહેંઅ તીયાન ભારી માનત્ને. 13 તો માંઅહીં આલો, ઓનો માંઅ પાહો ઉબો રેયન આખો ખેટ્યો , “સાવુલ! માંઅ પાવોહ, તું ફાચુ દેખતુ વે!’ ઓનો તીયોજ ઘેળી માંય ફાચુ દેખતુ વેઅ ગોયુ, ઓનો માંયોં તીયાન દેખ્યુ. 14 આજી તીયા માંન આખ્યો, “આપોઅ આગલોઅ ડાયહાંઅ પોરમીહેરો તુંન પોસોંદ કોઅયુહ, ઈંહીંઅ ખાતોર કા, તોઅ માટો તીયાઅ મોરજી કાય આહાય તો તું જાંઓ, ઓનો તીયો ધોરમી માંહાંઅ, એટલે, ખ્રીસ્તોઅ તું દોરસોન કોઓ, ઓનો તીયાઅ ગોઠી ઉનાઓ. 15 કેવકા, દુન્યાઅ લોકહોંઅ આગલાઅ તું તીયાઅ સાક્સી પુરનારુ બોંણહો. તુંયોં તીયાપોઅ રેખ જો કાંય દેખ્યોહ ઓનો ઉનાઅયોહ, તીંહીંઅ બાબોતોમ બીજહાંન તોઅ આખી દેખાવનુંઅ આહાય.’ 16 તાંહાંઅ આમુ વાદારુ કાંહાંન કોઓહ? ઉઠીન માલીખોન ઓરોજ કોઈન બાપતીસ્મા ને! ઓનો તો તોઅ પાપ તુવી ટાકીઅ.’
યેહુદી સીવાયોઅ લોકહોંઅ સેવોક બોંણાઅન પાવુલોન પોરમીહેર હાદેહ
17 “માંય ફાચુ યેરુસાલેમ આલુ હાતીઅ, એક દીહ માંય મોંદીરોમ પોરમીહેરોન ઓરોજ કોઅત્નું તાંહાંઅ, માંન એક દોરસોન વેયો. તીંહમેઅ માલીખો માંન આખ્યો, 18 “ઉતવાલ કોઅ! ઓનો યેરુસાલેમોમ રેખ નીંગી જો! કેવકા, આંહીંરેઅ માંહેંઅ માંઅ બાબોતોમ તું જો સાક્સી આપહો, તે માનનારે નાંહ.’ 19 તાંહાંઅ માંયોં આખ્યો, “માલીખ, તે બાદે જાંઅતેહજ કા, માંય ભોક્તી મોંડોળોઅ કોઅહોં-કોઅહોં જાયન, તોઅપોઅ વીસવાહ રાખનારહાંન તેઈ દાવીન જેલીમ પુરાવત્નું, ઓનો ચાપકાઅ માર દેવાત્નું. 20 ઓનો તે તોઅ બાબોતોમ સાક્સી આપનારો સ્તેફાનોન માઈ ટાકત્ને તાંહાંઅ, તીંહમેઅ માંય બી હાંજ આથુ, ઓનો તીયાન માઅનારહાંઅ માંય પોતળે હાચવુઅત્નું. એટલે, માંઅ જીવોનોઅ બોદલાણોઅ બાબોતોમ જાંઈંન, તે માંઅ ગોઠ જુરુલ માનીઅ.’ 21 પોન તીયા માંન આખ્યો, “યેરુસાલેમોમ રેખ ચાલ્યુ જો! કેવકા, માંઅ તુંન સેટો યેહુદી સીવાયોઅ લોકહોંમ માંઅ બાબોતોઅ ગોઠ જાહેર કોઆંન મોકનુનુંઅ આહાય.”’ 22 યેહુદી સીવાયોઅ લોકહોંઅ બાબોતોમ પાવુલો નેંય આખ્યો તાંઉં લોગોઅ, તીયો લોકહોં પાવુલોઅ ગોઠ ઉનાઅયી. પોન હાતીઅ જોરપોઅ-જોરપોઅ બોમને ખેટયે , “ઈયાન પોતાવી ટાકા! આય તોરત્યોપોઅ રેખ તીયાઅ નામ તુવી ટાકા! તો જીવતુ રેઆંન લાયોક નાંહ!” 23 પાવુલ પોરમીહેરોઅ નીંદા કોએહ તીંહીંઅ વીરુદ દેખાવ કોઆંન માટો, તે બાદે પોતાઅ પોતળે ચીરી ટાકીન ઉચો ઉબાલત્ને, ઓનો ઉદલુઅ ઉડવુઅત્ને. 24 એટલે, તીયો ઓમોલદારો પાવુલોન કીલ્લામ નેઅ જાઆંન હુકોઅ કોઅયુ, ઓનો બાદે તીયાઅ વીરુદ કાંહાંન બોમનુઅતેહ તો જાંઆંન માટો, પાવુલોન ચાપકાહાંઅ માર દે-દેન કોબુલ કોઆવાઅન સોયનીકહોંન હુકોમ કોઅયુ. 25 ઓનો તીંયહાં તીયાન ચાપકાહાંઅ માર દેઆંન માટો બાંદયુ તાંહાંઅ, તીયાઅ પાહો ઉબો રેયનો સોયનીકહોંઅ ઓમોલદારોન પાવુલો આખ્યો, “ગુનું સાબીત વેયા વોગોર કોય બી રોમોઅ નાગરીકોન ચાપકાઅ માર દેનુંઅ તો, કાયદેસોર આહાય કા?” 26 તાંહાંઅ તીયો ઓમોલદારો તીયાઅ ઉપરી ઓમોલદારોન આખ્યો, “તું આય કાય કોઈ બોઠુહ? આય માટી તા રોમોઅ નાગરીક આહાય!” 27 તાંહાંઅ તીયો ઉપરી ઓમોલદારો જાયન પાવુલોન ફુચ્યો, “માંન આખેઅ કા, તું રોમોઅ નાગરીક આહાય કા? “તાંહાંઅ પાવુલો આખ્યો “ઓં હુદાઅજ માંય રોમોઅ નાગરીક આહાય! ” 28 તાંહાંઅ તીયો ઉપરી ઓમોલદારો પાવુલોન આખ્યો, “માંય તા હામટી રોકોમ ખોરચીન રોમોઅ નાગરીક બોંણ્યુહ.” તાંહાંઅ પાવુલો આખ્યો, “માંય તા જોલમો રેખુજ રોમોઅ નાગરીક આહાય!” 29 હાતીઅ પાવુલોઅ ગોઠ ઉનાયન, તીયાઅ ગુનાઅ તાપાસ કોઅનારા તે સોયનીક નાહી પોળ્યા, ઓનો પાવુલ રોમોઅ નાગરીક આહાય તેબી, તીયાન બાંદાવીન નો ચાપકાહાંઅ માર દેવાવીન પોતો રોમોઅ કાયદુ તોળ્યુહ તો ઈયાદ આવતા, તો ઉપરી ઓમોલદાર બી બીયુ.
યેહુદી પોંચોઅ આગલાઅ પાવુલ
30 બીજો દીહ તીયો ઓમોલદારો, પાવુલોઅ આથ-પાગ બાંદના તે હાકલી સોળ્યા, ઓનો યેહુદી પાવુલોઅ વીરુદ કેવ ઓત્તી ધામાલ કોઅતાહ તો જાંઆંન માટો, મોડો પુંજારહાંઅ ઓનો યેહુદી પોંચોઅ એક મીટીંગ હાદી, ઓનો તો પાવુલોન તીયો મીટીંગોઅ આગલાઅ નેઅ ગોયુ.