8
મોડો દુખોવાલો એક માંહાંઅન ઈસુ હારો કોએહ
(માર્ક 1:40-45; લુક 5:12-16)
1 ઈસુ ડોગર્યોપોઅ રેખ એઠા આલુ તાંહાંઅ, ઘોણે માંહેંઅ તીયાઅ ફાચલાઅ ગોયે. 2 તાંહાંઅ મોડો દુખોવાલો એક માંહુંઅ તીયાઅહીં આલો, ઓનો તીયાઅ પાગો પોળીન તીયાન આખ્યો, “સાહેબ, માંન હારુ કોઆંન તોઅ મોરજી વેય તા, માંન હારુ કોઅ! કેવકા, તું માંન હારુ કોઈ સેકોહ.”
3 તાંહાંઅ “મોડો દુખો વાલાઅ પાહો નેંય જાનુંઅ’ તીયો નીયોમોઅ પારવાઅ કોઅયા વોગોર, ઈસુ તીયાન હારુ કોઆંન ખાતોર પોતાઅ આથ લાંબુ કોઈન તીયાન ઓળકયુ. હાતીઅ ઈસુ તીયાન આખ્યો, “માંઅ તા તુંન હારુ કોઆંન મોરજી આહાયજ! એટલે, આમુ માંય તુંન હારુ કોઓંહ!” તાંહાંઅ તુરુતુજ તીયો માંહાંઅ મોડો દુખ મોટી ગોયો. 4 તાંહાંઅ ઈસુ તીયાન આખ્યો, “ધીયાનોમ રાખજો: માંયોં તુંન હારુ કોઅયુહ એ બાબોત, પુંજારા સીવાય કોડાન બી આમુ તાંઉં નોખુ આખતુ. પોન તીંહીંઅ બોદલો, યેરુસાલેમો વેઅનો મોંદીરોમ જાજો, ઓનો તાંહીં પુંજારાન તોઅ સોરીદ દેખાવજો, ઈંહીંઅ ખાતોર કા, તુંન આમુ મોડો દુખ નાંહ તો, તો હેઈ સેકે. ઓનો જીંયહાંઅ મોડો દુખ હારો વેયોહ તીંયહાંન મોસે, પોરમીહેરોન જો ભોગ ઓરપોણ કોઆંન હુકોમ કોઅયુહ, તીયો ઓરપોણોઅ સામાન તીયો પુંજારાન આપજો! ઓનો તો તું હારુ વેયુહ તે ગોઠ લોકહોંન જાહેર કોઈઅ. તીંહીંઅ પોરીણામો, તું ફાચુ બીજો લોકહોંઅરી રેઅ સેકહો.”
રોમ સારકારોઅ એક ઓમોલદારોઅ ચાકોરોન ઈસુ સેટો રેયનુંજ હારુ કોએહ
(લુક 7:1-10)
5 ઈસુ કાપેરનાહુમ સેરોમ વીઠુ તાંહાંઅ, રોમ લોસકોરોઅ એકહો સોયનીકહોંઅ ઉપરી, એક ઓમોલદાર તીયાઅહીં આલુ. 6 તીયા ઈસુન કાલાવાલા કોઅયા કા ઈસુ તીયાઅ મોદોદ કોએ. તીયા ઈસુન આખ્યો, “સાહેબ, માંઅ ચાકોર માંદુ વેયન કોઅમે ફાતાર્યોમ પોળ્યુહ. તો આન-ચાન બી નાંહ કોઈ સેક્તુ, ઓનો તો ભારી રીબાઅહે.”
7 તાંહાંઅ ઈસુ તીયાન આખ્યો, “માંય તોઅ કોઅ આવીન તીયાન હારુ કોઅહીં.”
8 તાંહાંઅ તીયો ઓમોલદારો જોવાબ આપ્યુ, “નાંહ સાહેબ, તું માંઅ કોઅ આવો ઓત્તુ માંય લાયોક નાંહ, કાંહાંનકા માંય યેહુદી નાંહ. માંઅ ચાકોર હારુ વેય એવ તું આંહીં રેખ હુકોમ ઓતુહજ કોઅજો, ઓનો તો હારુ વેઅ જાઈ. 9 આય બાબોત માંય જાંઓંહ, કાંહાંનકા, માંય પોતો બી માંઅ ઉપરી ઓમોલદારહોંઅ આથોઅ એઠા કામ કોઓંહ, ઓનો માંઅ આથોઅ એઠા બી કામ કોઅનારા સોયનીક આહાય. ઓનો માંય એક સોયનીકોન જાઆંન હુકોમ કોઓંહ તા, તો જાહે, ઓનો બીજો સોયનીકોન આવાઅન હુકોમ કોઓંહ તા, તો આવેહ, ઓનો માંઅ ગુલામોન “આય કોઅ’ એવ હુકોમ કોઓંહ તા, તો ગુલામ તેવ કોએહ. માંય એક હાન્નું ઓમોલદાર આહાય તેબી, માંઅ આથોઅ એઠા કામ કોઅનારહાંન હુકોમ કોઈન કામ કોઆવી સેકોંહ; તા માંન વીસવાહ આહાય કા, તું ભારી તાકોતોવાલુ આહાય, ઓનો તીંહીંઅ લીદો આંહીંજ રેયન તું હુકોમ કોઓ તેબી, માંઅ ચાકોર હારુ વેઅ જાઈ.”
10 આય ઉનાયન ઈસુન ભારી નોવાય લાગી, ઓનો તીયા પોતાઅ ફાચલાઅ આવનારો માંહાંહાંન આખ્યો, “માંય તુમહાંન નોક્કીજ આખોંહ: માંઅપોઅ ઓત્તુ બાદુ વીસવાહ રાખનારાન માંયોં ઈસરાયેલ લોકહોંમ બી નાંહ દેખ્યો. 11 ઈયાદ રાખા કા, દીહ ઉગતાઅ વેલોઅ નો દીહ બુડતાઅ વેલોઅ દેસહોંઅ, યેહુદી સીવાયોઅ ભારી માંહેંઅ માંઅપોઅ વીસવાહ રાખીઅ, ઓનો તે પોરમીહેરોઅ આવનારો રાજોમ આપોઅ આગલાઅ ડાયા આબરાહામ, ઈસાક, ઓનો યાકોબોઅ આરી બોહીન જેમોણ કોઈઅ. 12 પોન જીયો યેહુદી માંહાંહાંઅ માટો પોરમીહેરો તો રાજ તીયાર કોઅનો, તીંયહાં વેઅને જે માંહેંઅ માંઅપોઅ વીસવાહ નેંય રાખીઅ, તીંયહાંન પોરમીહેર આંદારાવાલો નોરકોમ ટાકી દેઈ. તાંહીં તે પોતાઅ ભારી દુખ જાહેર કોઅતા રોળીઅ નો દાત કોકરાવીઅ.” 13 હાતીઅ ઈસુ તીયો ઓમોલદારોન આખ્યો, “કોઅ જો! આંહીંજ રેયન માંય તોઅ ચાકોરોન હારુ કોઈ સેકોંહ એવ તુંયોં વીસવાહ કોઅયુહ; તીંહીંઅ પોરીણામો, તોઅ ચાકોર હારુ વેઅ જાઈ.” ઓનો તીયોજ ઘેળી, તીયો ઓમોલદારોઅ ચાકોર હારુ વેઅ ગોયુ.
ઈસુ ઘોણો માંદો માંહાંહાંન હારે કોએહ
(માર્ક 1:29-34; લુક 4:38-41)
14 ઈસુ પોતાઅ ચેલહાંઅરી પીતોરોઅ કોઅ ગોયુ. તાંહાંઅ તીયા પીતોરોઅ હાહુળ્યોન બોરાઅ લીદો ફાતાર્યોમ પોળી રેયની દેખી. 15 તાંહાંઅ તીયોન હારી કોઆંન ખાતોર ઈસુ તીયોઅ આથોન ઓળકયુ, ઓનો તુરુતુજ તીયોઅ બોરુ ઉતરી ગોયુ. ઓનો તે ઉઠી ઓનો તીંયહાંઅ માટો ખાઆંન બોંણાવી ખેટી. 16 વાઅતો પોળ્યો તાંહાંઅ, આરામોઅ દીહ પુરુ વેતાજ, માંહેંઅ પુત લાગનો ઘોણો લોકહોંન ઈસુઅહીં દાલે. ઓનો તીયા પોતાઅ તાકોતોવાલો સોબદા કોઈનુંજ તીયો પુતહોંન કાડયા, ઓનો બીજો બાદો માંદહાંન બી હારે કોઅયે. 17 એંહડો ઈંહીંઅ ખાતોર બોંણ્યો કા, પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારો જુનો જોમાનાઅ યેસાયા, ખ્રીસ્તોઅ બાબોતોમ જો લેખનો તો હાચો પોળે. યેસાયા એવ લેખનો , “તીયા પોતોજ આપોઅ માંદવાળી નેઅ નેદયાહ, ઓનો આપોઅ રોગ વેઠી નેદાહ.”
ઈસુઅ હાચો ચેલાઅ લાયકાત
(લુક 9:57-62)
18 પોતાઅ ચારુવેલ લોકહોંન ટોલુ વોલના દેખીન, ઈસુ તીયાઅ ચેલહાંન તાલાયોઅ તીયો તોળી જાઆંન હુકોમ કોઅયુ. 19 તે તાંહીં રેખ નીંગાઅન તીયારી કોઅત્ના તાંહાંઅ, યેહુદી નીયોમ હીકવુઅનારુ એક જાંઅ તીયાઅહીં આલુ. ઓનો તીયાન આખ્યો “ગુરુજી, તું જાંહીં બી જાહો તાંહીં, માંય તોઅ ચેલા તોરીકો તોઅ ફાચલાઅ આવહીં.” 20 તો ઈસુઅ આરી જાય તા કોન્યો સોગવોળોઅ આસા તો રાખી સેકે તો તીયાન દેખાવાઅન, ઓનો તીયાઅ વીસવાહોન પારખાઅન માટો ઈસુ તીયાન આખ્યો, “કોનહાંઅ રેઆંન માટો દોરે રેતેહ, ઓનો ચીળહાંઅ હુવાઅન માટો ખોટેઅ રેતેહ, પોન માંહાંઅ પોયોરોઅ એટલે માંઅ તા, મુનકો થોવીન હુવાઅન બી જાગુ નાંહ.”
21 હાતીઅ ચેલહાં વેઅનો બીજો એક માંઅહાં તીયાન આખ્યો, “માલીખ, પેલ્લાઅ માંન જાયન માંઅ બાહકુ મોએ હાતીઅ તીયાન ડાટીન, હાતીઅ તોઅ ચેલા તોરીકો તોઅરી આવાઅન રાજાય આપ.” 22 પોન ઈસુ તીયાન જોવાબ આપ્યુ, “આમુ માંઅ આરી આવ, ઓનો આત્મીક રીતો જે મોઅને માંહેંઅ આહાય તે તીંયહાંઅ મોઅનો માંહાંહાંન ડાટે.”
ઈસુ વાયચુળાન બોંદ કોએહ
(માર્ક 4:35-41; લુક 8:22-25)
23 હાતીઅ ઈસુ ઉળ્યોમ બોઠુ, ઓનો તાલાયોઅ તોળી-તોળી બીજ્યો વેલ જાઆંન નીંગ્યુ. ઓનો તીયાઅ ચેલા બી તીયાઅરી ગોયા. \cat LB00213C.TIF \cap તાલાયોમ વાયચુળો 24 તાંહાંઅ એક્કાઅયોજ તાલાયોમ મોડો વાયચુળો આલો. ઓનો તીંહીંઅ લીદો, ચુવહાંઅ પાંઅયોં કોઈન ઉળી પોરાઈ ખેટી. પોન ઈસુ તા હુવ્યા કોઅત્નું.
25 તાંહાંઅ તીંયહાં ઈસુઅહીં જાયન તીયાન ઉઠવ્યુ ઓનો આખ્યો, “ઓ માલીખ, આમહાંન બોચાવેઅ નેતા આમું બુડી જાહું.”
26 તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “ઓ ઓસુ વીસવાહ રાખનારહાં, તુમું ઓત્તા બાદા કેવ કાબરાય ગોયાહ?” હાતીઅ તો ઉઠ્યુ ઓનો વારાન ઓનો ચુવહાંન બોંદ પોળાઅન હુકોમ કોઅયુ, ઓનો તુરુતુજ વારો નો ચુવે ઓટકી ગોયે. ઓનો એવ કોઈન તાલાયોમ એકદોમ સાંતી વેયી.
27 તાંહાંઅ તીયો ચેલહાંન ભારી નોવાય લાગી. તીંયહાં આપ્યો , “તો બીજહાં કોઅતા ઓલોગુજ માંહુંઅ આહાય. વારો નો ચુવે બી ઈયાઅ આખનો માનતેહ!”
પુત લાગનો બેન માંહાંહાંમ રેખ ઈસુ પુત કાડેહ
(માર્ક 5:1-20; લુક 8:26-39)
28 તે ગાલીલ તાલાયોઅ તીયો તોળી આલા તાંહાંઅ, ગાદારેને લોક રેત્ના તીયો વીસ્તારોમ તે આવી પોચ્યા. ઈસુ ઉળ્યોમ રેખ ઉતરીન વાટો ચાનુ ખેટ્યુ તાંહાંઅ, પુત લાગને બેન માંહેંઅ, કોબીરહોંઅ જાગો રેખ, એટલે કા, જાંહીં તે રેત્ને તાંહીં રેખ, નીંગી આલે, ઓનો ઈસુન મીલ્યે. તે ભારી બીખ લાગે એંહડે આથે, તીંહીંઅ લીદો તીયો વાટો જાઆંન કોડાઅ બી હીંમોત નોખી વેતી. 29 ઈસુન દેખીન તે માંહેંઅ ઓચીંતે બોમની ઉઠયે , “ઓ પોરમીહેરોઅ પોયરા, આમહાંન એવુજ રેઆંન દે! કેવકા, આમાંઅ નો તોઅ કાંય લાગ-ભાગ નાંહ. પોરમીહેરો નોક્કી કોઅનો સોમોયો પેલ્લાઅ આમહાંન રીબાવાઅન તુંન કાંય હોક નાંહ.”
30 તે આથા તાંહીં રેખ થોળોકુજ સેટો, ડુખરાહાંઅ એક મોડુ ટોલુ ચોરત્નું. 31 તાંહાંઅ પુતહોં ઈસુન કાલાવાલા કોઅયા, “તું આમહાંન આય માંહાંહાંમ રેખ ઓળી કાડનારુજ આહાય! તીંહીંઅ લીદો, મેરબાની કોઈન હોલો ડુખરાહાંઅ ટોલામ આમહાંન મોકની દે!”
32 તાંહાંઅ ઈસુ તીંયહાંન આખ્યો, “જાયા!” તાંહાંઅ તે તીયો માંહાંહાંમ રેખ નીંગ્યા, નો તીયો ડુખરાહાંન લાગ્યા. ઓનો ડુખરાહાંઅ આખુ ટોલુ ટેકયાર્ેઅ કારાઈપોઅ રેખ તાલાયોમ ટુટી પોળ્યુ, ઓનો બુડી ગોયુ.
33 તાંહાંઅ ડુખરાહાંન ચારત્ને તે માંહેંઅ તો દેખીન નાઠે, ઓનો સેરોમ ગોયે ઓનો આખી બીના બીજહાંન આખી દેખાવી. ઓનો પુત લાગનો તીયો માંહાંહાંન કાય વેયનો તો બી તીંયહાંન આખ્યો. 34 તાંહાંઅ સેરોઅ ઘોણે માંહેંઅ સેરોમ રેખ નીંગીન ઈસુન મીલે ગોયે, ઓનો તીયાન દેખ્યુ તાંહાંઅ તીંયહાં તીયાન, તીંયહાંઅ વીસ્તારોમ રેખ ચાલ્યુ જાઆંન કાલાવાલા કોઅયા. કેવકા, તીંયહાં વીચાર્યો કા, ઈસુ આંહીં રેય તા, તીંયહાંઅ મીલકોતોન આજી વાદારુ નુકસાન વેઈ.