માથ્યો લેખની હારી ગોઠ
1
ઈસુ જો ખ્રીસ્ત આહાય તીયાઅ આગલોઅ ડાયહાંઅ ઈયાદી
(લુક ૩:૨૩-૨૮)
1 ઈસુ જો ખ્રીસ્ત a આહાય તીયાઅ આગલોઅ ડાયહાંઅ ઈયાદી એવ આહાય: તો દાવીદ રાજાઅ વોસુલા વેઅનું b આથુ; દાવીદ આબરાહામોઅ વોસુલા વેઅનું c આથુ.
2 આબરાહામ ઈસાકોઅ બાહકુ આથુ; ઈસાક યાકોબોઅ બાહકુ આથુ; યાકોબ યેહુદા ઓનો તીયાઅ પાવહોહોંઅ બાહકુ આથુ. 3 યેહુદા પેરેસ ઓનો ઝેરાઅ બાહકુ આથુ; તીંયહાંઅ યાહકી તામાર આથી. પેરેસ હેસરોનોઅ બાહકુ આથુ; હેસરોન આરામોઅ બાહકુ આથુ. 4 આરામ આમીનાદાબોઅ બાહકુ આથુ; આમીનાદાબ નાહસોનોઅ બાહકુ આથુ; નાહસોન સાલમોનોઅ બાહકુ આથુ. 5 સાલમોન બોવાસોઅ બાહકુ આથુ; બોવાસોઅ યાહકી રાહાબ d આથી. બોવાસ ઓબેદોઅ બાહકુ આથુ; ઓબેદોઅ યાહકી રુથ e આથી. ઓબેદ ઈસાયોઅ બાહકુ આથુ. 6 ઈસાય દાવીદ રાજાઅ બાહકુ આથુ. દાવીદ સાલોમોનોઅ બાહકુ આથુ; સાલોમોનોઅ યાહકી બાથસેબા આથી; તે પેલ્લાઅ ઉરીયાઅ નાડી આથી. 7 સાલોમોન રેહોબેયામોઅ બાહકુ આથુ; રેહોબેયામ આબીયાઅ બાહકુ આથુ; આબીયા આસાઅ f બાહકુ આથુ. 8 આસા યેહોસાફાટોઅ બાહકુ આથુ; યેહોસાફાટ યોરામોઅ બાહકુ આથુ; યોરામ ઉઝીયાઅ આગલુઅ ડાયુ g આથુ. 9 ઉઝીયા યોથામોઅ બાહકુ આથુ; યોથામ આહાસોઅ બાહકુ આથુ; આહાસ હેઝેકીયાઅ બાહકુ આથુ. 10 હેઝેકીયા માનાસેહોઅ બાહકુ આથુ; માનાસેહ આમોનોઅ બાહકુ આથુ; આમોન યોસીયાઅ બાહકુ આથુ. 11 યોસીયા યેખોનીયા ઓનો તીયાઅ પાવહોહોંઅ બાહકુ આથુ. તે બાબીલોન દેસોઅ રાજા ઈસરાયેલ લોકહોંન કેદહ્યોં તોરીકો બાબીલોનોમ તેઈ નેઅ ગોયનું તેંહડામ રેયના.
12 બાબીલોન દેસોઅ રાજા ઈસરાયેલ લોકહોંન તેઈ નેઅ ગોયનું તીંહીંઅ ફાચલાઅ વેયન્યા પીળી: યેખોનીયા સેયાલથીયેલોઅ બાહકુ આથુ; સેયાલથીયેલ ઝેરુબાબેલોઅ મોડુ બાહકુ h આથુ. 13 ઝેરુબાબેલ આબીયુદોઅ બાહકુ આથુ; આબીયુદ એલીયાકીમોઅ બાહકુ આથુ; એલીયાકીમ આઝોરોઅ બાહકુ આથુ. 14 આઝોર ઝાદોકોઅ બાહકુ આથુ; ઝાદોક આકીમોઅ બાહકુ આથુ; આકીમ એલીયુદોઅ બાહકુ આથુ. 15 એલીયુદ એલેયાઝારોઅ બાહકુ આથુ; એલેયાઝાર માથાનોઅ બાહકુ આથુ; માથાન યાકોબોઅ બાહકુ આથુ.
16 યાકોબ યોસેફોઅ બાહકુ આથુ; યોસેફ મારીયોમોઅ માટી આથુ; મારીયોમ ‘ખ્રીસ્ત’ આખાઅનારો ઈસુઅ યાહકી આથી.
17 એવ કોઈન, આબરાહામોઅ વોખોતો રેખ દાવીદોઅ વોખોતો લોગોઅ બાદયા મીલીન ચોવુદ પીળી વેયા; દાવીદોઅ વોખોતો રેખ બાબીલોઅ દેસોઅ રાજા ઈસરેલી લોકહોંન કેદી તોરીકો બાબીલોનોમ તેઈ નેઅ ગોયુ તીયો વોખોતો લોગોઅ ચોવુદ પીળી વેયા; તેંહડામ રેખ ખ્રીસ્ત જોલમુઅનું તીયો વોખોતો લોગોઅ ચોવુદ પીળી વેયા.
ઈસુઅ જોલમો
(લુક ૨:૧-૭)
18 ખ્રીસ્ત ઈસુઅ જોલમો એવ કોઈન વેયો: ઈસુઅ યાહકી મારીયોમોઅ હોગાય યોસેફોઅરી વેયની. તીંહીંઅ ફાચલાઅ, માટી-થેઅ તોરીકો તીંયહાંઅ મીલાપ વેય તીંહીંઅ પેલ્લાઅ, મારીયોમોન ખોબોર પોળી કા તે પોવીતોર આત્માઅ તાકોતો કોઈન પાઈ-જીવોઅ વેયીહ. 19 તાંહાંઅ તીયોઅ માટી યોસેફ હાચો માંહુંઅ આથો તીંહીંઅ લીદો, તીયા જાહેર રીતો તીયોઅ ઓપમાન કોઆંન મોરજી નેંય રાખી, પોન તીયોઅરી પોતો કોઅની હોગાય સુપી રીતો તોળી ટાકાઅન વીચાર કોઅયુ. 20 ઓનો તો ઈયો બાબોતોમ વીચારત્નું તાંહાંઅજ, માલીખો મોકનુઅનો એક દુતો તીયાન હીઅમામ દેખાયન આખ્યો, “દાવીદ રાજાઅ વોસુલા વેઅના યોસેફ, મારીયોમોન તોઅ થેઅ તોરીકો તોઅ કોઅ હાદી દાવનુંઅ તો ખોટો આહાય એંહડી બીખ નોખુ રાખતુ. કાંહાંનકા, તે પોવીતોર આત્માઅ તાકોતો કોઈનુંજ પાઈ-જીવોઅ વેયીહ. 21 તે એક પોયોરોન જોલમો આપીઅ, ઓનો તું તીયાઅ નામ ઈસુ પાળજો, તીયો નામોઅ ઓર્થુ આહાય , “માલીખ બોચાવેહ’. કાંહાંનકા, તો પોતાઅ લોકહોંન તીંયહાંઅ પાપહોંઅ સીકસામ રેખ બોચાવીઅ.”
22 ખ્રીસ્તોઅ જોલમોઅ બાબોતોમ માલીખો, તીયા જાણાવની ગોઠ જાહેર કોઅનારાઅ મારફોતો જુનો જોમાનામ જો આખનો, તો હાચો પોળે તીંહીંઅ લીદો, આય બાદો બોંણ્યો. તીયા એવ આખનો, 23 
“હેઆ! કુમારી પોયરી પાઈ-જીવોઅ વેઈ!
ઓનો તે એક પોયોરોન જોલમો આપીઅ,
ઓનો તો પોયોર “ઈમ્માનુયેલ’ આખાઈ.
(“ઈમ્માનુયેલ’ એટલે “પોરમીહેર આપોઅ આરી આહાય’).”
24 તીંહીંઅ લીદો, યોસેફ નીંદોમ રેખ જાગ્યુ તાંહાંઅ, તીયા, માલીખો મોકનુઅનો દુતો તીયાન જેવ હુકોમ કોઅનું તેવ કોઅયો. તો મારીયોમોન પોતાઅ થેઅ તોરીકો તીયાઅ કોઅ હાદી દાલુ. 25 પોન તીયોઅ પોયોર જોલમ્યુ તાંઉં લોગોઅ યોસેફો તીયોઅરી મીલાપ નેંય કોઅયુ. ઓનો પોયોર જોલમ્યુ તાંહાંઅ, યોસેફો તીયાઅ નામ ઈસુ પાળ્યો.