2
ગીયાની લોક ઈસુઅ મુલાકાતો આવતાહ
1 “મોડુ હેરોદ” આખાઅત્નું તો રાજા રાજ કોઅત્નું તેંહડામ, યેહુદીયા જીલ્લાઅ બેથલેહેમ ગામોમ ઈસુ જોલમ્યુ. તેંહડામ થોળાક ગીયાની લોકa દીહ ઉગતાઅ વેલ રેખ યેરુસાલેમ સેરોમ આલા, 2 ઓનો તાંહીંરોઅ લોકહોંન ફુચ્યો, “યેહુદહ્યોંઅ રાજા વેઆંન જોલમ્યુહ તો પોયોર કાંહીં આહાય? તીયાઅ જોલમોઅ નીસાણ્યોઅ તારાનb આમહાં દીહ ઉગતાઅ વેલ ઉગતુ દેખ્યુ, ઓનો તીંહીંઅ લીદો તીયો પોયોરોઅ ભોક્તી કોઆંન આલાહ.”
3 તે ગોઠ ઉનાયન, હેરોદ ઓનો તીયાઅરી યેરુસાલેમ સેરોઅ ઘોણા લોક ગુચવોણોમ પોળી ગોયા. 4 હાતીઅ હેરોદો બાદો મોડો પુંજારહાંન ઓનો નીયોમ હીકવુઅનારહાંન એકઠા કોઅયા, ઓનો તીંયહાંન ફુચ્યો, “ખ્રીસ્ત કાંહીં જોલમીઅ?”
5 તાંહાંઅ તીંયહાં જોવાબ આપ્યુ, “યેહુદીયા જીલ્લાઅ બેથલેહેમોમ તો જોલમીઅ. કાંહાંનકા, પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારા એવ લેખ્યોહ કા, 6
“પોરમીહેરો આખ્યો, “ઓ! યેહુદીયા જીલ્લાઅ બેથલેહેમ ગામોઅ લોકહોં,
યેહુદીયા જીલ્લાઅ બીજો બાદો ગામહોં કોઅતા તુમાંઅ ગામ કોય બી બાબોતોમ ઉતરુઅતો નાંહ;
કેવકા, તુમાંઅ ગામોમ રેખ એક એંહડુ રાજ કોઅનારુ પેદા વેઈ
કા જો માંઅ ઈસરાયેલ લોકહોંપોઅ રાજ કોઈઅ.’ ”
7 તાંહાંઅ હેરોદ, દીહ ઉગતાઅ વેલ રેખ આલનો નો તારહાંઅ ઓબ્યાસ કોઅનારો તીયો લોકહોંન ખાનગ્યોમ મીલ્યુ, ઓનો તારુ કોંહડામ દેખાઅનું તો ખોરુ સોમોય તીંયહાંપોઅ રેખ તીયા બોરાબોર જાંઈં નેદુ, ઈંહીંઅ ખાતોર કા, પોયોરોઅ ઉંમોર તો બોરાબોર ગોંણી સેકે. 8 હાતીઅ તીયા તીંયહાંન એવ ઝુટ્યો રીતો આખીન બેથલેહેમ મોકન્યા: “તુમું જાયન પોયરાઅ બોરાબોર હોદણી કોઆ, ઓનો તો તુમહાંન જોળે તાંહાંઅ, માંન બી ખોબોર આપજા, ઈંહીંઅ ખાતોર કા, માંય બી જાયન તીયાઅ ભોક્તી કોઓં.”
9 રાજાઅ ગોઠ ઉનાયન હાતીઅ, તે લોક તાંહીં રેખ પોતાઅ વાટો ચાની નીંગ્યા. ઓનો હેઆ! જો તારુ તીંયહાં દીહ ઉગતાઅ વેલ પેલ્લાઅ દેખનું, તોજ તીંયહાં ફાચુ દેખ્યુ. ઓનો તો તારુ તીંયહાંઅ આગોલ-આગોલ ચાનત્નું, ઓનો પોયરો આથો તીયો જાગાઅ ઉપોઅ આવીન થોબ્યુ. 10 તો દેખીન તે એકદોમ ખુસ વેયા. 11 ઓનો તે કોઅમે ગોયા. ઓનો પોયરાન તીયાઅ યાહકયોઅહીં દેખ્યો. તાંહાંઅ તે તીયાઅ પાગો પોળ્યા, ઓનો તીયાન સાલામ કોઅયી; હાતીઅ તીંયહાં કીમતી ચીજી થોવાઅન પોતાપોઅ આથ્યા તે પેટયા ખોલ્યા, ઓનો તીંહમેઅ રેખ હોનો, લોબાન ઓનો ધુપ કોઆંન વાપરાઅહે તો બોળ નામોઅ ચીકોઅ ભેટ આપી.
12 હાતીઅ તે બીજયો વાટો પોતાઅ દેસોમ ફાચા ગોયા. કાંહાંનકા, પોરમીહેરો તીંયહાંન હીઅમામ ચેતવી દેદના , “હેરોદોઅહીં ફાચા નોખા જાતા.”
યોસેફ પોતાઅ કુટુમોઅરી મીસોર દેસોમ નાહી જાહે
14 તાંહાંઅ યોસેફ ઉઠ્યુ, ઓનો પોયરાન ઓનો તીયાઅ યાહકયોન નેયન તીયો રાતીજ મીસોર દેસોમ ચાલ્યુ ગોયુ, 15 ઓનો હેરોદ મોઅયુ તાંઉં લોગોઅ તો તાંહીંજ રેયુ. ફાચલાઅ રેખ, યોસેફ, પોયોર ઓનો મારીયોમોઅરી મીસોર દેસોમ રેખ ઈસરાયેલ દેસોમ ફાચુ ગોયુ તાંહાંઅ, માલીખો તીયા જાણાવની ગોઠ જાહેર કોઅનારાઅ મારફોતો ઘોણો વોરહો પેલ્લાઅ જો આખનો, તો હાચો પોળ્યો. માલીખો એવ આખનો,“માંયોં માંઅ પોયોરોન મીસોર દેસોમ રેખ હાદયુ.”
હેરોદ હાન્નો પોયરાહાંન માઈ ટાકાવેહ
16 હેરોદો જાંઅયો કા, દીહ ઉગતાઅ વેલ રેખ તીયાઅહીં પેલ્લાઅ આલના તે લોક, તીયાઅ ધાયાર્ પોરમાણો તીયાઅહીં ફાચા નેંય આલા, તાંહાંઅ તીયાન ભારી રોગ ચોળી. ઓનો તારુ કોંહડામ દેખાઅનું તો સોમોય તીયો લોકહોંપોઅ રેખ તીયા જાંઈં નેદનું તીંહીં પોરમાણો, તીયા પોતાઅ સોયનીકહોંન હુકોમ કોઅયુ, “બેથલેહેમોમ ઓનો તીંહીંઅ પાહીરો-પાહીરોઅ ગામહોંમ જેબી પોયોર બેન વોરહોઅ વેય ઓનો તીંહીં રેખ હાન્ના વેય તીંયહાંન બાદહાંન માઈ ટાકા!”
17 જીયો ભાગોમ રાહેલોઅ વોસુલા વેઅને રેત્ને તીયોજ ભાગોમ રામા ઓનો બેથલેહેમ ગામે આથે એટલે, જેંહડામ સોયનીકહોં હેરોદોઅ હુકોમો પોરમાણો કોઅયો તાંહાંઅ, પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારો યેરેમીયા ઘોણો વોરહો પેલ્લાઅ જે આગાહી કોઅની તે એવ કોઈન હાચી પોળી. 18 યેરેમીયા એવ આગાહી કોઅની કા,
“રામામ રોળનારહાંઅ ભારી હોર ઉનાઅહે.
રાહેલોઅ વોસુલા વેઅને પોતાઅ પોયરાહાંઅ ખાતોર રોળતેહ.c
તીંયહાંનd પોટવી સેકાઅતો નાંહ.
કાંહાંનકા, તીંયહાંઅ બાદે પોયરે મોઈ ગોયેહ.”
મીસોર દેસોમ રેખ યોસેફ પોતાઅ કુટુમોઅરી ફાચુ આવેહ
19 હેરોદ મોઈ ગોયુ હાતીઅ, મીસોર દેસોમ માલીખોઅ દુતો યોસેફોન હીઅમામ દોરસોન આપ્યો, 20 ઓનો આખ્યો, “ઉઠ ઓનો પોયરાન ઓનો તીયાઅ યાહકયોન નેયન ઈસરાયેલ દેસોમ ફાચુ જો! કાંહાંનકા, પોયરાન માઈ ટાકાઅન મોથનારા બાદા મોઈ ગોયાહ.” 21 તાંહાંઅ યોસેફ ઉઠ્યુ, ઓનો પોયરાન ઓનો તીયાઅ યાહકયોન નેયન ઈસરાયેલ દેસોમ ફાચુ ગોયુ.
22 પોન હેરોદોઅ પોયોર આરખેલાસ યેહુદીયા જીલ્લાઅ રાજા તોરીકો, તીયાઅ બાહકાઅ ગાદયોપોઅ બોઠુહ, એવ યોસેફો ઉનાઅયો તાંહાંઅ, તીયાન તાંહીં જાઆંન બીખ લાગી. ઓનો બીજો હીઅમામ પોરમીહેરો તીયાન ચેતવુણી આપી કા,“તું યેરુસાલેમ નોખુ જાતુ!” તીંહીંઅ લીદો, તો ગાલીલ જીલ્લામ ગોયુ, 23 ઓનો તાંહીં નાઝારેથ નામોઅ ગામોમ જાયન રેયુ. ઓનો જુનો જોમાનામ પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારાe ખ્રીસ્તોઅ બાબોતોમ જે આગાહી કોઅની તે એવ કોઈન હાચી પોળી. તીંયહાં એવ આગાહી કોઅની કા,“તો નાઝારેથો વાલુ આખાઈ.”