3
બાપતીસ્મા કોઅનારુ યોહાન પોરમીહેરોઅ ગોઠ જાહેર કોએહ.
(માર્ક ૧:૧-૮; લુક ૩:૧-૧૮; યોહાન ૧:૧૯-૨૮)
1 ઈસુ આજી નાઝારેથોમુજ આથુ તેંહડામ, બાપતીસ્મા કોઅનારુ યોહાન યેહુદીયા જીલ્લાઅ ઉજળોમ આવીન લોકહોંન પોરમીહેરોઅ ગોઠ એવ કોઈન જાહેર કોઅત્નું: 2 “તુમું પોતાઅ પાપહોંઅ લીદો દુખી વેયન તે સોળી દેયા! કાંહાંનકા, પોરમીહેર લોકહોંઅ જીવોનહોંમ રાજ કોઆંન વોખોતa પાહો આલુહ.” 3 પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅનારો યેસાયા ઘોણો વોખોત પેલ્લાઅ ઈયોજ યોહાનોઅ બાબોતોમ એવ આગાહી કોઅની કા,
“ઉજળોમ એખું બોમનીઅ કા,
“એક મોડો ઓમોલદારોઅ માટો જેવ માંહેંઅ મારોગ તીયાર કોઅતેહ,
તેવ માલીખોન તુમાંઅ જીવોનહોંમ આવકારાઅન માટો પોતાન આત્મીક રીતો તીયાર કોઆ!
ઓનો એક મોડો ઓમોલદારોઅ માટો જેવ માંહેંઅ વાકળ્યા વાટી સીદયા કોઅતેહ,
તેવ માલીખ આવે તેંહડામ તુમું તીયાન તુમાંઅ જીવોનહોંમ આવકારાઅન માટો તુમું પોતાન આત્મીક રીતો તીયાર કોઆ!’ ” 4 યોહાનોઅ પોતળે એકદોમ સાદે આથે, એટલે કા, તે ઉટળાઅ રુંહગાહાંઅ બોંણાવને આથે, ઓનો તો પોતાઅ કોંબરોઅરી ચાંબળાઅ પોટટુ બાંદત્નું. ઓનો તો એકદોમ સાદામ-સાદો ખાણો, એટલે, ટીડે નો ઉજળોમ જો મોદ જોળત્નો તો ખાત્નું. 5 યેરુસાલેમ રેખ, તેવુજ કોઈન યેહુદીયા જીલ્લાઅ બીજો બાદો જાગહાંમ રેખ, ઓનો યોરદાન ખાડયોઅ દીહ ઉગતાઅ વેલોઅ નો દીહ બુડતાઅ વેલોઅ વીસ્તારહોંમ રેખ, ભારી માંહેંઅ તીયાઅ ગોઠ ઉનાઆંન તીયાઅહીં આવતે રેત્ને. 6 તે પોતાઅ પાપ કોબુલ કોઅત્ને, ઓનો યોહાન તીંયહાંન યોરદાન ખાડયોમ બાપતીસ્મા આપત્નું.
7 યોહાનો ફોરોસી પોંથોઅ ઓનો સાદુકી પોંથોઅ ઘોણો લોકહોંન પોતાઅહીં બાપતીસ્મા નેઆંન આવતા દેખ્યા તાંહાંઅ, તીયા તીંયહાંન આખ્યો, “તુમું લોક ઝેરી હાપળાહાંઅ ગાંઉં આહાય! પોરમીહેર પાપી લોકહોંઅ નીયાય કોઈન તીંયહાંન સીકસા કોઈઅ તો દીહ, તીયો સીકસામ રેખ તુમું કેકેવ બોચી સેકહા, તીંહીંઅ બાબોતોમ તુમહાંન એખહું ખોટી સાલાહ આપીહ. તીંહીંઅ લીદો, તુમું ઓકલી વોગોરોઅ એવ ધારતાહ કા, તુમું પોતાઅ પાપહોંઅ માટો દુખી વેયન તે નેંય સોળા તેબી, પોરમીહેર તુમહાંન સીકસા નેંય કોઈઅ. 8 પોન ઉલટો, જો તુમહાં તુમાંઅ પાપહોંઅ લીદો દુખી વેયન તે ખોરેખોર સોળી દેદા વેય તા, તો તુમું પોતાઅ હારો કામહોં કોઈન દેખાવા! 9 ‘આમું આબરાહામોઅ વોસુલા વેઅના આહાય તીંહીંઅ લીદો, પોરમીહેર આમહાંન સીકસા નાંહ કોઅનારુ’ એવ તુમાંઅ મોનહોંમ મા ધારતા! માંય તુમહાંન આખોંહ, પોરમીહેરો આબરાહામોન તીયાઅ વોસુલામ ઘોણે માંહેંઅ આપાઅન જો વોચોન આપનો તો, આયો ઢોગળાહાંમ રેખ માંહેંઅ પેદા કોઈન બી પોરમીહેર પુરો કોઈ સેકેહ.b 10 હારે ફોલે નેંય આપનારો ચાળહોંઅ મુલાઅ- મુલે વાડી ટાકાઅન ખાતોર તીયો ચાળહોંઅ થુંબહોંપોઅ જેવ કુવાળો ઉમાવનો રેહે તેવ, હારે કામે નેંય કોઅનારો લોકહોંન સીકસા કોઆંન ખાતોર પોરમીહેર એખું વારોઅજ તીયાર આહાય. 11 માંય તા, તુમહાં પોતાઅ પાપહોંઅ માટો દુખી વેયન તે સોળી દેદાહ તો દેખાવાઅન, તુમહાંન પાંઅયોં કોઈન બાપતીસ્મા આપોંહ. પોન માંઅ ફાચલાઅ જો આવનારુ આહાય તો, તુમહાં વેઅને જે પોતાઅ પાપહોંઅ માટો દુખી વેયન તે સોળી દેતેહ, તીંયહાંન પોવીતોર આત્મા આપીઅ, ઓનો તુમહાં વેઅને જે પોતાઅ પાપહોંઅ માટો દુખી બી નાંહ વેતે ઓનો તે સોળી બી નાંહ દેતે, તીંયહાંન તો નોરોકોઅ આગીમ ટાકીન સીકસા કોઈઅ.c તો માંઅ કોઅતા ભારી મોડુ આહાય. માંય તા તીયાઅ માટો તીયાઅ ચાપલે ઉચકાઅન એંહડો નીચામ-નીચો કામ કોઆંન બી લાયોક નાંહ. 12 જેવ એક ખેળુક પોતાઅ આથોમ હુપળો નેયન, ખોલા વેઅનો બાદો ઘોંવહોંન ઉડવીન ઘોંવ ઓનો ફુકટો જુદો પાળેહ, ઓનો ઘોંવહોંન તીયાઅ પાંડળાહાંમ પોએહ ઓનો ફુકટાન બાલી ટાકેહ તેવ, માંઅ ફાચલાઅ જો આવનારુ આહાય તો હાચો ઓનો ખારાબ લોકહોંન જુદા પાળીઅ, ઓનો હાચો લોકહોંન હોરગોમ નેઈ, ઓનો ખારાબ લોકહોંન કોય દીહ બી નેંય ઉનવાય એંહડ્યો આગીવાલો નોરોકોમ ટાકી દેઈ.d તીંહીંઅ લીદો, તુમું તીયો સીકસામ રેખ બોચી જાઆંન ખાતોર પોતાઅ પાપહોંઅ માટો દુખી વેયન તે સોળી દેયા, ઓનો પોરમીહેરોઅ વાટો વોલી આવા!”
ઈસુ બાપતીસ્મા નેહે
(માર્ક ૧:૯-૧૧; લુક ૩:૨૧-૨૨)
13 એવ કોઈન યોહાન લોકહોંન પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઈન તીંયહાંઅ બાપતીસ્મા કોઅત્નું . તીયો વોખોત એક દીહ, ઈસુ બી તીયાપોઅ બાપતીસ્મા નેઆંન ગાલીલ જીલ્લામ રેખ તીયાઅહીં યોરદાન ખાડયો ગોયુ. 14 પોન યોહાન તીયાન બાપતીસ્મા આપાઅન ખાચાઅયુ. તીયા ઈસુન આખ્યો, “બાપતીસ્મા તા માંઅ તોઅપોઅ નેઆંન જોજ્વે. તીંહીંઅ બોદલો, તું માંઅપોઅ બાપતીસ્મા નેઆંન કેવ આલુહ?”
15 પોન ઈસુ તીયાન જોવાબ આપ્યુ, “આમું માંન બાપતીસ્મા નેઆંન દે! કાંહાંનકા, પોરમીહેર જે કામે હાચે ગોંણેહ તે બાદે આપુ પુરે કોઅજી તોજ આપોઅ માટો બોરાબોર આહાય.” તાંહાંઅ યોહાનો ઈસુન બાપતીસ્મા આપાઅન હા પાળી. 16 ઈસુ બાપતીસ્મા નેદો કા તુરુતુજ, તો પાંઅયોંમ રેખ બારુ નીંગ્યુ. તીયો વોખોત જુગ તીયાઅ માટો ઉગળી ગોયી, ઓનો તીયા પોવીતોર આત્માન કોબુતોર ઉતરેહ તેવ ઉતરુઅતુ ઓનો તીયાપોઅ આવતુ દેખ્યુ. 17 ઓનો હાતીઅ જુગીમ રેખ પોરમીહેર બાહકુ બોન્યુ,e “આય માંયોં પોસોંદ કોઅનું માંઅ મેરાલુ પોયોર આહાય. ઈયાપોઅ માંય ભારી રાજી આહાય.”