તીમોથ્યોન પાવુલો લેખનો બીજો કાગોલ
1
સાલામોઅ ગોઠ
1-2 માંઅ મેરાલો આત્મીક પોયરા તીમોથી, માંય પાવુલ તુંન આય કાગોલ લેખોંહ. માંય પોરમીહેરોઅ મોરજી પુરી કોઆંન માટો ખ્રીસ્ત ઈસુ પોસોંદ કોઈન મોકનુઅનું ખાસ ખોબરી આહાય. તીયા માંન ઈંહીંઅ ખાતોર પોસોંદ કોઅયુહ કા, માંહેંઅ ખ્રીસ્ત ઈસુઅ આર્યોઅ તીંયહાંઅ જોળાણો કોઈન કાયોમોઅ માટો જીવીઅ એવ પોરમીહેરો જો વોચોન આપ્યોહ તો માંય તીંયહાંન આખોં. પોરમીહેર આપોઅ બાહકુ ઓનો આપોઅ માલીખ ઈસુ ખ્રીસ્ત તોઅપોઅ મેરબાની નો દાયા કોઅતુ રેય, ઓનો તુંન સાંતી આપતુ રેય!
પાવુલ તીમોથ્યોન ઈમાનદાર રેઆંન ઉફ આપેહ
3 ઓ તીમોથી! પોરમીહેરો તોઅ જીવોનોમ જો કોઅયોહ તીંહીંઅ માટો માંય તીયાઅ આબાર માનોંહ. માંય માંઅ આગલોઅ ડાયહાંઅ ગાંઉં સોક્કો મોનો તીયાઅ સેવા કોઓંહ. ઓનો માંય ઈયાદ રાખીન તોઅ માટો તીયાન રાત-દીહ ઓરોજ બી કોઓંહ. 4 તુંન મીલાઅન માંઅ ઘોણીજ મોરજી આહાય. કેવકા, આપુ સુટા પોળત્ના તેંહડામ તું કોતુહ રોળનું, તો માંન ઈયાદ આહાય. આપુ ફાચા એકઠાઅહું તાંહાંઅ ભારી આનોંદ વેઈ.
5 તું માલીખોપોઅ હાચામ-હાચુ વીસવાહ રાખોહ, તો માંન ઈયાદ આવેહ. તોઅ પેલ્લાઅ તોઅ યાહકયોઅ યાહકી લોઈ, ઓનો તોઅ યાહકી યુનીકે બી એંહડુજ વીસવાહ રાખતન્યા, ઓનો આમુ તું બી તેંહડુજ વીસવાહ રાખોહ, એંહડી માંન ખાતરી આહાય.
6 તીંહીંઅ લીદો, માંય તુંન ઈયાદ કોઆવોંહ કા, માંયોં તોઅ મુનકાપોઅ આથ થોવીન, તુંન પોવીતોર સેવાઅ માટો નીમનું તેંહડામ પોરમીહેરો જો ખાસ આત્મીક વોરદાન તુંન આપનો, તો તું બોરાબોર વાપરુઅતુ રેજો! 7 ઈયાદ રાખજો કા, પોરમીહેરો આપહોંન તીયાઅ પોવીતોર આત્મા આપ્યુહ. તો આત્મા આપહોંન બીખર્યે નાંહ બોંણાવતુ. ઉલટો, તો આપહોંન આત્મીક રીતો તાકોતોવાલે બોંણાવેહ, ઓનો તો બીજહાંપોઅ માયા રાખાઅન ઓનો પોતાન કાબુમ રાખાઅન આપહોંન મોદોદ કોએહ.
8 તીંહીંઅ લીદો, આપોઅ માલીખોઅ બાબોતોમ આપુ જે ગોઠ આખતાહ તીંહીંઅ બાબોતોમ તું નાજવાઅતુ નોખુ. ઓનો તીયો માલીખોઅ બાબોતોઅ ગોઠ માંય જાહેર કોઓંહ તીંહીંઅ લીદો માંય જેલીમ પુરાઅયુહ તેબી, માંઅ બાબોતોમ તું નાજવાઅતુ નોખુ. ઉલટો, હારી ગોઠ જાહેર કોઅતા જેવ માંય દુખે વેઠોંહ તેવ તું બી દુખે વેઠાઅન તીયાર રેજો. પોરમીહેર પોતોજ તે દુખે વેઠાઅન માટો તુંન તાકોત આપે! 9 પોરમીહેરો આપહોંન આપોઅ પાપોઅ સીકસામ રેખ બોચાવ્યેહ, ઓનો પોવીતોર જીવોન જીવાઅન આપહોંન પોસોંદ કોઅયેહ. આપહોં કોઅનો હારો કામહોંઅ લીદો પોરમીહેરો આપોપોઅ મેરબાની કોઅયીહ એંહડો નાંહ. તીયા પોતોજ આપોઅ મોદોદ કોઆંન યોજ્ના કોઅની. એટલે કા, ઘોણો-ઘોણો વોખોત પેલ્લાઅ તીયા એંહડો નોકકી કોઅનો કા, ખ્રીસ્ત ઈસુ આપોઅ માટો જો કોઈઅ તીંહીંઅ મારફોતો તો આપોપોઅ એંહડી મેરબાની કોએ. 10 ઓનો આમુ આપહોંન બોચાવનારુ ખ્રીસ્ત ઈસુ આલુહ તીંહીં કોઈન તીયા દેખાવ્યોહ કા, તો આપોપોઅ મેરબાની કોએહ. ખાસ કોઈન, ખ્રીસ્ત ઈસુ જાહેર કોઅયોહ કા, આપુ મોઈ જાહું તેબી આપુ કાયોમ મોઅનેજ નેંય રેહું. તીયા ઈં બી જાહેર કોઅયોહ કા, આપહોં તીયાઅ બાબોતોઅ હારી ગોઠ ઉનાયન તીયોપોઅ વીસવાહ કોઅયુહ તીંહીંઅ પોરીણામો, આપુ હોળી નેંય જાય એંહડો સોરીદહોંમ કાયોમોઅ માટો જીવહું.
11 ઓનો એજ હારી ગોઠ ઘોણો જાગો જાહેર કોઅનારા તોરીકો, નો ખાસ ખોબરી તોરીકો, નો બોદ આપનારા તોરીકો ખ્રીસ્તો માંન નીમ્યુહ. 12 ઈંહીંઅ લીદોજ માંય જેલીમ આય દુખે બી વેઠોંહ; ઓનો ઈયો દુખહોંઅ લીદો માંય નાજવાઅતુ નાંહ. કાંહાંનકા, જીયો ખ્રીસ્ત ઈસુપોઅ માંયોં વીસવાહ કોઅયુહ તીયાન માંય હારી રીતો ઓઅખોંહ; ઓનો માંન પુરી ખાતરી આહાય કા, માંયોં તીયાન જે ચીજી હોપ્યાહ તીંયહોંન, તો હાચવી સેકેહ, ઓનો તો ફાચુ આવીઅ તેંહડામ માંન ઈનામ આપીઅ.
13 માંઅપોઅ રેખ તુંયોં જે ગોઠ ઉનાઅયીહ તેજ ગોઠ તું બીજહાંન આખજો! ઓનો ખ્રીસ્ત ઈસુઅરી જોળાઅનારા તોરીકો તું તીયાપોઅ વીસવાહ રાખતુ રેજો ઓનો બીજહાંપોઅ માયા રાખતુ રેજો! 14 આપોઅ મોનોમ વોહતી કોઅનારો પોવીતોર આત્માઅ મોદોદો કોઈન તું, પોરમીહેરો તુંન જે ભારી કીમતી હારી ગોઠ હોપીહ, તીયોન કોડો બી બેદલી ટાકે એંહડો વેઆંન મા દેતુ!
15 તુંન તા ઠાવોજ આહાય કા, આસીયા વીસ્તારોઅ લોગ-ભોગ બાદોજ લોકહોં માંઅ આરી વેવારુજ સોળી દેદુહ. તીંયહાંમ ફુગીલુ ઓનો હેરમોગેને બી આહાય. 16 ઓનેસીફોરાઅ કોઅરાહાંપોઅ માલીખ દાયા કોએ! તીયા ઘોણો વોખોત માંન ઉફ આપ્યુહ. માંય જેલીમ પુરાઅનું આહાય તીયો કારોણો તો જારાક બી નાજવાઅયુ નાંહ. 17 ઉલટુ, રોમ સેરોમ તો આલનું તાંહાંઅ, તીયા પુરો મોનો કોઈન માંઅ હોદણી કોઅની ઓનો માંન હોદી કાડીનુંજ રેયનું. 18 માલીખ ઈસુ ફાચુ આવે તો દીહ તો ઓનેસીફોરુન ખાસ આસીરવાદ આપે! એફેસુ સેરોમ તીયા માંઅ કોત્તી બાદી સેવા કોઅની તો તું જાંઓંહ.