તીમોથ્યોન પાવુલો લેખનો બીજો કાગોલ
આય કાગલોઅ બાબોતોમ બેન ગોઠી
તીમોથ્યોન પાવુલો લેખનો આય બીજો કાગલોમ પાવુલ પોતાઅ આર્યોઅ નો મોદોદ કોઅનારો જુવાન તીમોથ્યોન ખાસ કોઈન ખાન્ગી સાલાહ આપેહ. આય કાગલોઅ ખાસ મુદદુ દુખે વેઠી નેઆંન બાબોતોમ આહાય. પાવુલ તીમોથ્યોન આંહડી સાલાહ આપેહ: ખાતર્યોઅ સેવોક તોરીકો ઈસુઅ બાબોતોમ ગોઠી આખતા રેઆંન ઉફ આપેહ; હાર્યો ગોઠીઅ નો જુનો કારારોઅ બાબોતોઅ હાચો સીકસોણ જાલવી રાખાઅન આખેહ; ઓનો બાદયો વેલ દુખ પાળનારે નો વીરુદ કોઅનારે આહાય તેબી, આત્મીક ગુરુ તોરીકો નો હારી ગોઠ જાહેર કોઅનારા તોરીકો, પોતાઅ ફોરોજ પુર્યો રીતો પાર પાળાઅન આખેહ.
પાવુલ તીમોથ્યોન ખાસ કોઈન ચેતવેહ , “ઓકલી વોગોરોઅ નો ખાલી સોબદાહાંઅ ચારચાહાંમ” તો નેંય પોળે. કેવકા, તીંહીં કોઈન કાંય બી ફાયદુ નાંહ વેતુ; ઉલટો, તે “ઉનાઅનારહાંન નુકસાનુંજ વેહે.”
આય બાદયો ગોઠહીંમ પાવુલ તીમોથ્યોન પોતાઅ જીવોનોઅ બાબોતોમ ઓનો તીયો જીવોનોઅ ઈરાદાઅ બાબોતોમ બી જાંણાવેહ, ઓનો તીયાઅ હારો ગુણહોં પોરમાણો ચાનાઅન આખેહ. પાવુલોઅ તે હારા ગુણ આય આથા: ખ્રીસ્તોપોઅ વીસવાહ, ધીરોજ, લોકહોંપોઅ માયા, વેઠી નેઆંન, ઓનો સોતામોણ્યોઅ વોખોત દુખે વેઠનુંઅ.
આય કાગલો વેઅન્યો બાબોતહીંઅ રુપરેખા
આગલી ગોઠ 1:1-2
તીમોથ્યોઅ વોખાણ નો તીયાન સાબાસી 1:3-2:13
સાલાહ નો ચેતવુણી 2:14-4:5