તીમોથ્યોન પાવુલો લેખનો પોયનોઅ કાગોલ
આય કાગલોઅ બાબોતોમ બેન ગોઠી
તીમોથી “હાન્નો આસીયા’ આખાઅત્નું તીયો વીસ્તારોઅ એક જુવાન ખ્રીસ્તી આથુ. તીયાઅ યાહકી યેહુદી આથી, પોન તીયાઅ બાહકુ ગીરીક જાતીઅ આથુ. હારી ગોઠ આખાઅન પાવુલ મુસાફોરી કોઅત્નું તેંહડામ, તીમોથી તીયાઅ હોંગાત્યુ ઓનો મોદોદ કોઅનારુ આથુ. તીમોથ્યોન લેખનો આય કાગલોમ પાવુલ ખાસ તીન બાબોતી દેખાવેહ.
પેલ્લાઅ તા, મોંડોળોમ જો ખોટો સીકસોણ આવો ખેટનો તો દેખાવેહ. તો ખોટો સીકસોણ યેહુદી નો યેહુદી સીવાયોઅ લોકહોંઅ વીચારહોંન ચાલ-ભેલ કોઈન આપાઅત્નો. તો ઝુટો સીકસોણ એવ આથો: દેખાઅનારી આય દુન્યા પાપી આહાય, ઓનો તીંહમેઅ રેખ સુટકારુ મેલવુનુંઅ વેય તા, ભેદોવાલો ગીયાન મેલવુનુંઅ જોજવે, ઓનો ઓમુક-ઓમુક રીવાજ પાલનુંઅ જોજવે. દાખલા તોરીકો, ઓમુક-ઓમુક ખાણો નેંય ખાનુંઅ, વોરાળે નેંય કોઅનુંઅ. આંહડો ખોટો સીકસોણ ફેલાઅતો ઓટકાવાઅન પાવુલ તીમોથ્યોન આય કાગલોમ આખેહ. ઓનો ઈયો કાગલોમ આજી વાદારામ પાવુલો, મોંડોળોઅ કારભારો ચાનવાઅન બાબોતોમ ઓનો જાહેર આરાદના રીતોસોર ચાનવાઅન બાબોતોમ સીકસોણ આપ્યોહ. ઓનો તીંહમેઅ તીયા મોંડોળોઅ વોળીલહોંઅ નો સેવોકહોંઅ જીવોને નો વોરતોને કોંહડે વેઆંન જોજવે તો બી દેખાવ્યોહ. સેન્નો, તીયા તીમોથી ઈસુ ખ્રીસ્તોઅ હારુ સેવોક કેકેવ બોંણી સેકે તીંહીંઅ બાબોતોમ હીકામોણ આપીહ. ઓનો વીસવાસહ્યોંઅ જુદયો-જુદયો ટુકળ્યોહોંઅ આર્યોઅ સોબોંદોમ તીમોથ્યોઅ કોંહડયા-કોંહડયા જોવાબદાર્યા આહાય તો બી પાવુલ તીયાન હોમજાવેહ.
આય કાગલો વેઅન્યો બાબોતહીંઅ રુપરેખા
આગલી ગોઠ 1:1-2
મોંડોળ ઓનો મોંડોળોઅ વોળીલહોંઅ બાબોતોમ સીકસોણ 1:3-3:16
તીમોથ્યોઅ સેવાઅ બાબોતોમ તીયાન સીકસોણ 4:1-6:21