4
ઝુટા ઉપદેસ આપનારહાંઅ બાબોતોમ
1 પોવીતોર આત્મા સોકોજ આખ્યોહ, આવનારો દીહોહોંમ થોળેક માંહેંઅ પુતહોંઅ ગોઠી ઉનાઈ ઓનો પુતહોંઅ મોદોદો કોઈન ઝુટા ઉપદેસ આપનારો લોકહોંઅ ઉપદેસ, જે ખોટયો વાટો નેઅ જાનારા આહાય તે માનીઅ. ઓનો એવ કોઈન તે માંહેંઅ હાચો ઉપદેસોપોઅરુ પોતાઅ વીસવાહ સોળી દેઈ. 2 તે ઉપદેસ તા ઢોંગી ઓનો ઝુટો બોનનારા લોક આપતાહ. તીયો લોકહોંઅ ખોરો-ખોટાઅ જાણ કોઅનારા આત્મા, જાણે કા તોપવીન લાલ-ચુલ કોઅનો નોળા કોઈન ડાંબ્યા વેય તેંહડા, બેર મારી ગોયના આહાય. 3 તે લોક એંહડા ઉપદેસ આપીઅ કા, વોરાળે નેંય કોઅનુંઅ, ઓનો ઓમુક-ઓમુક ખાણો નેંય ખાનુંઅ. ખોરી રીતો તા, તો ખાણો, પોરમીહેરો તીયાપોઅ વીસવાહ રાખનારે ઓનો તીયાઅ બાબોતોઅ હાચાય જાંઅનારે માંહેંઅ, આબાર માનીન ખાય તીંહીંઅ ખાતોરુજ બોંણાવ્યોહ. 4 કાંહાંનકા, પોરમીહેરો બોંણાવનો બાદો હારોજ આહાય. ઓનો તીયાઅ આબાર માનીન આપુ ખાજી તા, કોય બી ખાણો પોરમીહેરોઅ નોજરોમ ખારાબ નાંહ. 5 કેવકા, પોરમીહેરોઅ આસીરવાદોઅ સોબ્દાહાં કોઈન, ઓનો ઓરોજો કોઈન તો ખાણો પોરમીહેરોન પોસોંદ પોળે તેંહડો બોંણી જાહે. 6 આય બાબોતી મોંડોળોઅ વીસવાસહ્યોંન હીકવુઅજો, ઈંહીંઅ ખાતોર કા, તું ખ્રીસ્ત ઈસુઅ હારુ સેવોક બોંણી સેકો, ઓનો જીયો વીસવાહોઅ ગોઠહીં પોરમાણો ઓનો હારો ઉપદેસો પોરમાણો તું આજ લોગોઅ ચાનતુ આલુહ તીંહીં કોઈન તુંન આત્મીક ગોતી મીલતી રેય. 7 ધોરમી જીવોનોઅરી જીંયહોંઅ લાગતો-વીઅગુઅતો નાંહ, ઓનો જે આખાઅન લાયોક નાંહ, તેંહડયો ઉબજાવી કાડન્યો ગાંઅયોંહોં રેખ તું સેટો રેજો! ઓનો ધોરમી જીવોન જીવાઅન માટો સોખોત મેનોતો રુપી કોસરોત કોઅજો! 8 કાંહાંનકા, સોરીદોઅ કોસરોતો કોઈન તા થોળુકુજ ફાયદુ આહાય. પોન ધોરમી જીવોનો કોઈન તા, ઘોણું ફાયદુ આહાય. કાંહાંનકા, તો આમુરોઅ ઓનો ભોવીસોઅ જીવોનોમ આપહોંન ફાયદુ આપાઅન ખાતરી આપેહ. 9 આય ગોઠ હાચી આહાય ઓનો પુર્યો રીતો માનાઅન લાયોક આહાય. 10 ઈયોજ કારોણોઅ લીદો, આપુ સોખોત મેનોત કોઅતાહ. કાંહાંનકા, બાદો લોકહોંન, ઓનો ખાસ કોઈન તીયાપોઅ વીસવાહ કોઅનારહાંન તીંયહાંઅ પાપહોંઅ સીકસામ રેખ બોચાવનારો ભારી ગોત્યોવાલો પોરમીહેરોપોઅ આપહોં આસા રાખીહ. 11 માંયોં આય કાગલોમ જે બાબોતી લેખ્યાહ તે તોઅ મોંડોળોઅ લોકહોંન હીકવુઅતુ રેજો ઓનો તીયો બાબોતહીં પોરમાણો ચાનાઅન તીંયહાંન હુકોમ કોઅજો!
12 તોઅ મોંડોળોઅ ઘોણો લોકહોં કોઅતા તું ઓસ્યો ઉંમોરોઅ ઝ્ડ્ડ 4 ઝ્ડ્ડદ્ તીમોથી એફેસુ મોંડોળોઅ વોળીલહોંઅ ઉપરી (બીસોપ) આથુ તેંહડામ, તીયાઅ ઉંમોર લોગભોગ ચાલીહેક વોરહોઅ આથી. એ ઉંમોર તાંહીંરોઅ વોળીલહોંઅ ઓનો મોંડોળોઅ ઘોણો લોકહોંઅ ઉંમોરો કોઅતા ઓસી આથી. ઝ્ડ્ડ। આહાય તીંહીંઅ લીદો, તુંન ઓલકુ ગોંણાઅન તીંયહાંન તોક મીલે એંહડો કાંય બી તું નોખુ કોઅતુ! પોન ઉલટો, બીજહાંઅરી ગોઠી કોઆંન ઓનો વોરતાઅન બાબોતોમ, બીજહાંપોઅ માયા રાખાઅન બાબોતોમ, ઓનો પોવીતોર રીતો રેઆંન બાબોતોમ, તું બાદો વીસવાસહ્યોંઅ આગલાઅ નોમુનું બોંણજો! 13 માંય તોઅહીં આવોં તાંઉં લોગોઅ, પોવીતોર લેખાણ જાહેરોમ વાચાઅન, વીસવાસહ્યોંન ઉફ આપાઅન ઓનો તીંયહાંન પોરમીહેરોઅ ગોઠી હીકવાઅન કામહોંમ તું ગુથાઅનું રેજો!
14 મોંડોળોઅ સેવાઅ માટો તુંન નીમનું તેંહડામ, પોવીતોર આત્મા જાણાવની ગોઠ જાહેર કોઅનારા, તોઅ બાબોતોમ જો બોનના તીંહીં કોઈન ઓનો મોંડોળોઅ વોળીલહોં તોઅ મુનકાપોઅ આથ થોવ્યા તીંહીં કોઈન તુંન જો આત્મીક વોરદાન મીલનો, ઓનો જો આમુ બી તોઅપોઅ આહાય, તીયો વોરદાનોન મોંડોળોઅ સેવામ વાપરાઅન કાલજી રાખજો! 15 ઓનો તું પોરમીહેરોઅ સેવામ આગોલ વાદોહ તો, બાદહાંન ખોબોર પોળે તીંહીંઅ ખાતોર, તું આયો ગોઠહીં પોરમાણો ચાનજો ઓનો તીંયહોંમુજ ગુથાઅનું રેજો! 16 તું પોતાઅ જીવોનોઅ બાબોતોમ ઓનો જો ઉપદેસ તું આપોહ તીંહીંઅ બાબોતોમ કાલજી રાખજો, ઓનો ઈયો બાબોતહીંમ ગુથાઅનું રેજો! કેવકા એવ કોઈન તું પોતો બી પોતાઅ પાપહોંઅ સીકસામ રેખ બોચી જાહો, ઓનો તોઅ ગોઠ ઉનાઅનારહાંન બી બોચાવાઅન મોદોદ કોઅહો.