થેસ્સાલોનીકા સેરોઅ ખ્રીસ્તી મોંડોળોન પાવુલોઅ બીજો કાગોલ
આય કાગલોઅ બાબોતોમ બેન ગોઠી
ખ્રીસ્ત ફાચુ આવાઅન આહાય તીંહીંઅ બાબોતોમ ઉંદયો હોમજોણોઅ લીદો, થેસ્સાલોનીકા મોંડોળોમ ભાનગોળ વેયા કોઅત્ની. મોંડોળોઅ થોળાક લોક એવ માનત્ના કા, માલીખોઅ આવાઅન વોખોત આવીજ ગોયુહ. એટલે, પાવુલ આય કાગલોમ ઈયો ગુચવોણોઅ ઉકેલ દાવેહ. તીયો લોકહોંઅ હોમજોણોમ જે ભુલ આથી તે સુદારતા તો આખેહ કા, ખ્રીસ્ત ફાચુ આવે તીંહીંઅ પેલ્લાઅ,“પોરમીહેરોઅ વીરુદ કોઅનારો માંહુંઅ” પેદા વેઈ, ઓનો તીયાઅ આગેવાન્યોમ મેલે કામે નો બીજે ખારાબ કામે હોદબાર વાદી જાઈ, ઓનો તો માંહુંઅ ખ્રીસ્તોઅ વીરુદ કોઅયા કોઈઅ.
પાવુલ તીંયહાંન હારી-હારી કોઈન આખેહ કા, મુસકુલ્યા નો દુખે આહાય તેબી, દોરેક વીસવાસ્યોઅ પોતાઅ વીસવાહોમ મોજબુત રેનુંઅ જોજવે. ઓનો જેવ પાવુલ નો તીયાઅ આયાર્અ કામ કોઅતા રેતાહ, તેવ દોરેક વીસવાસ્યોઅ કામ કોઅતા રેનુંઅ જોજવે, ઓનો બીજહાંઅ ભોલો કોઅનુંઅ જોજવે.
આય કાગલો વેઅન્યો બાબોતહીંઅ રુપરેખા
આગલી ગોઠ 1:1-2
વોખાણ નો સાબાસી 1:3-12
માલીખોઅ ફાચા આવાઅન બાબોતોમ સીકસોણ 2:1-17