થેસ્સાલોનીકા સેરોઅ ખ્રીસ્તી મોંડોળોન પાવુલોઅ પોયનોઅ કાગોલ
આય કાગલોઅ બાબોતોમ બેન ગોઠી
થેસ્સાલોનીકા સેર રોમ રાજોઅ માકેદોનીયા વીસ્તારોઅ રાજધાન્યોઅ સેર આથો. ફીલીપ્પી સેરોમ રેખ નીંગીન હાતીઅ પાવુલો થેસ્સાલોનીકા સેરોમ સમોંડોળ ઉબો કોઅનો. પાવુલોઅ ગોઠ ઉનાયન થોળોકુજ વોખોતોમ યેહુદી સીવાયોઅ જાતીઅ લોકહોં ખ્રીસ્તી વીસવાહોમ આવાઅન મોરજી દેખાવની, ઓનો તીંયહાં વેઅના ઘોણા ખ્રીસ્તી બોંણ્યા બી. એટલે, આદરાયોઅ લીદો તાંહીંરોઅ ઘોણો યેહુદહ્યોં પાવુલોઅ ભારી વીરુદ કોઅનું. તીંહીંઅ લીદો, પાવુલોન થેસ્સાલોનીકા સેર સોળીન બેરેયા સેર ચાલ્યા જાનુંઅ પોળ્યો. થોળોક વોખોત હાતીઅ પાવુલ કોરીંથ સેર આલુ તાંહાંઅ, તીયાઅ આર્યોઅ સેવોક તીમોથ્યો થેસ્સાલોનીકા મોંડોળોઅ હાલોતોઅ બાબોતોમ ખાન્ગી ખોબોર આપી.
તીંહીંઅ લીદો, પાવુલો ઈયો મોંડોળોઅ લોકહોંન ઉફ આપાઅન ઓનો તીંયહાંન ઉપદેસહોંમ મોજબુત કોઆંન માટો આય કાગોલ લેખ્યો. પાવુલ થેસ્સાલોનીકા મોંડોળોઅ લોકહોંઅ માયાઅ માટો ઓનો ઈસુપોઅરો તીંયહાંઅ વીસ્વાહોઅ માટો તીંયહાંઅ આબાર માનેહ, ઓનો તો પોતો તીંયહાંઅરી આથુ તેંહડામ કેકેવ જીવત્નું, તો તીંયહાંન ઈયાદ કોઆવેહ. ઓનો હાતીઅ પાવુલ માલીખ ઈસુ ફાચુ આવાઅન આહાય તીંહીંઅ બાબોતોમ મોંડોળોમ થોળાક લોક જુદા-જુદા સોવાલ ઉબા કોઅત્ના તીંહીંઅ જોવાબ આપેહ. તે લોક આંહડા સોવાલ ફુચત્ના: “ઈસુ ખ્રીસ્ત ફાચુ આવે તીંહીંઅ પેલ્લાઅ જે ખ્રીસ્તી મોઈ જાઈ તે, ઈસુ ખ્રીસ્ત વીસવાસહ્યોંન કાયોમોઅ માટો જીવાવે તીંહીંઅ ઓનુભોવ કોઈ સેકીઅ કા નેંય?” ઓનો “ખ્રીસ્ત ફાચુ કોંહડામ આવીઅ?” પાવુલ આયોજ બાબોતહીંન નેયન તાંહીંરોઅ લોકહોંન આખેહ , “માલીખ ઈસુ ફાચુ આવે તીંહીંઅ ધીરોજ રાખીન વાટ હેઅતે રેયા! ઓનો સાંતી રાખીન ઉંહોં-ઉંહોં કામ કોઅતે રેયા!”
આય કાગલો વેઅન્યો બાબોતહીંઅ રુપરેખા
સાબાસી: 1:1
આબાર ઓનો વોખાણ: 1:2-3:13
ખ્રીસ્તી વોરતોનોઅ બાબોતોમ ઉપદેસ: 4:1-12