4
1 સેટહોં, તુમહાંન ખોબોર આહાય કા, તુમાંઅ બી એક માલીખ હોરગોમ આહાય, ઓનો તીયાન તુમાંઅ ઈસાબ આપાઅન પોળીઅ. તીંહીંઅ લીદો, તુમાંઅ ચાકોરહોંઅરી નીયાયી રીતો ઓનો હાર્યો રીતો વોરતુઅજા.
બીજ્યા સાલાહ
2 પોરમીહેરોઅ આબાર માનતા ઓનો બોરાબોર ધીયાન રાખતા કાયોમ ઓરોજ કોઅયા કોઅજા. 3 જેંહડામ બી તુમું ઓરોજ કોઆ, તેંહડામ માંઅ માટો બી ઓરોજ કોઅજા કા, ખ્રીસ્તોઅ બાબોતોઅ ભેદોઅ ગોઠ લોકહોંન જાહેર કોઆંન પોરમીહેર માંન તોક આપે. તે ગોઠ માંયોં જાહેર કોઅયીહ તીંહીંઅ લીદોજ માંય જેલીમ પુરાઅયુહ. 4 તીંહીંઅ લીદો, ઓરોજ કોઅજા કા, જેવ કોઈન તે ગોઠ જાહેર કોઅનુંઅ જોજવે, તેવ કોઈન માંય લોકહોંન તે સોકયો રીતો જાહેર કોઓં.
5 ઓનો જીંયહાં ઈસુપોઅ આજી વીસવાહ નાંહ કોઅયુ, તીંયહાંઅરી ગીયાનો વાલહાંન સોબે તેવ વોરતુઅજા, ઓનો ખ્રીસ્તોઅ બાબોતોઅ હારી ગોઠ તીંયહાંન આખાઅન દોરેક તોકોઅ લાબ નેજા. 6 ઓનો તુમું જો કાંય બોના, તો ઉનાઅનારહાંન ગોમે ઓનો તીંહીં કોઈન તીંયહાંન ફાયદુ વેય તેંહડો, કાયોમ બોનજા. ઓનો તુમું એવ કોઅહા તા, તીંહીંઅ પોરીણામો, ફુચનારો દોરેક માંહાંઅન કેકેવ ખોરુ જોવાબ આપનુંઅ જોજવે તો તુમું જાંઈં નેહા.
સેન્યા ગોઠી
7 તુખીકુ તુમહાંન માંઅ હાલોતોઅ બાદી ખોબોર આપીઅ. તો માંઅ મેરાલુ ખ્રીસ્તી પાવોહ ઓનો માંઅ ખાતર્યોઅ મોદોદ કોઅનારુ આહાય, ઓનો માલીખોઅ સેવામ આમાંઅ આર્યુઅ સેવોક આહાય.
8 તુમાંઅ બાદહાંઅ હાલોત જાંઈંન તો તુમહાંન ઉફ આપે તીંહીંઅ માટો માંય તીયાન તુમાંઅહીં મોકનોંહ. 9 ઓનો તીયાઅરી માંયોં તુમાંઅ સેરોઅ ઓનેસીમુન બી મોકન્યુહ. તો માંઅ મેરાલુ ઓનો ખાતર્યોઅ ખ્રીસ્તી પાવોહ આહાય. તે બેનું આંહીંયાર્અ બાદયા ગોઠી તુમહાંન જાણાવીઅ.
10 માંઅ આરી જેલીમ પુરાઅનું આરીસ્તારકુ તુમહાંન સાલામ આપેહ. તેવુજ કોઈન બારનાબાઅ હોગુ માર્ક બી તુમહાંન સાલામ આપેહ. (માંયોં તુમહાંન પેલ્લાઅ લેખનો તેવ, માર્ક તુમાંઅહીં આવે તા, તીયાન આવકાર આપજા.) 11 ઓનો યોસુવા જો યુસતુ બી આખાઅહે તો બી તુમહાંન સાલામ આપેહ. લોક પોરમીહેરોઅ રાજોન પોતાઅ જીવોનહોંમ ઓનુભોવ કોએ તીંહીંઅ ખાતોર માંઅરી સેવા કોઅનારા યેહુદી ખ્રીસ્તી આય તીનુંજ આહાય. ઓનો તે માંન ભારી દીલાસુ આપ્યા કોઅતાહ.
12 ઓનો તુમાંઅ સેરોઅ બીજુ એક જાંઅ એપાફીરા, જો ખ્રીસ્તોઅ સેવોક આહાય, તો બી તુમહાંન સાલામ આપેહ. તો ભારી લાગણી રાખીન તુમાંઅ માટો પોરમીહેરોન કાયોમ ઓરોજ કોઅયા કોએહ કા, તુમું વીસવાહોમ પાકે વેયા ઓનો પોરમીહેરોઅ પુરી મોરજી બોરાબોર જાંઈં નેયા નો તે પુરી કોઆ. 13 તો તુમાંઅ માટો નો લાવોદીકેયા નો હીયેરાપોલી મોંડોળહોંઅ લોકહોંઅ માટો ભારી મેનોત કોએહ, તીંહીંઅ માંય પોતોજ સાક્સી પુરોંહ. 14 માંઅ મેરાલુ દાકતોર લુક ઓનો દેમા બી તુમહાંન સાલામ આપતાહ.
15 લાવોદીકેયા વેઅનો વીસવાસી પાવહોહોંન, ઓનો નીમફાન, નો તીયોઅ કોઅમે ચાનનારો મોંડોળોઅ લોકહોંન આમાંઅ સાલામ આપજા. 16 આય કાગોલ તુમાંઅ મોંડોળોમ વાચાવીન હાતીઅ, લાવોદીકેયા મોંડોળોમ બી વાચાવજા. ઓનો તેવુજ લાવોદીકેયા વેઅના વીસવાસી પાવોહ માંઅ જો કાગોલ તુમહાંન મોકનીઅ, તો તુમાંઅ મોંડોળોમ બી વાચાવજા. 17 ઓનો આરખીપ્પુન આખજા કા, માલીખોઅ સેવામ તીયાન હોપાઅની જોવાબદારી તો હારી રીતો પુરી કોએ.
18 માંયોંજ આય કાગોલ લેખ્યોહ તો તુમું જાંઆ તીંહીંઅ ખાતોર, માંય પાવુલ પોતોજ માંઅ આથો કોઈન તુમહાંન માંઅ સાલામ લેખોંહ. માંય જેલીમ પુરાઅયુહ તો તુમું વીહરાઅત નોખે.
પોરમીહેર તુમાંપોઅ મેરબાની કોએ! \e