3
1 જેવ પોરમીહેરો ખ્રીસ્તોન મોઅનામ રેખ જીવતુ કોઅયુ, તેવ તીયા તુમહાંન બી ખ્રીસ્તોઅરી આત્મીક રીતો જીવતે કોઅયેહ. તીંહીંઅ લીદો, પોરમીહેરો તુમાંઅ માટો હોરગોમ થોવી રાખના આસીરવાદ મેલવાઅન મોરજી રાખા. તાંહીંજ ખ્રીસ્ત પોરમીહેરો જોમણો આથોઅ વેલ, એટલે કા, ભારી માનોવાલો નો સોત્તાવાલો જાગો બોઠનું આહાય. 2-3 પેલ્લાઅ તુમું જેવ વોરતુઅત્ને તેવ વોરતાઅન તુમહાં, મોઅનો માંહાંઅ ગાંઉં સોળી દેદોહ. ઓનો આમુ તુમું, જો પોરમીહેરોઅ હાજર્યોમ આહાય તીયો ખ્રીસ્તોઅરી, આત્મીક રીતો જીવતેહ. તુમાંઅ એંહડો જીવોન બીજો લોકહોંન નાંહ દેખાઅતો. તીંહીંઅ લીદો, તોરત્યોપોઅયાર્ે ચીજહીંપોઅ નેંય પોન હોરગો વેઅનો આસીરવાદહોંપોઅ મોન રાખા. 4 તુમહાંન આત્મીક રીતો જીવાવનારુ ખ્રીસ્ત જાહેર રીતો દેખાઈ તેંહડામ, તુમું બી ભારી માન મેલવીન તીયાઅરી દેખાઅહા.
જુનો નો નોવો જીવોન
5 તીંહીંઅ લીદો, સીનાલો, ઓનો બીજે મેલે કામે કોઆંન ખારાબ મોરજ્યા, ઓનો લોબ, જીયાન તુમાંઅ દેવોઅ ગાંઉં બોંણાવી દેતેહ તો, ઓનો એંહડા ખારાબ સોબાવ ઓનો કામે તુમાંઅ જીવોનહોંમ રેઆંન મા દેતે. 6 એંહડો ખારાબ કામહોંઅ લીદો, પોરમીહેર તીયાઅ આખનો નેંય માનનારો લોકહોંન સીકસા કોઈઅ. 7 પેલ્લાઅ તુમું તીયો ખારાબ સોબાવહોંઅ કાબુમ આથે. તેંહડામ તુમું બી એંહડે ખારાબ કામે કોઅયા કોઅત્ને.
8 પોન આમુ તુમું ઝાંજવાઆંન સોળી દેયા. ઓનો એક-બીજાઅ ખોટો કોઆંન મોરજી મા રાખતે. ઓનો એક-બીજાઅ બાબોતોમ ઝુટયા ગોઠી મા ઉડવુઅતે. ઓનો એક-બીજાઅ નીંદા બી મા કોઅતે. 9 ઓનો એક-બીજાઅરી ઝુટો મા બોનતે. એંહડે ખારાબ કામે ફાચે મા કોઅતે. કાંહાંનકા, તુમહાં તુમાંઅ જુનું પાપી સોબાવ ઓનો તીયાઅ સોબાવોઅ લીદો વેનારે ખારાબ કામે કોઆંન સોળી દેદોહ. 10 ઓનો તુમહાં નોવુ સોબાવ મેલવી નેદુહ. ઓનો તુમહાંમ એંહડુ નોવુ સોબાવ પેદા કોઅનારો પોરમીહેરોઅ તુમું પુરુ ઓનુભોવ કોઆ તીંહીંઅ ખાતોર, તો તુમાંઅ સોબાવોન પોતાઅ સોબાવોઅ ગાંઉં વાદારુ નો વાદારુ નોવુ બોંણાવતુ રેહે. 11 તીંહીંઅ લીદો, પોરમીહેરો બોંણાવનું આય નોવુ સોબાવ મેલવુઅનો માંહાંહાંઅ સોમાજોમ, તીયાઅ નોજરોમ યેહુદહ્યોંમ ઓનો યેહુદી સીવાયોઅ લોકહોંમ કાંય બી ફેર નાંહ. નો બીજો દેસોઅ લોક, કા જોંગલી લોક, કા ગુલામ, કા જે ગુલામ નાંહ, તીયો બાદો લોકહોંમ કાંય ફેર નાંહ. પોન ખ્રીસ્ત બાદહાં કોઅતા મોડુ આહાય, ઓનો તો તુમાંઅ બાદહાંઅ મોનહોંમ આહાય.
12 તુમું પોરમીહેરોઅ લોક આહાય. તીયા તુમાંપોઅ માયા રાખીહ ઓનો તુમહાંન પોતાઅ લોક વેઆંન પોસોંદ કોઅયાહ. તીંહીંઅ લીદો, તુમું એક-બીજાપોઅ લાગણી નો દાયા રાખા, ઓનો એક-બીજાઅ આગલાઅ ગોરીબળુ સોબાવ રાખા, ઓનો બીજહાં કોઅતા પોતાન વાદારુ હારે મા ગોંણતે, ઓનો એક-બીજાઅરી ધીરોજ રાખીન વોરતા. 13 ઓનો એક-બીજાઅ ભુલ વેઠી નેયા, ઓનો એક-બીજાઅરી ભાનગોળ વેય તા, એક-બીજાન માફ કોઆ. જેવ માલીખો તુમહાંન માફ કોઅયાહ, તેવુજ તુમાંઅ બી એક-બીજાન માફ કોઅનુંઅ જોજવે. 14 ઓનો આય બાદો કોઈન તુમું એક-બીજાપોઅ માયા રાખા. તે બાદા કોઅતા વાદારુ ખાસ ગોઠ આહાય. કેવકા, એવ કોઈન માયા રાખા તા, તુમું બાદે આરી મીલીન એક-બીજાઅરી પુર્યો રીતો જોળાઅને રેહા. 15 ખ્રીસ્ત તુમાંઅ મોનહોંમ જે સાંતી આપેહ, તીયો સાંત્યોમ તુમું એક-બીજાઅરી રેયા. કેવકા, તુમાંઅ મોંડોળોમ તેવ કોઈન એક-બીજાઅરી રેઆંન માટોજ પોરમીહેરો તુમહાંન પોસોંદ કોઅયેહ. ઓનો કાયોમ પોરમીહેરોઅ આબાર માનતે રેયા.
16 ઓનો ભારી ગીયાનો કોઈન તુમું એક-બીજાન ઉપદેસ આપા ઓનો ચેતવા, ઓનો પોવીતોર લેખાણહોંઅ આદારો લેખાઅને ગીતે, ઓનો માલીખ ઈસુઅ બાબોતોઅ ગીતે, ઓનો પોવીતોર આત્મા મોદોદો કોઈન લેખાઅને બીજે ગીતે ગાયા. ઓનો ગીતે ગાયતા-ગાયતા તુમાંઅ મોનહોંમ પોરમીહેરોઅ આબાર માના. ઓનો એવ કોઈન ખ્રીસ્તોઅ બાબોતોઅ ગોઠ બોરાબોર જાંઈં નેયા. 17 ઓનો જોબી આખા નો કોઆ, તો બાદો માલીખ ઈસુઅ કાબુમ રેનારહાંન સોબે તેવ કોઆ, ઓનો તીયાઅ મારફોતો પોરમીહેર બાહકાઅ આબાર માના.
ખ્રીસ્તી તોરીકો એક-બીજાઅરી વેવાર
18 થેઅહીં તુમાંઅ માટહ્યોંઅ આખનો માના; કાંહાંનકા, ખ્રીસ્તી તોરીકો તુમાંઅ તેવુજ કોઅનુંઅ જોજવે.
19 માટહ્યોં, તુમાંઅ થેઅહીંપોઅ માયા રાખા, ઓનો તીંયહોંઅરી કોળોક રીતો મા વોરતુઅતા.
20 પોયરાહાં, કાયોમ તુમાંઅ યાહકી-બાહકાઅ આખનો માના; કેવકા માલીખ ઈસુઅરી જોળાઅને તુમું તેવ કોઆ તો પોરમીહેરોન ગોમેહ.
21 યાહકી-બાહકાહાં, તુમાંઅ પોયરાહાંન ઝાંજવાવતે મા. જો તુમું તીંયહાંન ઝાંજવાવહા તા, તીંયહાંઅ જીવ પોળી જાઈ.
22 ચાકોરહોં, દુન્યાઅ રીતો જે તુમાંઅ સેટ આહાય, તીંયહાંઅ આખનો બાદયો બાબોતોમ માના. તીંયહાંન ખુસ રાખાઅન માટો તીંયહાંઅ દેખતા ઓતોહજ નેંય, પોન તે નેંય વેય તેંહડામ બી, માલીખ ઈસુપોઅ તુમાંઅ જો માન આહાય તીયાઅ લીદો, ખોરો મોનો કોઈન તીંયહાંઅ આખનો માના. 23 ઓનો તુમું જોબી કામ કોઆ તો માંહાંહાંઅ લીદો ઓતોહજ નેંય, પોન માલીખ ઈસુઅ લીદો બી કોઅતેહ એવ વીચારીન, તુમાંઅ પુરો મોનો કોઈન તો કોઆ. 24 કેવકા, ખોરેખોર તા, તુમું ખ્રીસ્ત માલીખોઅજ સેવા-ચાકરી કોઅતેહ. તુમહાંન ખોબોર આહાય કા, માલીખ ઈસુ પોતાઅ લોકહોંઅ માટો જો આસીરવાદ થોવી રાખ્યુહ, તો તીંહીંઅ બોદલામ તુમહાંન તો આપીઅ. 25 ઓનો જોબી માંહુંઅ ખારાબ કામે કોએહ, તીયાન પોરમીહેર તીયો ખારાબ કામહોંઅ લીદો સીકસા કોઈઅ. ઈયાદ રાખજા કા, પોરમીહેર બાદહાંઅ હારકુજ નીયાય કોએહ.