ફીલીપ્પી સેરોઅ ખ્રીસ્તી મોંડોળોન પાવુલોઅ કાગોલ
આય કાગલોઅ બાબોતોમ બેન ગોઠી
ફીલીપ્પી સેર રોમ રાજોઅ માકેદોનીયા નામોઅ વીસ્તારોમ આથો. યુરોપ ખોંડોમ માલીખોઅ ખાસ ખોબરી પાવુલો ઉબો કોઅનો આય પેલ્લોજ મોંડોળ આથો. પાવુલ જેલીમ આથુ તેંહડામ ,તીયા ફીલીપ્પી સેરોઅ મોંડોળોઅ લોકહોંન આય કાગોલ લેખ્યો. જેંહડામ પોતાન ખ્રીસ્તી સેવોક આખાવનારો થોળોક લોકહોં તાંહીં પાવુલોઅ વીરુદ કોઅનું ઓનો ફીલીપ્પી સેરોઅ મોંડોળોમ ઓમુક ખોટો સીકસોણ ફેલાઅનો, એંહડો દુખોઅ વોખોત પાવુલો આય કાગોલ લેખ્યો. તેબી, પાવુલોઅ ખુસી ઓનો તીયાન પોતાપોઅ ભોરુસુ આથુ તો આય કાગલોમ દેખાય આવેહ. તીંહીંઅ એકુજ કારોણ આથો કા, પાવુલોન ઈસુ ખ્રીસ્તોપોઅ પુરુ ભોરુસુ આથુ.
આય કાગોલ લેખાઅન તુરુત્યોઅ કારોણ ઈં આથો કા, પાવુલોન હાકોળ આલની તીયો સોમોયોમ, ફીલીપ્પી મોંડોળોઅ લોકહોં તીયાન પોયસાહાંઅ મોદોદ મોકની આપની તીંહીંઅ લીદો, તો તીંયહાંઅ આબાર માનાઅન માગત્નું. આય તોકોઅ લાબ નેયન પાવુલ, ફીલીપ્પી મોંડોળોમ ફેલાઅનો ખોટો સીકસોણોઅ લીદો ગુચવોણોમ પોળનો વીસવાસહ્યોંન આય કાગલો કોઈન હોમજાવેહ, ઓનો પાવુલોઅ દુખહોંઅ બાબોતોમ ઉનાયન દુખી વેયનો લોકહોંન ઉફ આપેહ, ઓનો ઈસુપોઅરો વીસવાહોમ તીંયહાંન મોજબુત બોંણાવેહ. તો મોંડોળોઅ લોકહોંન કાલાવાલા કોએહ કા, તે મોતલોબોઅ લાલોચોમ પોળ્યા વોગોર નો આબીમાન રાખ્યા વોગોર, ઈસુ ખ્રીસ્તોઅ ગાંઉં ગોરીબળો સોબાવોઅ બોંણે. પાવુલ તીયો લોકહોંન ઈયાદ કોઆવેહ કા, ઈસુ ખ્રીસ્તોઅરી તીંયહાંઅ જોળાણ વેયોહ તો તા, તીંયહાં યેહુદી નીયોમ પાલ્યા તીંહીં કોઈન નાંહ વેયો, પોન તીંયહાં ખ્રીસ્તોન માન્યુ તીંહીં કોઈન, પોરમીહેરોઅ મેરબાન્યોઅ દાનો તોરીકો વેયોહ. પાવુલ આય કાગલોમ ઈં બી લેખેહ કા, ઈસુ ખ્રીસ્તોઅરી જોળાઅનો રેનારહાંન પોરમીહેર સાંતી ઓનો ખુસી આપેહ.
ખ્રીસ્તોન માનીન નો ખ્રીસ્તી જીવોન જીવીન જે ખુસી મીલેહ, ઓનો પોતાપોઅ જો ભોરુસુ પેદા વેહે, ઓનો એક-બીજાઅરી ઈલી-મીલીન રેઆંન મોન આવેહ, ઓનો ઉંહ મીલેહ, તે બાબોતી પાવુલ આય કાગલોમ ખાસ કોઈન લેખેહ. ઓનો ફીલીપ્પી મોંડોળોઅ માટો પાવુલોઅ મોનોમ જે ભારી લાગણી આથી, તે બી આયો કાગલોમ દેખાય આવેહ.
આય કાગલો વેઅન્યો બાબોતહીંઅ રુપરેખા
આગલી ગોઠ નો સાલામ 1:1-11
પાવુલોઅ ખાન્ગી સોંજોગ 1:12-26
ખ્રીસ્તોઅ આર્યોઅ જોળાણોઅ લીદો મીલનારો જીવોન 1:27-2:18