6
ખ્રીસ્તી પોયરાહાંઅ નો યાહકી-બાહકાઅ એક બીજાઅરી વેવાર
1 પોયરાહાં! ખ્રીસ્તી પોયેરે તોરીકો તુમું તુમાંઅ યાહકી-બાહકાઅ આખનો માનજા. કાંહાંનકા, એ તુમાંઅ ફોરોજ આહાય. 2-3 વોચોનોઅરી પોરમીહેરો આપનું પેલ્લુઅ હુકોમ ઓ આહાય , “તોઅ ભોલો વેય ઓનો તોરત્યોપોઅ તું લાંબો જીવો તીંહીંઅ ખાતોર, તું તોઅ યાહકી-બાહકાન માન આપ!
4 યાહકી-બાહકાહાં, તુમાંઅ પોયરાહાંન ખીજવી મા ટાકતે. ઉલટો, તીંયહાંન માલીખોઅ બાબોતોમ હીકવીન ઓનો તીંયહાંઅ ભુલ સુદારતા તીંયહાંન મોડે કોઆ.
ખ્રીસ્તી ચાકોરહોંઅ ઓનો સેટહોંઅ એક-બીજાઅરી વેવાર
5 ચાકોરહોં, જેવ તુમું ખ્રીસ્તોઅ સેવા કોઅતે વેય, તેવ તુમું દુન્યાઅ રીતો જે તુમાંઅ સેટ આહાય તીંયહાંન પુરતો માંન આપજા ઓનો તીંયહાંઅ બીખ રાખજા, ઓનો ખોરો મોનો કોઈન તીંયહાંઅ આખનો માનજા. 6 તીંયહાંન ખુસ રાખાઅન ખાતોર તીંયહાંઅ દેખતા ઓતોહજ સેવા-ચાકરી કોઅનારે નેંય, પોન તે નેંય વેય તેંહડામ બી, ખ્રીસ્તોઅ ચાકોરહોં તોરીકો પુરો મોનો કોઈન તીંયહાંઅ સેવા-ચાકરી કોઅજા, ઓનો એવ કોઈન પોરમીહેરોઅ મોરજી પુરી કોઅજા. 7 એખનો માંહાંહાંઅજ સેવા-ચાકરી કોઅતે વેય તેવ નેંય, પોન માલીખોઅ બી સેવા-ચાકરી કોઅતે વેય તેવ, તુમું ખુસ વેયન તુમાંઅ સેટહોંઅ સેવા-ચાકરી કોઅજા. 8 આય હોમજી નેયા કા, ગુલામ વેય કા ગુલામ્યોમ રેખ સુટો વેયનો માંહુંઅ વેય, પોન જોબી હારો કામ તીયા કોઅયો વેય, તીંહીંઅ બોદલુ માલીખ ઈસુ તીયાન આપીઅ.
9 સેટહોં, તુમાંઅ ચાકોરહોંઅરી એંહડુજ હારુ વેવાર રાખજા. તીંયહાંન ધોમકી આપાઅન સોળી દેજા. ઈયાદ રાખજા કા, હોરગોમ તુમાંઅ ઓનો તીંયહાંઅ એકુજ માલીખ આહાય. તીયાન તુમાંઅ ઈસાબ આપાઅન પોળીઅ ઓનો તો બાદહાંઅ હારકુજ નીયાય કોઈઅ.
આપોઅ આત્મીક લોળાય
10 આખોર માંય તુમહાંન આખોંહ, માલીખ ઈસુઅ આર્યોઅ તુમાંઅ જોળાણો કોઈન તુમું આત્મીક રીતો તાકોતોવાલે બોંણા. 11 પોરમીહેર જે આત્મીક આથ્યારે તુમહાંન આપેહ તે બાદે તુમું બાંદી નેયા, ઈંહીંઅ ખાતોર કા, તુમું સેતાનોઅ ચાલાકહ્યોંઅ હોંબે વેઅ સેકા. 12 કેવકા, આપોઅ આય લોળાય માંહાંહાંઅરી નાંહ, પોન ખારાબ આત્માહાંઅ આગેવાનહોંઅરી, ઓનો ખોરો પોરમીહેરોન નેંય ઓઅખુઅનારો આય દુન્યાઅ લોકહોંપોઅ રાજ ચાનવુઅનારો તાકોતોવાલો આંદારા રુપી પુતહોંઅરી, ઓનો જુગી વેઅનો ખારાબ આત્માહાંઅ લોસ્કોરહોંઅરી આહાય. 13 તીંહીંઅ લીદો, પોરમીહેર જે આત્મીક આથ્યારે આપેહ તે બાદે તુમું આમુ નેઅ નેયા, ઈંહીંઅ ખાતોર કા, ખારાબ આત્માહાંઅરી લોળાઅન દીહ આવે તાંહાંઅ તુમું દુસ્માન સેતાનોઅ હોંબે વેઅ સેકા, ઓનો સેન્નો લોગોઅ તીયાઅરી લોળી સેકા, ઓનો આજી તીયાઅ હોંબે મોજબુત રીતો ઉબે રેઅ સેકા.
14 તીંહીંઅ લીદો, જેવ એક સોયનીક પોટટા કોઈન કોંબોર બાંદીન હીંમોત કોએહ તેવ, તુમું બી હાચો જીવોનો કોઈન આત્મીક રીતો હીંમોત કોઅજા. દુસ્માનોઅ હુમલામ રેખ પોતાઅ સાત્યોન બોકતોરો કોઈન હાચવુઅનારો સોયનીકહોંઅ ગાંઉં, તુમું બી સેતાનોઅ હુમલામ રેખ તુમાંઅ આત્મીક જીવોનોન નીયાયી વોરતોનો કોઈન હાચવુઅજા. 15 ઓનો ખાહળે પોવીન દુસમાનહોંઅરી લોળાઅન તીયાર વેનારો સોયનીકોઅ ગાંઉં, તુમું બી સાંતી આપનારી હારી ગોઠ લોકહોંન આખાઅન તીયાર વેજા. 16 ઓનો આય બાદાઅરી, દુસમાનોઅ બોલતો બીનખાહાંન ઉનવી ટાકનાયાર્ે ઢાલી કોઈન પોતાઅ સોરીદોઅ આગલોઅ ભાગોન હાચવુઅનારો સોયનીકોઅ ગાંઉં, તુમું બી પોરમીહેરોપોઅ તુમહાં રાખનો વીસવાહો કોઈન તુમાંઅ આત્મીક જીવોનોન હાચવુઅજા. ઓનો એવ કોઈન તુમું સેતાનોઅ હુમલા હોટાવી સેકહા. 17 ઓનો ટોપો કોઈન પોતાઅ મુનકાન હાચવુઅનારો સોયનીકોઅ ગાંઉં તુમું બી, પોરમીહેરો તુમહાંન તુમાંઅ પાપહોંઅ સીકસામ રેખ બોચાવ્યેહ તીંહીં કોઈન તુમાંઅ આત્માન હાચવુઅજા. ઓનો તારવાઅ નેયન દુસમાનોઅરી લોળનારો સોયનીકોઅ ગાંઉં તુમું બી, પોરમીહેરોઅ ગોઠ જે પોવીતોર આત્મા તુમહાંન આપીહ તીંહીં કોઈન સેતાનોઅરી લોળજા. 18 ઓનો (આય બાદા માટો આત્મીક તાકોત મેલવાઅન ખાતોર) પોવીતોર આત્માઅ દોરવુણ્યો પોરમાણો કાયોમ બાદયો જાતીઅ ઓરોજ ઓનો કાલાવાલા કોઅજા. એવ ઓરોજ કોઆંન ખાતોર તુમું કોન્યો બી વોખોત જીવ પાળ્યા વોગોર ચેતીન રેજા, ઓનો પોરમીહેરોઅ બાદો લોકહોંઅ માટો તીયાન ઓરોજ કોઅજા. 19 ઓનો માંય હીંમોત રાખીન લોકહોંન હાર્યો ગોઠીઅ ભેદોઅ ખુલાસુ આપી સેકોં તીંહીંઅ ખાતોર, તુમું માંઅ માટો બી પોરમીહેરોન ઓરોજ કોઅજા કા, લોકહોંન જો આખનુંઅ જોજવે તો આખાઅન તો માંન હીંમોત આપે. 20 એજ હારી ગોઠ જાહેર કોઓંહ તીંહીંઅ લીદો, માંય ખ્રીસ્તોઅ ખોબરી આમુ જેલીમ પુરાઅનું આહાય.
પાવુલોઅ સેન્ની સાલામ
21 માંઅ હાલોત કોંહડી આહાય તીંહીંઅ બાબોતોમ, આપોઅ મેરાલુ પાવોહ ઓનો માલીખોઅ સેવામ ઈમાનદાર સેવોક તુખીકુ તુમહાંન બાદી હોકીકોત આખીઅ. 22 આમાંઅ હાલોત કોંહડી આહાય તે તુમું જાંઆ ઓનો તુખીકુ તુમહાંન દીલાસુ આપે તીંહીંઅજ ખાતોર, માંય તીયાન તુમાંઅહીં મોકનોંહ.