5
આત્મીક રીતો ઉજવોળોમ રેયા
1 તીંહીંઅ લીદો, પોરમીહેરોઅ મેરાલો પોયરાહાં તોરીકો તુમું બાદયો બાબોતહીંમ પોરમીહેરોઅ ગાંઉંજ વોરતુઅજા! 2 ઓનો જેવ ખ્રીસ્તો આપોપોઅ માયા રાખીહ ઓનો આપોઅ ભોલાયોઅ ખાતોર પોરમીહેરોન પોસોંદ પોળે એંહડ્યો ભેટી ઓનો ભોગો તોરીકો પોતાઅ જીવ આપનું, તેવ તુમું બી એક-બીજાપોઅ ભારી માયા રાખજા!
3 તુમું એંહડો કાંય બી મા કોઅતે કા, જીંહીં કોઈન બીજહાંન તુમાંપોઅ સોક જાય કા, તુમહાં સીનાલો ઓનો તીયાઅ ગાંઉં બીજે મેલે કામે કોઅયે વેય કા, લોબ રાખ્યુ વેય. કાંહાંનકા, પોરમીહેરોઅ લોકહોંન આય બાદો નાંહ સોબતો. 4 ટાચ્યો બુદયોવાલે જેવ ગોઠી કોએ, તેવ તુમું સોરોમ લાગે એંહડયા ગોઠી મા કોઅતે, ઓનો હોલકોટ ગોઠહીં કોઈન મોસકુરી બી મા કોઅતે. કાંહાંનકા, પોરમીહેરોઅ લોકહોંન આય બી નાંહ સોબતો. પોન ઉલટો, પોરમીહેરો આપનો આસીરવાદહોંઅ માટો તીયાઅ આબાર માના. 5 તુમું આય નોકકીજ જાંઅતેહ કા, સીનાલો ઓનો તીયાઅ જેંહડે બીજે મેલે કામે કોઅનારાન, કા લોબ રાખનારાન, ખ્રીસ્તોઅ ઓનો પોરમીહેરોઅ રાજોમ ભાગ નેંય મીલીઅ. લોબ રાખનુંઅ તો, મુરત્યોઅ પુંજા કોઅયા બોરાબોર આહાય.
6 કોડો બી પોતાઅ ઝુટયો ગોઠહીં કોઈન તુમહાંન સેતરી જાય એંહડો વેઆંન મા દેતે. કાંહાંનકા, આગલાઅ માંયોં જીયો પાપહોંઅ બાબોતોમ લેખ્યોહ, તીયો પાપહોંઅ લીદોજ પોરમીહેરોન તીયા આખનો નેંય માનનારહાંપોઅ રોગ ચોળીઅ ઓનો તો તીંયહાંન સીકસા બી કોઈઅ. 7 તીંહીંઅ લીદો, પોરમીહેરો આખનો નેંય માનનારો લોકહોંઅ પાપી જીવોનોમ ભાગીદાર મા બોંણતે. 8 પેલ્લાઅ તુમું આત્મીક રીતો આંદારામ આથે, એટલે કા, આત્મીક બાબોતોઅ ગીયાનો વોગોરોઅ આથે. પોન આમુ માલીખોઅ આર્યોઅ તુમાંઅ જોળાણોઅ લીદો તુમું આત્મીક રીતો ઉજવોળોમ આહાય, એટલે કા, આત્મીક બાબોતોઅ ગીયાન મેલવુઅને આહાય. તીંહીંઅ લીદો, આત્મીક બાબોતોઅ ગીયાન મેલવુઅનો લોકહોંન સોબે તેંહડો જીવા. 9 કાંહાંનકા, પોરમીહેરોપોઅ રેખ મીલનો આય આત્મીક ગીયાનોઅ લીદોજ તો ગીયાન મેલવુઅને માંહેંઅ હારે કામે, ખોરે કામે, ઓનો હાચે કામે કોઅતેહ.
10 માલીખોન જો પોસોંદ આહાય તો તુમું જાંઆંન મોથા. 11 આત્મીક રીતો આંદારામ રેનારે માંહેંઅ જે નોકકામે કામે કોઅતેહ, તીયો કામહોંમ તુમું ભાગીદાર મા બોંણતે. પોન ઉલટો, તીયો કામહોંન નોફરોત કોઅજા, ઓનો તીંયહાંન બીજહાંઅ આગલાઅ ઉગાળે પાળજા. 12 હોકીકોતોમ તા, જે મેલે કામે તે દોબીન કોઅતેહ, તીંહીંઅ બાબોતોમ આખતા બી સોરોમ આવેહ. 13 જીંહીંન બી પોરમીહેરોઅ ઉજવોળ ઉગાળો પાળેહ તાંહાંઅ, તીયાઅ ખોરુ સોબાવ માંહાંહાંન સોકુ દેખાય આવેહ. 14 કાંહાંનકા, જો એવ કોઈન સોક્કો દેખાય આવેહ તીયાઅ સોબાવ બી હારુ બોંણી જાહે. તીંહીંઅ લીદો એવ લેખનો આહાય કા,
“ઓ પાપોમ આત્મીક રીતો હુવી રેનારા, તું જાગેઅ!
ઓ આત્મીક રીતો મોઅના, તું જીવતુ ઉઠેઅ!
ઓનો ખ્રીસ્ત તોઅપોઅ ઉજવોળ પાળીઅ.”
15 ગીયાનો વોગોરોઅ લોકહોંઅ ગાંઉં નેંય, પોન ગીયાનોવાલો લોકહોંઅ ગાંઉં જીવજા. 16 માંહાંહાંઅ ખારાબ કામહોંઅ લીદો આય જોમાનું ખારાબ આહાય. તીંહીંઅ લીદો, જેબી તોક પોરમીહેર તુમહાંન આપે તે હારી રીતો વાપરુઅજા. 17 ઈંહીંઅ લીદો, બુદયો વોગોરોઅ માંહાંહાંઅ ગાંઉં મા રેતે. પોન તુમાંઅ મારફોતો પોરમીહેર કાય કામ કોઆંન માગેહ તો હોમજી નેજા.
18 તુમું સાકટે મા બોંણતે. કેવકા, તીયો ટેવી કોઈન તા તુમાંઅ સોરીદોઅ ઓનો આત્માઅ નાસુજ વેહે. પોન તીંહીંઅ બોદલો તુમું પોવીતોર આત્માઅ પુરો કાબુમ રેજા. 19 ઓનો પોવીતોર લેખાણહોંઅ આદારો લેખાઅનો ગીતહોંઅ કોઈન, ઓનો બીજો ખ્રીસ્તી ભોજનીહીં કોઈન, ઓનો પોવીતોર આત્માઅ મોદોદો કોઈન લેખાઅનો બીજો ગીતહોં કોઈન, તુમું એક-બીજાઅરી ગોઠી કોઅજા. ઓનો તુમાંઅ પુરો મોનો કોઈન માલીખોઅ બાબોતોઅ ગીતે ગાયતા તુમું તીયાઅ ગુણ-ગાન ગાયજા. 20 ઓનો બાદયો બાબોતહીંઅ લીદો કાયોમ આપોઅ માલીખ ઈસુ ખ્રીસ્તોઅ મારફોતો આપોઅ પોરમીહેર બાહકાઅ આબાર માનજા.
ખ્રીસ્તી માટહ્યોંઅ નો થેઅહીંઅ એક-બીજાઅરી વેવાર
21 ખ્રીસ્તોપોઅ તુમહાં રાખનો માનોઅ લીદો તુમું એક-બીજાઅ આદીનોમ રેજા.
22 થેઅહીં, જેવ તુમું માલીખોઅ આદીનોમ રેત્યાહ, તેવ તુમાંઅ માટહ્યોંઅ આદીનોમ બી રેજા. 23 કાંહાંનકા, જેવ ખ્રીસ્તોન પોતાઅ સોરીદો રુપી મોંડોળોપોઅ સોત્તા આહાય, તેવુજ માટહ્યોંન પોતાઅ થેઅહીંપોઅ સોત્તા આહાય; ઓનો ખ્રીસ્ત પોતોજ મોંડોળોન બોચાવનારુ આહાય. 24 તીંહીંઅ લીદો ઓ થેઅહીં, જેવ મોંડોળ ખ્રીસ્તોઅ આદીનોમ રેહે, તેવુજ તુમું બી બાદયો બાબોતહીંમ તુમાંઅ માટહ્યોંઅ આદીનોમ રેજા.
25-27 માટહ્યોં જેવ ખ્રીસ્તો પોતાઅ મોંડોળોપોઅ માયા રાખી, ઓનો પોતાઅ વોરોઅ આગલાઅ દાગો વોગોરોઅ ઉબી રેનાયાર્ે નાડયોઅ ગાંઉં પોતાઅ આગલાઅ દાગો વોગોરોઅ, કા ખામ્યો વોગોરોઅ, કા કાંય બી ગુના વોગોરોઅ, કા હારો દેખાઅનારો મોંડોળો તોરીકો ઉબો રાખાઅન ખાતોર, ઓનો તીયાન બાપતીસ્માઅ પાંઅયોં કોઈન ઓનો હાર્યો ગોઠી કોઈન સોક્કો કોઈન પોરમીહેરોઅ માટો જુદો કોઆંન ખાતોર પોતાઅ જીવ આપ્યુ, તેવ તુમું બી પોતાઅ થેઅહીંપોઅ માયા રાખજા. 28 માટી જેવ પોતાઅ સોરીદહોંપોઅ માયા રાખતાહ, તેવ પોતાઅ થેઅહીંપોઅ બી માયા રાખનુંઅ જોજવે. જો માટી પોતાઅ થેઈપોઅ માયા રાખેહ, તો પોતાપોઅજ માયા રાખતુ વેય તેવ આહાય. કેવકા, તે બેનું એક સોરીદ બોંણી જાતે વેય તેવ, તે એક બોંણી જાતેહ. 29-30 કોન્નું બી માટી પોતાઅ સોરીદોન, એટલે કા, પોતાઅ થેઈન કોય દીહ બી નોફરોત નાંહ કોઅતુ. પોન તીયોન તો પોહેહ, ઓનો તીયોઅ કાલજી રાખેહ. કેવકા, આપુ ખ્રીસ્તોઅ સોરીદો રુપી મોંડોળોઅ ભાગ આહાય. 31 પોન પોતાઅ થેઈઅરી જોળાઅનો રેનારો માટ્યોઅ બાબોતોમ પોવીતોર લેખાણોમ એવ લેખનો આહાય કા,
“આયો કારોણોઅ લીદો દોરેક માટી પોતાઅ યાહકી-બાહકાન સોળીન પોતાઅ થેઈઅરી જોળાયન રેઈ, ઓનો તે બેનું એક સોરીદ બોંણી જાતે વેય તેવ એકુજ બોંણી જાઈ.