ફીલીપ્પી સેરોઅ ખ્રીસ્તી મોંડોળોન પાવુલોઅ કાગોલ
1
પાવુલોઅ સાલામ
1 ફીલીપ્પી સેરોઅ ખ્રીસ્તી મોંડોળોઅ વોળીલહોં, ઓનો મોંડોળોઅ કામોમ તીંયહાંન મોદોદ કોઅનારહાં, ઓનો પોરમીહેરોઅ બીજો બાદો લોકહોં, માંય ખ્રીસ્તોઅ સેવોક પાવુલ તુમહાંન માંઅ સાલામ આપતા આય કાગોલ લેખોંહ. માંઅ આર્યુઅ સેવોક તીમોથી બી તુમહાંન તીયાઅ સાલામ આપેહ.
2 આપોઅ પોરમીહેર બાહકુ ઓનો માલીખ ઈસુ ખ્રીસ્ત તુમાંપોઅ મેરબાની કોએ ઓનો તુમહાંન સુખ-સાંતી આપે!
ફીલીપ્પી મોંડોળોઅ લોકહોંઅ ખાતોર પાવુલ પોરમીહેરોન ઓરોજ કોએહ
3 જીયો બી વોખોત તુમું માંન ઈયાદ આવતેહ, તેંહડામ માંય તુમાંઅ લીદો માંઅ પોરમીહેરોઅ આબાર માનોંહ. 4 ઓનો જીયોબી વોખોત માંય તુમાંઅ બાદહાંઅ ખાતોર પોરમીહેરોન ઓરોજ કોઓંહ, તીયો વોખોત ખુસ વેયન માંય તેવ કોઓંહ. 5 કાંહાંનકા, જો દીહ રેખ તુમહાં ખ્રીસ્ત ઈસુપોઅ વીસવાહ થોવ્યુ, તો દીહ રેખ આમુ લોગોઅ બીજો લોકહોંન હારી ગોઠ જાહેર કોઆંન કામોમ તુમહાં માંન મોદોદ કોઅયીહ, ઓનો એવ કોઈન તુમું બી તીયો કામોમ ભાગીદાર બોંણ્યેહ. 6 ઓનો તીંહીંઅ લીદો માંન ખાતરી આહાય કા, જીયો પોરમીહેરો તુમાંઅ જીનગ્યોહોંમ આય હારો કામ ચાલુ કોઅયોહ, તો આય કામ ચાલુ રાખીઅ ઓનો ખ્રીસ્ત ફાચુ આવીઅ તો દીહ તો પુરો કોઈઅ. 7 તુમાંઅ ખાતોર માંઅ મોનોમ ભારી લાગણી આહાય તીંહીંઅ લીદો, તુમાંઅ બાદહાંઅ બાબોતોમ માંય એંહડી ધારણા રાખોં, તો માંન બોરાબોરુજ લાગેહ. કેવકા, આમુ બી, એટલે કા, માંય જેલીમ પુરાઅયુહ એંહડામ બી, ઓનો હાર્યો ગોઠીપોઅ માંહેંઅ પાકુ વીસવાહ કોએ તીંહીંઅ ખાતોર તે ગોઠ ખોરેખોર પોરમીહેરોઅજ ગોઠ આહાય તો તીયો ગોઠીઅ વીરુદ બોનનારહાંઅ આગલાઅ સાબીત કોઆંન ફીરત્નું તેંહડામ બી તુમહાં, પોરમીહેરોઅ મેરબાન્યો કોઈન માંન મીલનો આયો કામોમ મોદોદ કોઅયી. ઓનો એવ કોઈન બી ઈંહમેઅ ભાગ નેદુહ. 8 જેવ ખ્રીસ્ત ઈસુ તુમાંપોઅ ભારી માયા રાખેહ, તેવુજ માંય બી તુમાંપોઅ ભારી માયા રાખોંહ. ઓનો માંય તો હાચોજ આખોંહ તીંહીંઅ પોરમીહેર સાક્સી આહાય.
9 તુમાંઅ ખાતોર માંઅ એંહડી ઓરોજ આહાય કા, તુમું પોરમીહેરોઅ બાબોતોઅ હાચાય જાંઈંન ઓનો હાચો ઓનો ઝુટો પારખીન એક-બીજાપોઅ વાદારુ નો વાદારુ માયા રાખતે રેયા, 10 ઈંહીંઅ ખાતોર કા, જો હારામ-હારો કામ આહાય, તો તુમું પારખી સેકા, ઓનો ખ્રીસ્ત ફાચુ આવીઅ તો દીહ દાગો વોગોરોઅ ઓનો ગુના વોગોરોઅ વેયા, 11 ઓનો જે હાચે કામે ઈસુ ખ્રીસ્ત તુમહાંન કોઆવેહ, તે કોઅતે રેયા. તીયો કામહોંઅ લીદો બીજે માંહેંઅ પોરમીહેરોન ભારી માંન આપે ઓનો તીયાઅ ગુણ ગાયે.
કેદી તોરીકો પાવુલ ઓનો હાર્યો ગોઠીઅ ફેલાવુ
12 માંઅ પાવોહ-બોંઅયોંહોં, આય તુમું જાંઈં નેયા એંહડી માંઅ મોરજી આહાય: માંય જેલીમ પુરાઅયુહ તેબી, હાર્યો ગોઠીઅ ફેલાવાઅન કાંય ઓળચોણ નાંહ આલી પોન ઉલટો, તીંહીં કોઈન, વાદારુ નો વાદારુ લોકહોં તે ગોઠ ઉનાઅયીહ. 13 તીંહીંઅ લીદો આખો મેહેલોઅ ચોકીદાર ઓનો આંહીંરેઅ બીજે બાદે માંહેંઅ જાંઈં ગોયેહ કા, માંય ખ્રીસ્તોઅ સેવા કોઓંહ તીંહીંઅ લીદોજ જેલીમ પુરાઅયુહ. 14 ઓનો માંય જેલીમ પુરાઅયુહ તેબી, માંઅ ઘોણા ખ્રીસ્તી પાવોહ વાદારુ નો વાદારુ હીંમોત રાખીન બીજહાંન પોરમીહેરોઅ ગોઠ જાહેર કોઅતાહ.
15 હોકીકોતોમ તા થોળાક ખ્રીસ્તી પાવોહ માંઅપોઅ આદરાય રાખીન, ઓનો હોરીફાયોવાલો મોન રાખીન ખ્રીસ્તોઅ બાબોતોઅ હારી ગોઠ જાહેર કોઅતાહ. પોન બીજા તા ખોરો મોનો કોઈન તે ગોઠ જાહેર કોઅતાહ. 16 ખોરો મોનો હારી ગોઠ જાહેર કોઅનારા પાવોહ માંઅપોઅરોઅ તીંયહાંઅ માયાઅ લીદો એવ કોઅતાહ. કાંહાંનકા, તે જાંઅતાહ કા, હારી ગોઠ ખોરેખોર પોરમીહેરોઅજ ગોઠ આહાય. તીયો ગોઠીઅ વીરુદ બોનનારહાંઅ આગલાઅ તો સાબીત કોઆંન પોરમીહેરો માંન નીમ્યુહ. 17 પોન આદરાય રાખીન હારી ગોઠ જાહેર કોઅનારા તા, હારો ઈરાદા કોઈન નેંય પોન પોતાઅ લાબોઅ ખાતોર તે ગોઠ જાહેર કોઅતાહ. એવ કોઈન, માંય જેલીમ પુરાઅનું આહાય તેંહડામ માંન વાદારુ દુખી કોઆંન તીંયહાંઅ વીચાર આહાય.
18 ઈંહમેઅ કાંય નેંય. હારો ઈરાદા કોઈન કા ખોટો ઈરાદા કોઈન, ગોમે તીયો રીતો તે બાદા તા ખ્રીસ્તોઅ બાબોતોઅ હારી ગોઠુજ જાહેર કોઅતાહ કને? ઈંહીંઅ માંન આનોંદ આહાય, ઓનો આજી બી માંન આનોંદ વેઈ. 19 કેવકા, માંય જાંઓંહ કા, તુમાંઅ ઓરોજહોં કોઈન ઓનો ઈસુ ખ્રીસ્તોઅ આત્માઅ મોદોદો કોઈન માંય જેલીમ રેખ સુટી જાહીં. 20 માંઅ એંહડી ભારી મોરજી નો આસા આહાય કા, માંન નો ખ્રીસ્તોન નાજવાવે એંહડો કોય બી કામ માંય કોય દીહ બી નેંય કોઓં. પોન જેવ માંય કાયોમ હીંમોત રાખોંહ, તેવ આમુ બી હીંમોત રાખોં, ઈંહીંઅ લીદો કા, માંય જીવોં, કા, મોઓં, માંઅ જીવોનોઅ બાદા ઓનુભોવ દેખીન બીજે માંહેંઅ ખ્રીસ્તોન માન આપે. 21 કેવકા, માંય જીવોં તો ખ્રીસ્તોઅ મોડાય કોઆંન ખાતોરુજ આહાય, ઓનો માંય મોઈ જામ તેબી માંન વાદારુ લાબુજ આહાય. 22 જો માંય આજી જીવોં તા, હારી ગોઠ જાહેર કોઆંન કામ માંય આજી વાદારુ કોઈ સેકહીં. તીંહીંઅ લીદો, આજી વાદારુ જીવોં કા મોઈ જામ, આય બેનહુંમ રેખ કોન્નો પોસોંદ કોઅનુંઅ તો માંન નાંહ હુજતો. 23 આય બેનહુંમ રેખ કોન્નો પોસોંદ કોઅનુંઅ તો માંય નોકકી નાંહ કોઈ સેક્તુ. માંઅ એંહડી મોરજી આહાય કા, આય સોરીદ સોળીન માંય ખ્રીસ્તોઅ હાજર્યોમ રેમ તોજ માંઅ માટો વાદારામ-વાદારુ લાબ આહાય. 24 પોન તુમાંઅ ફાયદાઅ ખાતોર માંય આજી જીવતુ રેમ તીંહીંઅ વાદારુ જુરુલ આહાય. 25 માંન આયો ગોઠીઅ ખાતરી આહાય. ઓનો તીંહીંઅ લીદો માંય જાંઓંહ કા, તુમું ખુસ્યોમ રેયન વીસવાહોમ વાદતે જાયા તીંહમેઅ તુમાંઅ મોદોદ કોઆંન ખાતોર, માંય તુમહાં બાદહાંઅ ગાંઉં આજી જીવતુ રેહીં. 26 તીંહીંઅ લીદો, માંય ફાચુ તુમાંઅહીં આવોં તાંહાંઅ ખ્રીસ્ત ઈસુઅરી જોળાઅન્યો તુમાંઅ જીનગ્યોહોંમ માંઅ લીદો ખુસ વેઆંન તુમહાંન આજી વાદારુ કારોણ મીલીઅ.
27 આમુ ખાસ ગોઠ તા એ આહાય કા, ખ્રીસ્તોઅ હાર્યો ગોઠી પોરમાણો ચાનનારહાંન સોબે તેવ તુમું જીવા, ઈંહીંઅ ખાતોર કા, માંય આવીન તુમહાંન ઉરુ-બુરુ હેઓંહ, કા સેટો રેયન તુમાંઅ બાબોતોમ ઉનાઓ તેંહડામ માંન એંહડી ખોબોર પોળે કા, તુમું બાદે હોપ કોઈન વીસવાહોમ મોજબુત રેતેહ, ઓનો તીયો ગોઠીઅ વીરુદ કોઅનારહાંપોઅ એક મોનોઅ બોંણીન આત્મીક રીતો જીત મેલવાઅન મોથતેહ. 28 તુમાંઅ વીરુદ કોઅનારહાંન તુમું જારાક બી નોખે બીતે. એવ કોઈન તીંયહાંન સાબીતી દેખાવી સેકહા કા, આત્મીક રીતો તે હારી જાઈ, ઓનો તુમું નોરોકોઅ સીકસામ રેખ બોચી જાહા. ઓનો એ સાબીતી પોરમીહેરુજ આપીઅ. 29 કાંહાંનકા, તુમું ખ્રીસ્તોપોઅ વીસવાહ કોઆ ઓતોહજ નેંય, પોન તીયાઅ મોડાય વાદવાઅન ખાતોર દુખે બી વેઠા તીંહીંઅ માટો, પોરમીહેરો તુમહાંન રાજાય આપીહ. 30 માંય હારી ગોઠ જાહેર કોઆંન તુમાંઅ સેરોમ પોયન્યોઅ વોખોત આલનું તેંહડામ, હાર્યો ગોઠીઅ લીદો જે દુખે વેઠતા તુમહાં માંન દેખનું, ઓનો આમું જે દુખે માંય વેઠોંહ એવ તુમું ઉનાઅતેહ, તેંહડે દુખે તુમું બી આમુ વેઠતેહ.