એફેસુ સેરોઅ ખ્રીસ્તી લોકહોંન પાવુલોઅ કાગોલ
આય કાગલોઅ બાબોતોમ બેન ગોઠી
એફેસુ સેર કા મોંડોળ આમુ હાયાતોમ નાંહ. પોન પાવુલોઅ જોમાનામ તો ભારી મોડો-મોડો બાજારહોંવાલો ભારી માલદાર સેર આથો. આજ જીયાન આપુ તુરકીસ્તાન દેસ આખતેહ, તાંહીં તો સેર વોહનો આથો.
એફેસુ સેરોઅ વીસવાસહ્યોંન પાવુલો લેખનો આય કાગલોઅ ખાસ ગોઠ એ આહાય: “નોકકી કોઅનો સોમોયોમ પોરમીહેર પુરી કોઆંન આહાય તે યોજ્ના આંહડી આહાય કા, પોરમીહેરો બોંણાવનો બાદાન ... ખ્રીસ્તોઅ મારફોતો એક-બીજાઅરી ગોઠવુનુંઅ, ઓનો ખ્રીસ્તોન બાદહાંઅ ઉપરી થોવનુંઅ (1:10). ઈયો કાગલોમ પોરમીહેરોઅ લોકહોંન એંહડુ હુકોમ કોઅયુહ કા, ખ્રીસ્તોઅ આર્યોઅ તીંયહાંઅ જોળાણોઅ લીદો તે એક બોંણી જાય, ઓનો દુન્યાઅ બાદે માંહેંઅ પોરમીહેરોઅ મારફોતો એકતામ આવી જાય એંહડી પોરમીહેરોઅ જે યોજ્ના આહાય તે, ખ્રીસ્તી માંહેંઅ પોતાઅ હારો કામહોં કોઈન પાર પાળે. કાગલોઅ પોયનોઅ ભાગોમ પાવુલ ઈયો એકતાઅ બાબોતોમ વાદારુ આખાઅન એક-એક કોઈન મુદદા લેખેહ. તે મુદદા એવ આહાય: પોરમીહેર બાહકા પોતાઅ લોકહોંન પોસોંદ કોઅયા; તીયાઅ પોયોર ઈસુ ખ્રીસ્તો તીંયહાંન તીંયહાંઅ પાપહોંઅ સીકસામ રેખ ઓનો પાપી સોબાવોઅ બાંદાણોમ રેખ સોળવ્યાહ; ઓનો પોતો જો વોચોન આપનો તો, તીયા પોવીતોર આત્માઅ મારફોતો પુરો કોઅયોહ. કાગલોઅ બીજો ભાગોમ પાવુલ વાચનારહાંન આખેહ કા, તે બાદે એવી રીતો જીવે કા, જીંહીં કોઈન ખ્રીસ્તોઅ આરીઅ તીંયહાંઅ એકતા, મોંડોળો તોરીકો તીંયહાંઅ એક-બીજાઅ આર્યોઅ જીવોનોમ હોકીકોતોમ દેખાય આવે.
ખ્રીસ્તોપોઅરો વીસવાહોઅ આદારો ઉબો વેયનો ખ્રીસત્યોહોંઅ એકતા, કાંહડાઅ ગાંઉં આહાય તો દેખાવાઅન માટો, પાવુલ જુદો-જુદો ચીજહીંઅ દાખલા આપેહ. દાખલા તોરીકો, મોંડોળ તા માંહાંઅ સોરીદોઅ ગાંઉં આહાય, ઓનો ખ્રીસ્ત તીયો સોરીદોઅ મુનકાઅ ગાંઉં આહાય; ઓનો મોંડોળ તા ચોંણાઅતો બોંગલાઅ ગાંઉં આહાય, ઓનો ખ્રીસ્ત તીયો બોંગલાન આદાર આપનારો ઢોગળાઅ ગાંઉં આહાય; ઓનો ખ્રીસ્ત વોરોઅ ગાંઉં આહાય નો મોંડોળ નાડયોઅ ગાંઉં આહાય. ખ્રીસ્તોઅ મારફોતો પોરમીહેર લોકહોંપોઅ જે મેરબાની કોએહ તે આખતા, આય કાગોલ લેખનારુ પાવુલ એંહડુ ઉરવાય જાહે કા, તીંહીંઅ બાબોતોમ આખતા-આખતા તો ઘોણા વીચાર જાણાવેહ. ખ્રીસ્તોઅ તીયાઅ લોકહોંપોઅરી માયા, તીયા આપનું પોતાઅ ભોગ, પાપહોંઅ માફી, પોરમીહેરોઅ મેરબાની જેંહડો મુદદાહાંમ પાવુલ આય કાગોલોઅ બાદયા બાબોતી હોમાવી દેહે.
આય કાગલો વેઅન્યો બાબોતહીંઅ રુપરેખા
આગલી ગોઠ 1:1-2
ખ્રીસ્ત ઓનો તીયાઅ મોંડોળ 1:3-3:21
ખ્રીસ્તોઅ આર્યોઅ જોળાણોઅ લીદો મીલનારો નોવો જીવોન 4:1-6:20