એફેસુ સેરોઅ ખ્રીસ્તી લોકહોંન પાવુલોઅ કાગોલ
1
પાવુલોઅ સાલામ
1 માંય પાવુલ, એફેસુ સેરો વેઅનો પોરમીહેરોઅ લોકહોંન, એટલે તુમહાંન, આય કાગોલ લેખોંહ. માંય પોરમીહેરોઅ મોરજ્યો પોરમાણો ખ્રીસ્ત ઈસુઅ ખાસ ખોબરી આહાય. તુમું ખ્રીસ્ત ઈસુઅરી જોળાઅનો તુમાંઅ જીવોનોમ ઈમાનદાર રેતેહ.
2 પોરમીહેર આપોઅ બાહકુ, ઓનો માલીખ ઈસુ ખ્રીસ્ત તુમાંપોઅ મેરબાની કોએ ઓનો તુમહાંન સાંતી આપે.
આત્મીક આસીરવાદ
3 જો આપોઅ માલીખ ઈસુ ખ્રીસ્તોઅ પોરમીહેર ઓનો બાહકુ આહાય, તીયાઅ આપુ ગુણ ગાયજી! કાંહાંનકા, ખ્રીસ્તોઅ આર્યોઅ આપોઅ જોળાણોઅ લીદો, હોરગોમ જીયો આસીરવાદહોંઅ આપુ ઓનુભોવ કોઅનારે આહાય, તેંહડા બાદયો જાતીઅ આત્મીક આસીરવાદ તીયા આપહોંન આપ્યાહ.4 તીયા દુન્યા બોંણાવી તીંહીંઅ પેલ્લાઅજ, ખ્રીસ્તોઅ આર્યોઅ આપોઅ જોળાણોઅ લીદો, તીયા આપહોંન પોતાઅ લોક બોંણાઅન પોસોંદ કોઅના, ઈંહીંઅ ખાતોર કા, આપુ તીયાઅ નોજરોમ પોવીતોર ઓનો ગુના વોગોરોઅ રેજી.5 ેઆપોપોઅ કોઅન્યો માયાઅ લીદો પોરમીહેરો પેલ્લાઅજ નોકકી કોઅનો કા, તો આપોઅ લીદો ઈસુ ખ્રીસ્તો ચોળવુઅનો ભોગો કોઈન, આપહોંન પોતાઅ પોયરે બોંણાવીઅ. એજ તીયાઅ મોરજી આથી ઓનો ઈંહમેઅ તો રાજી બી આથુ.
6 આપુ તીયાઅ ગુણ ગાયજી! કાંહાંનકા, તીયા આપોપોઅ ભારી મોડી મેરબાની કોઅયીહ. તીયો મેરબાન્યોઅ બોદલામ આપોપોઅ કાંય બી માગ્યા વોગોર તીયા પોતાઅ મેરાલો પોયોરોઅ મારફોતો આપોપોઅ મેરબાની કોઅયીહ. 7 ખ્રીસ્તોઅ આર્યોઅ આપોઅ જોળાણોઅ લીદો, તીયાઅ રોગોતોઅ નો જીવોઅ ભોગો કોઈન પોરમીહેરો આપહોંન પાપહોંઅ બાંદાણોમ રેખ સોળવ્યેહ. એટલે કા, પોરમીહેરો આપોઅ પાપ માફ કોઅયાહ. આયજ તીયા આપોપોઅ કોન્યો ભારી મેરબાન્યોઅ સાબીતી આહાય. 8 પોરમીહેરો આપોપોઅ વાદારુ નો વાદારુ મેરબાની કોઅયીહ, ઓનો આરી-આરી તીયા આપહોંન બાદયો જાતીઅ બુદદી નો ગીયાન બી આપ્યોહ. 9 
પોરમીહેરો પોતાઅ મોરજ્યો પોરમાણો ખ્રીસ્તોઅ મારફોતો પુરી કોઆંન ઘોણો વોખોત પેલ્લાઅ નોકકી કોઅની પોતાઅ ભેદો વાલી યોજ્ના, તીયા આમુ આમહાંન માલીખોઅ ખાસ ખોબર્યોહોંન જાહેર કોઅયીહ. 10 નોકકી કોઅનો સોમોયોમ પોરમીહેર પુરી કોઆંન આહાય તે યોજ્ના આંહડી આહાય: પોરમીહેરો બોંણાવનો બાદાન, એટલે કા, હોરગો નો તોરત્યો વેઅનો બાદાન ખ્રીસ્તોઅ મારફોતો, એક-બીજાઅરી ગોઠવુનુંઅ, ઓનો ખ્રીસ્તોન બાદહાંઅ ઉપરી થોવનુંઅ. 11 પોરમીહેરોઅ યોજ્ના નો મોરજ્યો પોરમાણોજ બાદો વેહે. ઓનો ખ્રીસ્તોઅ આર્યોઅ આમાંઅ જોળાણો કોઈન, ઓનો પોરમીહેરોઅ યોજ્ના પોરમાણો, ઓનો જો તીયા પેલ્લાઅ રેખ નોકકી કોઅનો તીંહીંઅ આદારો, આમહાંન યેહુદહ્યોંન પોતાઅ લોક બોંણાવાઅન તીયા પોસોંદ કોઅયાહ, 12 ઈંહીંઅ ખાતોર કા, ખ્રીસ્ત આવતા પેલ્લાઅ તીયાઅ આવાઅન વાટ હેઅનારા આમું યેહુદી ભારી મોડો માનોવાલો પોરમીહેરોઅ ગુણ ગાયજી.
13 ઓનો આમુ તુમહાં બી, એટલે કા, યેહુદી સીવાયોઅ લોકહોં બી, હાચી ગોઠ, એટલે કા, પોરમીહેર તુમહાંન પાપોઅ સીકસામ રેખ કેકેવ બોચાવેહ તીંહીંઅ બાબોતોઅ હારી ગોઠ ઉનાઅયીહ. ઓનો જેંહડામ તુમહાં ખ્રીસ્તોપોઅ વીસવાહ કોઅયુ, તેંહડામ પોરમીહેરો, તો તુમાંઅ માલીખ આહાય તીંહીંઅ સાબીત્યો તોરીકો, તુમહાંન પોવીતોર આપ્યુ, ઓનો એવ કોઈન તીયા તુમહાંન પોતાઅ લોક બોંણાવ્યાહ. ઓજ પોવીતોર આત્મા આપાઅન તીયા ઘોણો વોખોત પેલ્લાઅ વોચોન આપનો. 14 આય પોવીતોર આત્મા, પોરમીહેરો આપહોંન જોબી વારસુ આપાઅન વોચોન આપ્યોહ, તો આપહોંન નોક્કીજ આપીઅ તીંહીંઅ બીયાના તોરીકો આહાય, ઈંહીંઅ ખાતોર કા, તો આપહોંન પાપહોંમ રેખ પુરી રીતો સોળવીઅ એંહડી આપહોંન ખાતરી વેય. ભારી મોડાયોવાલો પોરમીહેરોઅ ગુણ ગાયાઅન આય બીજો એક કારોણ આહાય.
પોરમીહેરોન પાવુલોઅ ઓરોજ
15 આયો કારોણો, માલીખ ઈસુપોઅ તુમહાં થોવનો વીસવાહોઅ બાબોતોમ ઓનો પોરમીહેરોઅ બાદો લોકહોંપોઅ તુમહાં રાખન્યો માયાઅ બાબોતોમ માંયોં ઉનાઅયો તેંહડામ રેખ, 16 તુમાંઅ લીદો કાયોમુજ માંય પોરમીહેરોઅ આબાર માન્યા કોઓંહ, ઓનો તુમાંઅ માટો તીયાન ઓરોજ બી કોઅયા કોઓંહ. 17 આપોઅ માલીખ ઈસુ ખ્રીસ્તોઅ પોરમીહેર, એટલે કા, હોરગો વેઅનું આપોઅ ભારી મોડુ ઓનો માનો વાલુ પોરમીહેર બાહકુ, તુમહાંન પોવીતોર આત્માઅ મારફોતો આત્મીક બાબોતહીંઅ ગીયાન આપે ઓનો પોતાઅ બાબોતોઅ હાચાય જાહેર કોએ ઈંહીંઅ ખાતોર કા, તુમું તીયાઅ વાદારુ ઓનુભોવ કોઆ. 18 ઓનો માંય એવ બી ઓરોજ કોઓંહ કા, પોરમીહેર પોતાઅ બાબોતોમ તુમહાંન વાદારુ હોમજોણ આપે ઈંહીંઅ ખાતોર કા, પોરમીહેરો તુમહાંન હાદયેહ તીંહીંઅ લીદો જે આસીરવાદ મેલવાઅન તુમું આસા રાખતેહ, તીંહીંઅ તુમહાંન ખોબોર પોળે, ઓનો પોરમીહેર પોતાઅ લોકહોંન જેબી આસીરવાદ વારસાયોમ આપાઅન આહાય તે કોતાહ કીમતી ઓનો હારા આહાય તે બી તુમું જાંઆ. 19-20 ઓનો ખ્રીસ્તોપોઅ વીસવાહ રાખનારો આપહોંન કોત્યોહ વાદારુ ઓનો મોડયો તાકોતો કોઈન પોરમીહેર મોદોદ કોએહ, તો બી તુમું જાંઈં નેયા. તીયોજ ભારી તાકોતો કોઈન તીયા ખ્રીસ્તોન મોઅનામ રેખ જીવતુ ઉઠવ્યુહ, ઓનો હોરગોમ બોહીન બાદહાંપોઅ રાજ કોઆંન તીયાન સોત્તા આપીહ. 21 ઓનો જુગીમ સોત્તા ઓનો તાકોતો કોઈન રાજ કોઅનારો બાદો દેવદુતહોં ઓનો બીજો આત્માહાં કોઅતા વાદારુ સોત્તા ઓનો તાકોતો કોઈન હોરગોમ રેખ ખ્રીસ્ત તીંયહાં બાદહાંપોઅ રાજ કોએહ. ઓનો તીયાપોઅ જો માન ઓનો સોત્તા આહાય, તો આમુરોઅ ઓનો આવનારો જોમાનામ બી રાજ કોઅનારો બીજો બાદહાંઅ માન ઓનો સોત્તા કોઅતા ભારી વાદારુ આહાય. 22 પોરમીહેરો ખ્રીસ્તોન બાદયો ચીજહીંપોઅ પુર્યો રીતો સોત્તા આપીહ ઓનો તીંયહોંઅ કોબ્જુ હોપ્યુહ. ઓનો જેવ માંહાંઅ મુન્કો તીયાઅ આખો સોરીદોન પોતાઅ કાબુમ રાખેહ તેવ, બાદયો ચીજહીંપોઅ રાજ કોઅનારો ખ્રીસ્તોન, તીયા મોંડોળોઅ માટો તીયાન ચાનવુઅનારા તોરીકો નીમ્યુહ. 23 આપુ બાદે આરી મીલીનુંજ મોંડોળ બોંણાવતેહ. તીયો મોંડોળોપોઅ ખ્રીસ્તોન પુરી સોત્તા આહાય. ખ્રીસ્તોઅ હાજરી બાદો જાગો બાદો રીતો રેહે.