4
પોરમીહેરોન ગોમે એંહડે જીવોને
1 આખોર પાવોહ-બોંઅયોંહોં, પોરમીહેરોન રાજી રાખાઅન ખાતોર તુમાંઅ કેકેવ વોરતુનુંઅ તો, તુમહાં પેલ્લાઅજ આમાંપોઅ રેખ હીકયોહ ઓનો તીંહીં પોરમાણો તુમું વોરતુઅતે બી આલેહ. તેબી, આમું માલીખ ઈસુઅ નામો આજી તુમહાંન ભારી કાલાવાલા કોઅતાહ કા, તુમું આજી વાદારુ નો વાદારુ હાર્યો રીતો વોરતુઅજા. 2 કેવકા, ઈંહીંઅ બાબોતોમ માલીખ ઈસુઅ નામો આમહાં તુમહાંન કોન્ના-કોન્ના હુકોમ આપના તે તુમું જાંઅતેહજ. 3 પોરમીહેર તા એંહડી મોરજી રાખેહ કા, તુમું પોવીતોર બોંણા, એટલે કા, સીનાલા રેખ સેટો રેયા. 4-5 ઓનો તુમહાં વેઅનું દોરેક માટી, ખોરો પોરમીહેરોન નેંય માનનારો માટહ્યોંઅ ગાંઉં પોતાઅ થેઈન પોતાઅ સોરીદોઅ મોરજી પુરી કોઆંન સાદોનો તોરીકો હોમજીન તીયોઅરી નેંય વોરતે, પોન પોવીતોર ઓનો માનોવાલો રીતો તીયોઅરી વોરતુઅતા હીકે. 6 માટ્યોઅ ઓનો થેઈઅ સોબોતોઅ આય બાબોતોમ તુમહાં વેઅનો કોડો બી પોતાઅ ખ્રીસ્તી પાવહોઅ ઈજજોતોપોઅ આથ નેંય ટાકનુંઅ જોજ્વે, કા તીયાન સેતરુનુંઅ નેંય જોજ્વે. જેવ આમહાં તુમહાંન પેલ્લાઅજ આખનો ઓનો કોળોક રીતો ચેતવુણી આપની, તેવ આંહડા પાપ કોઅનારહાંન માલીખ સીકસા કોઈઅ. 7 પોરમીહેરો આપહોંન મેલો જીવોન જીવાઅન નેંય, પોન સોક્કો જીવોન જીવાઅન હાદયેહ. 8 તીંહીંઅ લીદો, જોબી આય ઉપદેસોન નોફરોત કોએહ, તો એખનો માંહાંઅનુંજ નેંય, પોન તુમહાંન પોવીતોર આત્મા આપનારો પોરમીહેરોન બી નોફરોત કોએહ એવ માનનુંઅ.
9 તુમાંઅ આર્યોઅ ખ્રીસ્તી પાવોહ-બોંઅયોંહોંપોઅ માયા રાખાઅન બાબોતોમ તુમહાંન લેખાઅન માંન કાંય જુરુલ નાંહ જાણાઅતી. કેવકા, એક-બીજાપોઅ માયા રાખાઅન તે બાબોત પોરમીહેરો પોતોજ તુમહાંન હીકવીહ. 10 ઓનો ખોરેખોર તુમું માકેદોનીયા વીસ્તારોઅ બાદો ખ્રીસ્તી પાવોહ-બોંઅયોંહોંપોઅ માયા રાખતેહ. તેબી પાવોહ બોંઅયોંહોં, આમું તુમહાંન કાલાવાલા કોઅતાહ કા, તુમું તીંયહાંપોઅ આજી વાદારુ નો વાદારુ માયા રાખતે રેયા. 11 જેવ આમહાં પેલ્લાઅજ તુમહાંન આખનો, તેવ સાંત્યોવાલો જીવોન જીવાઅન, ઓનો તુમાંઅ પોતાઅજ કામોપોઅ ધીયાન રાખાઅન, ઓનો પોતાઅ આથો મેનોત કોઈન જીવાઅન ઈરાદુ રાખજા. 12 એવ કોઅહા તા, ખ્રીસ્તોપોઅ વીસવાહ નેંય રાખનારે તુમહાંન માન આપીઅ, ઓનો તુમાંઅ પોતાઅ જુરુલહીંઅ માટો તુમહાંન બીજહાંપોઅ આદાર રાખનુંઅ નેંય પોળે.
માલીખોઅ ફાચા આવાઅન બાબોતોમ
13 આમાંઅ પાવોહ-બોંઅયોંહોં, આમાંઅ એંહડી મોરજી આહાય કા, જે મોઈ ગોયેહ તીંયહાંઅ કાય વેઈ તીયો બાબોતોમ તુમું જાંઈં નેયા, ઈંહીંઅ ખાતોર કા, મોઅનામ રેખ જીવતે ઉઠાઅન જીંયહાંન આસા નાંહ તે જેવ પોતાઅ મોઈ ગોયનો મેરાલહાંઅ માટો દુખી વેતેહ, તેવ તુમું તુમાંઅ મોઈ ગોયનો વીસવાસી મેરાલહાંઅ માટો દુખી નેંય વેયા. 14 આપુ વીસવાહ કોઅતેહ કા, ઈસુ મોઈ ગોયુ ઓનો ફાચુ જીવતુ ઉઠ્યુ. તીંહીંઅ લીદો, આપહોંન વીસવાહ આહાય કા, ઈસુ ફાચુ આવીઅ તાંહાંઅ, પોરમીહેર મોઈ ગોયનો વીસવાસહ્યોંન ઈસુઅરી ફાચે જીવતે દાવીઅ.
15 ઈયો બાબોતોમ માલીખો પોતો જો આખનો તો આમું તુમહાંન આખતાહ. તો ઈં આહાય કા, માલીખ ફાચુ આવીઅ તેંહડામ આપુ જે આજી જીવતે આહાય તે, મોઈ ગોયનો વીસવાસહ્યોંઅ આગલે તીયાઅહીં નેંય જાજી. 16 પોરમીહેર જોરપોઅ હુકોમ કોઈઅ, ઓનો મોડામ-મોડુ દુત બોનીઅ, ઓનો પોરમીહેરોઅ પીપારાઅ ઓવાજ વેઈ, નો માંહેંઅ તો બાદો ઉનાઈ. ઓનો માલીખ પોતો હોરગોમ રેખ જુગીમ ઉતરીઅ, ઓનો ખ્રીસ્તોપોઅ વીસવાહ રાખનારે જે મોઈ ગોયેહ તે પેલ્લાઅ જીવતે ઉઠીઅ. 17 ઓનો હાતીઅજ, તેંહડામ જીવતો રેનારો આપહોંન, માલીખોન જુગીમ મીલાઅન માટો પોરમીહેર તીંયહાંઅરી વાદલાહાંમ એકઠે કોઈઅ. ઓનો એવ કોઈન, આપુ કાયોમ માલીખોઅ આરી રેહું. 18 તીંહીંઅ લીદો આયો ગોઠહીં કોઈન એક-બીજાન દીલાસુ નો ઉફ આપા.