થેસ્સાલોનીકા સેરોઅ ખ્રીસ્તી મોંડોળોન પાવુલોઅ પોયનોઅ કાગોલ
1
થેસ્સાલોનીકા લોકહોંઅ વીસવાહ ઓનો ખ્રીસ્તી જીવોન
1 થેસ્સાલોનીકા સેરોઅ ખ્રીસ્તી મોંડોળોઅ લોકહોંન તુમહાંન, જે પોરમીહેર બાહકાઅ ઓનો માલીખ ઈસુ ખ્રીસ્તોઅ લોક આહાય તીંયહાંન, આમું પાવુલ, સીલા નો તીમોથી સાલામ આપતાહ. પોરમીહેર તુમાંપોઅ મેરબાની કોઅતુ રેય નો તુમહાંન સાંતી આપતુ રેય!
2 આમું તુમાંઅ બાદહાંઅ માટો કાયોમ પોરમીહેરોઅ આબાર માનતાહ ઓનો તીયાન ઓરોજ કોઅતાહ. 3 તુમાંઅ માટો આમું આપોઅ પોરમીહેર ઓનો બાહકાન ઓરોજ કોઅતાહ તેંહડામ આમું, ખ્રીસ્તોપોઅ તુમહાં રાખનું વીસવાહ જો તુમું પોતાઅ કામહોં કોઈન દેખાવતેહ તો, ઓનો તીયાપોઅરો તુમહાં રાખન્યો માયાઅ લીદો તુમું જે ભારી મેનોત કોઅતેહ તો, ઓનો આપોઅ માલીખ ઈસુ ખ્રીસ્તોઅ ફાચુ આવાઅન દીહોઅ આસાઅ લીદો પોતાઅ વીસવાહોમ મોજબુત આહાય તો, ઈયાદ કોઅતાહ.
4 પાવોહ-બોંઅયોંહોં, આમું જાંઅતાહ કા, પોરમીહેર તુમાંપોઅ માયા રાખેહ ઓનો તીયા તુમહાંન પોતાઅજ લોક વેઆંન પોસોંદ કોઅયેહ. 5 કાંહાંનકા, આમું તુમાંઅહીં ખ્રીસ્તોઅ બાબોતોઅ હારી ગોઠ જાહેર કોઆંન આલના તેંહડામ, એખનો સોબદાહાં કોઈનુંજ નેંય, પોન પોવીતોર આત્મા પોતાઅ તાકોતો કોઈન કોઅનો કામહોં કોઈન બી આમહાં તે ગોઠ જાહેર કોઅની. ઓનો હાર્યો ગોઠીઅ હાચાયોપોઅ આમહાંન પુરુ વીસવાહ આહાય તો બી આમહાં તેંહડામ દેખાવનો. ઓનો આમું તુમાંઅરી આથા તેંહડામ, આમાંઅ ચાલ-ચોલગોતહીં કોઈન આમહાં હાર્યો ગોઠીઅ હાચાયોઅ સાબીતી આપની, તો બી તુમું જાંઅતેહ. ઓનો તો તુમાંઅ આત્મીક લાબોઅ ખાતોર આથો. 6 ઓનો આમું પોતો જેંહડો જીવોન જીવત્ના નો માલીખ જેંહડો જીવોન જીવત્નું, તેંહડોજ જીવોન તુમું બી જીવાઅન ખેટયેહ. ઓનો હાર્યો ગોઠીઅ લીદો તુમહાં ભારી દુખે વેઠને તેબી, તુમહાં તે ગોઠ પોવીતોર આત્માઅ મારફોતો રાજી-ખુસી માની નેદની. 7 ઓનો એવ કોઈન તુમું માકેદોનીયા ઓનો આખાયા વીસ્તારહોંઅ વીસવાસી લોકહોંઅ આગલાઅ નોમુનું બોંણ્યેહ. 8 કેવકા, તુમાંઅ તેંહડો જીવોનહોંઅ લીદો, માકેદોનીયા ઓનો આખાયા વીસ્તારહોંઅ ઘોણો લોકહોંમ માલીખ ઈસુ ખ્રીસ્તોઅ ગોઠ ફેલાય ગોયી, ઓનો ઘોણો જાગો રેનારો લોકહોંન, પોરમીહેરોપોઅ તુમહાં રાખનો વીસ્વાહોઅ બાબોતોમ આમાંઅ કાંય બી આખાઅન જુરુલ નાંહ પોળતી. 9-10 તુમાંઅ સેરોમ આમું આલના તેંહડામ તુમહાં આમહાંન કોતુહ હારુ આવકાર આપનું, ઓનો ખોરો નો જીવતો પોરમીહેરોઅ ભોક્તી કોઆંન ખાતોર તુમહાં મુરત્યોહોંઅ ભોક્તી કોઆંન કેકેવ સોળનો, ઓનો પોરમીહેરોઅ પોયોર ઈસુ હોરગોમ રેખ ફાચુ આવાઅન આહાય તીંહીંઅ તુમું કેવી રીતો વાટ હેઅતેહ, તીંહીંઅ બાબોતોમ તે લોક આખતાહ. તીયોજ ઈસુન પોરમીહેરો મોઅનામ રેખ ફાચુ જીવતુ કોઅયુ, ઓનો તોજ આપોઅ પાપહોંઅ લીદો ઝાંજવાયન પોરમીહેર આપહોંન જે સીકસા આપાઅન આહાય, તીંહમેઅ રેખ આપહોંન સોળવુઅનારુ આહાય.