2
થેસ્સાલોનીકે સેરોમ પાવુલો કોઅની માલીખોઅ સેવા
1 આમાંઅ પાવોહ-બોંઅયોંહોં, તુમું પોતોજ જાંઅતેહ કા, આમહાં નેદની તુમાંઅ મુલાકાત નોક્કામી નાંહ ગોયી. 2 તુમાંઅહીં આમું આલના તીંહીંઅ પેલ્લાઅ ફીલીપ્પી સેરોમ સારકારી ઓમોલદારહોં આમાંઅ કોંહડી નીંદા કોઅની ઓનો આમહાંન કોંહડે દુખે પાળને તો તુમું જાંઅતેહ. તેંહડામ હારી ગોઠ જાહેર કોઅતા આમહાંન ઘોણે માંહેંઅ ઓટકાવાઅન મોથત્ને તેબી, પોરમીહેરો આમહાંન જાણાવની તે હારી ગોઠ તુમહાંન જાહેર કોઆંન તીયા આમહાંન હીંમોત આપી. 3 હારી ગોઠ માનાઅન આમહાં તુમહાંન જે કાલાવાલા કોઅના તીંહીંઅ આદાર ખોટો ઉપદેસોપોઅ, કા મેલો ઈરાદોપોઅ નોખુ. ઓનો આમહાં તુમહાંન સેતયર્ે બી નાંહ. 4 પોન ઉલટો, પોરમીહેરો આમહાંન પારખ્યાહ ઓનો જાંઈં નેદોહ કા, આમું હારી ગોઠ જાહેર કોઆંન કામ ઈમાનદાર્યો કોઈન કોઅહું; તીંહીંઅ લીદો, તીયા તો કામ આમહાંન હોપ્યોહ. ઓનો આમું બી તેંહડો ઈમાનદાર લોકહોં તોરીકો તે ગોઠ આખતાહ. ઓનો આમું માંહાંહાંન નેંય, પોન આમાંઅ મોનહોંઅ ઈરાદુ જાંઅનારો પોરમીહેરોન રાજી રાખાઅન મોથતાહ. 5 તુમું જાંઅતેહ કા, જેંહડામ બી આમું તુમાંઅહીં આલના તેંહડામ જો કાંય બી આમહાં તુમહાંન આખનો, તીંહમેઅ આમહાં પોતાઅ લાબોઅ ખાતોર તુમાંઅ ગુણ નોખા ગાયા. ઓનો પોરમીહેર બી આમાંઅ સાક્સી આહાય કા, તુમાંપોઅ રેખ પોયસાહાંઅ લોબ રાખીન આમહાં તુમહાંન હારી ગોઠ નોખી આખી. 6 ખ્રીસ્તોઅ ખોબરી તોરીકો તુમાંપોઅ રેખ થોળો-ઘોણો માન મેલવાઅન આમહાંન ખોરેખોર હોક આથુ તેબી, તુમું કા બીજે માંહેંઅ આમાંઅ ગુણ ગાયે તેંહડી મોરજી રાખીન આમહાં કોન્નો બી કામ નોખો કોઅયો. 7 પોન ઉલટો, જેવ યાહકી મીઠો સોબાવો કોઈન પોતાઅ પોયરાહાંઅ કાલજી રાખેહ, તેવ આમું તુમાંઅરી મીઠો સોબાવો કોઈન વોરતુઅના. 8 ઓનો આમહાં તુમાંપોઅ ઓત્તી બાદી માયા રાખી કા, આમું તુમહાંન પોરમીહેરોઅ બાબોતોઅ હારી ગોઠ જાહેર કોઆંન ઓતોહજ નેંય, પોન તુમાંઅ ભોલાયોઅ ખાતોર આમાંઅ જીવોન ખોરચી ટાકાઅન બી તીયાર આથા. કાંહાંનકા, તુમું આમાંઅ ભારી મેરાલે બોંણી ગોયને.
9 આમાંઅ પાવોહ-બોંઅયોંહોં, તુમાંઅહીં આથા તેંહડામ આમહાં સોખોત મેનોત કોઅની તો, તુમહાંન નોકકીજ ઈયાદ વેય. પોરમીહેરોઅ બાબોતોઅ હારી ગોઠ તુમહાંન જાહેર કોઅત્ના તેંહડામ, તુમહાંમ રેખ કોડાપોઅ બી બોજુ નેંય પાળજી ઓનો આમાંઅ જુરુલી આમું પોતોજ મેલવુઅજી તીંહીંઅ ખાતોર, આમહાં રાત-દીહ કામ કોઅનો. 10 વીસવાહ કોઅનારો તુમાંઅરી આમું પોવીતોર રીતો ઓનો નીત્યોઅ રીતો ઓનો કાંય બી દોસો વોગોર વોરતુઅના તીંહીંઅ તુમું પોતો ઓનો પોરમીહેર બી સાક્સી આહાય. 11 પોન તુમું જાંઅતેહ કા, જેવ બાહકુ પોતાઅ પોયરાહાંઅરી વેવાર રાખેહ, તેવ આમું તુમાંઅરી વેવાર રાખત્ના. 12 એટલે કા,આમું તુમહાંન ઉફ ઓનો દીલાસુ આપત્ના, ઓનો પોતાઅ રાજોમ ઓનો મોડાયોમ ભાગ મેલવાઅન તુમહાંન હાદનારો પોરમીહેરોન ગોમે એંહડો જીવોન જીવાઅન તુમહાંન પોરી-પોરીઅ હોમજાવત્ના.
13 આમું પોરમીહેર બાહકાઅ કાયોમ આબાર ઈંહીંઅ ખાતોર માનતાહ કા, આમહાં તુમહાંન પોરમીહેરોઅ બાબોતોઅ ગોઠ આખની તેંહડામ તુમહાં તે માંહાંહાં આખન્યો ગોઠી તોરીકો નેંય, પોન પોરમીહેરો આખન્યો ગોઠી તોરીકો ઉનાઅની, ઓનો તીયોન તુમાંઅ મોનહોંમ ઉતારી નેદની. ઓનો ખોરેખોર તે પોરમીહેરોજ આખની ગોઠ આથી. તીયો ગોઠીપોઅ તુમહાં વીસવાહ કોઅનું ઓનો તીંહીં કોઈન તુમાંઅ જીવોન બોદલાય ગોયનો.
14 પાવોહ-બોંઅયોંહોં, યેહુદીયા વીસ્તારો વેઅનો પોરમીહેરોઅ મોંડોળોઅ લોકહોં, ખ્રીસ્ત ઈસુપોઅ તીંયહાં રાખનો વીસવાહોઅ લીદો જેવ દુખે વેઠને, તેવુજ તુમહાં બી દુખે વેઠયેહ, જેવ તીંયહાં પોતાઅ જાતીઅ યેહુદી લોકહોં તીંયહાંન દુખે પાળને, તેવ તુમાંઅ પોતાઅ જાતીઅ લોકહોં તુમહાંન દુખે પાળને. 15-16 તીયોજ યેહુદી જાતીઅ થોળોક લોકહોં, જુનો જોમાનામ પોરમીહેરો જાંણાવની ગોઠ જાહેર કોઅનારહાંન માઈ ટાકના, ઓનો ફાચલાઅ રેખ બીજો થોળાકહાં માલીખ ઈસુન માઈ ટાકાવનું. ઓનો આમું બીજા થોળાક આમહાંન દુખે પાળતાહ. એ યેહુદી લોક, યેહુદી સીવાયોઅ લોક જીયો ગોઠી કોઈન પોતાઅ પાપહોંઅ સીકસામ રેખ બોચે, તે ગોઠ તીંયહાંન જાહેર કોઅતા આમહાંન ઓટકાવાઅન મોથત્ના. એવ આમહાંન ઓટકાવાઅન મોથીન તે પોરમીહેરોન દુખી કોઅતાહ ઓનો બીજો બાદો લોકહોંઅ વીરુદ કોઅતાહ, એવ કોઈન તીંયહાંઅ પાપહોંઅ ડોંડ તીંયહાંન મીલ્યુ. ઓનો તીંયહાંઅ તીયો કામોઅ લીદો આમુ પોરમીહેરોન ભારી ઝાંજ ચોળીહ, ઓનો તો તીંયહાંન સીકસા આપાઅન તીયાર્યોમુજ આહાય.
થેસ્સાલોનીકે મોંડોળોઅ લોકહોંઅ હાચી મુલાકાત નેઆંન પાવુલોઅ મોરજી
17 પાવોહ-બોંઅયોંહોં, આમું તુમાં રેખ થોળોક વોખોતોઅ માટો મોનોઅ રીતો નેંય પોન સોરીદોઅ રીતો જુદા પોળના તેંહડામ, આમહાંન ભારી દુખ લાગનો ઓનો તુમહાંન ફાચા મીલાઅન આમું ભારી મોરજી રાખત્ના. 18 આમું તુમાંઅહીં ફાચા આવાઅન કોઅત્ના. ખાસ કોઈન, માંયોં પાવુલો તા તુમાંઅહીં આવાઅન ફીરી-ફીરીન કોસીસ કોઅની, પોન સેતાનો તે કોસીસ પાર નોખી પોળાઅન દેદી. 19 આમહાં ફાચી તુમાંઅ મુલાકાત નેઆંન કોસીસ કોઅની. કાંહાંનકા, આપોઅ માલીખ ઈસુ ફાચુ આવીઅ તાંહાંઅ તીયાઅ હાજર્યોમ તુમાંઅ લીદોજ ખાતરી રાખીન ઓનો ખુસ વેયન ઉબા રેહું, ઓનો તુમાંઅ લીદોજ આમહાંન આમાંઅ સેવાઅ ઈનામ મીલીઅ. 20 ખોરેખોર, તુમાંઅ લીદોજ આમહાંન ઓબીમાન આહાય ઓનો આમું ખુસ બી વેયાહ.