2
ખ્રીસ્ત ઈસુઅ હાચુ સોયનીક
1 તા બેટા તીમોથી, ખ્રીસ્ત ઈસુઅ આર્યોઅ તોઅ જોળાણોઅ લીદો, પોરમીહેરો તોઅપોઅ જે મેરબાની કોઅયીહ, તીયો મેરબાન્યો કોઈન તું આત્મીક રીતો મોજબુત બોંણજો! 2 તુંયોં માંઅપોઅ રેખ જે ગોઠી હીકયાહ તે તું ઈયાદ કોઅજો! તેજ ગોઠી તુંયોં બીજો ઘોણો લોકહોંપોઅ રેખ બી ઉનાઅયાહ. તે ગોઠી એંહડો ઈમાનદાર લોકહોંન હીકવુઅજો કા જેબી જહાંન બી તે હીકવી સેકે.
3 ખ્રીસ્ત ઈસુઅ એક હાચો સોયનીકોઅ ગાંઉં તું બી માંઅરી ઓનો બીજો ખ્રીસ્તી લોકહોંઅરી દુખે વેઠજો! 4 તું જાંઓંહ કા, લોળાયોમ ગોયનું સોયનીક પોતાઅ ઉપરી ઓમોલદારોન ખુસ રાખાઅન માટો પોતાઅ કોય બી ખાનગી કામહોંમ નાંહ પોળતુ. એટલે, સોયનીકહોંઅ ગાંઉં, તું બી ખ્રીસ્ત ઈસુઅ સેવા કોઅતા, તીયો સેવા સીવાયોઅ બીજો કોય બી બાબોતોમ નોખુ પોળતુ! 5 તું ઈં બી જાંઓંહ કા, હોરીફાયોમ ભાગ નેનારો, હોરીફાયોઅ નીયોમહોં પોરમાણો નેંય રોમે તા, તીયાન ઈનામ નેંય મીલે. એટલે, હોરીફાયોમ ભાગ નેનારહાંઅ ગાંઉં, તું બી ખ્રીસ્ત ઈસુ આપના બાદા હુકોમ પાલાઅન માટો બોરાબોર ટેવાઅજો, ઈંહીંઅ ખાતોર કા, પોરમીહેર તુંન ઈનામ આપે! 6 તું ઈં બી જાંઓંહ કા, ભારી મેનોત કોઅનારો ખેળુકોન ખેત્યોઅ પાકોઅ પેલ્લુ હોક મીલનુંઅ જોજવે. એટલે, ખેળુકહોંઅ ગાંઉં, તું બી ખ્રીસ્ત ઈસુઅ માટો ભારી મેનોત કોઅજો, ઓનો પોરમીહેર તુંન ઈનામ આપીઅ એંહડી આસા રાખજો! 7 માંયોં આમુ જો લેખ્યોહ તીંહીંપોઅ તું વીચાર કોઅજો! કેવકા, જો તું તેવ કોઅહો તા, જીયો બાબોતહીંન તોઅ જાંઆંન જુરુલ આહાય, તે જાંઆંન માલીખ તુંન મોદોદ કોઈઅ.
8 ઈસુ ખ્રીસ્તો કેકેવ દુખે વેઠને તો ઈયાદ કોઈન તું બી દુખે વેઠજો! ઈયાદ રાખજો કા, પોરમીહેરો તીયાન મોઅનામ રેખ ફાચુ જીવતુ ઉઠવ્યુ, ઓનો તીયાન તીયાઅ આગલોઅ ડાયા દાવીદ રાજાઅ ગાંઉં રાજા તોરીકો નીમ્યુહ! ઓનો જેંહડામ માંય લોકહોંન હારી ગોઠ આખોંહ, તેંહડામ માંય તીંયહાંન આય બાદયા ગોઠી આખોંહ. 9 જે હારી ગોઠ માંય આખોંહ તીંહીંઅ થોળાક લોક વીરુદ કોઅતાહ તીંહીંઅ લીદો, માંય આંહીં જેલીમ દુખે વેઠોંહ, જાણે કા માંય ગુનેગાર વેય તેવ, તીંયહાં હાકલીહીં કોઈન માંઅ પાગ બી બાંદયા. તેબી, પોરમીહેરોઅહીં રેખ આવનાર્યો તીયો ગોઠીન જાહેર કોઅતા બીજો માંહાંહાંન કાંય બી નાંહ ઓટકાવી સેકતો. 10 તીંહીંઅ લીદો, પોરમીહેરો પોસોંદ કોઅનો લોકહોંઅ હારાઅ માટો આય બાદો માંય રાજી-ખુસી વેઠી નેહોં, ઈંહીંઅ ખાતોર કા, તીંયહાંન બી ખ્રીસ્ત તીંયહાંઅ પાપહોંઅ સીકસામ રેખ બોચાવે, ઓનો તો જીયો મોડાયોવાલો જાગો આહાય તાંહીં તે બી તીયાઅરી કાયોમોઅ માટો રેય.
11 જીયો ગોઠહીંન આપુ બાદે માનાઅન લાયોક આહાય એવ આખતેહ, તે ગોઠી ઈયાદ રાખીન દુખે વેઠજો! તે ગોઠી આય આહાય:
“ખ્રીસ્ત મોઅયુ તેંહડામ, જાણે કા આપુ બી તીયાઅરી મોઈ ગોયે વેય તેવ આપોઅ પેલ્લુરોઅ વોરતોન આપહોં સોળી દેદોહ તીંહીંઅ લીદો, આપુ તીયાઅરી જીવહું બી.
12 આપુ ધીરોજ રાખીન દુખે બી વેઠતેહ તીંહીંઅ લીદો, આપુ તીયાઅરી રાજ બી કોઅહું. પોન, જો આપુ તીયાન ઓઅખાઅન ના પાળજી તા, તો બી આપહોંન ઓઅખાઅન ના પાળીઅ.
13 આપુ તીયાન ઈમાનદાર નેંય રેજી તેબી, તો તા આપહોંન તીયા આપનો વોચોનો પોરમાણોજ આપોઅરી વોરતીઅ. કેવકા, તો પોતાઅ સોબાવોઅ વીરુદ વોરતી નાંહ સેક્તુ.
પોરમીહેરોન પોસોંદ પોળે એંહડુ સેવોક
14 બીજહાંન બોદ આપાઅન જીંયહાંન તુંયોં નીમ્યાહ તીંયહાંન, માંયોં તુંન આખન્યો આય ગોઠહીંઅ બાબોતોમ ઈયાદ કોઆવ્યા કોઅજો! તીંયહાંન કોળોક રીતો આખજો કા, તે જો કોઅતાહ તો પોરમીહેર જાંએહ તીંહીંઅ લીદો, સોબ્દાહાંઅ બાબોતોમ તે ભાનગોળ નેંય કોએ. કાંહાંનકા, બોદ આપનારા ભાનગોળ કોએ તેંહડામ, તીંહીં કોઈન કાંય બી ફાયદુ નાંહ વેતુ, પોન ઉલટો, તીયો ભાનગોળી કોઈન તે ઉનાઅનારહાંઅ આત્મીક નાસ કોઅતાહ.
15 પોરમીહેરોઅ આગલાઅ પાર ઉતરુઅનું સેવોક બોંણાઅન તું ભારી મેનોત કોઅજો! ઈમાનદાર કામદારોઅ ગાંઉં બોંણીન પોરમીહેરોઅ હાચ્યો ગોઠીન તે જેંહડી આહાય તેંહડીજ હીકવુઅજો! 16 જીંહમેઅ પોરમીહેરોન માન નેંય મીલે એંહડ્યો ઓકલી વોગોરોઅ ચારચાહાંમ તું નોખુ પોળતુ! કેવકા, એંહડયા ચારચા ઉનાયન ઉનાઅનારે પોરમીહેરોઅ પાહો આવાઅન બોદલો ઉલટો સેટો જાતેહ. 17 ચેપી ચાંદો જેવ આખો સોરીદોમ ફેલાયન સોરીદોઅ બીજો હારો ભાગહોંન હોળવી ટાકેહ, તેવ આય ખોટા ઉપદેસ વીસવાસહ્યોંમ ફેલાય જાતાહ ઓનો તીંયહાંઅ જીવોનહોંન બોગાળી ટાકતાહ. હુમનેયુ ઓનો ફીલેતુ આય ખોટા ઉપદેસ આપ્યાહ. 18 ખાસ કોઈન, તે ખોટુ ઉપદેસ આપતાહ; એટલે કા, તે ખોટ્યો રીતો આખતાહ , “પોરમીહેરો આપહોંન એખું વારોઅ આત્મીક જીવોન આપી દેદોહ. એટલે, મોઅને માંહેંઅ સોરીદોઅ રીતો ફાચે જીવતે ઉઠે એંહડો કાંય નેંય વેઈ.” એવ આખીન તે પોતો હાચી વાટ ચુકી ગોયાહ, ઓનો થોળોક વીસવાસહ્યોંન બી વીસવાહોમ રેખ પાળી ટાક્યેહ. 19 પોન મોંડોળે તા આત્મીક રીતો મોજબુત આહાય. તે તા પાયાઅ ગાંઉં આહાય. તીયો પાયાપોઅ લેખાણ કોતરાઅનો આહાય , “હોકીકોતોમ જે પોતાઅ લોક આહાય તીંયહાંન માલીખ બોરાબોર ઓઅખેહ,” ઓનો “આમું માલીખોઅ લોક આહાય’ એવ આખનારો બાદહાંઅ ખોટો કોઆંન સોળી દેનુંઅ જોજવે.”
20 માલદાર માંહાંઅ કોઅમે હોના-ચાંદયોઅ કીમતી બાસને બી રેતેહ, ઓનો કાદવોઅ નો નાકળાઅ બાસને બી રેતેહ; હોના-ચાંદયોઅ તે કીમતી બાસને તા ખાસ કામોમ વાપરાઅતેહ. પોન જે કીમતી નાંહ તે કાદવોઅ નો નાકળાઅ બાસને તા ના જેંહડો કામોમ વાપરાઅતેહ. 21 એટલે, જો તું બાદયો ખારાબ બાબોતહીંમ રેખ પોતાન સોકુ રાખો તા, તું પોરમીહેર પોતાઅ ખાસ કામોઅ માટો વાપરી સેકે એંહડુ સેવોક વેહો. તોઅ જીવોન સોક્કો રેઈ ઓનો તું ઓલોગ રાખી થોવનો નો એક મોડો કોઓઅ માલીખોઅ ખાસ કામોમ વાપરાઅનારો કીમતી બાસનાઅ ગાંઉં વેઈ, ઓનો તો દોરેક હારો કામ કોઆંન તીયાર રેહો.
22 એંહડો આહાય તીંહીંઅ લીદો, જુવાન માંહાંહાંન પાપોમ પાળનાયાર્ે મોરજ્યોહોંમ તું ફાસાઅતુ નોખુ. ઓનો સોક્કો મોનો માલીખોઅ ભોક્તી કોઅનારહાંઅરી તું બી, જો ખોરો આહાય તોજ કોઅજો! ખ્રીસ્તોપોઅ વીસવાહ રાખતુ રેજો, બીજહાંપોઅ માયા રાખતુ રેજો, ઓનો બીજહાંઅરી હોપ કોઈન રેજો!
23 ઓકલી વોગોરોઅ ઓનો નોક્કામ્યો ચારચાહાંમ તું નોખુ પોળતુ. તુંન તા ખોબોરુજ આહાય કા, તીંહીં કોઈન ઝોગળાજ પેદા વેતાહ. 24 માલીખોઅ સેવોક બાથવાળ્યા નેંય વેઆંન જોજવે. પોન ઉલટો તે બાદહાંઅરી દાયાલુ સોબાવો વોરતુઅનારા, ઉપદેસ આપાઅન આવળોતો વાલા, ધીરોજ રાખનારા, 25 ઓનો પોરમીહેરોઅ હાચાયોઅ વીરુદ કોઅનારહાંન મીઠયો બોન્યોમ સુદારનારા વેઆંન જોજવે. કેવકા, કોદાચ પોરમીહેર તીંયહાંઅ મોનહોંન બોદલી ટાકે, નો તે હાચ્યો ગોઠીન માને, 26 ઓનો તીંયહાંન ઓકોલ આવે, ઓનો એવ કોઈન તે સેતાનોઅ ફાંદલામ રેખ બોચી જાય. સેતાનો તીંયહાંન તીયાઅ મોરજ્યો પોરમાણો કોઆવાઅન કોબ્જો કોઈ રાખ્યાહ.